Home Blog Page 675

જો મન શાંત ન હોય તો લખલૂટ સંપત્તિ પણ શું કામની?

મારા ખાસ મિત્ર અમિત ત્રિવેદીએ ‘રાઇડિંગ ધ રોલર કોસ્ટર – લેસન્સ ફ્રોમ ફાઇનાન્શિયલ માર્કેટ વી ઑફન ફરગેટ’ શીર્ષક હેઠળનું પુસ્તક લખ્યું છે. આ પુસ્તક પર્સનલ ફાઇનાન્સ અને રોકાણને લગતું છે. અમિતભાઈ લેખક, વક્તા અને પ્રશિક્ષક છે. એટલું જ નહીં, તેઓ શાંત અને સ્વસ્થ અંતઃકરણ ધરાવે છે. મનની આવી સ્થિતિ આધ્યાત્મિક ઉન્નતિ દર્શાવે છે.

તેઓ દર વર્ષે કૅલેન્ડર પ્રગટ કરાવે છે. આ વર્ષના સપ્ટેમ્બરના પાના પર પાઇડ પાઇપરનું ચિત્ર છે. એના પરથી આપણે નાનપણમાં સાંભળેલી પાવાવાળાની વાર્તા યાદ આવે છે. અમિતભાઈએ કહ્યું છે કે શેરબજારમાં જ્યારે તેજી હોય ત્યારે લોકોને છેતરનારી અનેક સ્કીમ આવતી હોય છે. લોકો ગાડરિયા પ્રવાહમાં તણાઈ જતા હોય છે. આમ થવાનું કારણ લોભ છે. આથી જ આપણે ત્યાં કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે.

ભગવદ્ ગીતાના 16મા અધ્યાયમાં ભગવાન કૃષ્ણે આસુરી પ્રવૃત્તિના લોકોનાં લક્ષણો ગણાવ્યાં છે. શ્લોક ક્ર. 16.12, 16.13, 16.14 અને 16.15માં આ લક્ષણો ગણાવવામાં આવ્યાં છે. આસુરી વૃત્તિવાળા લોકો ધન પ્રાપ્ત કરવા માટે કોઈ પણ હદ સુધી જતા હોય છે. આપણે આ કટારમાં આ મુદ્દે અનેક વખત વાત કરી છે.

અહીં ખાસ જણાવવું રહ્યું કે ભાવનાત્મક વિક્ષેપની સ્થિતિમાં મગજ ચકરાવે ચડી જતું હોય છે. એવા વખતે વિપુલ સંપત્તિ પણ આનંદ આપી શકતી નથી. યોગિક સંપત્તિ આપણને ઉપલબ્ધ સંપત્તિનો આનંદ માણતાં શીખવે છે. આ સ્થિતિ ત્યારે જ આવે જ્યારે મન શાંત હોય.

અહીં મને બે વ્યક્તિઓ યાદ આવે છે. તેઓ બન્ને ગાઢ મિત્રો હતા છે. એક ઉદ્યોગપતિ અને બીજા ક્વૉલિફાઇડ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે. ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અનેક મોટી મોટી કંપનીઓમાં ઉચ્ચ હોદ્દા પર રહી ચૂક્યા છે. એક દિવસ એમણે નોકરીઓ છોડવાનો નિર્ણય કરી લીધો. હવે તેઓ ફુલટાઇમ ફોટોગ્રાફી કરે છે અને લાંબા પ્રવાસો ખેડે છે. આ રીતે તેઓ જીવનનો આનંદ માણી રહ્યા છે. આ બન્ને વ્યક્તિઓએ વસિયતનામું (વિલ) બનાવ્યું છે અને હું એમનો એક્ઝિક્યુટર (વસિયતનામાનો અમલ કરનાર) છું.

દેખીતી વાત છે, ઉદ્યોગપતિની પાસે સંપત્તિ વધારે છે. એમનું વસિયતનામું ઘણું જટિલ છે. મેં એક દિવસ એમને કહ્યું કે જટિલ વસિયતનામું માણસની અસલામતીની ભાવના દર્શાવે છે.

