Home Blog Page 677

કૃષ્ણત્વ : ભાવનાત્મક બુદ્ધિમતાનો ઉત્તમ ઉપયોગ

જય શ્રી ક્રિષ્ના
મહાભારતમાં યુદ્ધ સમયે શકુની અને કૃષ્ણ વચ્ચેનો સંવાદ થાય છે, શકુની કહે છે, અમારાં પક્ષમા મહામહિમ ભીષ્મ છે, ગુરુ દ્રોણ છે, કવચ ધારી કર્ણ છે. છલ કે કપટ વગર તેમનું મૃત્યુ સંભવ જ નથી. અને તમારા પક્ષમા છે ધર્મ, જે કપટ નહીં કરી શકે. વિજય અમારો નિશ્ચિત જ છે. ત્યારે કૃષ્ણ ખૂબ સરસ રીતે સમજાવે છે. આજની વાત છોડો, પરંતુ છલ તો, રાજાધિરાજ રામચંદ્રના રામરાજ્યમાં પણ થયું હતું અને આજે પણ થશે જ. જયારે ભગવાને વાલીને છલથી સઁતાંયને જ માર્યો હતો અને રાવણને મારવા માટે વિભિષણની જ સહાય લેવામાં આવી હતી. છલનો આશય જો ધર્મ હોય ત્યારે છલ કપટ જ ધર્મ બની જાય છે.

આપણું વાસ્તવિક જીવન પણ આવું જ છે. જન્મ્યા બાદ ડગલે ને પગલે સંઘર્ષ છે, વાદ વિવાદ છે. મોં માં ચાંદીની ચમચી સાથે જન્મનારને પણ બધું અમસ્તું મળી જતું નથી. વાસ્તવિકતામાં માણસની સફળતાનો આધાર તેની ભાવનાત્મક લાગણીઓ અને બુદ્ધિનું સંતુલનના આધારે નકી થાય છે. ગોલેમેનના સિદ્ધાંત મુજબ, તેમના કામ અને અન્ય સામાજિક સંબંધોમાં, વ્યક્તિની સફળતા, તે પરિબળો પર આધાર રાખે જે સ્વસ્થ ભાવનાત્મક બુદ્ધિથી કામ કરે છે. અને સામાજિક સંબંધોને ટકાવવા માટે આવેગમાં નહીં પણ ભાવનાત્મક બુદ્ધિમત્તાને આધારે નિર્ણયો લે છે. અલગ અલગ વૈજ્ઞાનિકો ઈમોશનલ ઇન્ટિલિજન્સના અવનવા ઉદાહરણો દ્વારા સુખાકારી જીવનનો બોધ સમજાવે છે.

પરંતુ હિન્દૂ શાસ્ત્રમાં કૃષ્ણે આ બોધ આ 5000 વર્ષ પહેલા આપ્યો હતો. 5 હજાર વર્ષોથી આપણે કૃષ્ણને ભજીયે છીએ. કોઈ સખા સ્વરૂપમાં, કોઈ સારથી સ્વરૂપમાં તો કોઈ સ્વામી સ્વરૂપમાં. દરેક માટે કૃષ્ણએ વાસ્તવિકતા છે. એટલેજ આટલા વર્ષો પછી પણ કૃષ્ણત્વ ધરતી પર ઓસર્યું નથી. તેનું કારણ છે કે ટેક્નોલોજીકલ અને મટીરીલિયાસ્ટિક વર્લ્ડમાં પણ કૃષ્ણત્વ આજે પણ એડવાન્સમાં જ ચાલે છે. આવનારી પેઢી તેને કોઈ દેવી અવતાર કે ઈશ્વર રૂપે સ્વીકારે તો બેસ્ટ જ છે પણ મારી દ્રષ્ટિએ આવનારી પેઢીએ સફળ થવા માટે કૃષ્ણને મોસ્ટ ઇન્ટિલિજન્ટ કેરેક્ટરના રૂપમાં સ્વીકારવા જ જોઈએ. કેમ કે કૃષ્ણ, એ ઇમોશનલ ઇન્ટેલીજન્ટનુ સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. ઇમોશનલ ઇન્ટેલીજન્સ ટોપિક ઉપર જયારે ચોપડાઓ ખડકાયેલા છે ત્યારે કૃષ્ણનું પાત્ર અને તેનું જીવન ઇમોશનલ ઇન્ટેલીજન્સનું પુસ્તકાલય છે. જે મનથી નહિ પરંતુ પ્રેકટીકલી વિચારે છે.

