નવી દિલ્હીઃ દુનિયાભરમાં મંદીની ચર્ચાઓની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના સાંસદ વીરેન્દ્ર સિંહે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ઉત્તર પ્રદેશના બલિયાથી સાંસદ વીરેન્દ્ર સિંદે કહ્યું કે જો ખરેખર મંદી હોત તો લોકો પેન્ટની જગ્યાએ ધોતી-કૂર્તા પહેરવા લાગત.
ભાજપ સાંસદે કહ્યું કે દુનિયા અને દિલ્હીમાં મંદીની ચર્ચા થઇ રહી છે. જો ખરેખર મંદી હોત તો અમે કુર્તા-ધોતી પહેરવા લાગ્યા હોત ના કે કોટ-જેકેટ પહેરીને આવત. જો હકીકતમાં મંદી હોય તો તો અમે કપડા, પેન્ટ-પાયજામા ખરીદી શકત નહીં.
આની પહેલાં મોદી સરકારમાં કાયદા મંત્રાલયની જવાબદારી સંભાળનાર રવિશંકર પ્રસાદે ગયા વર્ષે ઑક્ટોબરમાં એક પત્રકાર પરિષદમાં બેરોજગારી અને અર્થતંત્રમાં સુસ્તીને સંપૂર્ણપણે નકારી દીધી હતી. તેમણે અર્થતંત્રમાં સુસ્તીનો ઇન્કાર કરતાં કહ્યું કે મને ફિ્લ્મો ખૂબ ગમે છે. ફિલ્મો મોટો વેપાર કરી રહી છે. 2 ઑક્ટોબરના રોજ 3 ફિલ્મો રીલીઝ થઇ છે. ફિલ્મ ઉદ્યોગના નિષ્ણાતોએ કહ્યું કે નેશનલ હોલીડેના દિવસે 3 ફિલ્મોએ 120 કરોડ રૂપિયાનો વેપાર કર્યો છે.
હવે જ્યારે દેશમાં અર્થતંત્ર સાઉન્ડ છે ત્યારે તો 120 કરોડ રૂપિયાનું રિટર્ન એક દિવસમાં આવી રહ્યું છે.આ નિવેદન પર વિપક્ષી દળોની તરફથી પ્રશ્ન ઉઠ્યા બાદ રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે તેઓ સંવેદનશીલ વ્યક્તિ છે. આથી તેઓ મંદીને ફિલ્મોની કમાણી સાથે જોડીને નિવેદન પાછું લે છે.
મુંબઈ – ગઈ 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ હડતાળ પાડ્યા બાદ જાહેર ક્ષેત્રની બેન્કોના લાખો કર્મચારીઓ આવતા મહિને ફરી હડતાળ પર જવાના છે.
માર્ચમાં તેઓ 3 દિવસ હડતાળ પાડવાના છે. એ માટે તેઓ આવતા અઠવાડિયે નિર્ણય લેશે. જો માર્ચના બીજા અઠવાડિયામાં તેઓ 3 દિવસ હડતાળ પડશે તો ઘણી બેન્કો તથા એટીએમ સતત પાંચ દિવસ બંધ રહેશે.
બેન્ક એમ્પલોઈઝ ફેડરેશન ઓફ ઈન્ડિયા અને ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પલોઈઝ એસોસિએશનના સૂત્રોના જણાવ્યા મુજબ, ઈન્ડિયન બેન્ક્સ એસોસિએશન સાથે પગાર વધારાને લગતી વાટાઘાટો નિષ્ફળ ગઈ હોવાથી બેન્ક કર્મચારીઓ 11, 12 અને 13 માર્ચે હડતાળ પર જશે. મહિનાનો બીજો શનિવાર અને રવિવારની રજા આવનાર હોવાથી માર્ચના તે અઠવાડિયામાં બેન્કો સતત પાંચ દિવસ બંધ રહેશે. એને કારણે બેન્કિંગ કામકાજ ખોરવાશે તથા એટીએમ મશીનો પણ ખાલી રહેશે.
એ હડતાળમાં જોકે આઈસીઆઈસીઆઈ બેન્ક અને એચડીએફસી જેવી ખાનગી ક્ષેત્રની બેન્કો નહીં જોડાય.
