ક્રિસ વોક્સે પકડ્યો ઈમાદનો ઉત્કૃષ્ટ કેચ…

3 જૂન, સોમવારે નોટિંઘમના ટ્રેન્ટ બ્રિજ મેદાન પર રમાયેલી મેચમાં, ઈંગ્લેન્ડના મોઈન અલીની બોલિંગમાં ક્રિસ વોક્સે લોંગ-ઓફ્ફ સ્થાને બાઉન્ડરી લાઈનની નજીક ઉત્કૃષ્ટ કેચ પકડીને પાકિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન ઈમાદ-ઉલ-હક (44)ને આઉટ કર્યો હતો. વોક્સે એની જમણી તરફ દોડીને, ડાઈવ મારીને અદ્દભુત રીતે કેચ પકડ્યો હતો.