કૃષ્ણ જન્મ પછી નવજાત હોવા છતાં પણ કારાવાસમાંથી, જૉ તે પોતે બહાર આવી સકતા હોય તો, તેના માતા પિતાને પણ લાવી જ શક્યા હોત પરંતુ તેને એવુ ના કર્યું. તે ગોવર્ધન પર્વત ઉપાડી શકતા હતાં ત્યારે વરસાદને પણ રોકી જ શક્યા હોત, પણ ના રોક્યો, કુરુક્ષેત્રના મેદાનમાં કાવાદાવાથી પણ પાંડવોને જીતાડવા શક્ય હતાં તો અભિમન્યુ અને પાંડુપુત્રો ને બચાવવાં, કૃષ્ણ માટે અશક્ય નહોતા જ, છતાં એને એવુ ના કર્યું. બધાજ પાંડુ વંશજૉ ને મારીને પણ ઉત્તરાના ગર્ભમાં પરીક્ષિતનો બચાવ એજ કૃષ્ણત્વની પરિસીમાં છે. કઠોરમાં કઠોર નિર્ણયો લેવામાં તેને પાછું વાળીને જોયું નથી. કૃષ્ણએ જયારે ગોકુળ છોડ્યું ત્યારે પ્રેમમાં લગભગ મરી ચૂકેલા ગોકુળવાસીઓ પાસે આવવું શક્ય હતુ. છતાં કૃષ્ણ કદી વળ્યા નથી. કારણકે તેનું આગળ વધવું વધારે જરૂરી હતુ. તે પોતે કરુણામય છે છતાં પણ તેને આવેશમાં, લાગણીથી કદી નિર્ણયો લીધા નથી.

જૉ ડોક્ટર પોતે દર્દીઓનું દુઃખ જોઈને કાંપવા લાગે તો તેનો ઈલાજ કરે કોણ, જૉ માં પોતે પોતાના બાળકને કાયમ છાતીએ વળગાડી રાખે તો બાળકનો સર્વાંગી વિકાસ શક્ય નથી. જન્મ સમયે બાળકના નવજીવન માટે માતા સાથે જોડેલી ગર્ભનાળનું કપાવું જેમ જરૂરી છે તેમ જીવનમાં આગળ વધવા માટે પ્રેક્ટિકલી વિચારવું ખૂબ જરૂરી છે.

90ના દાયકામાં જોન મેયર અને પીટર સેલ્વીએ પહેલી વખત ‘ઇમોશનલ ઇન્ટેલીજન્સ ‘શબ્દ પર પ્રકાશ પાડ્યો. કોર્પોરેટ જગતમાં તેને વારંવાર જોયું કે ઓછું ભણેલા લોકો, વધુ IQ ધરાવતા લોકો કરતાં વધુ સફળ થઇ રહ્યા હતાં, અને જેઓ વધારે ડિગ્રી અને અનુભવ ધરાવતા હતાં.. જેનું કારણ હતુ, અભણ હોવા છતાં તેઓનો હાઈ લેવલનો EQ એટલે કે ઇમોશનલ ક્વોસન્ટ.

કોર્પોરેટ વર્લ્ડમાં ઇમોશનલ ઇન્ટિલેજન્સનું ખૂબ મહત્વનું છે. તેઓ કંપનીના લીડર પણ હાઈ EQ ના આધારે ચૂંટે છે. જેઓમાં સેલ્ફ અવેરનેસ, સેલ્ફ રેગ્યુલેશન, મોટિવેશન તથા એમ્પથી કે સહાનુભૂતિ અને સોશ્યિલ સ્કીલ હોય. સાદી ભાષામાં કહીયે તો જેઓ કામ દરમ્યાન પિત્તો ગુમાવતા નથી, ગુસ્સો અને લાગણીઓને કાબુમાં રાખી શકે છે અને કોઈ પણ પરિસ્થિતિમાં સેલ્ફ મોટીવેટ થઈ ને કામ પાર પાડી શકે છે. જ્યાં જીવનધોરણ મોટાભાગે કાલ્પનિક દુનિયાથી ઘેરાયેલું હોય ત્યાં પ્રેક્ટિકલી વિચારવું ખૂબજ જરૂરી હોય છે. એક નાની અમથી ઈમોશનલ ફૂલીશનેસ પણ પુરા સમાજ માટે કે મોટા સમૂહ માટે ધાતક સાબિત થઇ શકે છે. ધુતરાષ્ટ્રના આંધળા પુત્રમોહ થી લઈને ઢોલ વગાડીને વાયરસ ભગાડવા જેવા અસંખ્ય કિસ્સાઓ યુગોથી સતત બનતા રહે છે..ત્યારે આવા મુદ્દાઓને સમજવા જરૂરી બને છે.