આ વર્ષે બેન્ક કર્મચારીઓની તે ત્રીજી હડતાળ બનશે. 8 જાન્યુઆરીએ ભારત બંધ દરમિયાન પણ બેન્ક સેવાઓ બંધ રાખવામાં આવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની નીતિઓના વિરોધમાં બેન્ક કર્મચારીઓના યુનિયનો બંધમાં જોડાયા હતા.
પગાર વધારાને લગતી માગણીઓનો જો સ્વીકાર કરવામાં નહીં આવે તો આ વર્ષની 1 એપ્રિલથી તો બેન્ક કર્મચારીઓએ રાષ્ટ્રવ્યાપી બેમુદત હડતાળ પર જવાની ધમકી આપી છે.
વ્યવસાયમા શુભ અને પ્રગતિના સમાચાર મળે, કામકાજ દરમિયાન વધુવિચારો આવવાના કારણે તમને તમારા કામની ગતિ ઓછી થાય તેમજ કામનો થાક હોય તેવી લાગણી મનમાને મનમા રહ્યા કરે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનારવર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે, ખરીદી કરવા પાછળ તેમજ સામાજિક પ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે, મોસાળપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સાંભળવા મળી શકે છે, આરામ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે, બજારમા અનુભવના આધારે નાનુ કામકાજ કરવુ વધુ યોગ્ય છે, યુવાવર્ગને મનોરંજનમા મન વધુ લાગે.
અચાનક કોઈ સારીવાત સાંભળવા મળી જાય અને તમે સારો ઉત્સાહ અનુભવો, લગ્નબાબત કોઈજગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમા પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલનમુલાકાત દરમિયાન તમે સારી મસ્તીમજાક કરો અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થી વર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા પોતાનુ માન જળવાય અને તમારા કામકાજમા અન્યનો સાથસહકાર મળે જેમા તમે ખુશીની લાગણી અનુભવો. બજારના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવુ બનવાથી તમારી ખુશીમા વધારો પણ થાય.
આ સપ્તાહ દરમિયાન તમારા મનને કોઈવાતની શાંતિનો અનુભવ થાય, તમારા કામકાજમાં ઉત્સાહ વધુ જોવા મળે તેમજ કામની બાબતમા થોડી ઉતાવળ કરવાનીવૃતી રહે, ઘરમા કે ઓફીસમાં તમારી અન્ય સાથે દલીલબાજી થાય પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ પણ ઘણી નિયંત્રણમાં રહી શકે છે, તમારા કામકાજમાં અન્યનો સાથસહકાર જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને સહયોગી થવામા થોડા ઉત્સાહી બનો, વેપારના કામકાજમા થોડી રઘવાટ અનુભવો અને તેની અસર તમારા કામકાજમા થઇ શકે છે, લગ્નબાબતની વાર્તાલાપમા યોગ્ય પ્રયત્ન કરવાથી વાત આગળ ચાલે તેવા સંજોગો પણ બની શકે.
વિદ્યાર્થીવર્ગને થોડી તકેદારી રાખવી, આર્થિકક્ષેત્રમા થોડો ઉતર-ચઢાવ આવી શકે છે, સંતાનબાબત,ઘર, કુટુંબમા ભાઈ-બહેનની કોઈ ચિંતા થાય તેવુ બની શકે છે, કામકાજમાં કોઈનો સાથ-સહકાર ઓછો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈ ખટપટ ના થાય તેનુ ધ્યાન રાખવું ઇચ્છનીય છે, બજારના કામકાજ ધીરજ રાખવી સારી કહી શકાય, તમારી વાણી-વર્તણુકના કારણે ક્યાય ગેરસમજ ના થાય તેનુ ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવુ, મુસાફરી થોડી કંટાળાજનક બને અને તેનો માનસિકથાક વધુ વર્તાય, પ્રિયજન સાથે મતભેદ ના થાય તેનુ ધ્યાન રાખવુ.
સામાન્ય પરિસ્થિતિ જોવા મળે, ધીરજ રાખવી જરૂરી છે કેમકે ક્ષણિકઆવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યાખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમા તમને કોઈ મોટી સમસ્યા થાય તેવુ જણાતુ નથી. તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમારા કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાય મુસાફરી પણ થઈ શકે છે તેમા તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો, કોઈજગ્યાએ વાતચીત દરમિયાન તકેદારીકે ચોખવટ જેવી બાબતનુ ધ્યાન રાખવુ સારુ, બજારના કોઈપણ પ્રકારના કામકાજમા ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે.
