Valentine Day Special: પ્રેમનો માર્ગ છે અતિ મુશ્કેલ…

પ્રેમના ત્રણ અર્થ થાય છે. પ્રથમ અર્થ, જે તમે સામાન્ય રીતે જાણો છો, જેને આપણે કહીએ છીએઃ પ્રેમમાં પડવું, પ્રેમમાં પડી જવું છે. તે પડી જવા જેવું જ છે. વસ્તુત: પડવાનું છે. જ્યારે કોઈ વ્યક્તિ પ્રેમમાં પડે છે, ત્યારે તેનો અર્થ શું થાય છે? તેનો અર્થ એ થાય છે કે તેણે તેની પોતાની સ્વાયત્તતા ખોઈ દીધી. તેનું વ્યક્તિત્વ ખોઈ નાખયું, તે અન્યનો ગુલામ બની ગયો. તમે એક સ્ત્રી સાથે તેના પ્રેમમાં પડ્યા, તમે તે સ્ત્રીના ગુલામ બની ગયા અથવા જો તમે કોઈ પૂરૂષના પ્રેમમાં પડયા. તો તમે તે પૂરૂષના ગુલામ બની જાઓ છો.

હવે ગુલામીની એક નવી શ્રેણી શરૂ થઈ જાય છે, જેને તમે ખૂબ જ સુંદર નામ આપ્યું છે: પ્રેમ. હવે તમે એ સ્ત્રી વિના રહી શકતા નથી. હવે એ સ્ત્રી તમારા માટે અનિવાર્ય બની ગઈ, તમારી જરૂરિયાત બની ગઈ. એના વિના તમને મુશ્કેલી થશે, અઘરું લાગશે, જીવવું અર્થહીન લાગશે; તમે એકલા, ખાલીપણું અનુભવશો. તે સ્ત્રીએ તમારી આત્મામાં એક જગ્યા બનાવી લીધી અને નિશ્ચીતપણે તમે તેના ઉપર આશ્રિત બની જશો. તે તમારો સ્વામી બની જશે અને જ્યારે કોઈ તમારો માલિક બની જાય છે, ત્યારે તે પ્રીતીકર નહીં રહે, તે દુઃખદ લાગશે.એટલા માટે પ્રેમના આ બધા સંબંધો દુ:ખ અને વિખવાદ તરફ દોરી જાય છે. કારણ કે કોણ-કોને પોતાનો માલિક બનાવવા માગે છે? ગયા હતા પ્રેમ કરવા અને કંઈક બીજું જ થઇ ગયું. ગયા હતા રામ-ભજન માટે અને વીણવા લાગ્યા કપાસ. વિચાર્યું તો હતું કે પ્રેમમાં વિકસીત થશું અને પ્રેમ સ્વતંત્રતા લાવશે, પરંતુ પ્રેમ બંધન, જેલ અને સાંકળો લાવ્યો. તમે જેના પર નિર્ભર છો, તેને તમે ક્યારેય માફ કરી શકતા નથી. તમને તેના પર ગુસ્સો જ રહેશે. તેથી જ પતિ પત્નીઓ પર ગુસ્સે છે, પત્નીઓ પતિ પર ગુસ્સે છે. તમે કહો કે ન કહો તે પ્રશ્ન નથી પણ અંદર ક્રોધની આગ છે અને કારણ? કારણ ન તો પત્ની છે કે ન પતિ, કારણ છે તમારૂ અવલંબન. પરાધીનતા પ્રત્યે ગુસ્સો ઉત્પન્ન થાય છે. કોઈ પોતાનો આત્મા વેચીને ગુલામ બનવા માંગતો નથી. પણ તમે જેને પ્રેમ કહો છો, તે એવો પ્રેમ છે કે વ્યક્તિએ પોતાનો આત્મા વેચીને ગુલામ બનવું પડે છે અને તમે જેના ગુલામ છો તે તમારો ગુલામ બની રહ્યો છે. તે એક પરસ્પર ગુલામી છે. પતિઓ પત્નીઓને ગુલામ બનાવે છે. પત્નીઓ પતિઓને ગુલામ બનાવે છે. આ ગુલામી એકબીજા પર થોપવામાં આવી રહી છે અને બન્નેની આત્મા મરી જાય છે અને ધીમે-ધીમે બન્ને અપંગ બની જાય છે. અને જ્યારે કોઈ તમારી લાચારીની ક્ષણમાં તમને ઝુકાવે છે, ત્યારે તમે તેની લાચારીની ક્ષણોમાં તેને ઝુકાવો છો. આ એક પ્રકારની દુશ્મની થઈ જાય છે, નહી કે મિત્રતા. આ એક પ્રકારનું શોષણ થયું, પ્રેમ નહોતો. આ તો સામાન્ય પ્રેમ છે જેને તમે જાણો છો. આ પ્રેમે તમારું જીવન નર્ક બનાવી દીધું. રહીમ આ પ્રેમની વાત નથી કરી રહ્યા. પ્રેમનો માર્ગ અતિ મુશ્કેલ છે!આ બિલકુલ મુશ્કેલ નથી, આ ખૂબ જ સરળ છે. વિશ્વમાં દરેક વ્યક્તિ તેને સંચિત કરે છે. આમાં શું મુશ્કેલ હશે? તે દરેક ઘરમાં હોય છે, દરેક કુટુંબમાં હોય છે, દરેક વ્યક્તિમાં હોય છે. આ ખૂબ જ સરળ છે. આનાથી પણ ઊંચો એક પ્રેમ હોય છે. તેને પ્રેમમાં પડવું ન કહી શકાય. અમે તેને કહીશું: પ્રેમમાં હોવું. પ્રેમ જ હોવ એ જુદી વાત છે. તેનો સ્વભાવ મૈત્રીનો છે. સાચા પ્રેમીઓ એકબીજાથી ખૂબ નજીક કે ખૂબ દૂર નથી હોત થોડું અંતર રાખે છે, જેથી એકબીજાની સ્વતંત્રતા જીવંત રહે. જેથી કરીને એકબીજાની સ્વતંત્રતા પર કોઈ ખલેલ કે અતિક્રમણ ન થાય. જેથી એકબીજાની નીજતામાં બિનજરૂરી દખલગીરી ન થાય.

