CM ભૂપેન્દ્ર પટેલ નવા વર્ષે જનસંપર્ક કરીને શુભેચ્છાઓ પાઠવશે

દિપાવલી બાદ નૂતન વર્ષના પ્રારંભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારે, વિક્રમ સંવત 2082ના પ્રથમ દિવસે ગાંધીનગર અને અમદાવાદમાં પ્રજાજનો સાથે શુભેચ્છા આપ-લે કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે 7 વાગ્યે ગાંધીનગરના પંચદેવ મંદિરના દર્શનથી નવા વર્ષની શરૂઆત કરશે અને ત્યારબાદ 7:30 વાગ્યે અડાલજ ત્રિમંદિરમાં પૂજન માટે જશે.

આ પછી તેઓ સવારે 8 વાગ્યે મંત્રીમંડળ નિવાસ સંકુલના કોમ્યુનિટી સેન્ટરમાં નાગરિકો સાથે શુભેચ્છાઓનું આદાનપ્રદાન કરશે. 8:50 વાગ્યે મુખ્યમંત્રી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને રાજભવન ખાતે નૂતન વર્ષની શુભેચ્છા પાઠવશે.

અમદાવાદમાં મુખ્યમંત્રી સવારે 100 વાગ્યે ભદ્રકાળી માતાના મંદિરે દર્શન કરીને 10.30 વાગ્યે શાહીબાગ સ્થિત એનેક્સી સ્ટેટ ગેસ્ટ હાઉસ ખાતે નાગરિકોને નવા વર્ષની શુભેચ્છાઓ આપવા મળશે.

બપોરે 11.45 વાગ્યે તેઓ શાહીબાગ ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારો સાથે શુભેચ્છાઓ આપ-લે કરવા માટે આયોજિત સમારંભમાં હાજરી આપશે.