આશા-નિરાશા જેવા પરિબળો વચ્ચે સપ્તાહ પસાર થાય, ક્યાંક તમારાથી કોઈની અવગણના ના થઇ જાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે. લગ્ન માટે ક્યાય વાર્તાલાપ કે મિલન-મુલાકાતમાં તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડી સારી રીતે પડી શકે છે, તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકો છો પણ તેમ થોડું સજાગ રહેવુ જેથી ક્યાય ગેરસમજ ના વર્તાય, બજારના કામકાજમા તમે થોડી અપેક્ષા વધુ રાખો પણ કામકાજતો રાબેતા મુજબનુ થાય, અચાનક કોઈ પસંદગીની વ્યક્તિ સાથે મુલાકાત થવાથી તમારી ખુશીમા વધારો થઈ જાય, તમારામાં થોડી ક્યાંક કામ ટાળવાની નીતિ જોવા મળી શકે છે.
કામકાજમા રુકાવટને કારણે તમે કામકાજમા વ્યસ્ત વધુ રહો, સામાજિકકે ધાર્મિકકાર્યક્રમમા તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમા તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીનકામકાજ થાય તેવુ પણ બની શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ થાય, તમે કોઈના કામકાજમા સારી રીતે સહભાગી બની શકો છો અને તમારા કામની સારીનોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જૂનીવાતકે કામ ક્યાય અટકેલુ હોય તેમા પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમા કામકાજ દરમિયાન ગણતરીપૂર્વક વર્તવુ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા મહેનત પ્રમાણે ફળ મળે.
તમારે પુરુષાર્થ વધુ કરવો પડે અને કામનુ જે ફળ મળે તેનો સંતોષ રાખવો, મિત્રો સાથે મિલન-મુલાકાતમા તમે ખુશીની લગાણીની સાથે માનસિકથાક અને કંટાળાનો પણ અનુભવ કરો, જુના કોઈ અટકેલા કામકાજમા મહેનત કરોતો તેમા પણ થોડી ગતિ જોવા મળી શકે છે, સ્વાસ્થબાબત થોડી કાળજી રાખવી તેમા પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમા ચાલતી હોય તેવા લોકોએ ચોકસાઈ વધુ રાખવી સારી કહી શકાય, બજારમા નાનુ અને આયોજનપૂર્વકનુજ કામ કરવુ ઇચ્છનીય છે, યુવાવર્ગને ઈતર પ્રવૃત્તિમા વધારો થાય અને કયાંક આસ્મિક નાણાકીયખર્ચા પણ થઈ શકે છે માટે તકેદારી રાખવી.
વડીલવર્ગની આરોગ્યબાબત થોડી ચિંતા થાય, કોઈ કામની બાબતમા થોડુ અધીરાપણુ વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમા તમને કોઈનો સાથ-સહકાર પણ સારો મળી શકે છે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમાકે ઓફીસમા તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહારકુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમા લાવીદો. બજારના કામકાજમા તમને નિર્ણયશક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમારા કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરીપુર્વક જ કામ કરવુ જોઈએ, વાહન ધીમે ચલાવવુ સલાહભર્યું છે.
જીવનસાથી સાથે આત્મીયતા વધે તેથી ઉત્સાહ જોવા મળે અને તેમા પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારીવાતની આપ-લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈજગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયુ હોય તેવા લોકો તરફથી પણ સારો આદરકે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગ ના કરે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, લગ્નનીવાત કોઈજગ્યાએ ચાલતી હોય તેમા પણ તમને સારો પ્રતિભાવ કે જાણવા જેવી વાત સાંભળવા મળી શકે છે, તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવુ પણ બની શકે છે, બજારના કામકાજમા તમારા અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરીને લાભ મેળવી શકો છો.
યુવાવર્ગને નાનીવાતમા ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવુ તે મુજબનુ વર્તન જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિકનાણાકીય કે કોઈબાબતે ખુશી થવાય તેવો લાભ પણ બની શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તેવા લોકોએ થોડી તકેદારી રાખવી જરૂરી છે, સગા-સ્નેહી સાથેની વાર્તાલાપમા તમને ગમતી કોઇ વાત સાંભળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈવસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમા પસંદગી અનુરૂપ નાના કામ કરવા યોગ્ય છે.
