આનંદીત રહેવાની પસંદગી કરો

પ્રશ્નકર્તા: અમે કરીએ એ બધા કાર્યોમાં તમે ખૂશ રહેવાના મહત્વ પર ભાર મૂક્યો છે. શું આવી અવસ્થા અમે બધા જે હરિફાઈ (રેટ રેસ)માં ફસાયેલા છીએ તેમાં હાંસલ કરવી પણ શક્ય છે?

સદગુરુ: બધી જ વસ્તુઓ જે મનુષ્ય કરે છે તે ફક્ત તેની ખૂશીની શોધમાં જ હોય છે. તેથી જો તમે ઉંદરો સાથે હરીફાઈમાં છો કે પછી ડાઈનોસોર સાથે – જો તે તમારી પસંદગી હોય તો, કેમ તમે તે આનંદીત રીતે ના કરી શકો? જો તમે તમારા જીવનનો મોટો ભાગ આ હરીફાઈમાં રહેવાના છો, તો તમે કહી રહ્યા છો કે તમે તમારા જીવનનો મોટો ભાગ આનંદીત નહીં રહો. તમે એમ માનો છો કે, જ્યારે હરીફાઈ પૂર્ણ થઈ જશે અથવા તમે તેમાંથી બહાર જશો અથવા તમે હરીફાઈ માટે અસમર્થ બનશો, ત્યારે તમે આનંદીત થશો. આ જીવનને દુ:ખી રીતે જીવવા માટેની દલીલ છે.

આનંદ તમે જે કરો છો અને જે તમે નથી કરતાં તેના વિશે નથી. આનંદ તમે તમારી અંદર કેવી રીતે છો તેના વિશે છે. જો માત્ર તમારું મન અને ભાવનાઓ તમે જે રીતે ઈચ્છો છો તે રીતે થાય, જો તેઓ તમારી જોડેથી સૂચના લઈ રહ્યા હોય, તો તમે ચોક્કસ તમારી જાતને આનંદીત રાખશો. સવાલ એ ખૂશી અથવા દુ:ખ વિશે નથી, સવાલ માત્ર એ છે કે તમારું મન નિયંત્રણ બહાર છે કે નિયંત્રણ હેઠળ. જો તે નિયંત્રણ હેઠળ છે, તો ચોકકસથી તમે તમારી અંદર આનંદભરી પરિસ્થિતી બનાવશો. ફક્ત કારણકે તે નિયંત્રણ બહાર છે – તે બાહ્ય પરિસ્થિતિઓ પ્રત્યે અસ્ત-વ્યસ્ત રીતે પ્રતિક્રિયા સ્વરૂપે થઈ રહ્યું છે – તે આનંદીત નથી.

તમે બાહ્ય પરિસ્થિતિઓ ફક્ત એક ચોક્કસ હદ સુધી સંચાલિત કરી શકો છો. ચાહે તમે હરીફાઈમાં હોવ કે ના હોવ, બાહ્ય પરિસ્થિતીઓ તમારા અનુસાર ફક્ત અમુક હદ સુધી જ થાય છે, ક્યારેય 100% તમારા અનુસાર નહીં થાય. જો તમારી આંતરિક પરિસ્થિતી બાહ્ય પરીથીતીઓ પ્રત્યે લાચારીભરી પ્રતિક્રિયા સ્વરૂપે થાય છે, તો આનંદીત રહેવું હંમેશા આકસ્મિક બની રહેશે. તમે જેને બાહ્ય કહો છો એ લાખો જુદા-જુદા તત્વો છે જેના પર તમારું કોઈ નિયંત્રણ નથી. પણ આંતરિક રીતે ફક્ત એક જ છે – “તમે”. જો તમે તમારી ઈચ્છા અનુસાર હોવ તો તમે ચોક્કસ રીતે આનંદીત રહેવાનું પસંદ કરશો. સમસ્યા ફક્ત એ જ છે કે તમારી આંતરિકતા – મન, શરીર, ઉર્જા અને ભાવનાઓ – આકસ્મિક રીતે થઈ રહ્યા છે, તમે જ્યાં જીવી રહ્યા હોવ ત્યાંની પરિસ્થિતિઓ પ્રત્યે લાચારીભરી પ્રતિક્રિયા સ્વરૂપે.

જેવી રીતે બાહ્ય પરીથીતિઓને તમે ઈચ્છો તે અનુસાર બનાવવા માટે એક વિજ્ઞાન અને ટેક્નોલોજી છે, તેવી જ રીતે આંતરિક પરિસ્થિતિઓને આપણાં અનુસાર બનાવવામાં એક આખું વિજ્ઞાન અને ટેક્નોલોજી છે. જો આપણે આ ટેક્નોલોજીને આંતરિક સુખાકારી માટે ઉપયોગમાં લઈએ છીએ – યોગીક ટેક્નોલોજી તમારી આંતરિક પરિસ્થિતિઓને તમારા અનુસાર બનાવવામાં – આનંદીત રહેવું કે ના રહેવું તે ક્યારેય સવાલ હોતો જ નથી કેમ કે જો તમારી જોડે પસંદગી હોત તો તમારી બુદ્ધિ ચોક્કસ રીતે આનંદીત રહેવાનુ જ પસંદ કરશે, નહીં કે દુખી હોવાનું. તેથી હરીફાઈમાં કે હરિફાઈની બહાર તે સવાલ જ નથી. સવાલ માત્ર એ જ છે કે શું તમારું મન, શરીર, ભાવના અને ઉર્જાઓ તમારી જોડેથી સૂચના લઈ રહ્યા છે કે તેઓ બાહ્ય પરિસ્થિતિઓ પ્રત્યે લાચારીભરી પ્રતિક્રિયા સ્વરૂપે થઈ રહ્યા છે?

(સદગુરૂ, જગ્ગી વાસુદેવ)

ભારતના 50 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સ્થાન ધરાવનાર, સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વ્પ્નદ્રષ્ટા અને ન્યુયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદગુરુને તેમની અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે ભારત સરકાર દ્વારા 2017 માં સર્વોચ્ચ વાર્ષિક નાગરિક એવોર્ડ – પદ્મ વિભૂષણથી સન્માનીત કરવામાં આવ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]