આવી વ્યક્તિઓ માટે એમ કહી શકાય કે તેઓ પોતાના મૃત્યુ પછી પણ મોહ છોડવાની માનસિક અવસ્થામાં નથી હોતા. જો મન શાંત ન હોય તો લખલૂટ સંપત્તિ પણ શું કામની?

બીજા મિત્ર વસિયતનામું બનાવવા બાબતે ગંભીર ન હતા. તેઓ કહે છે, આપ મુઆ ફિર ડૂબ ગઈ દુનિયા. મારા ગયા પછી મારી સંપત્તિનું શું થશે એના વિશે મારે શું કામ વધારે વિચાર કરવો?

એક મિત્ર અબજોપતિ છે અને બીજા પાસે સારી એવી સંપત્તિ છે. પહેલો મિત્ર પૈસા કમાવા માટે હજી કામ કરે છે. બીજાના પૈસા એના માટે આપોઆપ કમાણી કરી રહ્યા છે.

લોભ, ઈર્ષ્યા, ચિંતા, નિરાશા એ બધી લાગણીઓ અસલામતી દર્શાવે છે. માણસ જેટલો વધારે અસલામતી અનુભવે એટલો વધારે લાગણીવશ બની જાય અને પોતે સર્જેલી સંપત્તિનો આનંદ પણ માણી શકે નહીં. ખાસ વાત તો એ છે કે કેટલી સંપત્તિ ભેગી થયે પોતાને સલામતી વર્તાશે એનો કોઈ ચોક્કસ આંકડો નથી. કોઈ બીજી વ્યક્તિ તમારા માટે એ કહી પણ શકે નહીં. અસલામતીની ભાવના અર્ધજાગૃત અવસ્થામાં હોય છે. આથી કોઈ ચોક્કસ આંકડો નક્કી કરીને પણ અસલામતી દૂર કરી શકાતી નહીં.

છેલ્લે એટલું જ કહેવાનું કે મન જેટલું વધારે શાંત રહેશે એટલી વધારે સલામતી અનુભવાશે. ઓછી શાંતિ તો સલામતી પણ ઓછી. આથી અંતરમનમાં ડોકિયું કરો અને સલામતી વિકસાવીને પવિત્ર સંપત્તિનો, યોગિક સંપત્તિનો આનંદ માણો.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)

પંચાંગ 16/08/2025

દિલ્હીના નિઝામુદ્દીનમાં દરગાહના રૂમની છત ધરાશાયી, છ લોકોના મોત

દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં આવેલી દરગાહ શરીફ પટ્ટે શાહમાં શુક્રવારે એક દુ:ખદ ઘટના બની. દરગાહના એક રૂમની છત અચાનક તૂટી પડી, જેના કારણે ઘણા લોકો કાટમાળમાં ફસાઈ ગયા. મળતી માહિતી મુજબ, પાંચ વર્ષના બાળક સહિત છ લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બચાવ કામગીરી શરૂ કરી દીધી.

પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 11 લોકોને કાટમાળમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે અને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બચાવ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. હવે કાટમાળમાં કોઈ નથી. અકસ્માત સમયે આ રૂમમાં લગભગ 15 લોકો આરામ કરી રહ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દરગાહ 700 વર્ષ જૂની છે અને જે રૂમની છત તૂટી પડી હતી તે ૬૦ વર્ષ જૂનો હતો.

પોલીસે આ વિસ્તારને સંપૂર્ણપણે ઘેરી લીધો છે અને સામાન્ય લોકોને ત્યાં જવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે. અકસ્માતના કારણની તપાસ કરવામાં આવી રહી છે. સ્થાનિક લોકો આ ઘટનાથી આઘાતમાં છે અને વહીવટીતંત્રને વહેલી તકે પરિસ્થિતિને કાબુમાં લેવાની માંગ કરી રહ્યા છે.

