Home Blog Page 50

‘ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ’ના મેનેજિંગ ટ્રસ્ટી ડો. મયુર જોષીનું વિશેષ સન્માન

અમદાવાદ: ભારત સરકારના સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) દ્વારા ‘નાગપુર જળસંવાદ – ૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું છે. નાગપુર (Nagpur) ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ‘ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ’ના (Udagam Charitable Trust) સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી ડો. મયુર જોષીનું (Dr. Mayur Joshi) સન્માન કરવામાં આવ્યું. તેમના વિશિષ્ટ સામાજિક કાર્યો અને જળ સંરક્ષણ ક્ષેત્રે આપેલા યોગદાન બદલ આ સન્માન કરવામાં આવ્યું છે. ‘ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ’ સંસ્થા સામાજ કલ્યાણ અને જળ સંરક્ષણ ક્ષેત્રમાં કાર્યરત છે.પૂર્તિ સિંચન સમૃદ્ધિ કલ્યાણકારી સંસ્થાના રજત જયંતી વર્ષ નિમિત્તે આ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય મંચ પર દેશભરમાંથી જળ ક્ષેત્રે કામ કરતા 50 નિષ્ણાતોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ ખાસ અવસરે નીતિન ગડકરી ઉપરાંત દેશના જાણીતા અભિનેતા અને પાણી ફાઉન્ડેશનના સ્થાપક આમિર ખાન (Aamir Khan), નામ ફાઉન્ડેશનના પ્રમુખ અને અભિનેતા નાના પાટેકર (Nana Patekar), જાણીતા પર્યાવરણવિદ પદ્મભૂષણ ડૉ. અનિલ જોષી તેમજ પદ્મશ્રી ઉમાશંકર પાંડેજી જેવા રાષ્ટ્રીય ફલકના મહાનુભાવો ઉપસ્થિતિ રહી હતી.

આ સન્માન અંગે હર્ષની લાગણી વ્યક્ત કરતા ડો. મયુર જોષી જણાવ્યું કે, “આ સન્માન વ્યક્તિગત નથી, પરંતુ ‘ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ’ની આખી ટીમ અને જળ સંરક્ષણના ભગીરથ કાર્ય સાથે જોડાયેલા દરેક સેવાભાવી વ્યક્તિનું સન્માન છે. આદરણીય નીતિન ગડકરીજી તેમજ આમિર ખાન, નાના પાટેકર અને પદ્મભૂષણ ડૉ. અનિલ જોષી જેવા સમાજના સાચા નાયકોની ઉપસ્થિતિમાં મળેલું આ પ્રોત્સાહન અમને દેશહિત અને સમાજ પ્રત્યેની અમારી જવાબદારીઓને વધુ વેગ સાથે નિભાવવા પ્રેરણા આપશે.”

ડો. મયુર જોષી ૨૯ વર્ષથી ઉદગમ ટ્રસ્ટના સામાજિક કાર્યોમાં શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ, શાસ્ત્રીય સંગીતના સંવર્ધન, જળ વ્યવસ્થાપન, પરંપરાગત જળ સ્ત્રોતોના પુનરુત્થાન અને હાલમાં ‘વિકસિત ભારત ૨૦૪૭’ના વિઝન સાથે પર્યાવરણીય સુરક્ષા માટે ગ્રામીણ અને શહેરી સ્તરે સક્રિયપણે કાર્ય કરી રહ્યા છે.

ભારતનો લાડકવાયો દીનદયાલ: માનવતાવાદના સમર્થકની કથા દર્શાવતું નાટક

મુંબઈમાં ગુજરાતી રંગભૂમિ પર વિવિધ વિષયો સાથે પ્રયોગશીલ નાટકો ભજવાતા રહે છે. ત્યારે તાજેતરમાં જ મુંબઈમાં ભારતીય રાજકારણી અને ભારતીય જનસંઘના નેતા પંડિત દિનદયાલ ઉપાધ્યાયના જીવન પર આધારિત નાટક ‘ભારતનો લાડકવાયો દીનદયાલ’નું મંચન થયું હતું.

પંડિત દિનદયાળના પાત્રમાં અભિનેતા પરેશ ભટ્ટ

‘ભારતનો લાડકવાયો દીનદયાલ’નાટકમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાયના જીવનના વિવિધ પાસાઓ અને ખાસ તો રાષ્ટ્ર પ્રત્યેના તેમના સશક્ત વિચારો અને સમર્પણની ઝાંખી થાય છે. આ નાટકનું નિર્દેશન પ્રિતેશ સોઢા દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે નાટકના લેખક પ્રયાગ દવે છે. એકાત્મ માનવવાદ, હિન્દુત્વની ઓળખ, રાજનીતિમાં આધ્યાત્મિકતા, ધર્મની સમજણ અને રાષ્ટ્રની ઉન્નતી વગર વ્યક્તિની ઉન્નતી કેવી રીતે શક્ય નથી તે અંગે નાટકમાં પ્રકાશ પાડવામાં આવ્યો છે.

