કોંગ્રેસ પણ “ભારત માતા કી જય “ બોલવા રાજી

ગાંધીનગર– આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા નવી રણનીતિથી ચૂંટણી લડવાની વ્યૂહરચના ગોઠવવામાં આવી છે. ભૂતકાળમાં કોંગ્રેસે જ્યાં જ્યાં ચૂંટણી પ્રક્રિયામાં માર ખાધો છે ત્યાં આ મારનો વિગતવાર અભ્યાસ કરવામાં આવ્યો છે.

સરકાર વિરોધી વાતાવરણ અને મોટામોટા સમાજમાં ઊભા થયેલા રોષનો ફાયદો લેવાની તક ઝડપવા કોંગ્રેસ લેવા માટે આગળ વધી રહી છે.આ વખતની ચૂંટણીમાં નવા ચહેરાઓને તથા મધ્યમવર્ગને ઉતારવા મન બનાવ્યું છે.કેટલાક જિલ્લામથી પક્ષને યુવા કાર્યકરોએ આગ્રહ કર્યો છે કે  “ભારત માતાકી જય” શું ભાજપ જ બોલી શકે ? શું આપણે ના બોલી શકીએ, આપણે પણ બોલો. હવે  “વંદે માતરમ” પણ બોલવું જોઈએ.

કોંગ્રેસ પક્ષ દ્વારા આ વખતની ચૂંટણીમાં આ બધી બાબતો ધ્યાને લઈ ૭૦ કરતાં વધારે બેઠકો પર ચોક્ક્સ યુવાવર્ગ અને નવા ઉમેદવારોને તક આપવાની ચર્ચા કાર્યકર્તાઓમાં ચાલી રહી છે.