નવી દિલ્હીઃ દુબઈમાં એક ભારતીય દુકાનદારે એક લોટરીની ટિકીટમાં બે લાખ દિરહમ (54,452 ડોલર) જીતી લીધા છે. આ વ્યક્તિ છેલ્લા 10 વર્ષથી રેફલ લોટરી ટિકીટ ખરીદી રહ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, શ્રીજિતે દુબઈ શોપિંગ ફેસ્ટિવલના 25 મી એડિશન તરીકે ઈનફિનિટી મેગા રેફલમાં ઈનફિનિટી ક્યૂએક્સ 50 કારની સાથે-સાથે બે લાખ દિરહામનું રોકડ ઈનામ જીત્યું છે. આ જીત બાદ શ્રીજિતે કહ્યું કે, હું લોટરી જીતી ગયો છું તે વાત સાંભળી ત્યારે પહેલા તો મને વિશ્વાસ જ ન આવ્યો. એક દિવસ હું જીતીશ જ, તેવી અપેક્ષા સાથે હું છેલ્લા 10 વર્ષથી દર વર્ષે રેફલ ટિકીટ ખરીદતો રહ્યો છું. મારા માટે આ જીત ખૂબ મહત્વપૂર્ણ છે અને હવે મને વિશ્વાસ થઈ ગયો છે કે સપનાઓ પૂરા થાય છે.
તેમણે કહ્યું કે, મારા બે દિકરા છે અને મારી પત્ની ગર્ભવતી છે અને આ પૈસાથી મારા બાળકોને સારુ ભવિષ્ય આપી શકીશ. ઈનફિનીટી મેગા રેફલ દર વર્ષે ઉત્સવના દિવસે ડીએસએફના વિઝિટરોને એક ઈનફિનીટી ક્યૂએક્સ 50 કાર અને બે લાખ દિરહમનું ઈનામ આપે છે.
આજના દિવસ સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, કામકાજ અર્થે કઈ બહાર મુસાફરીના યોગ બને છે. સહકર્મચારી સાથે કામની બાબતમાં ખટપટના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું જ કામ કરવુ યોગ્ય છે, ભક્તિ અને દાનકર્મ કરવું સારું કહી શકાય.
આજનો દિવસ સરસ અને મસ્તીમજાક વાળો છે, તમને તમારા કામમાં અન્યનો સાથ સહકાર સારો મળે તમારા કામની પ્રશંસા થાય, નવીનકામનું આયોજન થઇ શકે છે , પ્રિયજન સાથેના કોઈપણ પ્રકારના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક મળે, વેપારના કામકાજમાં સારો પ્રતિસાદ મળી શકે છે.
આજના દિવસ તમને ઉત્સાહ વધુ જોવા મળી શકે છે, તમે કોઈના સહયોગી બનવાની સારી ભૂમિકા ભજવી શકો છો , વેપારના કામકાજમાં આયોજનથી કામ કરવામાં આવેતો સારો લાભ થઈ શકે છે, ધાર્મિકભાવના સારી જોવા મળે અને તમે કોઈને યથાશક્તિ કંઇક દાન કરવાની વૃત્તિ જાગે તેવું પણ બની શકે છે.
આજનો દિવસ કામકાજમાં વધુ વ્યસ્તતા વાળો જોવા મળી શકે તેના કારણે તમને માનસિકથાકની લાગણી વધુ લાગે, વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં ધીરજ અને ગણતરીપૂર્વકનું નાનું કામ કરવું યોગ્ય છે, શાંતિ અને પ્રભુભકિતમાં દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવા-વાગવાના યોગ છે, વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ ખટપટી લોકોથી દુર રહેવું, તમને નકારાત્મકવિચારના આવે તેનું ધ્યાન રાખવું, વેપારના કામમાં જોખમથી દુર રહેવું, ધાર્મિકસ્થળે દર્શન કરવા જવાના અને ક્યાંક દાનકે ભેટ આપવાના યોગ પણ બની શકે છે.