ગોકુળ એ કૃષ્ણનુ હ્રદય હતુ, હાથ હતા મથુરા અને દ્વારિકા, જયારે તેઓ બુદ્ધિ અને મસ્તિષ્કથી સંપૂર્ણપણે કુરુક્ષેત્રમાં હતાં. તેણે તે સમયે અર્જુનને ગીતાપદેશ આપ્યો, જયારે અર્જુન ભાવુકતામાં સરી ચુક્યા હતાં. ગીતાનો ઉપદેશ જ ભાવુકતા અને આવેશતા સામે લડવાનું સાધન છે. તે સતત યુગોથી તમને ખોટા નિર્ણયો લેતાં રોકે છે. જીવનમાં બધુજ ગુમાવીને પણ આગળ વધવું જરૂરી હોય છે. કઈ પણ ના હોવા છતાં કર્મ કરવું અને પરિસ્થિતિઓનો સામનો કરવો જરૂરી છે. તમારી રાહમાં આવતા સગા વ્હાલા, મિત્રો,ભાઈઓ, ગુરુઓ, પુત્રો, પૌત્રો બધાજ ગૌણ બની જાય છે જયારે તમે કર્તવ્યની રાહ પર નીકળી ચુક્યા હોવ છો, ત્યારે માત્ર કર્મ અને ધર્મ જ મહત્વના હોય છે. ત્યારે પણ એજ સત્ય હતું અને આગળ પણ આજ હશે. કૃષ્ણત્વ અને ગીતાપદેશ દરેક યુગમાં લાગુ પડશે, તે આપણી આવનારી પેઢીઓને પણ ભટકતા અટકાવશે. અને એટલેજ તે અનેક કાળ બાદ પણ અવિરતપણે દરેકમાં જીવંત રહેશે.

કૃષ્ણપૂર્વક
(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્યફેશનવ્યક્તિતિવ વિકાસમહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૧૫ ઓગસ્ટ ૨૦૨૫

Chitralekha Gujarati – 25 August, 2025

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

PM Modi નું સ્વતંત્રતા દિવસે 12મી વખત રાષ્ટ્રને સંબોધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું શુક્રવારે સ્વતંત્રતા દિવસે 12મી વખત રાષ્ટ્રને સંબોધન છે. વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવવાના મામલે ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ પણ તોડી રહ્યા છે.

ઈન્દિરા ગાંધીએ લાલ કિલ્લા પર સતત 11 વખત ત્રિરંગો ફરકાવ્યો હતો

લાલ કિલ્લા પરથી સતત રાષ્ટ્રને સંબોધિત કરવાના મામલે તેઓ જવાહરલાલ નેહરુ પછી બીજા ક્રમે રહેશે. ઈન્દિરા ગાંધીએ લાલ કિલ્લા પર સતત 11 વખત ત્રિરંગો ફરકાવ્યો હતો. ઈન્દિરા ગાંધી જાન્યુઆરી 1966 થી માર્ચ 1977 સુધી સતત વડા પ્રધાન રહ્યા. જોકે, ઈન્દિરા ગાંધીએ જાન્યુઆરી 1980 થી ઓક્ટોબર 1984 સુધી વડા પ્રધાન તરીકે પણ સેવા આપી હતી. કુલ મળીને, તેમણે 15 ઓગસ્ટે વડા પ્રધાન તરીકે 16 વખત ત્રિરંગો ફરકાવ્યો હતો.

સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં 85 ગામના સરપંચોને ખાસ મહેમાનો તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. ગ્રામીણ પરિવર્તનમાં તેમના અગ્રણી યોગદાનને માન્યતા આપવા માટે 26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 85 ગામના સરપંચોને લાલ કિલ્લા ખાતે યોજાનાર સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ખાસ મહેમાનો તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે.

જળ શક્તિ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ પહેલ સરકારની પાયાના નેતાઓનું સન્માન કરવાની પહેલનો એક ભાગ છે, જેના હેઠળ ગ્રામ્ય સ્તરે સ્વચ્છતા, સલામત પીવાનું પાણી, મહિલા સશક્તિકરણ અને ટકાઉ શાસનને આગળ વધારવા બદલ સરપંચોનું સન્માન કરવામાં આવી રહ્યું છે.

સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ (SBM-G) હેઠળ પસંદ કરાયેલી બધી પંચાયતોને ODF પ્લસ જાહેર કરવામાં આવી છે અને જલ જીવન મિશન (JJM) હેઠળ ‘હર ઘર જલ’ ગામ તરીકે પ્રમાણિત કરવામાં આવી છે. આમંત્રિતોમાં બિહારના સમસ્તીપુરમાં મોતીપુર ગ્રામ પંચાયતના મુખિયા પ્રેમા દેવીનો પણ સમાવેશ થાય છે, જેમના નેતૃત્વએ તેમના ગામને કચરાથી ઊર્જા અને પાણી વ્યવસ્થાપનનું એક મોડેલ બનાવ્યું છે.

પંચાંગ 15/08/2025

કિશ્તવાડ દુર્ઘટનામાં મૃત્યુઆંક 46 થયો, 120 લોકોને બચાવાયા

કિશ્તવાડમાં વાદળ ફાટવાથી મોટી દુર્ઘટના થવાની આશંકા છે. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 46 લોકોના મોત થયા છે. આ આંકડો વધુ વધવાની આશંકા છે. આ વાદળ ફાટવાની ઘટના ચોસીટી ગામમાં બની હતી, જ્યાં માચૈલ માતા યાત્રા માટે બેઝ કેમ્પ બનાવવામાં આવે છે. મળતી માહિતી મુજબ, ત્યાં મોટા પાયે તંબુઓ ગોઠવવામાં આવ્યા હતા.

આ વર્ષે અત્યાર સુધીમાં અઢી લાખ લોકો મંદિરમાં દર્શન કરી ચૂક્યા છે. દેશભરમાંથી લોકો અહીં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં અહીં મૃતકોની સંખ્યા વધવાનો ભય છે. પૂર્વ સીએમ ફારુક અબ્દુલ્લાએ પણ મોટી દુર્ઘટનાનો ભય વ્યક્ત કર્યો છે અને દેશભરના લોકોને પ્રાર્થના કરવાની અપીલ કરી છે. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 46 લોકોના મોત થયા છે.

દ્રૌપદી મુર્મુએ કિશ્તવાડ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુવારે જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના ચાશોટી વિસ્તારમાં આવેલા પ્રચંડ વાદળ ફાટવા અને તેના કારણે આવેલા પૂરથી પ્રભાવિત પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી હતી. આ પ્રચંડ વાદળ ફાટવાથી ચિશોટી ગામમાં અચાનક પૂર આવ્યું હતું અને વ્યાપક નુકસાન થયું હતું, જેના કારણે ઘણા લોકો ગુમ થયા હોવાની આશંકા છે.

સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું દેશને સંબોધન

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરતા કહ્યું કે પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતની ઝડપી અને નિર્ણાયક કાર્યવાહી ‘ઓપરેશન સિંદૂર’ આતંકવાદ સામેની લડાઈમાં એક ઐતિહાસિક ઉદાહરણ તરીકે યાદ કરવામાં આવશે.

ગુરુવારે પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિએ એપ્રિલમાં પહેલગામમાં નિર્દોષ નાગરિકો પર થયેલા આતંકવાદી હુમલાને કાયર અને સંપૂર્ણપણે અમાનવીય ગણાવ્યો. તેમણે કહ્યું, “ઓપરેશન સિંદૂર નિર્ણાયક રીતે અને અટલ સંકલ્પ સાથે હાથ ધરવામાં આવ્યું હતું. તેનાથી સાબિત થયું કે આપણી સશસ્ત્ર દળો કોઈપણ પરિસ્થિતિમાં દેશનું રક્ષણ કરવા માટે તૈયાર છે.”

રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે આ ઓપરેશન માનવજાતની આતંકવાદ સામેની લડાઈમાં ઇતિહાસમાં નોંધાશે અને પહેલગામ હુમલા પછી દેશે એક થઈને જવાબ આપ્યો, જે આપણને વિભાજીત કરવા માંગતા લોકો માટે સૌથી યોગ્ય જવાબ હતો. તેમણે કહ્યું, દુનિયાએ નોંધ્યું છે કે ભારત આક્રમક નહીં થાય, પરંતુ તેના નાગરિકોની સુરક્ષા માટે બદલો લેવામાં ક્યારેય અચકાશે નહીં.

સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારત મિશનના પરીક્ષણ તરીકે ઓપરેશન સિંદૂરને વર્ણવતા રાષ્ટ્રપતિએ કહ્યું, “તેનું પરિણામ સાબિત કરે છે કે આપણે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છીએ.”

‘યુવાનો માટે ઝડપથી વધતી રોજગારીની તકો’

શિક્ષણ, કૌશલ્ય અને મૂલ્યો પર ભાર મૂકતા રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું, “રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એ દૂરગામી ફેરફારો લાવ્યા છે, જે શિક્ષણને મૂલ્યો અને કૌશલ્યને પરંપરા સાથે જોડે છે. યુવાનો માટે રોજગારની તકો ઝડપથી વધી રહી છે, અને સરકારે ઉદ્યોગસાહસિકતાના સપના જોનારાઓ માટે સૌથી અનુકૂળ વાતાવરણ બનાવ્યું છે.”

દેશના અવકાશ કાર્યક્રમના વિસ્તરણનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, “શુભાંશુ શુક્લાની આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની મુલાકાતે એક આખી પેઢીને મોટા સપના જોવા માટે પ્રેરણા આપી છે. આ આપણા આગામી માનવ અવકાશ મિશન ‘ગગનયાન’ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.”

રમતગમતમાં યુવાનોના પ્રદર્શન પર ગર્વ વ્યક્ત કરતા રાષ્ટ્રપતિએ કહ્યું, આજે ભારતના યુવાનો જે રીતે ચેસમાં પ્રભુત્વ મેળવી રહ્યા છે તે પહેલાં ક્યારેય બન્યું નથી. અમને વિશ્વાસ છે કે રાષ્ટ્રીય રમતગમત નીતિ 2025 હેઠળ, ભારતને વૈશ્વિક રમતગમત મહાસત્તા તરીકે સ્થાપિત કરવા માટે ટૂંક સમયમાં ફેરફારો જોવા મળશે.

રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનો રંગારંગ પ્રારંભ

રાજકોટ : સૌરાષ્ટ્રના સૌથી મોટા પાંચ દિવસના લોકમેળાનો આજે સાંજે રાંધણ છઠના દિવસે ઉત્સાહભર્યા વાતાવરણમાં કેબિનેટ મંત્રી અને રાજકોટ જિલ્લાના પ્રભારી રાઘવજી પટેલ અને ભાનુબેન બાબરીયાએ આરંભ કરાવ્યો હતો.

સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના તહેવારોનું વિશેષ મહત્વ હોય છે. આ વર્ષે ગુજરાત સરકારની કડક ગાઈડ લાઇનને કારણે અમુક શહેરોમાં મેળા રદ કરવામાં આવ્યા છે. રાજકોટમાં રેસકોર્સ મેદાનમાં તારીખ 14થી 18 ઓગસ્ટ સુધી શોર્ય સિંદૂર લોકમેળાનો આજથી આરંભ થયો છે.

આ ભાતીગળ લોકમેળામાં સૌરાષ્ટ્રમાંથી અંદાજે 10 લાખ લોકો મજા માણવા આવે તેવો અંદાજ છે. રાજકોટના આ લોકમેળાનું સમગ્ર આયોજન કલેક્ટર તંત્ર કરે છે.

