લખનૌઃ ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગીએ રસ્તાઓ પર નમાજ અદા કરવા મુદ્દે અત્યંત આકરું વલણ અપનાવ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે રસ્તાઓ ચાલવા માટે છે, કોઈ પણ પ્રકારના તમાશા માટે નહીં. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે. લખનૌમાં આયોજિત એક કાર્યક્રમમાં CM યોગીએ કહ્યું હતું કે પ્યારથી માનશે તો ઠીક, નહીં તો બીજો રસ્તો અપનાવીશું. તેમણે વધુમાં ઉમેર્યું છે કે જો જગ્યા ઓછી હોય તો શિફ્ટ પ્રમાણે નમાજ અદા કરવી જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કાયદો સૌ માટે સમાન છે અને જાહેર રસ્તાઓ પર અવ્યવસ્થા ફેલાવનારાઓ સામે સરકાર હવે સખત કાર્યવાહી કરશે.
પ્યારથી માનશે તો ઠીક, નહીં તો બીજો રસ્તો અપનાવીશું
મુખ્ય મંત્રીએ સંબોધનમાં કહ્યું હતું કે સરકાર પહેલેથી લોકોને સમજાવવાનો પ્રયાસ કરશે, પરંતુ જો કોઈ કાયદાની ભાષા નહીં સમજે તો તેની સામે કડક કાનૂની પગલાં લેવામાં આવશે. તેમણે કહ્યું હતું કે પ્યારથી માનશે તો ઠીક છે, નહીં તો બીજો રસ્તો અપનાવીશું. તેમણે જણાવ્યું હતું કે જ્યારે લોકો તેમને પૂછે છે કે શું ઉત્તર પ્રદેશમાં ખરેખર રસ્તાઓ પર નમાજ નથી વાંચવામાં આવતી, ત્યારે તેઓ જવાબ આપે છે કે બિલકુલ નહીં, કારણ કે રસ્તાઓ સામાન્ય જનતા માટે છે. કોઈને પણ સામાન્ય નાગરિકોના માર્ગમાં અવરોધ ઊભો કરવાનો કાયદેસર અધિકાર નથી.
Lucknow, Uttar Pradesh: Chief Minister Yogi Adityanath says, “I am often asked whether, in Uttar Pradesh, people really do not offer namaz on the roads. I say clearly that it does not happen at all—go and see for yourself. Roads are meant for movement. Can anyone come and create… pic.twitter.com/ZH4SJ5nsp6
— IANS (@ians_india) May 18, 2026
સંખ્યા વધારે હોય તો શિફ્ટમાં નમાજ વાંચો, વસ્તી નિયંત્રણ પર પણ ટિપ્પણી
તેમણે જણાવ્યું હતું કે કેટલાક લોકો કહે છે કે તેમની પાસે જગ્યા ઓછી છે અને લોકોની સંખ્યા વધારે છે. તેના જવાબમાં CM યોગીએ કહ્યું હતું કે જો જગ્યા ઓછી હોય તો લોકો પોતાના ઘરમાં નમાજ અદા કરે અથવા અલગ-અલગ શિફ્ટમાં નમાજ પૂર્ણ કરે. એ સાથે જ તેમણે વસ્તી નિયંત્રણ તરફ સંકેત કરતાં કહ્યું કે જો તમારા ઘરમાં રહેવા માટે જગ્યા નથી, તો વસ્તી નિયંત્રિત કરો. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જગ્યા ઓછી હોવાનો બહાનું બનાવીને જાહેર સંપત્તિ અથવા રસ્તાઓ રોકવાની પરવાનગી કોઈને આપવામાં નહીં આવે.
સરકારનો આ કડક સંદેશ રાજ્યમાં કાયદો-વ્યવસ્થા અને જાહેર શિસ્ત જાળવવા દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.