આજનો દિવસ તમારા માટે સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ પડેલી હોય તેને ઉકેલી શકાય તેવા પ્રયત્નો આજે કરવા સારા કહી શકાય, મનની ઈચ્છા પૂરી થઇ શકે તેવા પણ યોગ ઉદભવી શકે છે, આજે આત્મવિશ્વાસ સારો રહે, વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય તેવું બની શકે છે.
આજનો દિવસ કામકાજની સાથે કામકાજમાં નવીનતક અપાવે તેવો છે, મિત્રો સાથે કોઈલાભની વાત આપ લે થાય તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, વેપારના કામકાજમાં લાભ પણ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળી શકે છે, ધાર્મિકભાવના સારી જોવા મળે અને સદ્કાર્ય કરવા મન પ્રેરાય તેવું બની શકે છે.
આજનો દિવસ સરસ છે, જૂનીઓળખાણ તાજી થાય, કામની કદર થાય તેમાં તમારો ઉત્સાહ વધે, મુસાફરી દરમિયાન ખોટાખર્ચા થયાની લાગણી અનુભવાય, વેપારના કામકાજમા સારાકામની અપેક્ષા ફળી શકે, કોઈ ધાર્મિકસ્થળની મુલાકાતથી તમારું મન ખુશી અનુભવે અને મનમાં કોઈ કામની સદભાવના જાગી શકે છે.
આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈવાતથી મન અશાંત રહે, ઘરની કોઈ ચિંતા હોય તેની અસર તમારા કામકાજ પર પડે, મુસાફરી દરમિયાન કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે, વેપારમાં ધાર્યા કામન થવાનો રંજ દિવસભર રહ્યા કરે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવાથી એકાગ્રતા અને મનની સ્થિરતા સારી રહે.
આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યુંકે મનનું કામ થઇ શકે તેની તમે સારી ખુશી અનુભવી શકો, વેપારના કામકાજમાં તમારા અનુભવનો તમે સારો ઉપયોગ કરી શકો છો, પરોપકાર કરવાની વૃતી જાગે, ધાર્મિકસ્થળમાં દાન,પુણ્ય,ભક્તિ કરવા જવાની ઈચ્છા જાગે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, જુના કોઈ કામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે અને તેને કારણે તમે અશાંત બની શકો છે, વેપારના કામકાજમાં નાનું અને આયોજન પૂર્વકનું કામ કરવું સારું કહી શકાય, કોઈના કાર્યમાં મદદ કરવાથી મનને સારી ખુશી મળે.
આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરી થઈ શકે છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારીવાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો, કોઈમાટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. વેપારમાં આજે તમને અણધાર્યો સારો પ્રતિસાદ મળી શકે છે.
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 21 જાન્યુઆરી, મંગળવારે મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતેના સુપ્રસિદ્ધ સૂર્ય મંદિર ખાતે ઉતરાર્ધ મહોત્સવનો આરંભ કરાવ્યો હતો.
ગુજરાત રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તેમજ સંગીત નાટક અકાદમી દ્વારા જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી ર૧-રર જાન્યુઆરી દરમિયાન આ ઉત્તરાર્ધ ઉત્સવ યોજાઇ રહ્યો છે. આ ઉત્સવમાં મુંબઇના સુધા ચંદ્રન (ભરતનાટ્યમ્), ગ્રેસી સિંહ (ઓડીસી), વિનીતા શ્રીનંદન (મોહિનીઅટ્ટમ) અને આંધપ્રદેશના કે.વી. સત્યનારાયણ( કુચીપુડી બેલે)નું સ્મૃતિચિન્હ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. ઉત્સવના પ્રથમ દિવસે ગણેશવંદના, ભરતનાટ્યમ, ઓડીસી, કુચીપુડી બેલે, મોહિનીઅટ્ટમ જેવા નૃત્યોને કલાકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે રૂપાણીએ કહ્યું કે આપણી અનેકતામાં એકતાની ભારતીય સંસ્કૃતિ પહેલેથી જ સૂર્ય તથા દેવી-દેવતાઓનાં માધ્યમથી પરસ્પર જોડાયેલી છે. સૂર્યમંદિરના પરિસરમાં ઉત્તરાર્ધ નૃત્ય ઉત્સવ નવી ચેતના-નવા જોમ નવી શકિતનો ઉદ્દીપક બન્યો છે.