રાજકારણ, માનવતા અને આધ્યાત્મિકતા જેવા ત્રણેય પાસાઓને આવરી લેતાં આ નાટકના નિર્માતા જશ વીરા છે. ન માત્ર નાટકપ્રેમીઓ કે કલા રસિકો પરંતુ રાષ્ટ્રભાવના ધરાવતાં દરેક માટે આ નાટકને માણવું અને દિનદયાળના જીવનના વિવિધ તબક્કાઓ વિશે જાણવું એ રસપ્રદ બની શકે છે.

લેખક પ્રયાગ દવેએ અઢળક પુસ્તકોમાંથી સંશોધન કરીને મહત્વની અને જરૂરી માહિતીને સ્ક્રિપ્ટમાં આવરી છે.

નાટકના કલાકારોની વાત કરીએ તો મુખ્ય ભૂમિકામાં અભિનેતા પરેશ ભટ્ટે દિનદયાળમાં પાત્રમાં જીવ રેડી દીધો છે. આ સાથે જ તમામ સહકલાકારોની મહેનત પણ સ્ટેજ પર દેખાઈ આવે એવી છે.અત્યાર સુધી મુંબઈમાં આ નાટકના કેટલાક શૉ થઈ ચૂક્યા છે. આગામી સમયમાં ‘ભારતનો લાડકવાયો દીનદયાલ’ના નાટકોનું મુંબઈ અને અન્ય શહેરોમાં મંચન થઈ શકે છે. આ નાટક ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં મંચિત કરવામાં આવી રહ્યું છે.

શું આખરે અમેરિકા ઈરાન સામે ઝૂક્યું?

પશ્ચિમ એશિયાના સૈન્ય સંઘર્ષ અને યુદ્ધના કારણે સમગ્ર વિશ્વ આ દિવસોમાં ભયાનક ઊર્જા સંકટ (Global Energy Crisis) નો સામનો કરી રહ્યું છે. આ કટોકટી વચ્ચે આંતરરાષ્ટ્રીય રાજકારણમાંથી એક ખૂબ જ મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. ઈરાનની સરકારી મીડિયાએ દાવો કર્યો છે કે અમેરિકાએ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવોને કાબૂમાં લેવા અને ઊર્જા પુરવઠો જાળવી રાખવા માટે ઈરાની તેલના વેચાણ પર લાગેલા કડક પ્રતિબંધોને અસ્થાયી ધોરણે (Temporarily) હટાવી દીધા છે. મીડિયા અહેવાલો અનુસાર, બંને દેશો વચ્ચે યુદ્ધ રોકવા અને શાંતિ સમજૂતી કરવા માટે પડદા પાછળ ચાલી રહેલા રાજદ્વારી પ્રયાસોના ભાગરૂપે અમેરિકાએ આ મોટો નિર્ણય લીધો છે.

ઈરાનનો દાવો અને અમેરિકા સામે શરતો

રાનની સત્તાવાર સરકારી ન્યૂઝ એજન્સી ‘તસ્નીમ’ (Tasnim) ના અહેવાલ મુજબ, અમેરિકી સરકારે તાજેતરમાં ઈરાન પર લાદવામાં આવેલા કેટલાક આર્થિક પ્રતિબંધો હળવા કર્યા છે. જોકે, તેહરાનની ઈસ્લામિક સરકાર વોશિંગ્ટન પર સતત એવું દબાણ બનાવી રહી છે કે માત્ર અસ્થાયી જ નહીં પરંતુ ઈરાન પરના તમામ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો કાયમી ધોરણે હટાવી લેવામાં આવે. આ ઉપરાંત, ભવિષ્યમાં થનારી કોઈ પણ શાંતિ ડીલ (Deal) માં ઈરાને એવી શરત પણ મૂકી છે કે અમેરિકા લેખિત આશ્વાસન આપે કે તે ભવિષ્યમાં ક્યારેય ઈરાની તેલ પર ફરીથી પ્રતિબંધો નહીં લાદે. જોકે, અમેરિકા તરફથી હજુ સુધી આવી કોઈ સત્તાવાર ગેરેંટી આપવામાં આવી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે આ દાવો અત્યાર સુધી માત્ર ઈરાન તરફથી જ કરવામાં આવ્યો છે અને વ્હાઇટ હાઉસ કે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન દ્વારા આ અંગે કોઈ સત્તાવાર કે સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

ભારત અને ચીન જેવા દેશો પર શું થશે અસર?

નોંધનીય છે કે આ અગાઉ પણ અમેરિકાએ યુદ્ધ દરમિયાન ક્રૂડ ઓઈલની અછત વર્તાતા ઈરાન અને રશિયા પાસેથી તેલ ખરીદવા પરના જૂના પ્રતિબંધોમાં ઢીલ આપી હતી, જેનો સીધો ફાયદો ભારત અને ચીન સહિત દુનિયાના અનેક દેશોને થયો હતો. વર્ષ 2019 માં અમેરિકી પ્રતિબંધોના કડક અમલના કારણે ભારતે ઈરાન પાસેથી તેલની આયાત સંપૂર્ણપણે બંધ કરવી પડી હતી. પરંતુ વર્ષ 2026 માં યુદ્ધની પરિસ્થિતિઓ વચ્ચે ભારતે પોતાના વ્યૂહાત્મક હિતોને આગળ રાખીને ફરી એકવાર ઈરાની તેલની ખરીદી શરૂ કરી હતી, જે વૈશ્વિક રાજદ્વારી મંચ પર ભારતનું એક બહુ મોટું કદમ માનવામાં આવતું હતું. હવે જો આ પ્રતિબંધો સંપૂર્ણ હટે છે, તો ભારતને સસ્તું ક્રૂડ ઓઈલ મળવાનો માર્ગ વધુ મોકળો બનશે.

