જંબુસરમાં રાહુલ ગાંધીનો મોદીના વિકાસ મોડલ પર હલ્લો

જંબુસર– કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ જંબુસરમાં સભાને સંબોધી હતી, તેમણે કહ્યું હતું હું જ્યા જવું ત્યા બધા દુખી છે. બધે આંદોલનો ચાલી રહ્યા છે. ભારતમાં દરેક ખુણામાં લોકો દુખી છે. બધા ફરિયાદો કરી રહ્યા છે. ગુજરાતના પાંચ-દસ મોટા ઉદ્યોગપતિઓનું રાજ ચાલે છે.રાહુલ ગાંધીને સભામાં કહ્યું હતું કે ગુજરાતમાં પાણીની સમસ્યા છે. ખેડૂતોને પાણી નથી મળતુ. તમામ પાણી પાંચ દસ ઉદ્યોગપતિઓને અપાઈ રહ્યું છે. વીજળીની અછત છે. ગુજરાતમાં ખેડૂત રડી રહ્યો છે. ટાટા નેનો માટે નરેન્દ્ર મોદીએ રૂપિયા 33 હજાર કરોડની લોન લીધી, તમારી જમીન લીધી, ટાટા કંપનીને આપી, 33,000 હજાર કરોડ રૂપિયામાં ખેડૂતોની લોન માફ થઈ શકે છે. પણ નેનો ગાડી રોડ રસ્તા પર દેખાય છે. એ હું તમને પુછું છું… શુ આ છે વિકાસ મોડલ…

શિક્ષણની વાત કરીએ… તો સમાજમાં ગુસ્સો કેમ છે. વ્યક્તિ સરકાર પાસે બે-ત્રણ વાત માંગે છે. રોજગાર, આરોગ્ય સેવા અને શિક્ષણ માંગે છે. ગુજરાતમાં 90 ટકા એજ્યુકેશન સંસ્થા ખાનગી ઉદ્યોગપતિઓના હાથમાં છે. ગુજરાતમાં તમામ હોસ્પિટલોનું ખાનગીકરણ કરાયું છે. રૂપિયા વગર સારવાર નથી મળતી. શિક્ષણમાં લાખો રૂપિયાની ફી વસુલે છે. પ્રાઈવેટ કોલેજમાં ગરીબોના દીકરા ભણવા જઈ શકતો નથી. હજારો સરકારી સ્કુલો બંધ કરાઈ રહી છે. અહીંયા પૈસા નહી હોય તો કોઈ કામ નહી થાય… ભૈયા યે હૈ વિકાસ મોડલ… યે મોદીજી કા વિકાસ મોડલ હૈ…હિન્દુસ્તાનમાં નરેન્દ્ર મોદીના મેઈક ઈન ઈન્ડિયામાં માત્ર 450 યુવાઓને જ રોજગારી મળે છે. ગુજરાતમાં રોજગારી નથી. ચીનમાં માલ બને, ભારતમાં વેચાણ… આ મેઈક ઈન ઈન્ડિયાનું સુરસુરિયું થઈ ગયું છે. મોદીનો મેઈક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટ નિષ્ફળ ગયો છે. 8 નવેમ્બરે મોદીજીને 500 -1000ની નોટો બંધ કરી, અને હસતા મોઢે કરી… નાના દુકાનદાર, વેપારીઓ, રોકડથી કામ કરે છે. તેઓ ખુબ પરેશાન થયા. કાળુ નાણુ રોકડમાં નથી. કાળુ નાણુ સ્વીસ બેંકમાં છે. કાળુ નાણુ સોના-ચાંદી અને જમીનમાં છે. નાના વેપારીઓ અને દુકાનદારો ચોર નથી. મોટા ઉદ્યોગપતિઓ જલસા કરે છે. વિજય માલ્યા એશ કરે છે. ત્રણ વર્ષથી મોદીજીની સરકાર છે, શુ કર્યું… કાળા નાણા સ્વીસ બેંકમાંથી પાછા લાવ્યા નથી.

રાહુલ ગાંધીએ સભાને સંબોધતા કહ્યું હતું કે મોદી સરકારે જીએસટીનો અમલ કરવામાં ખુબ ઉતાવળ કરી હતી. જીએસટી 18 ટકાથી વધુ ન હોવો જોઈએ… તેમ કહ્યું હતું. પણ મોદીજીએ મારી વાત ન માની. સંસદનું સત્ર બોલાવ્યું અને જીએસટી લાગુ કરી દીધો. જીએસટી એટલે ગબ્બરસિંહ ટેક્સ… ગરીબો પાસેથી પૈસા છીનવી લેવાય છે. જીએસટીમાં ત્રણ મહિનામાં રીટર્ન ફાઈલ કરવાના… વેપારીઓ પરેશાન છે. 8 નવેમ્બરે મોદીજીએ 2 ટકા જીડીપી ગ્રોથ ઘટાડી દીધો. પુરે પુરો હિન્દુસ્તાન કહે છે કે નોટબંધી નિષ્ફળ ગઈ છે.

ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસમાં સુધારો થયો છે. જેટલીજી પોતાની ઓફિસમાં બેસી રહે છે, હું કહું છું કે જેટલી નાના વેપારીઓને મળે અને પુછે કે તમારો બિઝનેસ કેટલો આગળ વધ્યો… તમામ વેપારીઓ કહશે કે તમે અમને બરબાદ કરી નાંખ્યા… નોટબંધી અને જીએસટીએ ધંધો ભાંગી નાંખ્યો છે. વેપારીઓની મનોદશા જાણો જેટલીજી.

ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે. ત્યારે મતપેટીમાં સમાજ પોતાનો ગુસ્સો ઠાલવશે. 22 વર્ષથી ભાજપની સરકાર ચાલે છે, તેમની હવે ગુજરાતમાં સરકાર નહી આવે.