આ પ્રસંગે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના પ્રધાન ઇશ્વરભાઇ પટેલ, રમતગતમ યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના અગ્રસચિવ સી.વી. સોમ, મહેસાણા જિલ્લા કલેક્ટર એચ.કે. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય. દક્ષિણી, જિલ્લા પોલીસ વડા મનિષસિંહ, મોઢેરા ગામના સરપંચ, સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ પંકજ ભટ્ટ, સંગીત નાટક અકાદમીના સભ્ય સચિવ જ્યોતિષ ભટ્ટ સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો અને મહેસાણા જિલ્લાના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
બોલીવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણને 20 જાન્યુઆરી, રવિવારે સ્વિટ્ઝરલેન્ડના દાવોસ શહેરમાં આયોજિત 'વર્લ્ડ ઈકોનોમિક ફોરમ-2020' વાર્ષિક સંમેલન ખાતે 'ક્રિસ્ટલ એવોર્ડ'થી સમ્માનિત કરવામાં આવી હતી. આ એવોર્ડ શ્વેબ ફાઉન્ડેશન ફોર સોશિયલ આન્ત્રપ્રુનરશિપ સંસ્થા તરફથી એનાં ચેરપર્સન હિલ્ડે શ્વેબ દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો. દીપિકાને આ એવોર્ડ માનસિક આરોગ્યના ક્ષેત્રે જનજાગૃતિ ફેલાવવા બદલ આપવામાં આવ્યો છે. દીપિકા પોતે 'લાઈવ લવ લાફ ફાઉન્ડેશન' નામની બિનસરકારી સંસ્થાની સ્થાપક છે, જે ડીપ્રેશનથી પીડિત લોકોને સહાયરૂપ થાય છે.
મુંબઈ – બોલીવૂડ અભિનેત્રી કંગના રણૌત માને છે કે ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી રાષ્ટ્રીય ટીમમાં સૌથી નીડર ખેલાડી છે.
પોતાની આગામી હિન્દી ફિલ્મ ‘પંગા’નો પ્રચાર કરવા માટે યોજાયેલા એક કાર્યક્રમમાં કંગનાએ કહ્યું કે, ‘હું ‘પંગા ક્વીન’ છું અને ટીમ ઈન્ડિયાનો ‘પંગા કિંગ’ ચોક્કસપણે વિરાટ કોહલી છે. એ નીડર છે અને એની સામે જે કોઈ પણ પડકાર આવે છે એને તે ઝીલી લે છે. આ વખતે અમે બેઉ એક જ દિવસે સાથે પંગો લેવાના છીએ. હું થિયેટરમાં લઈશ (‘પંગા’ ફિલ્મની રિલીઝ તારીખ શુક્રવાર 24 જાન્યુઆરી છે) અને વિરાટ એ જ દિવસે ન્યૂઝીલેન્ડ સામે પહેલી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમવાનો છે, એ ટીમની ધરતી પર. મજા આવી જશે.’
અશ્વિની ઐયર તિવારી દ્વારા દિગ્દર્શિત ‘પંગા’ ફિલ્મમાં નીના ગુપ્તા, રિચા ચઢ્ઢા અને જસ્સી ગિલ પણ મહત્ત્વની ભૂમિકામાં છે.