રાજકોટના લોકમેળા માટે સૌરાષ્ટ્રમાંથી ખાસ એસ.ટીની બસો મૂકવામાં આવી છે. આ મેળામાં ખાણી પીણી, ફજર, ચકરડી, યાંત્રિક રાઇડ, રમકડા, આઇસ્ક્રીમ મળીને 200 જેટલા સ્ટોલ છે. આ ઉપરાંત સેવાભાવી સંસ્થાઓને પણ સ્ટોલ ફાળવવામાં આવ્યા છે.

લોકમેળાની સુરક્ષા માટે 2000 જેટલા પોલીસ જવાનો મૂકવામાં આવ્યા છે. ઇમરજન્સી માટે ખાસ ગેઇટ, ક્રાઉડ કંટ્રોલ માટે ખાસ ટીમો તૈનાત કરવામાં આવી છે. પાંચ વોચ ટાવર ઊભા કરવામાં આવ્યા છે.

તેમજ સુરક્ષા માટે ખાસ Ai ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે તેમ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું. મેળામાં આવનાર લોકો માટે મેડિકલ ઇમરજન્સી માટે ખાસ હેલ્થ ડોમ ઊભો કરાયો છે.  વાહનો માટે 15 ફ્રી પાર્કિંગ રાખવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રની સંસ્કૃતિને જુદા જુદા સ્ટોલ અને આકર્ષક પ્રવેશ દ્વારથી અહીં પ્રદર્શિત કરાઈ છે. મોડી રાત સુધી રાજકોટનો આ મેળો ચાલે છે.

(તસવીર : નિશુ કાચા)
(અહેવાલ : દેવેન્દ્ર જાની)

શિલ્પા શિરોડકરે રજનીકાંતને સિનેમામાં 50 વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા

રજનીકાંત સિનેમામાં ૫૦ વર્ષની સુવર્ણ સફર પૂર્ણ કરી ચૂક્યા છે. આ પ્રસંગે ઘણા સ્ટાર્સ તેમને અભિનંદન આપી રહ્યા છે. આજે ગુરુવારે, નિર્માતાઓએ ફિલ્મ ‘કુલી’ રિલીઝ કરીને તેમને એક ખાસ ભેટ આપી છે. આ એપિસોડમાં હવે અભિનેત્રી શિલ્પા શિરોડકરે રજનીકાંત વિશે પોસ્ટ કરી છે અને તેમની સાથે કરેલી એક ફિલ્મને યાદ કરી છે.

 

શિલ્પા શિરોડકરે તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે, જેમાં તેણે 1991 માં રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘હમ’ ની એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં અભિનેત્રી રજનીકાંત અને ગોવિંદા સાથે બગીચામાં ઉભી જોવા મળી રહી છે. ત્રણેય એક ખાસ શૈલીમાં ફોટો ક્લિક કરાવી રહ્યા છે, જેમાં શિલ્પા શિરોડકર ગુલાબી રંગનો ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે.

આ પોસ્ટ શેર કરતાં શિલ્પા શિરોડકરે કેપ્શનમાં લખ્યું,’મારી કારકિર્દીની શરૂઆતમાં મને રજની સર સાથે કામ કરવાનો લહાવો મળ્યો અને હું કહેવા માંગુ છું કે આ એક એવી યાદ છે જેને હું હંમેશા યાદ રાખીશ. રજની સર, તમે ખરેખર મારા અને અમારા બધા માટે પ્રેરણા છો.તમારી સાથે કામ કરવું મારા માટે સન્માનની વાત રહી છે. તમે તમારી શૈલી અને પડદા પર તમારા જાદુથી ઇન્ડસ્ટ્રી પર રાજ કરો છો અને અમે આવનારા સમયમાં ઘણું બધું જોવા માટે આતુર છીએ. ઇન્ડસ્ટ્રીમાં 50 વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન.’

શિલ્પા શિરોડકર આગામી તમિલ ફિલ્મ ‘જટાધારા’માં જોવા મળશે. આ એક સુપરનેચરલ થ્રિલર ફિલ્મ છે. આ અભિનેત્રી ઘણા વર્ષો પછી રૂપેરી પડદે વાપસી કરી રહી છે. આ ફિલ્મ પૌરાણિક કથા પર આધારિત છે. સુધીર બાબુ ઉપરાંત, સોનાક્ષી સિંહા આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું ટીઝર 8 ઓગસ્ટના રોજ રિલીઝ થયું હતું.