તમારા કામકાજમા અન્યનો સાથ-સહકાર ઓછો મળી શકે છે, તમારા કામમા ગણતરી અને મહેનતના પ્રમાણમા ઓછુફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોયતો તેની વાર્તાલાપ અને મિલન-મુલાકાતમા અતિઉત્સાહ ના રાખવો ફક્ત એટલુ ધ્યાન રાખવુંકે ઈર્ષાળુ કોઈ ખટપટ ના કરી જાય, યાત્રા-પ્રવાસ પણ તમને ઓછા ઉત્સાહવાળો રહે, મિત્રવર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમા તમને સારુ કરવાની લાગણી જન્મી શકે છે અને આયોજનપૂર્વક કામ કરોતો થોડો લાભ થઈ શકે છે, કોઈ કારણસર આકસ્મિકખર્ચ થવાથી મન થોડુ નાખુશ રહે તેવુ પણ બનવા જોગ છે.
આજના દિવસે સાવચેતી અને ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છે, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકાની તકલીફથી સાચવવું, કામકાજઅર્થે કઈ બહાર મુસાફરીના યોગ બને છે. સહકર્મચારી સાથે કામની બાબતમાં ખટપટના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં નાનું અને ગણતરીનુંજ કામ કરવુ યોગ્ય છે.
આજનો દિવસ મસ્તીમજાકમાં પસાર થઈ શકે છે, તમને તમારા કામમાં અન્યનો સાથ-સહકાર સારો મળે તમારા કામની પ્રશંસા થાય, નવીનકામનું આયોજન થઇ શકે છે , જુનાકોઈપણ પ્રકારના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક મળે, વેપારના કામકાજમાં સારો પ્રતિસાદ મળી શકે છે.
આજના દિવસ તમને ઉત્સાહ વધુ જોવા મળી શકે છે, કોઈની સાથે અગત્યની વાર્તાલાપ કરવાની હોયતો તેમાં પણ તમને કોઈનો સારોસહયોગ મળી શકે છે, તમારા મનમાં રહેલી કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે, બજારના કામકાજમાં આયોજનથી કામ કરવામાં આવેતો સારો લાભ થઈ શકે છે.
આજનો દિવસ કામકાજમાં વધુ વ્યસ્તતા વાળો જોવા મળી શકે તેના કારણે તમને માનસિકથાકની લાગણી વધુ લાગે, વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં ધીરજ અને ગણતરીપૂર્વકનું નાનુંકામ કરવું યોગ્ય છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવા-વાગવાના યોગ છે, વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ, ખટ પટી લોકોથી દુર રહેવું, તમને નકારાત્મકવિચારના આવે તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું.કોઈની ઉશ્કેરીજનક વાતથી ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
આજનો દિવસ તમારા માટે સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ પડેલી હોય તેને ઉકેલી શકાય તેવા પ્રયત્નો આજે કરવા સારા કહી શકાય , મનની ઈચ્છા પૂરી થઇ શકે તેવા પણ યોગ ઉદભવી શકે છે, આજે આત્મવિશ્વાસ સારો રહે, વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય.
આજનો દિવસ કામકાજની સાથે કામકાજમાં નવીનતક અપાવે તેવો છે, મિત્રો સાથે કોઈ લાભની વાત આપલે થાય તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, પોતાની પસંદગીની કોઈ ખરીદી કરવી હોયતો પણ ફળીભૂત થઇ શકે છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને મોજશોખમાં સમય પસાર થાય.
આજનો દિવસ સરસ છે, જૂનીઓળખાણ તાજી થાય, કામની કદર થાય તેમાં તમારો ઉત્સાહ વધે, મુસાફરી દરમિયાન ખોટાખર્ચા થયાની લાગણી અનુભવાય, વેપારના કામકાજમા સારાકામની અપેક્ષા ફળી શકે, અગત્યની કોઈ વાર્તાલાપ ક્યાંક ફળીભૂત થાય તેવા સંજોગો ઉભા થાય અને તેમાં તમારો ઉત્સાહ વધે.