રસ્તાઓ પર નમાજ સાંખી લેવામાં નહીં આવેઃ યોગીની ચેતવણી

લખનૌઃ ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગીએ રસ્તાઓ પર નમાજ અદા કરવા મુદ્દે અત્યંત આકરું વલણ અપનાવ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે રસ્તાઓ ચાલવા માટે છે, કોઈ પણ પ્રકારના તમાશા માટે નહીં. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે. લખનૌમાં આયોજિત એક કાર્યક્રમમાં CM યોગીએ કહ્યું હતું કે પ્યારથી માનશે તો ઠીક, નહીં તો બીજો રસ્તો અપનાવીશું. તેમણે વધુમાં ઉમેર્યું છે કે જો જગ્યા ઓછી હોય તો શિફ્ટ પ્રમાણે નમાજ અદા કરવી જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કાયદો સૌ માટે સમાન છે અને જાહેર રસ્તાઓ પર અવ્યવસ્થા ફેલાવનારાઓ સામે સરકાર હવે સખત કાર્યવાહી કરશે.

પ્યારથી માનશે તો ઠીક, નહીં તો બીજો રસ્તો અપનાવીશું

મુખ્ય મંત્રીએ સંબોધનમાં કહ્યું હતું કે સરકાર પહેલેથી લોકોને સમજાવવાનો પ્રયાસ કરશે, પરંતુ જો કોઈ કાયદાની ભાષા નહીં સમજે તો તેની સામે કડક કાનૂની પગલાં લેવામાં આવશે. તેમણે કહ્યું હતું કે પ્યારથી માનશે તો ઠીક છે, નહીં તો બીજો રસ્તો અપનાવીશું.  તેમણે જણાવ્યું હતું કે જ્યારે લોકો તેમને પૂછે છે કે શું ઉત્તર પ્રદેશમાં ખરેખર રસ્તાઓ પર નમાજ નથી વાંચવામાં આવતી, ત્યારે તેઓ જવાબ આપે છે કે બિલકુલ નહીં, કારણ કે રસ્તાઓ સામાન્ય જનતા માટે છે. કોઈને પણ સામાન્ય નાગરિકોના માર્ગમાં અવરોધ ઊભો કરવાનો કાયદેસર અધિકાર નથી.

 સંખ્યા વધારે હોય તો શિફ્ટમાં નમાજ વાંચો, વસ્તી નિયંત્રણ પર પણ ટિપ્પણી

તેમણે જણાવ્યું હતું કે કેટલાક લોકો કહે છે કે તેમની પાસે જગ્યા ઓછી છે અને લોકોની સંખ્યા વધારે છે. તેના જવાબમાં CM યોગીએ કહ્યું હતું કે જો જગ્યા ઓછી હોય તો લોકો પોતાના ઘરમાં નમાજ અદા કરે અથવા અલગ-અલગ શિફ્ટમાં નમાજ પૂર્ણ કરે. એ સાથે જ તેમણે વસ્તી નિયંત્રણ તરફ સંકેત કરતાં કહ્યું કે જો તમારા ઘરમાં રહેવા માટે જગ્યા નથી, તો વસ્તી નિયંત્રિત કરો. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જગ્યા ઓછી હોવાનો બહાનું બનાવીને જાહેર સંપત્તિ અથવા રસ્તાઓ રોકવાની પરવાનગી કોઈને આપવામાં નહીં આવે.

સરકારનો આ કડક સંદેશ રાજ્યમાં કાયદો-વ્યવસ્થા અને જાહેર શિસ્ત જાળવવા દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

‘કોકટેલ 2’ ની ગીત લોન્ચ ઈવેન્ટમાં શાહિદ, રશ્મિકા અને કૃતિની મસ્તી જુઓ

શાહિદ કપૂર, રશ્મિકા મંદાન્ના અને કૃતિ સેનનની આગામી ફિલ્મ ‘કોકટેલ 2’ ખૂબ ચર્ચામાં છે. ગત રોજ એટલે કે રવિવારે મુંબઈમાં ફિલ્મના ગીત લોન્ચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફિલ્મના મુખ્ય કલાકારોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન શાહિદ, કૃતિ અને રશ્મિકાએ ખૂબ જ મસ્તી કરી હતી. આ કાર્યક્રમના ઘણા ફોટોઝ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

કાર્યક્રમ દરમિયાન એક રસપ્રદ ઘટના પણ બની જ્યારે રશ્મિકા મંદાન્ના કૃતિ સેનનના વખાણ કરી રહી હતી. રશ્મિકાએ ફિલ્મમાં કૃતિની અનોખી શૈલી અને હોટનેસની પ્રશંસા કરી. તેણીએ કહ્યું, ‘કોકટેલ 2 માં કંઈક સંપૂર્ણપણે અલગ છે. કૃતિ, તું એકદમ સુંદર લાગે છે. આખી દુનિયા એ જાણે છે. તું ખરેખર સુંદર અને હોટ લાગે છે.’

