આ છે અમદાવાદની સતી અહલ્યા વાવ

હેરિટેજ શહેર અમદાવાદમાં ઐતિહાસિક સ્થાપત્યોનુ આગવું મહત્વ છે. શહેરના વાડજથી નવા વાડજ તરફ જતા માર્ગની વચ્ચે આવેલી મહેસાણા સોસાયટીના નાકા ઉપર એક સુંદર વાવ આવેલી છે.

આ વાવનું સ્થાપત્ય નંદા પ્રકારનું હોય એવું માનવામાં આવે છે. શહેરની વચ્ચે જ આવેલા પાંચકુવામાં આવેલી વાવમાં આ જ પ્રકારની શૈલીથી બાંધકામ થયેલું છે. પહેલાં ગંદકી અને અસામાજિક પ્રવૃતિથી ખદબદતાં સ્થાપત્યો હવે સ્વચ્છ અને સુંદર થવા માંડ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ અહીં સાફ સફાઇ અને રાખ રખાવ કરવામાં આવે છે.

સ્વચ્છતા અને સમારકામ પછી આ સ્થાપત્યને નિહાળવા અભ્યાસ કરવા આવનારાઓની સંખ્યામાં વધારો થયો છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)