પરમપિતા પરમાત્મા શિવ કહે છે કે મજામાં રહેવાનો અર્થ એ નથી જે મનમાં આવે તે કર્યું. આ થોડા સમયની સુખની મજા તથા થોડા સમયના સંબંધ – સંપર્કની મજા એ કાયમ માટેની પ્રસન્ન ચિત્ત સ્થિતિ અલગ છે. થોડા સમયના મનમોજી ન બનો, હંમેશ માટે રુહાની મોજમાં રહો. સાથે-સાથે કર્મોની ગુહય ગતિના જાણકાર પણ રહો.
કર્મોની ગુહય ગતિને ભૂલીને, કર્મ સિદ્ધાંતને અવગણીને જે મોજ મનાવવામાં આવે છે તે ખુશીના બદલે ગમની તરફ લઈ જાય છે. પરંતુ રૂહાની મોજ ઇન્દ્રિયોના વિષય ભલે રહે કે ન રહે તેનાથી પ્રભાવિત નથી થતી. જેવી રીતે સમુદ્રમાં બહુ જ હલચલ થાય છે પરંતુ ડુબકી લગાવનાર સમુદ્રના અંદરની ગંભીરતા તથા શાંતિનો અનુભવ કરે છે. તેવી જ રીતે ઇન્દ્રિયોનો આનંદ બહારનો આનંદ છે જ્યારે રુહાની આનંદમાં છે ઊંડી શાંતિનો અનુભવ.
મનુષ્યનું મન ઇન્દ્રિયો તથા દિવ્ય વિવેક વચ્ચે પુલની જેમ છે. જ્યારે તે વિવેકયુક્ત બની જાય તો તથા નેગેટિવ ચિંતનથી દૂર થઈ ઈશ્વરીય મત દ્વારા અલૌકિક માર્ગનો મુસાફર બની જાય છે. તે પોતાની ઈચ્છા છોડી અચ્છાઇને ધારણ કરવા લાગી જાય છે.
દુનિયાના લોકો માને છે કે સ્થુળ ખજાના થી ખાલી વ્યક્તિ શું મોજ મનાવશે? પરંતુ ધનથી ગરીબ વ્યક્તિ પણ જો ઈશ્વરીય જ્ઞાન ખજાનાથી સંપન્ન છે તો સમજના આધારે કર્મમાં આવતા તે તમામ પ્રકારની સિદ્ધિઓની મોજમાં રહી શકે છે. વર્તમાન સમયે જે નામી ગ્રામી છે તે સુરક્ષાના નામે બંદૂક ધારીઓની વચ્ચે રહેતા મોજના બદલે એક લોભામણી ખુલ્લી જેલમાં પોતાને અનુભવ કરે છે. દરેક સમયે બંદૂકની વચ્ચે જીવન જીવવું તે તેની સ્વાભાવિક સ્વતંત્ર પ્રવૃત્તિનો નાશ કરી દે છે. પરંતુ રુહાનીયતના આધારે નિર્ભય તથા નિર્વેર બની આત્મા સાત્વિક ગુણો તથા શક્તિઓની મોજમાં રહીને દરેક સ્થાને નિશ્ચિંત બનીને ફરી શકે છે.
વર્તમાન સમયે ધરતી પર અવતરીત ભગવાન શિવ, પિતાશ્રી બ્રહ્માબાબાના મુખ દ્વારા શ્રીમત આપે છે તેનો અમલ કરવો એજ પરમાત્માની ગોદ લેવા બરાબર છે. તેમની સ્નેહ ભરી યાદ રૂપી આંગળી પકડી તેમની શ્રીમત પર ચાલવું તથા તેમની મહિમા કરી મહિમાવાન બનવું એજ રાજયોગી વિદ્યાર્થીઓ માટે સૌથી શ્રેષ્ઠ મોજ છે.
સંસારમાં સામાન્ય રીતે ભૂત તે આત્માઓને માનવામાં આવે છે કે જે શરીર છોડ્યા બાદ બીજું શરીર પ્રાપ્ત કરવામાં સામાન્ય કરતા વધુ સમય લેવાના કારણે ભટકતી રહે છે. પરંતુ કેટલાક ભૂત એવા પણ હોય છે કે જે મનુષ્ય પોતાની જાતે જ બનાવે છે. મનુષ્યએ પોતાની કમજોરીના કારણે ઉત્પન્ન કરેલ ભૂતોમાં ભયનું ભૂત ભયાનક છે. આ ભૂત હંમેશા મનુષ્યની સાથે જ રહે છે તથા તેના વ્યક્તિત્વનો ભાગ બની જાય છે. આ ભૂત મનુષ્ય દ્વારા ઉલટા ખેલ કરાવે છે તથા નાચ પણ નચાવે છે.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)