આ દરમિયાન રશ્મિકા ઉતાવળે એક શબ્દ બોલે છે જે તેણે સ્ટેજ પર ન બોલવો જોઈએ. પછી તે પોતાનું મોં ઢાંકે છે અને મજાકમાં કહે છે, “ઓહ, માફ કરશો! ચૂપ રહો!”

રશ્મિકા ત્યાં હાજર પાપારાઝી અને મીડિયાને તેને સેન્સર કરવા કહે છે. આ દરમિયાન શાહિદ અને કૃતિ સહિત હાજર બધા લોકો હસી પડે છે.

ફિલ્મના મુખ્ય કલાકારો, દિગ્દર્શક હોમી અડાજાનિયા, નિર્માતા દિનેશ વિજન અને સંગીતકાર પ્રીતમ ચક્રવર્તી પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. શાહિદ, કૃતિ અને રશ્મિકાની રોમેન્ટિક-કોમેડી ફિલ્મ ‘કોકટેલ 2’ 19 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ફિલ્મનું હજુ સુધી ટીઝર કે ટ્રેલર રિલીઝ થયું નથી. ફક્ત પહેલું ગીત ‘જબ તલાક’ રિલીઝ થયું છે, જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યું છે. હવે, નિર્માતાઓએ ફિલ્મનું બીજું ગીત રિલીઝ કર્યું છે.

(તસવીરો:દીપક ધૂરી અને માનસ સોમપુરા)

બંગાળમાં સુવેન્દુ સરકારનો માસ્ટરસ્ટ્રોક

પશ્ચિમ બંગાળમાં સત્તા પર આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીની નવી સરકારે જનતા અને સરકારી કર્મચારીઓ માટે ખુશીના પિટારા ખોલી દીધા છે. સોમવારે મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીની આગેવાનીમાં મળેલી કેબિનેટ બેઠકમાં પશ્ચિમ બંગાળમાં 7th પે કમિશન લાગુ કરવાના પ્રસ્તાવને સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. સરકારના આ મોટા નિર્ણયની જાહેરાત રાજ્ય મંત્રી અગ્નિમિત્રા પોલે કરી હતી. આ નિર્ણયથી રાજ્યના લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકોના પગાર, ભથ્થા તેમજ નિવૃત્તિ વેતનમાં મોટો વધારો જોવા મળશે, જેનાથી તેમને મોંઘવારીના જમાનામાં મોટી રાહત મળશે.

બેઝિક સેલરી અને ફિટમેન્ટ ફેક્ટરનું નવું માળખું

ટેકનિકલ વિગતો અનુસાર, સાતમા પગાર પંચના માળખામાં કુલ 25 લેવલ સામેલ છે. આ અંતર્ગત કર્મચારીઓની ન્યૂનતમ બેઝિક સેલરી (મૂળ પગાર) 17000 રૂપિયા થશે, જ્યારે મહત્તમ બેઝિક સેલરી 128900 રૂપિયા સુધી પહોંચી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉના 6th પે કમિશન દરમિયાન પશ્ચિમ બંગાળ સરકારે 2.57 નો ફિટમેન્ટ ફેક્ટર (Fitment Factor) નક્કી કર્યો હતો, જે કર્મચારીઓના પગાર અને પેન્શન વધારા માટે મલ્ટિપ્લાયર (ગુણક) તરીકે કામ કરે છે. નવી સરકાર આગામી દિવસોમાં આ ફિટમેન્ટ ફેક્ટરની સત્તાવાર જાહેરાત કરશે, જેની સાથે જ દરેક કર્મચારીના પગારમાં થનારા ચોક્કસ ફેરફારનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. બંગાળમાં અગાઉ September 2019 માં છઠ્ઠા પગાર પંચની અધિસૂચના બહાર પડાઈ હતી, જેના કારણે કર્મચારીઓને 1 January 2016 થી એરિયર્સ (બાકી નાણાં) ચૂકવવામાં આવ્યા હતા.

‘અન્નપૂર્ણા ભંડાર’ યોજના અને મહિલાઓ માટે મફત મુસાફરી

કર્મચારીઓ ઉપરાંત નવી સરકારે બંગાળની મહિલાઓ માટે પણ ઐતિહાસિક લોકકલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરી છે. કેબિનેટ બેઠકમાં ‘અન્નપૂર્ણા ભંડાર યોજના’ (Annapurna Bhandar Yojana) ના પ્રસ્તાવને લીલીઝંડી આપવામાં આવી છે. આ યોજના હેઠળ રાજ્યની પાત્ર મહિલાઓને દર મહિને 3000 રૂપિયાનું આર્થિક ભથ્થું સીધું તેમના ખાતામાં આપવામાં આવશે. આ નવી યોજના અગાઉની સરકારની ‘લક્ષ્મી ભંડાર યોજના’ હેઠળ નોંધાયેલી મહિલાઓ સાથે જોડાઈને તેમને વિસ્તૃત લાભ આપશે.