રાહત અને બચાવ ટીમને મદદ કરવા માટે સ્નિફર ડોગ્સ પણ તૈનાત કરવામાં આવ્યા હતા જેથી અંદર ફસાયેલા કોઈપણ વ્યક્તિને શોધી શકાય. અકસ્માત પછી, દરગાહ બંધ કરી દેવામાં આવી છે અને હુમાયુના મકબરામાંથી લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.

નાગાલેન્ડના રાજ્યપાલ એલ. ગણેશનનું 80 વર્ષની વયે નિધન

નાગાલેન્ડના રાજ્યપાલ એલ. ગણેશનનું આજે 80 વર્ષની વયે અવસાન થયું છે. 8 ઓગસ્ટના રોજ ચેન્નાઈ સ્થિત તેમના નિવાસસ્થાને પડી જવાથી તેમને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને તેઓ ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં સઘન સંભાળમાં હતા, જ્યાં આજે તેમનું અવસાન થયું.

ઉલ્લેખનીય છે કે એલ.ગણેશનનું પૂરું નામ લા ગણેશન ઐયર છે, જેનો જન્મ 16 ફેબ્રુઆરી 1945ના રોજ થયો હતો. ગણેશને 20 ફેબ્રુઆરી 2023ના રોજ નાગાલેન્ડના 19મા રાજ્યપાલ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. આ પહેલા, ગણેશન 27 ઓગસ્ટ 2021 થી 19 ફેબ્રુઆરી 2023 સુધી મણિપુરના 17મા રાજ્યપાલ અને 28 જુલાઈ 2022 થી 17 નવેમ્બર 2022 સુધી પશ્ચિમ બંગાળના રાજ્યપાલ (વધારાનો હવાલો) તરીકે સેવા આપી ચૂક્યા છે.

એલ. ગણેશન કોણ હતા?

એલ. ગણેશન મધ્યપ્રદેશથી રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે. ગણેશન ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અનુભવી નેતા હતા. તેમનો જન્મ 16 ફેબ્રુઆરી 1945ના રોજ તમિલનાડુના ઇલાકુમિરકાવન અને અલામેલુમાં એક તમિલ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તમને જણાવી દઈએ કે તેમના પિતાનું તેમની યુવાનીમાં અવસાન થયું હતું. આ પછી, ગણેશન તેમના ભાઈ સાથે રહેવા લાગ્યા અને તેમની સાથે અભ્યાસ ચાલુ રાખ્યો. આ પછી, ગણેશન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા અને લગ્ન કર્યા વિના નોકરી છોડી દીધી અને પછી પૂર્ણ-સમય સંઘ કાર્યકર તરીકે જાહેર જીવનમાં પાછા ફર્યા.

તેમનું મૃત્યુ કેવી રીતે થયું?

હકીકતમાં, શુક્રવારે ચેન્નાઈના ટી નગરમાં તેમના નિવાસસ્થાને પડી જવાથી એલ. ગણેશનને માથામાં ઈજા થઈ હતી. અહેવાલ મુજબ, એલ. ગણેશન અચાનક ઘરે પડી ગયા અને તેમને બેભાન અવસ્થામાં ઇમરજન્સી વિભાગમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોકટરોને આંતરિક ઈજાની શંકા હતી. આ પછી, તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એલ. ગણેશન લાંબા સમયથી ડોકટરોની દેખરેખ હેઠળ હતા. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફ્યુ રિયોએ પણ રાજ્યના લોકો વતી એલ. ગણેશનના ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી.

