શોક શા માટે?

આપણે આપણા ભૂતકાળને યાદ કરીએ છીએ ત્યારે આપણા જીવનમાં બની ગયેલ તમામ ઘટનાઓ યાદ આવી જાય છે. ત્યારબાદ વીતી ગયેલ સમય જ આપણો વર્તમાન બની જાય છે. પછી આપણે એમ કહીએ છીએ કે, ઈતિહાસનું પુનરાવર્તન થાય છે, કારણ કે આપણે તેને વર્તમાન બનાવી દીધો. ધારો કે, આપણા નજીકના કુટુંબીજનનું અચાનક અવસાન થાય અને તેના કારણે આપણે દુ:ખી થઈ જઈએ ત્યારે થોડા સમય બાદ જ આપણે સામાન્ય જીવન જીવવાનું ચાલુ કરીએ છીએ. છતાં પણ તે દુઃખ તો દુર થતુ નથી.

 

પરિવારમાં કોઈ સભ્યનું અથવા તો નજીકના મિત્રનું અચાનક અવસાન થાય તે સૌથી મોટો પરીક્ષાનો સમય હોય છે. આ સમયે દુઃખી થવું સ્વાભાવિક છે. જેના પરિણામે આ સંજોગોમાં આપણે બીજા વિકલ્પ અંગે વિચારી પણ નથી શકતા. આ પરિસ્થિતિમાંથી ધૈર્યતા સાથે આવવા માટે ઘણી બધી આપણી જરૂરીયત હોય છે. જો આપણી પાસે યોગ્ય જાણકારી છે, બુદ્ધિ છે અને સાથે-સાથે તાકાત પણ છે તો આપણે આ પરિસ્થિતિને પણ સારી રીતે પાર કરી શકીએ છીએ.

સૌથી પહેલી વાત આપણે એ જોઈએ છીએ કે જ્યારે કોઈના સંતાનનું અચાનક અવસાન થાય છે એ સંજોગોમાં માતા-પિતા માટે અચાનક આવેલ કપરી પરિસ્થિતિનો સામનો કરવો બહુ જ મુશ્કેલ બની જાય છે. તેઓ કહે પણ છે કે હવે તો અમારું આખું જીવન દુઃખમાં જ પસાર થશે. ઘણીવાર ખૂબ દુ:ખી થઈ જવાથી એવો પણ વિચાર આવે છે કે હવે તો અમારે જીવવું જ નથી. અમારા જીવનનો કોઈ અર્થ નથી. આ દુઃખની પરિસ્થિતિમાં આપણે પોતાનું ધ્યાન રાખવું જરૂરી છે.

રાજયોગમાં આપણને સૌથી પાયાની વાત એ બતાવવામાં આવે છે કે, હું કોણ છું? હું એક ચૈતન્ય શક્તિ આત્મા છું. આત્માની અંદર પાર્ટ ભરેલો છે. આ શરીર 5 તત્વોનું બનેલું છે અને હું ચૈતન્ય શક્તિ આત્મા શરીર દ્વારા કાર્ય કરું છું. આત્મા અવિનાશી છે એ સમજવાથી મૃત્યુનો ડર નીકળી જાય છે. હવે એ સમજીએ કે મૃત્યુ શું છે? મૃત્યુ અર્થાત આત્માનું એક શરીર છોડીને બીજા શરીરમાં પ્રવેશ કરવું. બીજા જન્મમાં જે વ્યક્તિઓ સાથે આત્મા સંપર્કમાં આવે છે તે વ્યક્તિઓ સાથે આત્માનો કાર્મિક સંબંધ હોય છે.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)