દેશની પહેલી ‘ડિજિટલ જનગણના’: 1 જૂનથી ગણતરીદાર આવશે તમારા ઘરે

ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળના જનગણના કાર્ય નિદેશાલયના ગુજરાત વિભાગ દ્વારા પ્રથમ તબક્કામાં ‘ઘરયાદી અને મકાનોની ગણતરી’ (HLO) કરવામાં આવશે. જે ગુજરાતમાં 1 જૂન, 2026થી 30 જૂન, 2026 દરમિયાન હાથ ધરવામાં આવશે. જનગણના 2027 એ દેશની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના હશે. આ જનગણનાની પ્રક્રિયા સમજવા માટે ચિત્રલેખા.કોમએ ગુજરાતના વસ્તી ગણતરી નિયામક સુજલ જે. મયાત્રા સાથે ખાસ વાતચીત કરી. તેમની પાસેથી સામાન્ય લોકોના જે પ્રશ્નો ઉદ્દભવતા હોય છે તેનાં વિશે અમે જવાબો મેળવ્યા…

ચિત્રલેખા: આ ભારતની પ્રથમ ‘ડિજિટલ જનગણના’ થઈ રહી છે, તો ડેટા કલેક્શનની પ્રક્રિયા જૂની પદ્ધતિ કરતા કેટલી અલગ છે?

સુજલ જે. મયાત્રા:  ડિજિટલ વસ્તી ગણતરી જૂની પેપર પધ્ધતિ કરતાં ઘણી અલગ છે. પેપર પધ્ધિતમાં ગણતરીદાર પેપર પત્રકમાં ડેટા ભરીને પછી તે પત્રકોને જનગણનાની કચેરીમાં પોસ્ટ મારફતે મોકલાવતા હતા. તેનું પ્રિ-સ્કેનીંગ સ્કેનીંગ, ડેટા એન્ટ્રી કરવામાં આવતું હતું. જેથી જનગણનાના ડેટાને પ્રકાશિત કરવામાં સમય લગાતો હતો. આ વખતે ડિજિટલ પધ્ધતિમાં પ્રથમ વખત સ્વ-ગણતરી પોર્ટલ ભારત સરકાર દ્વારા વિકસાવવામાં આવ્યું છે. જેમાં નાગરિકો પોતાની માહિતી જાતે ભરી શકશે. આ સિવાય વાસ્તવિક ફિલ્ડ કામગીરી માટે પણ ઘરયાદીની HLO એપ વિકસાવવામાં આવી છે. જેનાથી ગણતરીદાર ડેટા ભરે પછી તે ડાયરેક્ટ સેન્ટ્રલ સર્વર પર અપલોડ થઈ જશે. આમ વસ્તી ગણતરીના ડેટાને પ્રકાશિત કરવામાં પહેલાં કરતાં ઘણો ઓછો સમય લાગશે.

આ વિશાળ કામગીરી માટે ગુજરાતમાં અંદાજે કેટલાં કર્મચારીઓ જોડાયા છે? તેમને કેવી તાલીમ આપવામાં આવી છે?
આ કામગીરીમાં અંદાજે 1.10 લાખ કર્મચારીઓ જોડાયેલા છે અને તેમને ઘરયાદીની તાલીમમાં પૂછવામાં આવનાર પ્રશ્નો અને તેના જવાબો વિશે વિગતવાર તાલીમ આપવામાં આવી રહી છે.

આજકાલ ફ્રોડ વધ્યા છે, તો સામાન્ય નાગરિક કેવી રીતે ઓળખી શકે કે ઘરે આવેલી વ્યક્તિ અસલી સરકારી ગણતરીદાર જ છે? તેમની પાસે કયા પ્રકારનું ઓળખપત્ર હશે?
સામાન્ય નાગરિક તેમના ઘરે આવનાર ગણતરીદાર પાસેના આઈકાર્ડમાં રહેલ બારકોડને સ્કેન કરીને ચકાસણી કરી શકે છે.

‘સેલ્ફ એન્યુમરેશન’ (પોતાની વિગતો જાતે ભરવી)ની સુવિધા નાગરિકો કેવી રીતે કરી શકે છે અને તે કેટલી સુરક્ષિત છે? આ પ્રક્રિયા કર્યા પછી સરકાર તરફથી શું કોઈ કોડ મળે છે?
નાગરિકો ‘સેલ્ફ એન્યુમરેશન’ પોર્ટલ se.census.gov.in પરથી આ સુવિધા પ્રાપ્ત કરી શકે છે. તે ડેટા જનગણના અધિનિયમ, 1948 હેઠળ સુરક્ષિત છે. આ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી એક 11 આંકડાનો Hથી શરૂ થતો SE ID મળે છે.

છેવાડાના ગામડાંઓ અને અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચવા માટે શું ખાસ આયોજન કરવામાં આવ્યું છે?
આ સંબંધમાં ચાર્જ અધિકારીઓને સૂચના આપવામાં આવેલ છે કે તેઓ આવા વિસ્તોરોની ખાસ નોંધ રાખે. આ વિસ્તારમાં કામગીરી માટે નિયુક્ત કરવામાં આવેલ ગણતરીદારોને ખાસ સુવિધા અને સુરક્ષા પૂરી પાડવામાં આવવાની છે.

