પૂર્વમાં, ભગવાનના નિર્માણ માટે એક સંપૂર્ણ વિજ્ઞાન અને તકનીક એવી રીતે વિકસિત થઈ કે આપણે ભગવાન બનાવતા કારખાનાઓ સ્થાપી દીધા! આ એકમાત્ર સંસ્કૃતિ છે જે સમજી ગઈ કે ભગવાનનું નિર્માણ આપણે કર્યું છે. બીજે બધે, લોકો હજી પણ વિચારે છે કે ભગવાને તેમને બનાવ્યા છે. આ ગંભીર ભૂલથી માનવતાને ખૂબ પીડા થઈ છે.
ભગવાન તમારી બનાવટ છે. માની લો કે આવતા 25 વર્ષ સુધી બધા મનુષ્ય સૂઈ જાય, તો શું તમને લાગે છે કે પક્ષીઓ અને જીવ-જંતુઓ પ્રાર્થના કરશે? ગ્રહ પર કોઈપણ પ્રકારની ભગવાનની વાતો નહીં થાય અને બધુ બરાબર હશે.
ભારતની આ ભૂમિ અને સંસ્કૃતિ સમજી ગઈ કે ભગવાનનું નિર્માણ આપણે કર્યું છે. તેઓએ દરેક પ્રકારની જરૂરિયાત માટે દરેક પ્રકારના ભગવાન બનાવ્યા. ભારતમાં 33 કરોડથી વધુ દેવી-દેવતાઓ છે. આ 33 કરોડ ત્યારે બનાવવામાં આવ્યા હતા જ્યારે ભારતની વસ્તી 33 કરોડ હતી. હવે આપણે 130 કરોડ લોકો છીએ. આપણે ત્યાં એટલા ગણા દેવી-દેવતાઓ હોવા જોઈતા હતા, પરંતુ છેલ્લી કેટલીક સદીઓમાં, આક્રમણો અને આ સંસ્કૃતિમાં આવેલી ગરીબીને કારણે પર્યાપ્ત દેવી-દેવતાઓ બનાવવામાં આવ્યા નથી.
જ્યારે જમીન અને સંસ્કૃતિ ખીલી રહી હતી, ત્યારે બધાએ વ્યક્તિગત દેવ અથવા દેવીની માંગ કરી હતી, અને જેઓ સક્ષમ હતા, તેમના માટે વ્યક્તિગત ભગવાન બનાવ્યા. જેને ઇષ્ટ દેવતા કહેવામાં આવે છે. યોગીઓ અને રહસ્યવાદી જે-તે વ્યક્તિ, તેની શક્તિ, કર્મ અને પરિસ્થિતિને જોતા અને તે વ્યક્તિ માટે વ્યક્તિગત દેવ અથવા દેવી બનાવતા. ફક્ત તે જ એક વ્યક્તિ આ ભગવાનની ઉપાસના કરશે, બીજા કોઈ નહીં. આ ખૂબ જ વ્યક્તિગત હતું – તમારા માટે ડિઝાઇનર ભગવાન અને તમે કેવા પ્રકારના વ્યક્તિ છો તે. પ્રાણ-પ્રતિષ્ઠાની તકનીક ઘણી વ્યાપક રીતે ઉપલબ્ધ હતી.
પ્રાણ-પ્રતિષ્ઠા એ જીવનનું તે પાંસું છે જ્યાં તમે સૃષ્ટિનું એક ચોક્કસ પાસું લો છો, જેને સર્જનનું એકંદર પાસું માનવામાં આવશે, અને તેને સર્જનના ખૂબ સૂક્ષ્મ પાસામાં ફેરવો. તમે પથ્થરને દિવ્યમાં ફેરવી રહ્યા છો.
અસ્તિત્વ એ પૃથ્વી, જળ, અગ્નિ, હવા અને આકાશના પાંચ તત્વોનું એક નાટક છે. જો આ પાંચ તત્વો એક રીતે રમે છે, તો તે એક પથ્થર બની જાય છે. જો તેઓ બીજી રીતે રમે છે, તો તેઓ એક માણસ બની જાય છે. જો તેઓ બીજી રીતે રમે છે, તો તે એક દિવ્ય શક્તિ બની જાય છે. આપણે તત્વોને આપણી અંદર અને પોતાની બહાર જુદી જુદી રીતે બનાવવાની તકનીકને સમજીએ છીએ. આપણે તત્વોને આપણી ધૂનમાં વગાડીએ છીએ. કાદવથી ભગવાન સુધી, સમાન તત્વો વિવિધ પ્રકારની રમતો રમે છે. તત્વોને તમે ઇચ્છો તે પ્રકારની રમત રમવા માટેની પ્રક્રિયાને પ્રાણ-પ્રતિષ્ઠા કહે છે.
સદભાગ્યે, આપણે આજે જે આધ્યાત્મિક સંસ્કૃતિને જોઈએ છીએ તે ઘણી રીતે આક્રમણોથી તૂટી ગઈ છે અને ગરીબીના લાંબા ગાળા દ્વારા વિકૃત થઈ ગઈ છે,પરંતુ આધ્યાત્મિક પ્રક્રિયાની મૂળભૂત નૈતિકતાનો નાશ નથી થયો, ન તો તેનો નાશ થઈ શકશે. તે સમય આવ્યો છે કે આપણે આ ગૌરવપૂર્ણ પરંપરાના ફાયદા તેના સંપૂર્ણ મહિમાથી મેળવીએ.
(સદગુરૂ જગ્ગી વાસુદેવ)
(ભારતની પચાસ સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સ્થાન ધરાવતા સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને બેસ્ટસેલિંગ ઓથર છે. 2017માં ભારત સરકાર દ્વારા સદગુરુને ‘પદ્મવિભૂષણ’થી સમ્માનિત કરવામાં આવ્યા હતા, જે વિશિષ્ટ અને અસાધારણ સેવા બદલ આપવામાં આવતો વાર્ષિક એવોર્ડ છે.)