સવારનો સમય દિવસનો શ્રેષ્ઠ સમય હોય છે

જ્યારે તણાવનો અનુભવ થાય છે. આપણે તેને સ્વાભાવિક, નાની બાબત ગણી લઈએ છીએ તથા તેના તરફ ધ્યાન નથી આપતા અને તેને ઠીક કરવાનો પ્રયત્ન પણ નથી કરતા. આપણે એ માન્યતાને બદલીયે કે સવારનો સમય તો અશાંતિ વાળો જ હોય છે. તેના બદલે આપણે એવા વિચારો કરીએ છે સવારનો સમય દિવસનો શ્રેષ્ઠ સમય હોય છે. જો આપણા દિવસ ની શરૂઆત શાંતિથી થાય છે તો આખો દિવસ શાંતિથી પસાર થાય છે. તેની અસર બીજા દિવસ ઉપર પણ પડે છે.


સૌથી પ્રભાવશાળી વાતચીત સવારના સમયે જ થાય છે. પરંતુ આપણે દિવસની શરૂઆત ગુસ્સા સાથે કરીએ છીએ. તેની અસર આખા દિવસના કાર્યો પર પણ પડે છે. દિવસ દરમિયાન નાની નાની બાબતો આપણને ગુસ્સો અપાવે છે. આ માટે આપણે ફક્ત એ ધ્યાન રાખવાનું છે કે સવારે-સવારે આપણે ક્રોધ દ્વારા આપણી ઊર્જા ને ઘટાડી ન નાખીએ. આપણે કોમ્પ્યુટર ઉપર કામ કરવા બેસીએ છીએ અને તે બરાબર કામ નથી આપતું તો આપણને વિચાર આવે છે કે તે કેમ ચાલુ નથી થતું? આટલો સમય કેમ લાગે છે? હવે કોમ્પ્યુટર તો તેની રીતે ચાલુ થઇ જશે પરંતુ કેટલો સમય આપણે શું કર્યું? પોતાના મનને અશાંત કરી દીધું.

જ્યારે આપણે કોમ્પ્યુટર ઉપર કામ કરવા બેસીએ તે સમયે નેટ કનેક્શન ધીમુ હોવાના કારણે આપણે ઇમેલ કર્યો, પણ તે ગયો નહીં. આ સમયે આપણે એ વાતનો સ્વીકાર કરી લેવો જોઈએ કે દરેક વસ્તુ આપણા પ્લાનિંગ મુજબ નહીં ચાલે, તે પોતાની જ રીતે ચાલશે.

આપણે વાહન લઈને જઈ રહ્યા છીએ ત્યારે જો આપણી આગળની ગાડી ધીમી ચાલે છે તો મારે પણ ગાડીની સ્પીડ ઓછી કરવી પડશે. આ સમયે જો હું અશાંત કે પરેશાન થઈ જાઉં તો પણ મારી આગળની ગાડીની સ્પીડ વધશે નહીં, પરંતુ મારા હૃદય ના ધબકારા જરૂર વધી જશે.આ મારી ઉર્જા ને ઘટાડે છે.

ધારોકે કોઈને એવી ટેવ હોય છે કે હાથમાં પેન લઈને ટક-ટક કર્યા કરે છે. હવે આ તેની ટેવ છે. પરંતુ હું તે જોઈને કે સાંભળીને પરેશાન થઈ જઉં છું. જો આપણી ઊર્જા આવી નાની નાની બાબતો પાછળ ખર્ચ કરતા રહીશું તો આપણું મન સ્થિર નહીં રહી શકે. જો બીજાની ટેવ તમને પરેશાન કરે છે તો તમે પ્યારથી તેને જણાવી શકો છો, અથવા તમે પણ તેની સાથે ટક-ટક કરવાનું શરૂ કરી શકો છો.

જેવી રીતે કોઈ પ્રવચનની શરૂઆતમાં વક્તા પ્રેક્ષકોને જણાવે છે કે બધા પોતપોતાના મોબાઇલ સાઇલેન્ટમાં કરીદો. ત્યારબાદ પ્રવચન શરૂ કરે છે. તેવામાં કોઈ એકના મોબાઈલની રીંગ વાગે છે, પરિણામે વક્તા અશાંત બનીને કહે છે કે જુઓ એકના કારણે બધાનું ધ્યાન બીજી તરફ ગયું. વક્તાએ પોતાની નારાજગી જાહેર કરી દીધી. હવે બીજીવાર, ત્રીજી વાર, ચોથીવાર કોઈ ના મોબાઇલની રીંગ વાગે છે, પરિણામે વક્તા અશાંત બની જાય છે. આનો ઉપાય એ છે કે આપણે પોતાની સાથે વાતો કરીએ અને વિચારીએ કે બધી વ્યક્તિઓ પોતાની રીતે વર્તન કરવા માટે સ્વતંત્ર છે. આપણે ફક્ત તેમને આગ્રહ કરી શકીએ છીએ કે દરેક પોતાનો મોબાઇલ શાંત કરી દે.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)