ગણતરીદાર ઘરે આવે ત્યારે સામાન્ય વ્યક્તિએ શું તેમને કોઈપણ પ્રકારના દસ્તાવેજો બતાવવાના રહેશે?
ના, વસ્તી ગણતરીની કામગીરીમાં કોઈપણ પ્રકારના દસ્તાવેજ માંગવામાં આવતા નથી.

આ વખતના સર્વેમાં 33 જેટલાં પ્રશ્નો તૈયાર કરવામાં આવ્યાં છે. કેવાં પ્રકારના પ્રશ્નો છે અને શું દરેક પ્રશ્નનો જવાબ આપવો જરૂરી છે?
આ વખતના ઘરયાદીના સર્વેમાં પૂછવામાં આવનાર 33 પ્રશ્નો આવાસની સ્થિતિ, કુટુંબ પાસે ઉપલબ્ધ સુવિધાઓ અને સંપત્તિની માહિતી વિશેના છે. દરેક પ્રશ્નોના જવાબ નાગરિક પોતાની સમજ પ્રમાણે સાચા અને સંપૂર્ણ આપવા માટે જનગણના અધિનિયમ, 1948ની કલમ 8(2) હેઠળ બંધાયેલ છે.

જો ગણતરીદાર ઘરે આવે ત્યારે ઘરે કોઈ હાજર ન હોય તો તે પરિવારે શું કરવું? શું ફરીથી એપોઇન્ટમેન્ટ લઈ શકાય?
હા, ગણતરીદાર બંધ ઘરના કિસ્સામાં ઘરના દરવાજામાંથી એક સ્લીપ અંદરની બાજુ સરકાઈને જશે. જેમાં ગણતરીદારનું નામ અને મોબાઈલ નંબર લખેલ હશે. તે નંબર પર સંપર્ક કરી પરિવાર અનુકૂળ સમયે ગણતરીદારને બોલાવી માહિતી આપી શકે છે. આ સિવાય ગણતરીદાર બંધ ઘર માટે વધુમાં વધુ ત્રણ વખત મુલાકાત લેશે અને પાડોશી પાસેથી પણ પરિવારનો મોબાઈલ નંબર લઈ એપાઈન્ટમેન્ટ લઈ શકે છે.

જો વ્યક્તિ ભૂલથી ખોટી વિગત આપી દે તો, તેને સુધારવા માટે તેની પાસે કોઈ વિકલ્પ ઉપલબ્ધ છે?
જો વ્યક્તિ ભૂલથી ખોટી વિગત આપી દે તો, તા. 30 જૂન, 2026 સુધીમાં ગણતરીદારનો સંપર્ક કરી સુધારો કરાવી શકે છે.

(રાધિકા રાઓલ – અમદાવાદ)

ED દ્વારા આપ નેતા દીપક સિંગલાની ધરપકડઃ રૂ. 180 કરોડની બેન્ક છેતરપિંડી મામલો

નવી દિલ્હીઃ AAPના નેતા દીપક સિંગલા પર EDએ મોટી કાર્યવાહી કરતાં તેમની ધરપકડ કરી છે. આ પહેલાં EDએ દિલ્હી અને ગોવા સહિત અનેક સ્થળોએ બે અલગ-અલગ કેસોમાં મોટા પાયે દરોડા પાડ્યા હતા. EDની પ્રથમ કાર્યવાહી AAP નેતા દીપક સિંગલા સામે થઈ હતી. બેંક ફ્રોડ કેસમાં તપાસ એજન્સીએ દિલ્હી અને ગોવામાં તેમનાં સ્થાનો પર તલાશી લીધી હતી. બીજી તરફ, દિલ્હીના સુભાષ નગર સ્થિત ‘બાબાજી ફાઇનાન્સ ગ્રુપ’ સાથે જોડાયેલા રામ સિંહનાં ઠેકાણાંઓ પર પણ ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.

EDની બે અલગ-અલગ કેસોમાં કાર્યવાહી

‘બાબાજી ફાઇનાન્સ ગ્રુપ’ સામેની આ કાર્યવાહી સામાન્ય લોકો સાથે છેતરપિંડી કરીને અંદાજે 180 કરોડ રૂપિયાનો ગેરવહીવટ અને મની લોન્ડરિંગના આરોપોને લઈને કરવામાં આવી છે. EDએ બે જુદા-જુદા કેસોમાં આ કાર્યવાહી હાથ ધરી હતી. પ્રથમ કેસમાં દિલ્હી અને ગોવામાં બેંક ફ્રોડ મામલે AAP નેતા દીપક સિંગલાનાં સ્થાનોઓ પર તલાશી લેવામાં આવી હતી. જ્યારે બીજા કેસમાં દિલ્હીના સુભાષનગર સ્થિત બાબાજી ફાઇનાન્સ ગ્રુપના રામ સિંહનાં સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં સામાન્ય જનતાથી છેતરપિંડી કરીને આશરે 180 કરોડ રૂપિયાની ઉચાપત અને મની લોન્ડરિંગને મામલે તપાસ ચાલી રહી છે.