પુતિને ભારતને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી, કહ્યું- આજે વિશ્વમાં ભારતનું એક ખાસ સ્થાન

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુક્રવારે ભારતને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે વૈશ્વિક બાબતોમાં ભારતનું વિશેષ સ્થાન છે અને મુખ્ય આંતરરાષ્ટ્રીય મુદ્દાઓના ઉકેલમાં ભારતની સક્રિય ભૂમિકાની પ્રશંસા કરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા સ્વતંત્રતા દિવસના સંદેશાઓમાં રાષ્ટ્રપતિ પુતિને બંને દેશો વચ્ચે “વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારી” ને મજબૂત બનાવવા માટે પણ હાકલ કરી હતી.

રાષ્ટ્રપતિ પુતિને કહ્યું, “આજે ભારત વૈશ્વિક મંચ પર એક વિશેષ સ્થાન ધરાવે છે અને આંતરરાષ્ટ્રીય કાર્યસૂચિના સૌથી મહત્વપૂર્ણ મુદ્દાઓના ઉકેલમાં સક્રિયપણે ભાગ લે છે.” પુતિને વધુમાં કહ્યું,”અમે ભારત સાથેના અમારા વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારી સંબંધોને મહત્વ આપીએ છીએ.” રશિયન રાષ્ટ્રપતિએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે બંને દેશો સંયુક્ત પ્રયાસો દ્વારા દ્વિપક્ષીય સહયોગ વધારવાનું ચાલુ રાખશે.

જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવા પર ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો છે, ત્યારે રશિયન રાષ્ટ્રપતિએ ભારતને એક વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદાર ગણાવ્યું છે. આનાથી ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં થોડી ખટાશ આવી છે. તે જ સમયે, ભારત અને રશિયા વચ્ચેના સંબંધોમાં હૂંફ અનુભવાઈ રહી છે. તાજેતરમાં, NSA મોસ્કોની મુલાકાતથી પાછા ફર્યા છે અને ટૂંક સમયમાં ભારતીય વિદેશ પ્રધાન એસ જયશંકર પણ રશિયાની મુલાકાતે જવાના છે.

ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે પણ ભારતને તેના 79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે અભિનંદન પાઠવ્યા હતા. અને સોશિયલ મીડિયા પર શેર કરેલી એક પોસ્ટમાં તેમણે હિન્દીમાં લખ્યું હતું કે,’પ્રિય ભારતીય મિત્રો, 79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે તમને હાર્દિક અભિનંદન! વૈશ્વિક ઇતિહાસમાં આ સીમાચિહ્નની વર્ષગાંઠ પર, હું ઈચ્છું છું કે વિકાસ અને જન કલ્યાણના માર્ગ પર આગળ વધી રહેલા ભારતીય રાષ્ટ્રની બધી મહત્વાકાંક્ષાઓ પૂર્ણ થાય. જય હિંદ. જય રશિયા.’

અમદાવાદમાં અગિયારીમાં પારસીઓએ નવું વર્ષ ‘નવરોજ’ની ઉજવણી કરી

એક તરફ સમગ્ર દેશ 15મી ઓગષ્ટ આઝાદીનું પર્વ મનાવી રહ્યો છે તો બીજી તરફ ગુજરતમાં શીતળા સાતમની પૂજા પણ થઇ રહી છે. તેમજ જીવંતિકા જેવા વ્રતનું પણ પજન થઇ રહ્યું છે. તથા આજના દિવસે ભારતીય સંસ્કૃતિ સાથે પારસી સમાજ એમનું નવું વર્ષ નવરોજ પણ ઉજવી રહ્યું છે.

તસવીર: પ્રજ્ઞેશ વ્યાસ

અમદાવાદ શહેરમાં ખમાસા વિસ્તારમાં આવેલી પારસી અગિયારીમાં વહેલી સવારથી જ નવરોજ ઉજવવા માટે લોકો ભેગા થયા હતાં. પવિત્ર અગ્નિ જ્યાં પૂજાય છે એ અગિયારીમાં પારસી ભાઈ બહેનોએ નવા વર્ષ ની ઉજવણી કરી હતી.

