1930ના માર્ચ-એપ્રિલમાં મહાત્મા ગાંધીજીની દાંડી કૂચે દેશમાં પરિવર્તનનો પવન ફૂંક્યો હતો. એના 90 વર્ષ બાદ આજે દેશને ફરી એક વાર ગાંધીજીના વિચારોને નવેસરથી અમલમાં મૂકીને દેશનો ઉત્કર્ષ સાધવાની તક મળી છે.
ઈમ્પેક્ટ ફિટનેસ ઍપની ‘ડિજિટલ દાંડી કૂચ’માં સામેલ થઈને.
દાંડી કૂચ (૧૨ માર્ચથી ૬ એપ્રિલ, ૧૯૩૦): ઝુંબેશ વિશે સંક્ષિપ્તમાં જાણકારી…
દર અમુક પેઢીઓમાં એક વાર એવી ક્રાંતિ આવતી હોય છે જે સમાજને પ્રગતિના પંથે મૂકે છે અને સકારાત્મક પરિવર્તન લાવે છે. પરંતુ, સૌથી મોટી કે વ્યાપક સ્તરની ક્રાંતિઓમાં પણ શરૂઆત તો સાવ નાના અને સાવ સરળ પાયે જ થયેલી હોય છે.
ચાર પેઢી પૂર્વે, ભારત આઝાદ દેશ નહોતો.
એ જમાનામાં, આપણે ગુલામ હતા.
આપણી પોતાની જ રેસ્ટોરન્ટ્સમાં ભારતીયોને પ્રવેશ કરવા દેવાતો નહોતો. એટલું જ નહીં, મીઠું જેવા સમૂહ ઉત્પાદન ઉપર પણ મોટી રકમનો વેરો લાદવામાં આવતો હતો.
એ કાયદો કેટલો અમાનવીય અને અન્યાયી હતો એ વિશે દરેક જણ બોલતું તો હતું, પણ એક જ માનવીએ એની સામે પગલું ભરવાનો નિર્ણય લીધો હતો. એ હતા મોહનદાસ કરમચંદ ગાંધી.
એ સમસ્યા વિશે વાતો કરવાને બદલે એમણે ઉકેલની દિશા તરફ પગલાં માંડ્યા હતા.
એમણે તેમના 80 જેટલા મિત્રો અને સમર્થકોની સાથે નજીકના દરિયાકિનારે ચાલવાનું નક્કી કર્યું હતું અને હાથમાં મીઠું ઉપાડ્યું હતું. નિષ્ઠુર શાસન સામે શાંતિપૂર્ણ વિરોધનું તે એક પ્રતિક હતું.
એક ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલી તે ઝુંબેશ 24-દિવસની અને 384 કિલોમીટરના અંતરની એક સફર હતી. તે ઝુંબેશે આખા દેશને પગલું ભરવા માટે જગાડ્યો હતો – જેનું લક્ષ્ય હતું ભારતની આઝાદી.
આઝાદી માટેના સંઘર્ષ માટે એ પછીના 17 વર્ષ દરમિયાન બીજી ઘણી એવી ઝુંબેશો યોજાઈ, અગણિત લોકોએ બલિદાન આપ્યા અને આખરે ભારત દેશ આઝાદ થયો હતો.
એ પહેલાં, ભારતની સૌથી મોટી સામાજિક સમસ્યા હતી – ગુલામી. એક ક્રાંતિ, જેણે આપણી માતૃભૂમિ પરથી વિદેશી તાકાતને હાંકી કાઢી એના આરંભમાં હતી એક સાદી-સરળ શરૂઆત.
આપણા પૂર્વજો, સ્વાતંત્ર્ય સેનાનીઓના પ્રયાસોને કારણે આજે આપણે આઝાદ દેશમાં રહીએ છીએ.
આજે ભારતની અલગ પ્રકારની સામાજિક સમસ્યાઓ છે, જેનો ઉકેલ લાવવો જરૂરી છે.
કારમો ભૂખમરો, વધતી જતી નિરક્ષરતા, મહિલાઓ પર અત્યાચાર, પર્યાવરણની કટોકટી – જેને કારણે દર ઉનાળાની ઋતુમાં દુકાળ પડે છે તો ચોમાસાની ઋતુમાં પૂર આવે છે.
અને હવે, આવ્યો છે ડિજિટલ જમાનો. આજે ભારતને જરૂર છે કે તેના કરોડો યુવા સ્વાતંત્ર્યસેનાનીઓ સાથે મળીને અગણિત ડિજિટલ દાંડી કૂચ પર નીકળે અને દેશની સમસ્યાઓનું નિવારણ કરીને નવા ભારતનું નિર્માણ કરે.
બાપુની દાંડીકૂચે જે રીતે દેશમાં પરિવર્તનનો પવન ફૂંક્યો અને લોકોને દેશ માટે કંઈક કરવાની તક મળી એ જ રીતે, આજે આપણને મળી છે ડિજિટલ દાંડીકૂચ. આ સામાજિક કાર્ય કરી રહી છે ઈમ્પેક્ટ ફિટનેસ ઍપ.
ઈમ્પેક્ટ એપ છે ભારતની ફિટનેસ કાઈન્ડનેસ એપ
આ એકદમ સરળ, પણ અસરકારક વોકિંગ ડિસ્ટન્સ ટ્રેકર છે. સાથોસાથ એક સ્ટેપ કાઉન્ટર એપ છે જેના દ્વારા તમે સમાજ માટે યોગદાન આપતી વખતે જેટલું ચાલો, દોડો અને કેલરી મેળવો એનું માપ જાણવામાં તમને મદદરૂપ થાય છે.
ઉલ્લેખનીય છે કે, કંપની કાયદા હેઠળ હવે નફાકારક કંપનીઓએ અમુક નિશ્ચિત રકમ કૉર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) માટે ખર્ચવાની હોય છે. દાંડીકૂચની જેમ એક પંથ દો કાજ ઈમ્પેક્ટ ફિટનેસ ઍપ દ્વારા થઈ રહ્યાં છે.
ઈમ્પેક્ટ એપ ભારતની પ્રથમ હેલ્થ એપ છે જ્યાં ચલાતા કે દોડાતા દરેક પગલાથી સામાજિક કાર્ય માટે ભંડોળ ઊભું થાય છે.
તમે ચાલવાનું કે દોડવાનું શરૂ કરો એ પહેલાં, તમારે એપ પર એવી સામાજિક ઝુંબેશને પસંદ કરવાની, જેને કોઈ કંપનીનું સમર્થન હોય અને કોઈ સામાજિક સંસ્થા એનો અમલ કરતી હોય. તમારે ચાલવાનું કે દોડવાનું શરૂ કરતા પહેલાં ‘સ્ટાર્ટ વર્કઆઉટ’ પર ક્લિક કરવાનું અને પછી ‘End’ પર પ્રેસ કરવાનું. તમે દિવસ દરમિયાન જેટલા પગલાં ભરો એની ગણતરી ગૂગલ ફિટ કે એપલ હેલ્થ એપ સાથે સિન્ક્રોનાઈઝ પણ કરી શકો છો અને દિવસને અંતે એ દાનમાં પણ આપી શકો.
આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ તથા આઝાદીની ચળવળમાં સામેલ થયેલા લોકોનું સમ્માન કરવા માટે 12 માર્ચથી 6 એપ્રિલ સુધી એપના લીગ પેજ પર ડિજિટલ દાંડી કૂચનું આયોજન કરી રહ્યા છીએ જ્યાં લોકો કન્યા શિક્ષણ, મહિલા સશક્તિકરણ, ભૂખમરો નિવારણ તથા અન્ય સામાજિક કાર્યો માટે ભંડોળ એકત્ર કરવા માટે એમના રાજ્યમાં સાથી નાગરિકોની સાથે જોડાઈ શકે છે અને સાથે મળીને ઈ-વોક અને જોગિંગ કરી શકે છે.