કોણ છે દીપક સિંગલા?

દીપક સિંગલા આમ આદમી પાર્ટી તરફથી વિશ્વાસ નગર વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર રહી ચૂક્યા છે. 2024માં પણ એક તપાસના સંદર્ભમાં EDએ તેમનાં સ્થાનોઓ પર દરોડા પાડ્યા હતા. આ મામલે તેમની તરફથી તરત કોઈ પ્રતિક્રિયા મળી શકી નહોતી. બીજી એક અલગ તપાસમાં કેન્દ્રીય તપાસ એજન્સીએ એવા કેસમાં પણ દરોડા પાડ્યા, જેમાં રોકાણને નામે છેતરપિંડી કરીને કેટલાક લોકો પાસેથી અંદાજે 180 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનું કહેવાય છે. અધિકારીઓએ જણાવ્યું કે આ તપાસ હેઠળ દિલ્હીના સુભાષ નગર સ્થિત ‘બાબાજી ફાઇનાન્સ ગ્રુપ’ સાથે જોડાયેલા રામ સિંહ નામની વ્યક્તિનાં સ્થાનોઓ પર પણ તલાશી લેવામાં આવી છે.

ઓઇલ પછી હવે વિશ્વનું ‘ઇન્ટરનેટ શટડાઉન’ કરવાની તૈયારીમાં ઈરાન?

નવી દિલ્હીઃ મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલી સૈન્ય તણાવની સ્થિતિ હવે એવા ખતરનાક મુકામે પહોંચી છે, જે સીધી તમારી ડિજિટલ જિંદગીને અસર કરી શકે છે. અત્યાર સુધી વિશ્વ માત્ર એ ભયમાં હતું કે હોર્મુઝ સંકટને કારણે ક્રૂડ ઓઇલનો સપ્લાય અટકી જશે અને પેટ્રોલ-ડીઝલ મોંઘું થઈ જશે, પરંતુ હવે ઈરાને એવો એક ‘માસ્ટરપ્લાન’ તૈયાર કર્યો હોવાના સંકેતો મળ્યા છે, જેને કારણે વિશ્વભરમાં ઇન્ટરનેટ વ્યવસ્થા ખોરવાઈ શકે છે. ઈરાની મિડિયા અને ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) સાથે જોડાયેલાં સૂત્રોએ સંકેત આપ્યા છે કે તહેરાન હવે હોર્મુઝની નીચે પથરાયેલા સમુદ્રી ફાઇબર-ઓપ્ટિક કેબલ્સ પર પોતાનું નિયંત્રણ વધારવા માગે છે. આ કેબલ્સ વિશ્વભરના ડિજિટલ ડેટા ટ્રાન્સફરનું મુખ્ય માધ્યમ છે. જો આવું બને, તો ગૂગલ, મેટા, એમેઝોન અને માઇક્રોસોફ્ટ જેવી મોટી ટેક કંપનીઓના સમગ્ર ડિજિટલ સામ્રાજ્યને મોટો આંચકો લાગી શકે છે.

ઓઇલ નહીં, હવે ડેટા બન્યો નવો ‘ચોકપોઇન્ટ’

ઘણા લોકો માને છે કે ઇન્ટરનેટ સેટેલાઇટ દ્વારા હવામાં ચાલે છે, પરંતુ હકીકત એ છે કે દુનિયાનો 95 ટકાથી વધુ ઇન્ટરનેટ ડેટા સમુદ્રની અંદર પથરાયેલા અત્યંત પાતળા ફાઇબર-ઓપ્ટિક કેબલ્સ મારફતે એક ખંડમાંથી બીજા ખંડ સુધી પહોંચે છે.

ઈરાને ચેતવણી આપી છે કે જો અમેરિકન ટેક કંપનીઓ સહકાર નહીં આપે, તો આ રૂટ પરથી પસાર થતા ડિજિટલ ટ્રાફિકને અવરોધિત અથવા ધીમું કરવામાં આવી શકે છે.

મોટી ટેક કંપનીઓ કેમ નિશાન પર?

છેલ્લા એક દાયકામાં ગૂગલ, મેટા, એમેઝોન અને માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓએ પોતાના ક્લાઉડ સ્ટોરેજ, AI વર્કલોડ અને હાઈ-સ્પીડ ડેટા માટે સમુદ્રની અંદર ખાનગી કેબલ નેટવર્ક બિછાવવા અબજો ડોલરનું રોકાણ કર્યું છે.

જો ખાડી વિસ્તારના આ સમુદ્રી રૂટમાં થોડો પણ વિક્ષેપ આવે તો માત્ર ફેસબુક-વોટ્સએપ કે ઇન્સ્ટાગ્રામ જ ધીમું નહીં પડે, પરંતુ વિશ્વભરની બેંકિંગ સિસ્ટમ, શેરબજાર, એરલાઇન્સ લોજિસ્ટિક્સ અને ક્લાઉડ સર્વર્સ પણ ગંભીર અસર હેઠળ આવી શકે છે. આ કારણે સંરક્ષણ નિષ્ણાતો હવે આ અંડર-સી કેબલ્સને વીજળી ગ્રિડ અને ઓઇલ પાઇપલાઇન જેવી ‘ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ તરીકે જોવાનું શરૂ કર્યું છે.

