ખુશી એ જીવનનો સૌથી મોટો ખોરાક છે

કોઈ વ્યક્તિના જીવનમાં સમસ્યા નથી તે વ્યક્તિ જ ખુશ રહે એવું નથી. જીવનમાં સમસ્યાઓ હોવા છતાં જો તેના પ્રત્યે આપણો સકારાત્મક દ્રષ્ટિકોણ રહે તથા સમસ્યાને હળવાશથી લઈએ તો આપણે ખુશ રહી શકીએ છીએ. માટે જ ઘણા વ્યક્તિઓ એવા હોય છે કે તેમના જીવનમાં સમસ્યાઓ તો રહે છે પરંતુ તેઓ ખુશીના રસ્તેથી ક્યારે ઉતરતા નથી. ઘણી વ્યક્તિઓ જીવનમાં સમસ્યા ન હોવા છતાં પણ સ્વભાવના કારણે સમસ્યાઓ ઊભી કરી જીવન યાત્રાને મુશ્કેલી વાળી બનાવી દે છે. ખુશી એ જીવનનો સૌથી મોટો ખોરાક છે.

ખુશીનો ખોરાક ખાવા વાળા હંમેશા સ્વસ્થ તથા હલકા રહે છે. ખુશી બે પ્રકારની હોય છે. ટૂંકા સમયની અને લાંબા સમયની. ટૂંકા સમયની ખુશી કોઈ વિશેષ સાધનની પ્રાપ્તિના કારણે, મન ઈચ્છિત વસ્તુ કે વ્યક્તિ મળવાથી, કોઈ બાબતમાં સફળતા મળવાથી તથા બહુમાન મળવાથી અનુભવ થાય છે. જેના કારણે ચહેરા ઉપર ચમક આવી જાય છે. જેવી રીતે વાદળો થી ભરેલા આકાશમાંથી સૂર્યની કિરણ ક્યારેક-ક્યારેક ધરતીને ચમકાવી દે છે. આ વાસ્તવિક ખુશી નથી કહેવાતી કારણ કે જે હદની પ્રાપ્તિના આધારે આ ખુશી પ્રાપ્ત થાય છે તે ઉપર નીચે થવાથી ખુશી પણ ઉપર નીચે થાય છે.

માનવી ખુશીને પોતાની તરફ બોલાવે છે પરંતુ એ ખુશી આધારોના કારણે હોવાથી વ્યક્તિની પાસે તે આધારો સાથે જ આવે છે. આધારોના ઉપર નીચે થવા પર ખુશી ગુમ થઈ જાય છે. આપણે પોતાને પૂછવું જોઈએ કે મારે ખુશીનો આથમતો સૂરજ જોઈએ છે કે નિરંતર પ્રકાશમાન સૂરજ. બધા નિરંતર પ્રકાશમાન અર્થાત હંમેશાની ખુશી જ ઈચ્છશે. તો આના માટે આધાર વગરની સ્વતંત્ર તથા અમાપ ખુશીના સ્ત્રોત સાથે જોડાઓ. અપવિત્રતાના અંશને અંદર સુધી સળગાવી દઈએ. પવિત્રતાનો અર્થ ફક્ત પાંચ વિકારો સુધી મર્યાદિત નથી પરંતુ સંકલ્પ યથાર્થ તથા સકારાત્મક ન હોવા એ પણ આપવિત્રતા છે. સંકલ્પ, બોલ તથા કર્મ જેટલા વધુ સમર્થ, સકારાત્મક, સત્ય, સ્નેહ યુક્ત હશે તેટલી ખુશી અનુભવ થશે આમ ખુશીનું મૂળ અંદરની તરફ છે (અંતરમુખતામાં છે,) બહાર નથી.( બાહર મુખતામાં નથી). ભોજન કરતા સમયે જો નાનો કાંકરો દાંત નીચે આવી જાય તો આપણે આખો કોળિયો બહાર થૂંકી દઈએ છીએ.

એવી જ રીતે જો સેવા કરતા સમયે મન થોડુંક પણ ઉદાસ થાય તો તે સેવાને છોડી દેવી યોગ્ય છે, પરંતુ ખુશીને ન છોડવી જોઈએ. કેવી રીતે પાના-હથોડી વગર લાકડી નથી કાપી શકાતી તેવી જ રીતે પ્રફુલ્લિત મન વગર સફળતા પ્રાપ્ત નથી થઈ શકતી. ખુશીને ત્રાજવાના એક પલડામાં રાખીએ તો બીજા પલડામાં તેના યોગ્ય રાખવા જેવી કોઈ વસ્તુ સંસારમાં નથી. માટે જ વિવેક શક્તિ વગર કોઈ ચીજને પકડવાના પ્રયત્નોમાં જો ખુશી ગુમ થઈ રહેલ છે તો તરત સાવધાન થઈ જઈએ.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)