આજનો દિવસે સાવચેતી રાખવી, કોઈ વાતથી મન અશાંત રહે, ઘરની કોઈ ચિંતા હોય તેની અસર તમારા કામકાજ પર પડે, મુસાફરી દરમિયાન કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે, પ્રેશર, ડાયાબીટીસના દર્દીએ આજના દિવસે કાળજી રાખવી, વેપારમાં ધાર્યા કામન થવાનો રંજ મનમાં રહ્યા કરે.
આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યું કે મનનું કામ થઇ શકે તેથી તમે સારી ખુશી અનુભવી શકો, અગત્યની વાત ક્યાંક કરવાની હોયતો તેમાં પણ સારું કામ થાય અને કોઈની મદદ સલાહ પણ મળી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, જુના કોઈ કામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે તેને કારણે તમે અશાંત બની શકો છે, વેપારના કામકાજમાં અનુભવ મુજબ નાનુંકામ સારું કહી શકાય, કોઈ અણધાર્યા કામ આવી જવાથી સમયનો વ્યય થાય અને તમે કંટાળો અનુભવો તેવું બની શકે.
આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરીના યોગ છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારીવાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો તેમજ કોઈ માટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. વેપારમાં સારો પ્રતિસાદમળી શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.
આમ, કેપ્ટન અને વિકેટકીપર અકબર અલીના નેતૃત્ત્વ હેઠળની ટીમે ક્રિકેટની રમતમાં એક ઈતિહાસ સર્જ્યો છે.
ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઈનલમાં આવેલી બાંગ્લાદેશની ટીમે આજની ફાઈનલમાં વરસાદના વિઘ્ન વચ્ચે ભારતને ડકવર્થ-લૂઈસ મેથડ અનુસાર 3-વિકેટથી હરાવીને મેચ જીતી લીધી હતી.
અકબર અલીએ ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ કરવા કહ્યું હતું. ભારતનો નિરાશાજનક દેખાવ રહ્યો હતો અને ટીમ 47.2 ઓવરમાં માત્ર 177 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. એના જવાબમાં, બાંગ્લાદેશની ટીમે વરસાદને કારણે મેચને બીજા દાવમાં 46 ઓવરની કરી દેવાયા બાદ અને જીત માટે 170 રનનો નવો ટાર્ગેટ અપાયા બાદ 7 વિકેટે 170 રન કરીને મેચ જીતી લીધી હતી.
બાંગ્લાદેશની જીતમાં અકબર અલીનો સિંહફાળો રહ્યો હતો. એ 43 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. 77 બોલના દાવમાં એણે 4 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યા હતા. એને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો. ઓપનર પરવેઝ હુસેન ઈમને 47 રન કર્યા હતા. ભારતે અતિરિક્ત રનના રૂપમાં 33 રનન આપ્યા હતા. જેમાં 8 બાઈઝ, ચાર લેગબાઈ, 19 વાઈડ, 2 નોબોલનો સમાવેશ થાય છે.
લેગસ્પિનર રવિ બિસ્નોઈએ જોરદાર તરખાટ મચાવીને 65 રનના સ્કોર સુધીમાં બાંગ્લાદેશની પહેલી ચારે વિકેટ પાડી હતી. સુશાંત મિશ્રાએ બીજી બે વિકેટ પાડતાં ભારતની જીતની શક્યતા ઉજ્જવળ બની હતી, પણ અકબર અલી એક છેડો સંભાળીને રમતો રહ્યો હતો અને પૂંછડિયા 3 બેટ્સમેનોએ એને સાથ આપ્યો હતો.
પાકિસ્તાનને 10-વિકેટથી હરાવીને ફાઈનલમાં પહોંચેલા ભારતના દાવમાં ઓપનર યશસ્વી જયસ્વાલ 88 રન કરીને ટોપ સ્કોરર રહ્યો હતો. તિલક વર્મા (38) અને વિકેટકીપર ધ્રુવ જુરેલ (22) એમ અન્ય બે જ બેટ્સમેન ડબલ ફિગરમાં પહોંચી શક્યા હતા. બાંગ્લાદેશનો મધ્યમ ઝડપી બોલર અવિષેક દાસ 3 વિકેટ સાથે એની ટીમનો બેસ્ટ બોલર રહ્યો હતો. અન્ય બે ફાસ્ટ બોલર – શોરીફુલ ઈસ્લામ અને તન્ઝીમ હસન સાકીબે બે-બે વિકેટ લીધી હતી.
