પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં જીત-હારને લઈને દાવ લગાવતા રાજસ્થાનના ફલોદી સટ્ટાબજારના પણ અંદાજ મુજબ આ વખતે પણ બિહારમાં NDAની સરકાર બનવાની શક્યતા છે. સટ્ટા બજારના તાજા અનુમાન મુજબ NDA ગઠબંધનને 135-138 બેઠકો મળશે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જે ચૂંટણી સર્વેની તુલનાએ ઘણી વધુ છે.
બીજી તરફ મહાગઠબંધનની વાત કરીએ તો સટોડિયાના અનુમાન મુજબ તેમને માત્ર 93થી 96 બેઠકો મળવાની શક્યતા છે. જોકે ફલોદી સટ્ટા બજારના સટોડિયાએ વ્યક્તિગત ઉમેદવારની જીત-હારને લઈને કોઈ ભાવ જાહેર નથી કર્યો.
આ પહેલાં વોટ વાયબના સર્વેમાં મહાગઠબંધનને આગળ બતાવવામાં આવ્યું હતું. જ્યારે બિહારમાં લોકો પાસે પૂછવામાં આવ્યું કે આ વખત કયું ગઠબંધન જીતશે, ત્યારે 34.7 ટકા લોકોએ કહ્યું કે મહાગઠબંધન જીતશે. જ્યારે 34.4 ટકાએ કહ્યું હતું કે આ વખતે પણ NDA જીતશે. 12.3 ટકા લોકોએ જનસુરાજની જીતની વાત કરી. 10.1 ટકા લોકોએ કહ્યું કે તેઓ કંઈ કહી શકતા નથી.
Bihar Elections 2025 | Vote Vibe’s State Vibe Vol 4
Win perception: Virtually tied
MGB: 34.7% | NDA: 34.4%Critical swing factor: 66% believe migrant workers will vote post-Chhath Puja
Jan Suraj perception at 12.3% | Hung Assembly: 8.4%
A tight, multi-cornered contest.
Full… pic.twitter.com/rcFVWNWCiq
— Vote Vibe (@VoteVibeIndia) October 25, 2025
વોટ વાયબના ફાઉન્ડરએ શું કહ્યું
વોટ વાયબના ફાઉન્ડર અમિતાભ તિવારીએ એક ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે જન સુરાજને કારણે આ વખત ત્રિકોણીય ચૂંટણી થઈ રહી છે. પ્રશાંત કિશોરની પાર્ટી કોના વધુ મત કાપશે તે અંગે હજી અસ્પષ્ટતા છે. તેમણે જણાવ્યું હતું કે તેજસ્વી યાદવના “દરેક ઘરમાં સરકારી નોકરી”ના વચનથી ક્યાંક ને ક્યાંક મહાગઠબંધનને ફાયદો થતો નજરે પડે છે. તેમણે એ પણ કહ્યું કે આ વખતની બિહાર ચૂંટણીમાં પ્રશાંત કિશોરનો પ્રવેશ આ મુકાબલાને સંપૂર્ણપણે ત્રિકોણીય બનાવી રહ્યો છે. એવામાં લોકોમાં ક્યાંક ને ક્યાંક ગૂંચવણની સ્થિતિ જોવા મળી રહી છે.








દૃઢ બને છે ત્યારે સંકલ્પ બને છે. સંકલ્પનું પુરુષાર્થ દ્વારા સિદ્ધિમાં રૂપાંતર થાય છે.







આર્ટિસ્ટ સંવેદના વૈશ્ય ચિત્રલેખા.કોમને કહે છે, “આ પ્રદર્શનનો મુખ્ય વિષય છે: ‘દેશ, ગુજરાત અને નવજીવન સાથેનો સરદાર વલ્લભભાઈ પટેલનો સંબંધ.’ બીજા શબ્દોમાં કહી શકાય કે સરદારનો ઋણાનુબંધ.”
સંવેદના વધુમાં કહે છે, “મેં ગાંધીજી પર ઘણું કામ કર્યું. પણ જ્યારે સરદાર પર કામ કરવાનો અવસર આવ્યો ત્યારે એમને વાંચ્યા. વલ્લભભાઈ પટેલને વાંચ્યા પછી ખબર પડી કે એ ખરેખર સરદાર હતા. આ સાથે લોખંડી પુરુષ હતા જેમણે આ મહાન દેશમાં રજવાડાને ભેળવ્યા. એમને ભારત રત્ન બહુ જ પહેલા મળવા જેવો હતો. આ પ્રદર્શનમાં ભારત રત્નની કૃતિ અને સરદારનું વિશાળ પોર્ટ્રેટ તેયાર કરવાનો અવસર મને મળ્યો.”
ગાંધીજીનું માનસ સંતાન એવા નવજીવનની આ ઇમારતે ૭૫ વર્ષ પૂર્ણ કર્યા. પણ એની શુભ શરૂઆત ૭ સપ્ટેમ્બર ૧૯૧૯ના રોજ થઈ હતી. ગાંધીજીના માર્ગદર્શનમાં ‘નવજીવન’ સાપ્તાહિકનો પ્રથમ અંક પ્રગટ થયેલો. એ પછી દસ વર્ષ બાદ ઈ.સ. ૧૯૨૯માં ગાંધીજીએ કાગળ પર નવજીવન ટ્રસ્ટની રચના કરી અને સરદાર વલ્લભભાઈ પટેલને ટ્રસ્ટના પ્રમુખ પદે નીમ્યા હતા. જીવનના અંતિમ શ્વાસ સુધી સરદાર નવજીવનની ધુરા સંભાળી હતી. છેલ્લાં ૧૦૬ વર્ષથી નવજીવન માત્ર એક પ્રકાશન સંસ્થા નથી રહી. ગાંધીજીના વિચારોને જીવંત રાખી નવી પેઢી સુધી આ વારસાને પહોંચાડવા અલગ-અલગ સ્વરૂપમાં નવજીવન સક્રિય રહી છે.
ભારતના ભવ્ય ભૂતકાળ અને સુરક્ષિત વર્તમાનમાં સરદારની ભૂમિકા એ આ પ્રદર્શનનું મુખ્ય હાર્દ છે. આ દરેક કલાકૃતિમાં સરદારનું વ્યક્તિત્વ છલકાય છે. ભારત દેશ, અમદાવાદ શહેર અને નવજીવન સંસ્થામાં સરદારનું જે પ્રદાન છે એ દરેક પ્રસંગને અહીં ભાવાંજલિ આપવાનો પ્રયાસ થયો છે. આ પ્રદર્શન પુરાવો છે કે ઇમારતો, પુસ્તકો અને દસ્તાવેજો પૂરતું સરદારનું જીવન અને કાર્ય સીમિત નથી. અખંડ ભારતના શિલ્પી, કુશળ લોકનાયક અને વિચારવંત સેવક તરીકે સરદાર દરેક પેઢી સુધી પહોંચતું પ્રેરણાનું અજવાળું છે.
નવજીવન ટ્રસ્ટમાં રેઝોનન્સ – સરદાર • નવજીવન • ધ આર્ટિસ્ટ્સ આય.. પ્રદર્શન 31 ઓક્ટોબર 2025ના રોજ અમિત અંબાલાલના હસ્તે ખુલ્લું મુકાયા બાદ તા 15 ડિસેમ્બર,2025 સુધી બપોરે 12 થી રાત્રિનાં 9 કલાક દરમિયાન જોઈ શકાશે.
