જો તમે શુધ્ધ જીવન બનો છો, તો તે ખૂબ જ સુંદર છે. જો તમે એક એવું જીવન બનો છો જે તિવ્ર છે પણ ચોક્કસ વસ્તુઓ માટે ગુલામી કરે છે તો તમે એક એવી અવસ્થામાં હશો, જ્યાં જો સારી વસ્તુઓ થશે તો તમે હસશો, જો ખરાબ વસ્તુઓ થશે તો તમે રડશો. તે તમે જે પરિસ્થિતિઓમાં અસ્તિત્વ ધરાવો છો તેના પ્રત્યે ઊંડી ગુલામીની અવસ્થા છે. જીવનની મૂળ પ્રકૃતિ એવી છે કે કોઈ પણ તેમની આસપાસની પરિસ્થિતિઓને 100% નિયંત્રિત કે સંચાલિત નહીં કરી શકે. તેથી જો તમે આ ગુલામીની અવસ્થામાં રહો છો, તો સ્વાભાવિક રીતે તમને દુખનો ડોઝ અને સુખનો ડોઝ મળશે. તે તમે ક્યાં છો અને જીવન કેવું છે તેના પર આધાર રાખે છે.
એકવાર જીવન આ રીતે હોય છે, ત્યારે તમને દુખનો ભય હોય છે. ભલેને દુખ દરરોજ ના હોય, તમને બધા જ સમયે ડર રહે છે કે શું થશે? જ્યારે તમે ભયમાં જીવો છો ત્યારે શું તમે આનંદિત હોવાનો દાવો કરી શકો છો? ત્યાં એવી પળો હોઇ શકે છે જ્યારે તમે તમારો ડર ભૂલી ગયા, પણ જ્યાં સુધી તે છે, ત્યાં સુધી આનંદનો કોઈ સવાલ જ નથી. દરેક પગલું જે તમે જીવનમાં ભરો છો તે માત્ર એક અડધુ જ પગલું હોય છે. તે ક્યારેય કોઈ પણ વસ્તુ માટે આખું પગલું નહીં હોય.
lતમારી આસપાસ જુઓ, લોકો ત્યાગ સાથે કઈ પણ કરી શકતા નથી. તેમનામાં સ્વતંત્રતા કે ત્યાગનું કોઈ ભાન હોતું નથી કેમ કે ભય બધી જ વસ્તુ પર શાસન કરતો હોય છે. આને તમે સંતોષ કહો છો. લોકોનું સંતોષ માંગવાનું એક માત્ર કારણ એ છે કે તેઓ જીવનથી ડરે છે.
સંતોષ એ સમાવિષ્ટ છે. શા માટે કોઈ વ્યક્તિ તેના જીવનને સમાવિષ્ટ બનાવશે? લોકો સમાવિષ્ટતાની ફિલોસોફી શીખવાડશે કેમ કે તેઓ જીવનથી ડરે છે. તેઓ માને છે કે તમે જીવનને વધુ પડતું કરી બેસશો. તમે જીવનને વધુ પડતું કરી શકતા નથી, તમે માત્ર જીવનને ઓછું કરી શકો છો. શું તમે વધુ પડતું જીવી અથવા મરી શકો છો? તમે માત્ર જીવી અને મરી શકો છો. જો તમે સંતોષનું જીવન જીવ્યા તો તેનો અર્થ એ છે કે તમે જીવ્યા નહીં, તમે તમારા જીવનને સમાવિષ્ટ કરી દીધું. શું તેનો અર્થ એ છે કે હું લાલચથી નિરંકુશ હોવ? તે મુદ્દો નથી.
તમારા મનમાં લાલચ અને સંતોષનો વિચાર આવવાનું કારણ ફક્ત એ છે કે ત્યાં જીવનનો મજબૂત અનુભવ નથી. લાલચ કોઈના જીવનમાં એટલા માટે શક્ય બની છે કેમ કે કોઈ કારણસર જીવનનો તેમનો અનુભવ પૂરતો નથી. તેઓ માને છે કે તેમનું જીવન વસ્તુઓનો સંગ્રહ કરીને પરિપૂર્ણ થશે. તમે જેને લાલચ કહો છો તે જીવનની શોધમાં હોય છે.
જ્યારે તમે તમારી લાલચમાં કંજૂસ હોવ છો, તે સમયે તમે લાલચુ બનો છો. જો તમે સંપૂર્ણ લાલચુ બનો છો, તો તમે આધ્યાત્મિક બનો છો, કેમ કે તમે જેને આધ્યાત્મિકતા કહો છો તેનો અર્થ એ છે કે તમે કંઈ પણ માટે ઠરીઠામ થવા રાજી નથી. તમે સર્જનના એક ટૂકડા પૂરતા સ્થિર થવા રાજી નથી. તમે અમર્યાદિત વિસ્તરણ માટે જુઓ છો અને તે આધ્યાત્મિકતા છે. તમે અમર્યાદિત ઝંખી રહ્યા છો, તે આધ્યાત્મિકતા છે. તે લાલચ છે, હા કે ના? અમર્યાદિત લાલચ.
(સદગુરુ, જગ્ગી વાસુદેવ)
ભારતના 50 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સ્થાન ધરાવનાર, સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વ્પ્નદ્રષ્ટા અને ન્યુયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદગુરુને તેમની અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે ભારત સરકાર દ્વારા 2017 માં સર્વોચ્ચ વાર્ષિક નાગરિક એવોર્ડ – પદ્મ વિભૂષણથી સન્માનીત કરવામાં આવ્યા છે.