શેરબજારમાં ત્રીજા દિવસે વેચવાલીઃ સેન્સેક્સ વધુ 181 પોઈન્ટ તૂટ્યો

અમદાવાદ– શેરબજારમાં સતત ત્રીજા દિવસે નરમાઈ આગળ વધી હતી. ગ્લોબલ માર્કેટના નેગેટિવ ન્યૂઝ પાછળ તેજીવાળા ખેલાડીઓએ આજે દરેક ઊંચા મથાળે વેચવાલી કાઢી હતી. મેટલ, ફાર્મા, એફએમસીજી, રિઅલ્ટી અને પાવર શેરોમાં ભારે વેચવાલી આવી હતી. પરિણામે ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 181.43(0.55 ટકા) ઘટી 32,760.44 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 68.55(0.67 ટકા) ઘટી 10,118.05 બંધ થયો હતો.અમેરિકામાં ટેક્સ રીફોર્મ્સમાં વિલંબ થઈ રહ્યો છે, જેની પાછળ અમેરિકન સ્ટોક માર્કેટ ઘટી રહ્યું છે. તેની પાછળ આજે સવારે એશિયાઈ સ્ટોક માર્કેટ ગબડ્યા હતા. તેની પાછળ ભારતીય શેરોના ભાવ પણ નીચા ખુલ્યા હતા. ચીનમાં આઈઆઈપી ડેટામાં ઘટાડો નોંધાયો હતો. જેથી રોકાણકારોએ ચિંતિત હતા, અને મેટલ શેરોમાં જોરદાર વેચવાલી કાઢી હતી. જેને પગલે શેરબજારનું સેન્ટિમેન્ટ વધુ ખરડાયું હતું. ભારતમાં જથ્થાબંધ ફુગાવાનો દર વધીને 3.59 ટકા આવ્યો હતો, જેથી આરબીઆઈ વ્યાજદરમાં ઘટાડો નહી કરે. આમ તેજીવાળાઓની વેચવાલી વધુ રહી હતી.

  • ઈપીસીએ એટલે કે એનવાયરમેન્ટ પોલ્યુશન પ્રિવેન્શન એન્ડ કન્ટ્રોલ ઓથોરિટીએ સુપ્રીમ કોર્ટને સેસ વધારવાની ભલામણ કરી છે. આથી હવે ડીઝલ કાર પર સેસ વધી શકે છે. જેને પગલે કાર કંપનીઓને ફટકો પડશે.
  • આજે તમામ સેકટરના શેરોમાં ગાબડા પડ્યા હતા.
  • ઓટો, કેપિટલ ગુડ્ઝ, કન્ઝ્યુમર ડ્યુરેબલ, એફએમસીજી, ફાર્મા, મેટલ, આઈટી, ટેકનોલોજી સહિત બેંક શેરોમાં ભારે વેચવાલી ફરી વળી હતી.
  • રોકડાના શેરોમાં પણ જોરદાર સેલીંગ પ્રેશર આવ્યું હતું. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 166.08 ઘટ્યો હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 266.20 ગબડ્યો હતો.
  • બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટમાં હેવી સેલીંગ પ્રેશર હતું, ફુટસી, કેક અને ડેક્સ તૂટ્યા હતા.
  • રીલાયન્સ કોમ્યુનિકેશન ભારે વેચવાલીથી વધુ 12.93 ટકા તૂટી રૂ.10.10 બંધ રહ્યો હતો.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]