 ભારત પર કેવી અસર પડશે?

આ ડિજિટલ સંઘર્ષનો મોટો પ્રભાવ ભારત પર પણ પડી શકે છે. અહેવાલો મુજબ ભારતમાંથી યુરોપ અને અમેરિકા જતો ઇન્ટરનેટ ટ્રાફિકનો મોટો હિસ્સો ખાડી વિસ્તાર અને લાલ સમુદ્રની અંદરથી પસાર થતી કેબલ્સ પર આધારિત છે. જો ઈરાન આ કેબલ્સના મેઇનટેઇનન્સમાં અવરોધ ઊભો કરે તો ભારતમાં કરોડો યુઝર્સ માટે ક્લાઉડ સર્વિસ, ઓનલાઈન પેમેન્ટ એપ્સ અને ડિજિટલ પ્લેટફોર્મની ગતિ ધીમી પડી શકે છે.

TVK સરકાર છ મહિના પણ નહીં ટકેઃ DMK ધારાસભ્યનો દાવો

ચેન્નઈઃ DMKના વરિષ્ઠ નેતા અને તિરુચેંદુરનાં ધારાસભ્ય અનીતા રાધાકૃષ્ણને રવિવારે તામિલનાડુના મુખ્ય મંત્રી જોસેફ વિજય અને તેમની TVK નેતૃત્વવાળી ગઠબંધન સરકાર પર તીખા પ્રહાર કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે આ સરકાર છ મહિના પણ ટકી શકશે નહીં. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે DMKપ્રમુખ એમકે સ્ટાલિન — જે વિજય અને તેમની TVKની એપ્રિલની ભવ્ય ચૂંટણી જીત પહેલાં મુખ્ય મંત્રી હતા — ટૂંક સમયમાં ફરી સત્તામાં પાછા ફરશે. દક્ષિણ તામિલનાડુમાં યોજાયેલા એક પાર્ટી કાર્યક્રમમાં રાધાકૃષ્ણને સત્તારૂઢ તમિલાગા વેટ્રી કઝગમના વરિષ્ઠ નેતા આધવ અર્જુનને પણ પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું હતું કે અર્જુન પહેલા વિલ્લીવક્કમ બેઠક પરથી રાજીનામું આપે અને પછી તિરુચેંદુરમાં તેમના સામે ચૂંટણી લડી બતાવે.

આ સરકાર માત્ર ચાર મહિના જ ટકશે

રાધાકૃષ્ણને જાહેરમાં કહ્યું હતું કે આ સરકાર માત્ર ચાર મહિના વધુ ટકશે. આધવ અર્જુન નામનો એક જ માણસ છે. જો હિંમત હોય તો ધારાસભ્યપદેથી રાજીનામું આપો, હું પણ આપું છું. એ પછી તિરુચેંદુરમાં સામસામે ટક્કર કરીએ. આ અમારું શહેર છે. અહીં અમે કોઈને પણ હરાવી શકીએ છીએ.

તિરુચેંદુર બેઠક છેલ્લાં 25 વર્ષથી અનીતા રાધાકૃષ્ણનનો ગઢ રહી છે. તેમણે 2001માં પ્રથમ વખત DMKના મુખ્ય દ્રવિડ પ્રતિસ્પર્ધી AIADMK માટે આ બેઠક જીતી હતી અને 2009માં DMK માટે તેને જાળવી રાખી હતી.

 સ્ટાલિન આગામી મુખ્ય મંત્રી બનશે

રાધાકૃષ્ણને એમકે સ્ટાલિનનો પણ બચાવ કર્યો, જ્યારે તેમને પોતાના ગઢ કોલાથુરમાં વી.એસ. બાબુ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. વી.એસ. બાબુ DMKના અસંતોષી ભૂતપૂર્વ નેતા હતા, જેઓ બાદમાં વિજયની TVKમાં જોડાયા અને પોતાના પૂર્વ નેતાને સત્તાથી દૂર કર્યા. રાધાકૃષ્ણને કહ્યું હતું કે અમે ઈચ્છીએ છીએ કે અમારા ‘થલાઇવર’ (નેતા) એમકે સ્ટાલિન ત્રિચીમાંથી ચૂંટણી લડે. સ્ટાલિને કોલાથુરને સિંગાપુરમાં બદલી નાખ્યું છે. ત્યાર બાદ તેમણે મતદાતાઓ પર નિશાન સાધતાં તેમને “નકામા” ગણાવ્યા હતા.

તેમણે વધુમાં કહ્યું હતું કે થલાઇવર આગામી મુખ્ય મંત્રી બનશે. ચારથી છ મહિના પછી અમારા નેતા મુખ્ય મંત્રી બનશે.

 TVK તરફથી કોઈ પ્રતિક્રિયા નહીં

જોકે વિજયના કાર્યાલય TVK અને આધવ અર્જુને આ ટિપ્પણીઓ પર હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ નિવેદનો TVK અને DMK વચ્ચે વધતા રાજકીય સંઘર્ષ વચ્ચે આવ્યા છે.