પ્રશ્ન: જ્યારે વસ્તુઓ ખરેખર સારી રીતે ચાલે છે ત્યારે મને પોતાને નુકસાન પહોચાડવાની આદત છે. શું શાંભવી મહામુદ્રા મને આ પ્રતિરૂપ તોડવામાં મદદ કરી શકે છે?
સદગુરુ: તો તમને પોતાની સામે સોલિટેર (પત્તાની રમત) રમવાનું પસંદ છે! રમવા માટે આજુબાજુ પૂરતું જીવન છે, તમારે પોતાની સાથે રમવાનું નથી. જ્યારે તમે પોતાની રીતે જ હોવ છો, ત્યારે તે પોતાના માટે, વિકસિત થવાનો અને વિકસિત કરવાનો સમય છે. તમને જે સાધના આપવામાં આવી છે તે કેટલીક મૂળભૂત તૈયારી પછી જ આપવામાં આવી છે જેનાથી તમે જોઈ શકો છો કે તમે એક વ્યક્તિ છો.
એક વ્યક્તિ એટલે, તે વધુ વિભાજ્ય નથી. આ ફક્ત એક જ છે, તમે તેમાંથી બે બનાવી શકતા નથી; પરંતુ લોકો હંમેશાં બે બનાવવાના પ્રયાસમાં વ્યસ્ત રહે છે. તેમનો અહમ, તેમની આત્મા, તેમની ચેતના અને અતિ-ચેતના આવે છે – તેઓ એકમાં ઘણા પાત્રો બની ગયા છે, જે સારું નથી. અહીં ફક્ત એક જ છે – ફક્ત તમે.
પ્રથમ અને મુખ્ય બાબત એ સ્થાપિત કરવાની છે કે ત્યાં કોઈ અન્ય પરિબળ નથી, “મારી અંદર અનુભવ રૂપે ઉત્પન્ન થતી દરેક વસ્તુ મારા દ્વારા કરેલી છે.” તમે જે પ્રોગ્રામોમાંથી પસાર થયા છે તેમાં અમે આને પૂરતા પ્રમાણમાં સ્થાપિત કર્યું છે.
ભારતમાં, જૂની પેઢીમાં આ લોક કહેવત સામાન્ય હતી કે “આ મારો કર્મ છે,” જેનો અર્થ છે કે “તે મારા દ્વારા કરેલું છે. મારું જીવન મારું બનાવેલું છે; તે કોઈ બીજાની બનાવટ નથી. બીજું કઈ નથી જેનાથી મને ફરક પડે છે; તે હું છું. ”આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે આ એક પરિબળને સ્થાપિત કરશો નહીં, તો આ રમતો તમે તમારા બાકીના જીવન દરમિયાન રમતા રહેશો.
તમને જે સાધના આપવામાં આવી છે તે વ્યક્તિને સ્થાપિત કરવા, મજબૂત બનવા અને સ્થિર થવા માટે બનાવવામાં આવી છે, જેથી અંદર કોઈ બે ન હોય; ત્યાં એક જ છે. એકવાર આ બન્યા પછી, આ રમતો ખતમ થઈ જશે. શરૂઆતમાં, તમારે પ્રતિબદ્ધતા સાથે પ્રારંભ કરવો પડશે. ગમે તે થાય, આવતો એક વર્ષ, તમે શીખવેલા અભ્યાસો કરશો જ. પછી ભલે તે તમને કોઈ ફાયદો આપે કે નહીં – ફક્ત કરતા રહો. દરરોજ “શું થઈ રહ્યું છે” એ તરફ ના જુઓ. શું આવું થયું, તેવું થયું? ”’ – ના, ફક્ત કરતા રહો. હું કોઈપણ ઉત્પાદન માટે જાહેરાત કરતો નથી. ફક્ત કરતા રહો. ઠીક છે?
(સદગુરુ, જગ્ગી વાસુદેવ)
(ભારતની 50 સૌથી શક્તિશાળી વ્યક્તિઓમાં સ્થાન ધરાવતા સદગુરુ એક યોગી, રહસ્યવાદી , સ્વપ્નદ્રષ્ટા અને બેસ્ટસેલિંગ લેખક છે. તેમની પ્રશંસનીય અને બહુમૂલ્ય સેવા બદલ ભારત સરકાર દ્વારા 2017માં તેમને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘પદ્મ વિભૂષણ’થી નવાજવામાં આવ્યા છે.)