આ ફિલ્મ એક મહિલા કબડ્ડી ખેલાડી પર આધારિત છે, જે લગ્ન કર્યાં બાદ અને માતૃત્ત્વ ધારણ કર્યાં બાદ કબડ્ડીની રમતમાં કમબેક કરવા માગે છે. એ ખેલાડીનો રોલ કંગનાએ કર્યો છે.
નવી દિલ્હીઃ બોલીવુડના દમદાર એક્ટર સૈફ અલીખાનની ફિલ્મ તાન્હાજી બોક્સ ઓફિસ પર ખૂબ ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મમાં અજય દેવગણ મુખ્ય ભૂમિકામાં છે. પરંતુ ફિલ્મથી અલગ સૈફ અલી ખાન પોતાના એક નિવેદનને લઈને વિવાદોમાં આવ્યા છે. હકીકતમાં સૈફ અલી ખાને પોતાના એક નિવેદનમાં તાન્હાજી મામલે વાત કરતા કહ્યું કે, મને નથી લાગતું કે આ ઈતિહાસ છે. આ સાથે જ તેમણે કહ્યું હતું કે, મને નથી લાગતું કે બ્રિટિશો પહેલા ઈન્ડિયાની કોઈ અવધારણા હતી. પોતાના આ નિવેદનને લઈને સૈફ અલી ખાન લોકોના નિશાને આવી ગયા છે. સોશિયલ મીડિયા પર લોકોએ માત્ર સૈફના નિવેદનનો વિરોધ તો કર્યો પરંતુ સાથે જ તેમના દિકરા તૈમૂર અલી ખાનના નામ પર પણ નિશાન સાધ્યું. સૈફ અલી ખાનના નિવેદનને લઈને તેના પર નિશાન સાધતા એક સોશિયલ મીડિયા યૂઝરે લખ્યું કે, પ્રિય સૈફ અલી ખાન, કૃપા કરીને આ જૂના માનચિત્રને ન જોશો, જેમાં સ્પષ્ટ રીતે બ્રિટિશોથી જ ઈન્ડિયાના અસ્તિત્વનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અન્ય એક યૂઝરે આ મામલે પોતાનું રિએક્શન આપતા કહ્યું કે, જ્યારે બ્રિટિશો આવ્યા ત્યાં સુધી ઈન્ડિયાનો કોઈ કોન્સેપ્ટ નહોતો તો પછી તેમણે ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું નામ કોના પર રાખ્યું હતું? આ સિવાય ઘણા સોશિયલ મીડિયા યૂઝર્સે સૈફ અલી ખાન પર તેમના નિવેદનને લઈને નિશાન સાધ્યું.
સૈફ અલી ખાને ફિલ્મ તાન્હાજીમાં ઉદયભાણ સિંહનું પાત્ર નિભાવ્યું છે. અજય દેવગણ અને સૈફ અલી ખાનની આ ફિલ્મ પર સમીક્ષકોએ સામાન્ય રિએક્શન આપ્યા હતા, ત્યારબાદ પણ તાન્હાજીએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. ફિલ્મે 170 કરોડ રુપિયાનો આંકડો પાર કરીને ગુડ ન્યૂઝ, મિશન મંગળ અને દબંગ 3 નો રેકોર્ડ તોડવાની નજીક પહોંચી ગયું છે.
અમદાવાદ – જાણીતાં શિલ્પકાર સોનલ અંબાણીની શિલ્પ કૃતિઓનું એક પ્રદર્શન આવતી 25 જાન્યુઆરી, 2020થી 25 માર્ચ, 2020 સુધી કોલકાતાના કોલકાતા સેન્ટર ફોર ક્રીએટિવિટી ખાતે યોજવામાં આવનાર છે. આ પ્રદર્શનને ‘ટ્રેન્સેન્ડેન્ટલ ટાઈમ, એન આર્ટ એક્સપીરિયન્સ’ નામ આપવામાં આવ્યું છે.
આ કાર્યક્રમની પ્રસ્તુતિ કોલકાતા સેન્ટર ફોર ક્રીએટિવિટી દ્વારા કરવામાં આવનાર છે.