તસવીર:પ્રજ્ઞેશ વ્યાસ

ઐતિહાસિક રીતે જોઈએ તો મૂળ ઈરાનથી આવેલા અને સંજાણ બંદરે ઉતરી ભારતમાં તમામ લોકો સાથે ભળી ગયેલા પારસી સમુદાયે આગવી ઓળખ ઉભી કરી છે. ભારત દેશમાં ઉદ્યોગપતિઓ, વેપારીઓ, સંરક્ષણ ક્ષેત્ર સહિત અનેક જગ્યાએ પારસી સમુદાયના લોકોનો મહત્વનો ફાળો રહ્યો છે. જેમાં દાદાભાઈ નવરોજજી, જમશેદજી ટાટા , જનરલ માનેક્સા જેવા અનેક મહાનુભાવોનો સમાવેશ થાય છે.

તસવીર:પ્રજ્ઞેશ વ્યાસ

નવરોજ એટલે નવો દિવસ…પ્રકૃતિને ધન્યવાદ કરતો આ દિવસ છે. નવરોજનો તહેવાર પારસી રાજા જમશેદના નામથી રાખવામાં આવ્યો હતો. પારસી રાજા જમશેદ દ્વારા શહેનશાહી કેલેન્ડર તૈયાર કરવામાં આવ્યું હતું. આ સમુદાયના લોકો માને છે કે જમશેદે દુનિયાને તબાહ થતી બચાવી હતી. એની તાજપોશીનો ઉત્સવ મનાવાયો અને ત્યાર પછી આ તહેવાર રૂપે ઉજવવાનું શરૂ થયું.

નવા વર્ષની ઉજવણીના ભાગ રૂપે પારસીઓ જ્યાં પણ વસે છે ત્યાં અગિયારીમાં જઈ પૂજા કરે છે. સગાં વહાલાં મિત્રોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે.

(અહેવાલ- પ્રજ્ઞેશ વ્યાસ)

સ્વતંત્રતા દિવસે એક કરોડ યુવાનોને નોકરી આપવાની જાહેરાત

પટનાઃ બિહારના CM નીતીશકુમારે સ્વતંત્રતા દિવસના અવસર પર આવતાં વર્ષોમાં રાજ્યના એક કરોડ યુવાનોને સરકારી નોકરીઓ અને અન્ય રોજગારની તકો પ્રદાન કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેઓ સ્વતંત્રતા દિવસના પ્રસંગે પર ગાંધી મેદાનમાં રાષ્ટ્રીય ધ્વજ તિરંગો ફરકાવ્યા બાદ એક જનસભાને સંબોધી રહ્યા હતા. રાજ્ય મંત્રીમંડળે 15 જુલાઈની બેઠકમાં પાંચ વર્ષ માટે આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી.

શુક્રવારે CMએ બિહારમાં NDA સરકાર દ્વારા કરવામાં આવનારી અનેક પહેલોની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે બિહાર ઊંચા વિકાસ દર અને વિકાસ સાથે આગળ વધી રહ્યું છે. આવતાં વર્ષોમાં તે સમાનતામૂલક વિકાસ સાથે આગળ વધશે. પહેલાં અમે આપણા યુવાનોને 10 લાખ સરકારી નોકરી આપવાનું વચન આપ્યું હતું, પરંતુ હવે અમે રાજ્યના એક કરોડ યુવાનોને નોકરી અને રોજગારની તક પ્રદાન કરવાનો નવો લક્ષ્યાંક નક્કી કર્યો છે.

તેમણે કહ્યું હતું કે રાજ્યના ઔદ્યોગિક વિકાસને વધુ પ્રોત્સાહન આપવા માટે સરકારે બિહારમાં રોકાણ કરવા ઇચ્છુક લોકોને ખાસ મૂડી સબસિડી આપવાનો નિર્ણય કર્યો છે. વધુ સારી માળખાકીય સુવિધાઓ અને પારદર્શક પ્રક્રિયાઓ સાથે રોકાણકારોનો વિશ્વાસ વધારવા માટે, સરકારે રોકાણકારોને વિવાદમુક્ત ઔદ્યોગિક પ્લોટ/જમીન આપવાનો નિર્ણય કર્યો છે.

સરકારે કિશનગંજ, કટિહાર, રોહિતાસ, શિવહર, લખીસરાય, અલવર અને શેખપુરામાં નવી મેડિકલ કોલેજ ખોલવાનો નિર્ણય કર્યો છે. CMએ કહ્યું હતું કે અમે રેલ મંત્રાલયને તહેવારોની સીઝનમાં બિહાર માટે વધુ વિશેષ ટ્રેનો ચલાવવા વિનંતી કરીશું. બિહાર સરકારને રાજ્યના ઝડપી વિકાસ માટે વડા પ્રધાન મોદીજીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર તરફથી પૂરતો સહકાર મળી રહ્યો છે.

હવે ફક્ત 100 રૂપિયા લાગશે અરજી ફી

તેમણે X પર લખ્યું હતું કે મને આ જાહેરાત કરતાં આનંદ થઈ રહ્યો છે કે રાજ્ય સ્તરીય સરકારી નોકરીઓ માટે બધાં કમિશનો દ્વારા યોજાતી સ્પર્ધાત્મક પરીક્ષાની પ્રારંભિક પરીક્ષા (પીટી)ની ફીમાં એકરૂપતા લાવવા અને ઉમેદવારોને ફીમાં મહત્વપૂર્ણ રાહત આપવાનો નિર્ણય લેવાયો છે.

 

સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં રાહુલ ગાંધી અને ખડગે ના જોડાતાં વિવાદ

નવી દિલ્હીઃ કોંગ્રેસના બે ટોચના નેતા — લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે લાલ કિલ્લામાં યોજાયેલા સ્વતંત્રતા દિવસ સમારોહમાં હાજર ન રહેતાં વિવાદ ઊભો થયો છે. ભાજપે તેને મુદ્દો બનાવી લીધો છે. રાયબરેલીથી કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને પાર્ટીના પ્રમુખ ખડગે — બન્નેમાંથી કોઈ પણ નેતા 15 ઓગસ્ટે  લાલ કિલ્લામાં આયોજિત સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં જોડાયા નહોતા. બન્ને નેતાઓએ કોંગ્રેસ મુખ્યાલય ખાતે ધ્વજવંદન કર્યું હતું.

ભાજપે તેને પ્રધાનમંત્રીના પદ, રાષ્ટ્રીય ધ્વજ અને એથી પણ મહત્વપૂર્ણ ઓપરેશન સિંદૂરનું અપમાન ગણાવ્યું છે. આ વિવાદ વચ્ચે કોંગ્રેસે ઈન્દિરા ભવન સ્થિત કોંગ્રેસ મુખ્યાલયમાં રાહુલ ગાંધી અને ખડગે બન્ને રાષ્ટ્રીય ધ્વજ ફરકાવતાં ફોટા જાહેર કર્યા.

ભાજપ પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ કોંગ્રેસ પર તીવ્ર નિશાન સાધ્યું. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે કોંગ્રેસ પ્રવક્તાએ હમણાં જ મારી સાથેની ટીવી ચર્ચામાં પુષ્ટિ કરી છે કે વિપક્ષના નેતા રાહુલ ગાંધી 15 ઓગસ્ટના લાલ કિલ્લાના કાર્યક્રમમાં જોડાયા નહોતા. આ રાષ્ટ્રીય ઉત્સવ હતો, પરંતુ દુઃખની વાત છે કે પાકિસ્તાનપ્રેમી રાહુલ ગાંધી મોદી વિરોધમાં દેશ અને સેનાનો વિરોધ કરી રહ્યા છે. શરમજનક વર્તન. શું આ જ છે બંધારણ અને સેનાનો સન્માન?

આ પ્રથમ વાર નથી જ્યારે કોંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમોનો બહિષ્કાર કર્યો હોય અથવા તેમની સાથે અંતર રાખ્યું હોય. તે પહેલાં દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી નવા સંસદ ભવનના ભૂમિપૂજન અને તેના ઉદ્ઘાટનમાં જોડાઈ નહોતી. આમંત્રણ હોવા છતાં કોંગ્રેસ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં પણ જોડાઈ નહોતી કે આ ભાજપનો કાર્યક્રમ છે. કોંગ્રેસે કહ્યું હતું કે તેમની ધાર્મિક ભાવનાઓ સાથે કોઈ લેવાદેવા નથી.

ભારતે ઓસ્ટ્રેલિયાને મેચમાં હરાવ્યું, ટીમ ઈન્ડિયાએ શ્રેણી જીતી

ODI શ્રેણીની બીજી મેચમાં, ભારત A એ ખૂબ જ રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલિયા A ને હરાવ્યું છે અને આ સાથે ભારતે શ્રેણી પણ જીતી લીધી.

ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને બીજી મેચમાં હરાવવામાં સફળતા મેળવી છે.આ મેચ ભારતીય મહિલા A ટીમ અને ઓસ્ટ્રેલિયા મહિલા A ટીમ વચ્ચે રમાઈ હતી. ભારતે શ્રેણીની પહેલી મેચ પણ જીતી હતી. આનો અર્થ એ થયો કે ભારતે હવે ત્રણ મેચની શ્રેણી પર કબજો કરી લીધો છે. ભારતે બીજી મેચ બે વિકેટથી જીતી હતી. જે ખૂબ જ રોમાંચક હતી. ભારતીય ટીમ એક બોલ બાકી રહેતા જીત મેળવવામાં સફળ રહી.

ભારતની મહિલા A ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે, જ્યાં ત્રણ મેચની ODI શ્રેણી રમાઈ રહી છે. ભારતે શ્રેણીની પહેલી મેચ જીતીને શ્રેણીમાં લીડ મેળવી હતી, હવે ભારતે બીજી મેચ પણ જીતી લીધી છે અને શ્રેણી કબજે કરવામાં સફળ રહ્યું છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયા A ટીમે પ્રથમ બેટિંગ કરીને નિર્ધારિત 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 265 રન બનાવ્યા હતા. ભારત પાસે 266 રનનો મોટો લક્ષ્યાંક હતો. ઓસ્ટ્રેલિયાના મોટા સ્કોરમાં એલિસા હીલીએ ખાસ ભૂમિકા ભજવી હતી. તેણીએ 87 બોલમાં 91 રનની ઇનિંગ રમી હતી. તે પોતાની સદી પૂર્ણ કરી શકી ન હતી, પરંતુ તેણીએ ચોક્કસપણે તેની ટીમને મોટો સ્કોર બનાવવામાં મદદ કરી હતી.

શેફાલી વર્મા વહેલી આઉટ થઈ ગઈ

આ પછી, જ્યારે ભારત A ટીમ બેટિંગ કરવા આવી, ત્યારે શેફાલી વર્માના રૂપમાં ભારતની પહેલી વિકેટ વહેલી પડી. શેફાલીએ ફક્ત ચાર રન બનાવ્યા. ધારા ગુર્જર ખાતું ખોલાવ્યા વિના આઉટ થતાં ટીમને આંચકો લાગ્યો. મોટા સ્કોરનો પીછો કરવો પડ્યો અને ટૂંક સમયમાં ભારતની બે વિકેટ પડી ગઈ, જેનાથી એવું લાગતું હતું કે ટીમ ઈન્ડિયા માટે આ મુશ્કેલ બનશે.