જયસ્વાલને પ્લેયર ઓફ ધ સિરીઝ ઘોષિત કરવામાં આવ્યો હતો. 6 મેચમાં એણે કુલ 400 રન બનાવ્યા હતા અને 105* એનો બેસ્ટ સ્કોર હતો. એવી જ રીતે, રવિ બિસ્નોઈ સિરીઝનો બેસ્ટ બોલર બની રહ્યો. એણે 6 મેચમાં 17 વિકેટ લીધી હતી. એનો બેસ્ટ દેખાવ પાંચ રનમાં 4 વિકેટનો હતો.
અન્ડર-19 ક્રિકેટ વર્લ્ડ કપના વિજેતાઓ:
1988 ઓસ્ટ્રેલિયા
1998 ઈંગ્લેન્ડ
2000 ભારત
2002 ઓસ્ટ્રેલિયા
2004 પાકિસ્તાન
2006 પાકિસ્તાન
2008 ભારત
2010 ઓસ્ટ્રેલિયા
2012 ભારત
2014 સાઉથ આફ્રિકા
2016 વેસ્ટ ઈન્ડિઝ
2018 ભારત
2020 બાંગ્લાદેશ
ભારત – 4 વખત વિજેતા
ઓસ્ટ્રેલિયા 3 વખત
પાકિસ્તાન 2 વખત
ઈંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ 1-1 વખત
નવી દિલ્હી – દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં શનિવારે થયેલા મતદાનની આખરી ટકાવારી 62.59 ટકા હતી, એમ ચૂંટણી પંચે આજે અહીં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
70-બેઠકોની દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન પૂરું થઈ ગયાના ચોવીસ કલાક બાદ ચૂંટણી પંચે મતદાનની ટકાવારીની જાહેરાત કરી છે. આ વિલંબ બદલ પંચની શાસક આમ આદમી પાર્ટી દ્વારા આકરી ટીકા કરવામાં આવી છે.
જોકે આજની પત્રકાર પરિષદમાં દિલ્હી ચૂંટણી પંચના અધિકારીઓએ એમના બચાવમાં કહ્યું હતું કે મતદાનની ટકાવારી ઘોષિત કરવામાં કોઈ પ્રકારનો વિલંબ થયો નથી, ચોક્સાઈ મહત્ત્વની હોય છે.
શનિવારના મતદાન અંગે ચૂંટણી પંચે આપેલી જાણકારી મુજબ, 2015ની વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં આ વખતે દિલ્હીમાં પાંચ ટકા ઓછું મતદાન થયું છે.
દિલ્હી વડા ચૂંટણી અધિકારી રણબીર સિંહે કહ્યું કે ચૂંટણી પંચે દિલ્હીના 13,780 મતદાન બૂથમાંથી માહિતી એકઠી કરી છે. ચાંદની ચોકમાં બાલીમારનમાં સૌથી વધારે, 71.16 ટકા મતદાન થયું હતું જ્યારે સૌથી ઓછું મતદાન દિલ્હી કેન્ટોનમેન્ટ વિસ્તારમાં થયું છે – 45.4 ટકા.
AAP પાર્ટીએ મતદાનની સત્તાવારી ટકાવારી ઘોષિત કરવામાં ચૂંટણી પંચે કરેલા વિલંબ બદલ સવાલ ઉઠાવ્યો છે અને શંકા પણ વ્યક્ત કરી છે કે ચૂંટણી પંચ કદાચ કેન્દ્રમાં સત્તાધિશ ભાજપ તરફથી મંજૂરીની રાહ જોઈ રહ્યું હતું.
દિલ્હીના મુખ્ય પ્રધાન અને AAPના વડા અરવિંદ કેજરીવાલે ટ્વીટમાં કહ્યું છે કે, એકદમ આઘાતજનક બાબત છે. ચૂંટણી પંચ શું કરે છે? મતદાન પૂરું થઈ ગયાને અનેક કલાકો વીતી ગયા છે તે છતાં એ લોકો મતદાનની આખરી ટકાવારીના આંકડા શા માટે જાહેર કરતા નથી?
શનિવારે સાંજે 6 વાગ્યે મતદાન પૂરું થઈ ગયું હતું અને એ પછી તરત જ ચૂંટણી પંચે કહ્યું હતું કે 61.46 ટકા મતદાન થયું છે. જોકે સામાન્ય રીતે, ચૂંટણી પંચ અમુક સમય બાદ એ આંકડામાં ફેરફાર બતાવીને આખરી સત્તાવાર આંકડો રિલીઝ કરતું હોય છે, જે એણે ગઈ કાલે કર્યું નહોતું.
મુંબઈ – બાંગ્લાદેશી અને પાકિસ્તાની ઘૂસણખોરો વિરુદ્ધ આદરેલી જોરદાર ઝુંબેશના ભાગરૂપે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટીના વડા રાજ ઠાકરેની આગેવાની હેઠળ આજે મુંબઈમાં વિરાટ મોરચો કાઢવામાં આવ્યો હતો. નાગરિકતા સુધારિત કાયદા (સીએએ) વિરુદ્ધ દેશના મુસ્લિમોએ આદરેલા વિરોધ વિશે રાજ ઠાકરેએ સવાલ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે આ લોકોના આંદોલનને સમજવું મુશ્કેલ છે, કારણ કે નવો કાયદો એ લોકો માટેનો નથી.
મેગા રેલીને સંબોધિત કરતા રાજ ઠાકરેએ કહ્યું હતું કે મુસ્લિમો સિટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ (સીએએ)નો શા માટે વિરોધ કરી રહ્યા છે એ જ મને સમજાતું નથી. સીએએ ભારતમાં જન્મેલા મુસ્લિમો માટેનો નથી.
સીએએ ઘડવા બદલ કેન્દ્રની ભાજપ સરકારની પ્રશંસા કરતા રાજે આંદોલનકારી મુસ્લિમોને ઉદ્દેશીને કહ્યું કે તમે તમારી આ તાકાત કોને બતાવી રહ્યા છો? ભારતના ભાગલા પડ્યા બાદ 1949માં જે સીએએ બનાવવામાં આવ્યો હતો એના કરતાં હાલનો સુધારિત કાયદો અલગ છે. બંધારણની કલમ 370 રદ કરવા, રામ મંદિર બાંધવા અને સીએએનો અમલ કરવા જેવા પગલાં ભરવા બદલ હું ભાજપની સરકારની પ્રશંસા કરું છું.
રાજ ઠાકરેની પાર્ટીના મોરચામાં એક લાખથી વધારે કાર્યકર્તાઓ સામેલ થયા હતા.
આ મોરચો ગિરગાંવ ચોપાટીથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશનની સામે આવેલા આઝાદ મેદાન સુધી કાઢવામાં આવ્યો હતો. મનસે પાર્ટીના કાર્યકર્તાઓ હાથમાં પાર્ટીનો નવો કેસરી રંગનો ઝંડો લઈને, હાથ પર પક્ષના પ્રતિકની પટ્ટીઓ બાંધેલા જોવા મળ્યા હતા. ઘણાએ એ જ રંગના ટી-શર્ટ્સ અને ટોપીઓ પણ પહેર્યાં હતાં.
મોરચો શાંતિપૂર્વકનો અને વ્યવસ્થિત રહ્યો હતો. ઘણા લોકો નારા લગાવતા હતા કે દેશમાં રહેતા ગેરકાયદેસર વસાહતીઓને હાંકી કાઢવા જોઈએ, કારણ કે એ લોકો દેશના અર્થતંત્ર તથા રોજગારની તકો માટે બોજાસમાન છે. એ લોકોને કારણે જ દેશમાં રાષ્ટ્રીય એકતા જોખમમાં આવી ગઈ છે.
કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રા 9 ફેબ્રુઆરી, રવિવારે વારાણસીની મુલાકાત દરમિયાન
એક મહિનામાં આ બીજી વાર પ્રિયંકા ગાંધીએ રવિદાસ મંદિરમાં જઈને દર્શન કર્યા હતા અને પૂજા કરી હતી. મહામંત્રી બન્યાં બાદ પ્રિયંકા આ પાંચમી વાર વારાણસી આવ્યાં છે. બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં એમણે કહ્યું કે રવિદાસનાં ઉપદેશો આજના સમયમાં પણ એટલા જ ઉપયોગી છે.