પ્રથમ પ્રેમ: ફોલીન ઇન લવ, પ્રેમમાં પડવું.

બીજો પ્રેમ: બીઈંગ ઇન લવ. પ્રેમમાં રહેવું.

અને ત્રીજું: બીઈંગ લવ. પ્રેમ જ હોવું.આ તો પ્રેમની ચેતન અવસ્થા છે. એ તો અંદરથી ઉદભવે તો પ્રેમ છે, સમગ્ર અસ્તિત્વ તરફ – કોયલ કૂકૂની અવાજ તરફ, પક્ષીઓના અવાજો તરફ, સૂર્યના કિરણો તરફ, વૃક્ષો તરફ, લોકો તરફ – સઅસ્તિત્વ તરફ. સાચું કહું તો તરફનો કોઈ પ્રશ્ન જ નથી. એ પ્રેમ વિશે કોઈને ખ્યાલ જ નથી. જાણે ધો છલકાતો હોય, કે જાણે ફૂલમાંથી સુવાસ ઉદભવતી હોય. તે કોઈ સરનામે નથી જઈ રહી. તે પહેલા પોસ્ટ ઓફિસ નહી જશે. તે કોઈ પોસ્ટમેન પર સવારી નહી કરશે, તે કોઈ પરબિડીયુંમાં સીલ કરવામાં નહ આવે. તે ખુલ્લા આકાશમાં ઉડશે. જેને લેવું હોય તે લઈ લે અને જો તમારે ન લેવું હોય તો ન લો_ દીવામાંથી આવતા પ્રકાશની જેમ. તે માત્ર પ્રગટે છે. તે દીવાનો સ્વભાવ છે.

(ઓશો – “પ્રેમ પંથ એસો કઠીન” પુસ્તકમાંથી. સૌજન્ય ઓશો ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન)