ટમેટાંના પકોડા

0
1605

કેવાં લાગે ટમેટાંના પકોડા? બનાવી તો જુઓ…!

 

સામગ્રીઃ

 • 3 મોટાં ટમેટાં
 • 1 કપ ચણાનો લોટ
 • 2 ટે.સ્પૂન ચોખાનો લોટ
 • ચપટી હીંગ
 • 1 ટી.સ્પૂન અજમો

ચટણી માટે સામગ્રીઃ

 • અડધો કપ કોથમીર ધોઈને સુધારેલી
 • 4-5 મોળાં લીલાં મરચાં
 • 3-4 તીખાં લવિંગિયા મરચાં
 • 1 ટી.સ્પૂન શેકેલું જીરૂં
 • 8-10 કળી લસણ
 • મીઠું સ્વાદાનુસાર
 • 2 ટે.સ્પૂન ચણાના લોટની સેવ અથવા વણેલાં ગાંઠીયા કે ભાવનગરી ગાંઠીયા
 • અડધું લીંબુ

ચટણીની રીતઃ કોથમીર, મરચાં, જીરૂં તેમજ લસણને અધકચરું ગ્રાઈન્ડ કરી લો. ચટણી બહુ બારીક ના કરતાં થોડી જાડી રાખવી. ત્યારબાદ એમાં સેવ અથવા ગાંઠીયા તેમજ લીંબુનો રસ નાખીને ફરી એકવાર મિક્સરમાં ફેરવો.

ટમેટાંને ધોઈને 15-20 મિનિટ માટે ફ્રીઝમાં મૂકી દો.

એક બાઉલમાં ચણાનો લોટ, હીંગ, ચોખાનો લોટ, અજમો નાખીને થોડું પાણી ઉમેરીને ઘટ્ટ ખીરૂં બનાવી લો. એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દો. તેલ ગરમ થાય એટલે 2 ટી.સ્પૂન ગરમ તેલ ખીરામાં મિક્સ કરી લો.

ટમેટાંની જાડી સ્લાઈસ સુધારી લો. હવે આ દરેક સ્લાઈસ ઉપર ચટણી ચોપડી લો. એક ચમચી વડે ચટણીવાળી ટમેટાંની સ્લાઈસ લઈ, ખીરામાં બોળીને ગરમ તેલમાં હળવેથી નાખો. કઢાઈમાં આવે એટલી સ્લાઈસ તળવા માટે મૂકો અને ગેસની આંચ મધ્યમ કરીને ગોલ્ડન તળી લો. આ જ રીતે બધાં ભજીયાં તળી લો.