મનુષ્યોનું અવલોકન

પ્રશ્ન: આપણે આગેવાનોને મોટી જવાબદારીઓ લેવા અને આગલા સ્તર ઉપર પહોંચવા માટે કેવી રીતે તૈયાર કરીએ?

સદગુરુ: લોકો સાથેના મારા અનુભવ પ્રમાણે, જો તમે કોઈ વ્યક્તિને -જે એક સ્તરે શ્રેષ્ટ કામગીરી કરતા હોય- તેને બધી જરૂરી તૈયારીઓ સાથે ઉપરના સ્તરે આગલું પગલું લેવડાવો તો પણ તે પોતાની કામગીરીમાં તદ્દન નિષ્ફળ જઈ શકે છે, કારણકે તેની આંતરિક વ્યવસ્થા તેને અલગ સ્તરે કાર્ય કરવાની મંજુરી નથી આપતી. ઉદાહરણ તરીકે ઈશા ફાઉન્ડેશનમાં એક સ્તરથી બીજા સ્તરની કામગીરી માટે સંપૂર્ણપણે અલગ ધોરણની કુશળતા જરૂરી છે. જે માહિતી તમને તમારા પાછલા સ્તરે હતી તે હાલના સ્તરે બિલકુલ બંધબેસતી નથી. તેમાં એક તદ્દન નવીન માનવીની જરૂરત પડશે. આ વસ્તુનો કોઈ સરળ ઉપાય નથી જ્યાં સુધી તમારી પાસે લોકોની શક્યતાઓને પારખવાની અમુક રીત નથી, કે તે આવતીકાલે શું બની શકશે. તેઓ અત્યાર સુધી ખુબ જ અદ્ભુત રહ્યા હોય શકે પરંતુ તે કાલે શું બની શકે છે તેની ઓળખ એક આગેવાનને હોવી જોઈએ.

હું જાણું છું કે આપણે અનિશ્ચિત ચર્ચા તરફ જઈ રહ્યા છીએ. તમને ત્રણ સિદ્ધાંતો મળે તો ગમશે, કે જેના વડે તમે તમારો નિર્ણય લઇ શકો, પરંતુ હું તમને કહું છું કે જો તમારી પાસે તેવા ત્રણ સિદ્ધાંતો હશે, તો પણ તે ત્રણેય ખોટા પડી શકે છે. એક માનવીને પારખવા માટે તમને કોઈ બીજી વસ્તુની જરૂર પડશે. કોઈ વ્યક્તિ પોતાના વર્તમાન પદમાં સારું કાર્ય ન કરતી હોય પરંતુ જો તમે તેને કોઈ નેતૃત્વનું પદ આપો તો કદાચ તે ખરેખર ખુબ સારી કામગીરી કરી બતાવશે.

તો જયારે ઘણી બધી કામગીરી અને રોકાણો સામેલ હોય ત્યારે કદાચ તમે એવું કોઈ જોખમ નહીં ઉપાડી શકો કે જે કંઈપણ તમારા મગજ, મન કે વૃતિમાં આવે તે પ્રમાણે તમે દોરાવ. તેથી મને લાગે છે કે એક વસ્તુ જે ઘણી મહત્વપૂર્ણ છે, તે છે માનવીઓનું ખુબ ઝીણવટભર્યું નિરીક્ષણ અને ના કે તેમનું પ્રદર્શન, કે તેમની પ્રવૃત્તિ, કે તેઓ શું કરે છે કે નથી કરતા. માત્ર તેઓ કેવી રીતે બેસે છે, ઉભા રહે છે એ વસ્તુનું નિરીક્ષણ કરવું જોઈએ, માનવી તરીકેનું તેમનું અવલોકન ખુબ મહત્વપૂર્ણ પાસું છે તેમને મોટી જવાબદારીઓ આપતાં પહેલાં. કારણકે જયારે તેઓ પડી ભાંગે છે કાં તો એવી કોઈ વસ્તુ કરે છે જે અયોગ્ય છે, ત્યારે માત્ર તેમની કારકિર્દીનો પ્રશ્ન નથી રહેતો, પરંતુ ત્યારે આસપાસની બધી વસ્તુઓ પર અસર પડે છે. અને ઘણી વખત, નાની ગડબડ થયા બાદ તેને સુધારવી ખુબ મુશ્કેલ પડે છે.

(સદગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ પ્રભાવશાળી લોકોમાં સ્થાન ધરાવનાર, સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદગુરુને તેમની અસાધારણ અને વિશિષ્ટ સેવા બદલ ભારત સરકાર દ્વારા 2017 માં સર્વોચ્ચ વાર્ષિક નાગરિક એવોર્ડ- પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.