યાસ્તિકા ભાટિયાએ એક છેડો પકડી રાખ્યો હતો

આ દરમિયાન યાસ્તિકા ભાટિયાએ એક છેડો પકડી રાખ્યો હતો. તેણીએ 71 બોલમાં 66 રનની અમૂલ્ય ઇનિંગ રમી. છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવેલી કેપ્ટન રાધા યાદવે અજાયબીઓ કરી. તેણીએ 78 બોલમાં 60 રનની શાનદાર ઇનિંગ રમી. જ્યારે ટીમ ઇન્ડિયા મેચમાં પાછળ હતી, ત્યારે રાધાની બેટિંગે આશાઓ જગાવી. આ ઉપરાંત તનુજા કંવરે ભારતની જીતમાં મોટો ફાળો આપ્યો, જેમણે 57 બોલમાં 50 રનની શાનદાર ઇનિંગ રમી અને પોતાની ટીમને વિજયના દરવાજા સુધી પહોંચાડી. પ્રેમા રાવતે પણ મોટો અને મહત્વપૂર્ણ ફાળો આપ્યો, જેમણે 33 બોલમાં 32 રન બનાવ્યા અને અંત સુધી આઉટ ન થઈ.

ખેડૂતોનાં હિતો સામે કોઈ સમાધાન નહીં કરીએઃ ટ્રમ્પને PMનો સંદેશ

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી દેશવાસીઓને સંબોધ્યા હતા. લાલ કિલ્લાથી પીએમ મોદીએ આપેલું આ સતત 12મું સંબોધન હતું. અંદાજે 100 મિનિટના તેમના ભાષણનો વ્યાપ ઘણો વિશાળ હતો. PMએ પોતાના ભાષણમાં ઓપરેશન સિંદૂર, આતંકવાદ, આત્મનિર્ભરતા, સુરક્ષા, ખેડૂત, યુવા, મહિલા, સ્પેસ, ટેકનોલોજીથી લઈને રાષ્ટ્રીય સુરક્ષા સુધીના મુદ્દાઓને આવરી લીધા હતા. એ સાથે-સાથે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ કડક સંદેશ આપવાનું ચૂક્યા નહીં. તેમણે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે સરકાર ખેડૂતોનાં હિતો સાથે કોઈ સમાધાન નહીં કરે.

મોદી દીવાલની જેમ ઊભો છે

તેમણે કહ્યું હતું કે આઝાદી પછી તમામ નાગરિકો માટે ભોજનની વ્યવસ્થા કરવી તે સમયની સરકાર માટે એક પડકાર હતો, પરંતુ અમારા ખેડૂતોના અવિરત પરિશ્રમથી દેશને કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવ્યો છે. મોદી દીવાલની જેમ ઊભો છે. અમે ખેડૂતોનાં હિતો સાથે કોઈ સમાધાન નહીં કરીએ.

તેમણે કહ્યું હતું કે 140 કરોડ ભારતીયો 2047માં જ્યારે આઝાદીનાં 100 વર્ષ પૂર્ણ થશે, ત્યારે ભારતના સંકલ્પને પૂર્ણ કરવા માટે સંપૂર્ણ શક્તિથી કાર્યરત છે. આ સંકલ્પને પૂર્ણ કરવા માટે ભારત આજે દરેક ક્ષેત્રમાં આધુનિક ઇકો સિસ્ટમ તૈયાર કરી રહ્યું છે. હું લાલ કિલ્લા પરથી યુવા વૈજ્ઞાનિકો, ઇજનેરો, યુવાનોને આહ્વાન કરું છું — શું આપણે આપણા મેડ ઈન ઈન્ડિયા ફાઇટર જેટ માટે જેટ એન્જિન પોતાનું ન બનાવવું જોઈએ? શું સમયની માગ નથી કે સંશોધન અને વિકાસમાં વધુ શક્તિ લગાડવી જોઈએ, આપણી પોતાની પેટન્ટ હોવી જોઈએ, સસ્તી અને સૌથી અસરકારક નવી દવાઓની શોધ થવી જોઈએ? દેશનું ભાગ્ય બદલવાનું છે, તમારો સહકાર જરૂરી છે.