સમાજસેવામાં સક્રિય ભારતભરમાંની તથા વિશ્વભરમાંની કંપનીઓના CSR બજેટમાંથી મળતા દાનની રકમ સાથે આપણે લીધેલા પગલાંને મેચ કરવામાં આવશે.
ફીડિંગ ઈન્ડિયા, થિંક ફાઉન્ડેશન, રેડ ક્રોસ, આર્મી વાઈવ્સ વેલ્ફેર એસોસિએશન, ઉદભવ સ્કૂલ, નંદ ઘર ફાઉન્ડેશન જેવી નોન-પ્રોફિટ સંસ્થાઓ માટે ભંડોળ એકઠું કરી આપવા માટે આપણા સમાજનાં પગલાં માટે કંપનીઓ પોતાનું યોગદાન આપશે. ચાર ભૂતપૂર્વ આઈઆઈટિયનોએ સાથે મળીને શરૂ કરેલી ઈમ્પેક્ટ ઍપ સાથે જોડાયેલી કંપનીઓ છે – સિમેન્સ, હીરો મોટો, આરતી ઈન્ડસ્ટ્રીઝ, વેલસ્પન, વેદાંત, હિમાલયા ગ્રુપ, જ્યુબિલન્ટ લાઈફ સાયન્સીસ.
ઈમ્પેક્ટના સંસ્થાપક-સીઈઓ ઈશાન નાડકર્ણીના જણાવ્યા મુજબ, ઈમ્પેક્ટ ઍપ ફક્ત દાંડીકૂચના સમય પૂરતી નથી. એનું કામ અવિરત ચાલુ રહેવાનું છે. અલગ અલગ મહત્ત્વપૂર્ણ પ્રસંગો અને કાર્યોને અનુલક્ષીને કંપની લીગ તૈયાર કરે છે અને લોકો પોતપોતાની પસંદગી પ્રમાણે એમાં જોડાય છે. ડિજિટલ દાંડીકૂચ આવી જ એક ઍપ છે. અનેક કંપનીઓના કર્મચારીઓ સમૂહમાં સામાજિક કાર્ય કરવા માટે આ ઍપનો ઉપયોગ કરી શકે છે. પરસ્પરના આ સહયોગ દ્વારા ભાઈચારો કેળવાય છે, જેનો પ્રત્યક્ષ ને પરોક્ષ લાભ કંપનીઓને પણ થાય છે. આરોગ્ય સુધરે એ નફામાં અને દેશનો વિકાસ કરનારાં સામાજિક કાર્યો પાર પડે એ પણ મોટા બોનસ સમાન છે. કંપનીઓને એમનું સીએસઆર ભંડોળ સન્માર્ગે વાળવાની તક મળે છે અને આવા કાર્યમાં કર્મચારીઓ જોડાતા હોવાને કારણે કંપની પ્રત્યેની વફાદારી પણ વધે છે.
તો, તમારા રાજ્યમાં જોડાવ અને લીગમાં ભાગ લો.
આ ડિજિટલ દાંડી કૂચમાં તમે પણ જોડાઈ શકો છો. એ માટે તમારે માત્ર આટલું જ કરવાનું છે.
ગૂગલ પ્લે સ્ટોરમાંથી Impact: Fitness & Charity. Just Walk/Run to Donate એપને ડાઉનલોડ કરવાની છે. ત્યારબાદ ડિજિટલ દાંડી માર્ચમાં સામેલ થવાનું છે. તમે દિવસ દરમિયાન ચાલવામાં કે દોડવામાં જેટલા પગલાં ભરશો એની ગણતરી કરશે અને એને પૈસામાં કાઉન્ટ કરીને એટલા રૂપિયા તમારા વતી દાન તરીકે સામાજિક સંસ્થાને આપશે.