નવી દિલ્હી: ઉત્તર ભારતના પવિત્ર શ્રાવણ માસ દરમિયાન હરિદ્વારથી લઈને દિલ્હી વચ્ચે આવેલા માર્ગ પર ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ સરકારના ખાદ્ય સામગ્રી વેચનારા લોકોએ ફરજીયાતપણે પોતાની લારી અથવા તો દુકાન પર તેમની ઓળખ સ્પષ્ટ થાય તે રીતે નેમ પ્લેટ લગાવવી પડશે. આ આદેશ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા આપવામાં આ્યો છે. જેને સુપ્રીમ કોર્ટમાં પડકારવા માટે અનેક અરજીઓ સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે. જેના પર સોમવારે સુનાવણી કરવામાં આવશે. આ મુદ્દા પર અત્યાર સુધીમાં ટી.એમ.સી. સાંસદ મહુઆ મોહિત્રા, પ્રોફેસર અપૂર્વાનંદ અને આકાર પટેલની સાથે-સાથે અને એન.જી.ઓ. દ્વારા પણ અરજીઓ દાખલ કરવામાં આવી છે.
પ્રોફેસર અપૂર્વાનંદ અને આકર પટેલે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સરકારના એ નિર્દેશ વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે કે જેમાં શ્રાવણ મહિનામાં કાંવડ માર્ગ પર ખાદ્ય સામગ્રી વેચનારા દરેક દુકાનદારે પોતાની દુકાન બહાર માલિક અને કર્મચારીયોંના નામ લખવા પડશે.