આ શો ‘ઈન્ડિયા આર્ટ ફેર પેરેલલ પ્રોગ્રામ’નો એક હિસ્સો પણ છે.
શિલ્પકાર સોનલ અંબાણીએ એમની રચનાત્મક સફરનો આરંભ ત્રણ દાયકા પહેલાં કર્યો હતો. એમણે જુદા જુદા માધ્યમ તથા સ્ટાઈલ સાથે શિલ્પકૃતિઓ બનાવી છે. એમની કૃતિઓ પ્રકૃતિ અને શહેરીકરણ વચ્ચેના અંતરને દૂર કરવા સેતુ સમાન કામ કરે છે. એમની મોટા ભાગની કૃતિઓમાં થીમ તરીકે એમનું પ્રતિકાત્મક શાંતિ ચિન્હ જોવા મળે. એમણે બનાવેલો સ્ટેનલેસ સ્ટીલનો હાથી ‘એલીગન્સ ઈન સ્ટીલ’ 2015માં ઈન્ડિયા આર્ટ ફેરમાં મૂકવામાં આવ્યો હતો, એને સ્વિટ્ઝરલેન્ડના કલાપ્રેમીએ ખરીદ્યો હતો.
નવી દિલ્હીઃ અજય દેવગણ, કાજોલ અને સૈફ અલી ખાનની ફિલ્મ તાન્હાજીઃ ધ અનસંગ વોરિયરે 11 મા દિવસે પણ બોક્સ ઓફિસ પર કમાણીમાં બટાઝટી બોલાવી છે. ખાસ વાત તો એ છે કે 11 મા દિવસે પણ અજય દેવગણની તાન્હાજીની કમાણીમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી. દેશમાં થઈ રહેલા સીએએ અને એનઆરસીના વિવાદ છતા પણ તાન્હાજીએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. બોક્સ ઓફિસ ઈન્ડિયાની વેબસાઈટ અનુસાર જય દેવગણની તાન્હાજીએ ગત સોમવારના રોજ 8 કરોડ રુપિયાની કમાણી કરી. ત્યારે આવામાં અજય દેવગણની ફિલ્મે 11 દિવસમાં જ 175.45 કરોડ રુપિયાનું કલેક્શન કર્યું છે.
બોક્સ ઓફિસ ઈન્ડિયાની વેબસાઈટ અનુસાર, અજય દેવગણની તાન્હાજી ફિલ્મ પોતાની તોફાની કમાણીથી મિશન મંગળ, ગુડ ન્યૂઝ અને ભારતને પણ પાછળ છોડી શકે છે. સાથે જ માનવામાં આવી રહ્યું છે કે, ત્રીજા સપ્તાહની શરુઆતમાં જ તાન્હાજી 200 કરોડ રુપિયાનો આંકડો પાર કરી લેશે. અજય દેવગણની તાન્હાજી ફિલ્મે બીજા શુક્રવારના રોજ 10.06 કરોડ, શનિવારના રોજ 16.36 કરોડ અને રવિવારના રોજ 23 કરોડ રુપિયાનું કલેક્શન કર્યું છે.
અજય દેવગણની ફિલ્મ તાન્હાજીને ક્રીટિક્સે સામાન્ય પ્રતિક્રિયા આપી હતી પરંતુ આમ છતા પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર સતત શાનદાર પ્રદર્શન કરી રહી છે. ફિલ્મમાં અજય દેવગણ સાથે કાજોલ પણ લીડમાં છે. ફિલ્મમાં અજય દેવગણ છત્રપતિ શિવાજીના સેનાપતિ સૂબેદાર તાન્હાજી માલુસરેના પાત્રમાં દેખાઈ રહ્યા છે. ફિલ્મમાં અજય દેવગણ અને કાજોલ સિવાસ સૈફ અલી ખાન, પંકજ ત્રિપાઠી અને શરદ કેલકર મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે.