Home Blog Page 4983

પ્રદૂષણ અટકાવવાના આઇડિયાઝ આપવા કોર્ટનું ગડકરીને નિમંત્રણ

નવી દિલ્હીઃ દિલ્હીના પ્રદૂષણ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ફટાકડાથી પ્રદૂષણ ફેલાય છે, પરંતુ આબોહવા ખરાબ કરવામાં ગાડીઓનો સિંહ ફાળો છે. પ્રદૂષણને રોકવા માટે દેશની સૌથી મોટી કોર્ટે કેન્દ્રીય નાણામંત્રી નીતિન ગડકરી પાસે સલાહ માંગી છે.

ચીફ જસ્ટિસ શરદ અરવિંદ બોબડેએ કહ્યું કે, નીતિન ગડકરી પાસે ઘણા નવા આઈડિયાઝ છે. અમે તેમને વિનંતી કરીએ છીએ કે તેઓ કોર્ટમાં આવે અને અમને પ્રદૂષણ રોકવાના ઉપાયો વિશે સમજાવે. તેઓ આ ઉપાયોને લાગૂ કરાવવાની સ્થિતિમાં પણ છે.

ચીફ જસ્ટિસ બોબડેએ કહ્યું કે, અમે કેન્દ્રીય મંત્રીને અહીંયા આવવા માટે કોઈ આદેશ નથી આપતા પરંતુ વિનંતી કરીએ છીએ કે તેઓ અહીંયા આવે અને નવા આઈડીયાઝ શેર કરે.

સુપ્રીમ કોર્ટે વાયુ પ્રદૂષણ ઓછું કરવાના ઉદ્દેશ્યથી તમામ સાર્વજનિક પરિવહન વાહનો અને સરકારી વાહનોની જગ્યાએ ઈલેકટ્રિક વ્હીકલ લાવવાના મુદ્દા પર ઈચ્છા વ્યક્ત કરી કે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી આ વિષય પર કોર્ટમાં આવીને વાત કરે. ચીફ જસ્ટિસ એસ.એ.બોબડેની અધ્યક્ષતા વાળી પીછે સોલીસીટર એ.એન.એસ નાદકર્ણીને પૂછ્યું કે શું મંત્રી કોટની સહાયતા માટે વાતચીત કરવા અહીંયા આવી શકે?

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, શું પર્યાવરણ મંત્રી સુપ્રીમ કોર્ટ આવી શકે છે અને વિજળી અથવા હાઈડ્રોજનથી ચાલનારા બીનપ્રદૂષણકારી વાહન લાવવાના પ્રસ્તાવ પર જાણકારી આપી શકે છે? નાદકર્ણીએ કહ્યું કે નેતાઓ કોર્ટમાં ઉપસ્થિત થાય તે કંઈ ખોટુ નથી. પીઠે કહ્યું , અમે સમજીએ છીએ કે પ્રશાંત ભૂષણ રાજનૈતિક વ્યક્તિ છે, પરંતુ તેઓ મંત્રી સાથે પૂછપરછ કરવા નથી બોલાવી રહ્યા.

J&Kમાં સીમાંકન પંચની રચનાથી રાજકીય ગરમાવો

શ્રીનગરઃ કેન્દ્ર શાસિત જમ્મુ-કાશ્મીરમાં સીમાંકન પંચની રચનાથી રાજકીય ગરમાવો ફરી વધી રહ્યો છે. ભાજપ અને પેન્થર્સ પાર્ટી આને યોગ્ય પગલું માની રહી છે, પણ અન્ય પાર્ટીઓ એનો વિરોધ શરૂ કર્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ ગયા સોમવારે જ રાજ્યના પ્રસ્તાવિત સીમાંકન પંચ માટે સુશીલ ચંદ્રાની નિમણૂક કરી છે. જમ્મુ-કાશ્મીરને અલગ કેન્દ્ર શાસિત રાજ્ય બનાવ્યા પછી હવે ત્યાં સીમાંકનનું કાર્ય શરૂ થશે. આના માટે સીમાંકન પંચની રચના કરાશે અને સુશીલ ચંદ્રા ચૂંટણી પંચનું પ્રતિનિધિત્વ કરશે.

જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ મુજબ જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં સીમાંકનના ફેરઆંકલન બાદ સાત બેઠકોને વધારવામાં આવશે. પાછલા વર્ષે ઓગસ્ટમાં સંસદ દ્વારા જમ્મ-કાશ્મીર વિધાનસભામાં 87 ચૂંટાયેલા સભ્યો સિવાય બે નામાંકિત મહિલા વિધાનસભ્યો રહેતી હતી. આ સિવાય 24 બેઠક જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ગુલામ કાશ્મીરના ક્વોટામાં ખાલી રહેતી હતી. આ અંગે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રો. સૈફુદ્દીન સોઝે કહ્યું હતું કે કેન્દ્ર શાસિત જમ્મુ-કાશ્મીર રાજ્યમાં વિધાનસભાની રચના પછી જ સીમાંકન થવું જોઈએ.પેન્થર્સ પાર્ટીના રાજ્યપ્રધાન બલવંત સિંહ મનકોટિયાએ કહ્યું હતું કે સીમાંકન પંચમાં જે એક સભ્ય જમ્મુ-કાશ્મીરનો નિયુક્ત કરવામાં આવે. તે બિનરાજકીય અને સારી છબિ ધરાવતો હોવો જોઈએ. પંચનો સભ્ય જનસંપર્ક કરીને ક્ષેત્રની વસતિ અને આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને અહેવાલ તૈયાર કરે.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવીન્દ્ર રૈનાએ કહ્યું હતું કે જમ્મુને રાજકીય કારણોસર નબળું રાખવા માટે ષડયંત્ર થતાં આવ્યાં છે. આવામાં વિધાનસભાની બેઠકોનું સમીંકન થવાથી જમ્મુ પ્રદેશને ન્યાય મળશે. પીડીપીના વરિષ્ઠ નેતા વેદ મહાજને સીમાંકન પંચની રચના કરવાના પગલાનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું હતું કે વિધાનસભાની સીટોનું સીમાંકન થવાથી લોકોની આકાંક્ષાઓ પૂરી થશે.

 

(નકશો માત્ર સમજૂતી માટે છે)

 

 

 

 

યુનિવર્સિટીઓ PGDM અને MBA કોર્સ એકસાથે નહીં ચલાવી શકે

નવી દિલ્હી: સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ હવે PGDM (સ્નાતક પછીનો) અને MBA  કોર્સની રજૂઆત એકસાથે નહીં કરી શકે. તેમણે બંનેમાંથી કોઈ એક કોર્સના સંચાલનની પસંદગી કરવી પડશે. આ માહિતી ઓલ ઇન્ડિયા ફોર ટેક્નિકલ એજ્યુકેશને માહિતી આપી હતી. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયના ટેક્નિકલ અને મેનેજમેન્ટ શિક્ષણ નિયામકે કહ્યું હતું કે PGDM કોર્સ માત્ર એવી યુનિવર્સિટીઓ ચલાવી શકશે, જે પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ (IIM)ની જેમ ના તો યુનિવર્સિટી હોય અથવા કોઈ યુનિવર્સિટીથી સંલગ્ન હોય.   

એક વરિષ્ઠ AICTE અધિકારીએ જણાવ્યું હતું કે હાલમાં એ ધ્યાનમાં આવ્યું છે કે કેટલીક માનદ્ યુનિવર્સિટીઓ કેટલોક સમય નિયમોનું ઉલ્લંઘન કરીને મેનેજમેન્ટ પ્રોગ્રામના બેનર હેઠળ PGDM કોર્સનું સંચાલન કરી રહી હોય. તેમણે કહ્યું કે AICTE અધિનિયમ 2020ના અનુસાર એક જ યુનિવર્સિટી PGDM અને  MBA કોર્સને એકસાથ સંચાલનની મંજૂરી નથી.

તેમણે કહ્યું કે નિયમો અનુસાર યુનિવર્સિટીથી સંલગ્ન કોલેજો પાસે આ વિકલ્પ છે કે તે ત્યાંથી સંચાલિત PGDM કોર્સને અથવા તો યુનિવર્સિટી (જેનાથી એ સંલગ્ન છે)ના MBAને પત્રાચાર માધ્યમમાં બદલે અથવા MBA કોર્સ સંચાલનની સ્થિતિમાં આ પ્રકારનો વિકલ્પ અપનાવી લે.

“છત્રપતિ શિવાજી મહારાજ” શબ્દ નહી મંત્રઃ અમિતાભનું ટવીટ

નવી દિલ્હીઃ મરાઠા સામ્રાજ્યના વીર સપૂત છત્રપતિ શિવાજી મહારાજની આજે જયંતિ. શિવાજી મહારાજ ભારતના એવા વીર હતા કે જેમની વિરતાની વાતો કરીએ તેટલી ઓછી પડે. શિવાજી તો ખરા જ પરંતુ તેમના દિકરા શંભુજી રાજેએ પણ હિંદુત્વની રક્ષા કાજે પોતાના પ્રાણ પાથરી દીધા. વર્ષ 1674 માં શિવાજી મહારાજે જ પશ્ચિમ ભારતમાં મરાઠા સામ્રાજ્યનો પાયો નાંખ્યો હતો. તેમણે કેટલાય વર્ષો સુધી ઔરંગઝેબના મુગલ સામ્રાજ્ય સાથે સંઘર્ષ કર્યો. છત્રપતિ શિવાજીની જયંતીના પ્રસંગે બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. અમિતાભ બચ્ચને ટ્વીટ કરતા લખ્યું કે, “છત્રપતિ શિવાજી મહારાજ”, આ શબ્દ નથી પરંતુ એક મંત્ર છે. અમિતાભ બચ્ચને આગળ લખ્યું કે, સદીઓ બાદ પણ તેમની પાસેથી જ પ્રેરણા મળે છે. તેઓ દુનિયાના એક શ્રેષ્ઠ યોદ્ધા અને આદર્શ રાજા હતા. તેમનું સ્મરણ હંમેશા પ્રેરણાદાયી રહ્યું છે. છત્રપતિ શિવાજી મહારાજજીની જયંતી પર તેમને શત્ શત્ નમન.

અમિતાભ બચ્ચનના આ ટ્વીટ પર લોકો ખૂબ કમેન્ટ્સ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

અમિતાભ બચ્ચન જલ્દી જ ચાર ફિલ્મો દ્વારા બોલીવૂડમાં ધમાલ મચાવવા જઈ રહ્યા છે. બિગ બીના આ લિસ્ટમાં “ચહેરે,”બ્રહ્માસ્ત્ર”,”ઝુંડ,””ગુલાબો-સિતાબો”નો સમાવેશ થાય છે. ફિલ્મ ચહેરામાં અમિતાભ બચ્ચન ઈમરાન હાશ્મી સાથે લીડ રોલ નિભાવશે. “બ્રહ્માસ્ત્રમાં” બિગબી આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સાથે દેખાશે. તો ગુલાબો-સિતાબોમાં બિગ બી બોલીવુડના દમદાર એક્ટર આયુષ્માન ખુરાના સાથે દેખાશે. આ સિવાય બીગ-બી કોન બનેગા કરોડપતિની 11 મી સીઝન પણ હોસ્ટ કરી રહ્યા હતા, જે હવે ખતમ થઈ ચૂકી છે.

મંદિર નિર્માણ માટે રામલલ્લા થોડોક સમય સ્થાન ફેરવશે

અયોધ્યાઃ રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારીએ કહ્યું હતું કે રામ મંદિરનું નિર્માણકાર્ય શરૂ થવાથી રામ લલ્લાની મૂર્તિઓને  હંગામી મંદિરના ગર્ભગૃહમાં રાખવામાં આવી છે. હાલ પૂરતું રામ લલ્લાની મૂર્તિઓને બીજી જગ્યાએ સ્થાપિત કરવામાં આવશે. પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું હતું કે મૂર્તિઓને અસ્થાયી રૂપે મંદિરથી 200 મીટર દૂરની જગ્યાએ સ્થાનાંતરિત કરવામાં આવશે.

મુખ્ય પૂજારીએ કહ્યું હતું કે રામ મંદિરનું નિર્માણ ગર્ભગૃહથી શરૂ થશે. રામ લલ્લાની મૂર્તિઓને સ્થાનાંતરિત કરવા માટે કેટલાક એન્જિનિયરોએ જમીનની માપણી કરી છે. જોકે હું તેમને નથી મળ્યો. રામ લલ્લાની મૂર્તિઓને સ્થાનાંતરિત કરવામાં આવશે અને એને હંગામી ધોરણે માનસ ભવન તરફ સ્થાપિત કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું. અયોધ્યા મામલે ટાઇટલ સૂટના પક્ષકાર ત્રિલોકી નાથ પાંડેએ કહ્યું હતું કે ગર્ભ ગૃહનું નિર્માણ કાર્યપૂરું થયા બાદ મૂર્તિઓને તેમના મૂળ સ્થાને પાછી લાવવામાં આવશે.ટ્રસ્ટની મહત્ત્વની બેઠક

સુપ્રીમ કોર્ટના આદેશ પર કેન્દ્ર સરકાર દ્વારા ગઠિત રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસની પહેલી બેઠક દિલ્હીમાં થશે, જેમાં મંદિર નિર્માણના મુહૂર્ત સહિત કેટલાક વિષયો પર વિચાર કરશે. જેમાં લોકો પાસેથી ફંડ લેવું કે નહીં એ મુદ્દો સામેલ છે.

આ ટ્રસ્ટની બેઠકમાં શિલાન્યાસના મુહૂર્તથી માંડીને નિર્માણ પૂરું થવા સુધી સમયમર્યાદા નિર્ધારિત કરવાના મુદ્દાઓ પર ચર્ચા કરાશે. આ ઉપરાંત આ પ્રક્રિયાને બને એટલી પારદર્શક રાખવામાટે ખાસ ધ્યાન રાખવામાં આવશે, જેથી વિવાદ ઊભો ના થાય. આ બેઠકમાં મંદિરના નિર્માણ દરમ્યાન રામ લલ્લાને રાખવાના સ્થાનને લઈને ચર્ચાવિચારણા થશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ન્યાસના અન્ય પદાધિકારીઓ વિશે પણ ચર્ચા થવાની શક્યતા છે. સુપ્રીમ કોર્ટે રામ મંદિરની તરફેણમાં ચુકાદો આપતાં અને મંદિર નિર્માણ માટે ન્યાસની રચનાના આદેશ પર કેન્દ્ર સરકારે પાંચ ફેબ્રુઆરીએ ટ્રસ્ટ બનાવવાની જાહેરાત કરી હતી.

 

 

 

દિલ્હીઃ સ્વાતિ માલીવાલ અને નવીન જયહિંદના છુટાછેડા

નવી દિલ્હીઃ દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલ અને તેમના પતિ નવીન જયહિંદના આખરે છુટ્ટાછેડા થયા છે. માલીવાલે પોતે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, ઘણીવાર સારા લોકો સાથે રહી શકતા નથી. હું તેમને હંમેશા મિસ કરીશ. નવીન જયહિંદ આમ આદમી પાર્ટીના હરિયાણાના પ્રદેશ અધ્યક્ષ છે. સ્વાતી માલીવાલે ટ્વીટમાં કહ્યું કે, સૌથી દુઃખદ ક્ષણ ત્યારે હોય છે કે, જ્યારે તમારી સુખદ સ્ટોરીનો એન્ડ આવી જાય છે. મારી સ્ટોરીનો એન્ડ આવી ગયો છે. મારા અને નવીનના છુટ્ટાછેડા થઈ ગયા છે. અમે લોકો સાથે જે અમારું જીવન વિતાવી શકતા હતા તેને હું હંમેશા મિસ કરીશ.

ઉલ્લેખનીય છે કે, મહિલાઓના અધિકારોને લઈને સ્વાતિ માલીવાલ ખૂબ સક્રિય રહે છે. તાજેતરમાં તે બળાત્કારીઓને છ મહિનામાં ફાંસીની માંગ સાથે અનિશ્ચિતકાલીન ભૂખ હડતાળ પર બેસી હતી. આ દરમિયાન તેમની તબિયત ખરાબ થતા તે બેભાન થઈ ગઈ હતી. આ મામલે નવીન જયહિંદે ટ્વીટ કરતા લખ્યું હતું કે, સ્વાતિ સાચી મર્દાની છે. સૂતેલા લોકોને જગાડી શકાય છે પરંતુ તે મડદાઓને જગાડવા ચાલી છે કે જેઓ ક્યારેય ન જાગે. આ જંગલમાં જીવતા રહીને સંઘર્ષ કરી શકાય પરંતુ મરીને આ યુદ્ધ ન લડી શકાય. રેપિસ્ટોને ફાંસી માટે 13 દિવસથી તે હડતાળ પર છે.

શાહીનબાગમાં દેખાવકારો સાથે મધ્યસ્થીઓની વાતચીત

નવી દિલ્હીઃ શાહીનબાગમાં નાગરિકતા સંશોધન કાનૂન (સીએએ)ની વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શનને ખતમ કરવા માટે સુપ્રીમ કોર્ટે નીમેલી મધ્યસ્થોની ટીમ પ્રદર્શનકારો સાથે વાતચીત કરવા માટે આજે પહોંચશે. ભૂતપૂર્વ મુખ્ય ઇન્ફોર્મેશન કમિશનર હબીબુલ્લા, વકીલ સંજય હેગડે અને સાધના રામચંદ્રનને વાટાઘાટકાર નીમ્યા છે. મંગળવારે સુપ્રીમ કોર્ટના નિર્દેશો પછી દેખાવકારો આગામી વ્યૂહરચના બનાવવા માંડ્યા છે.

પ્રદર્શનના આયોજકોની અનેક બેઠકો થઈ હતી. જેમાં વાતચીત માટે પ્રતિનિધિઓની ચૂંટણી અને ટ્રાફિક જેમને અટકાવવા માટે રોડના કેટલોક હિસ્સો ખોલવાના વિકલ્પ પર ચર્ચા થઈ હતી. પ્રદર્શનકારીઓ પ્રારંભમાં આ વાત સહમતી દર્શાવતાં એક કહ્યું હતું કે એક મહિલા વકીલ તેમનું પ્રતિનિધિત્વ કરશે.આયોજકોમાંથી એક આસિફ અહમદે કહ્યું હતું કે પ્રદર્શન સ્થળે એક કાયદાકીય ટીમ મોજુદ છે અને વકીલ પણ ત્યાં જાય છે. જોકે વિશે જવાબદારી વરિષ્ઠ મહિલાઓ પર છે, જેમાંની સાત તો 15 ડિસેમ્બરથી ત્યાં છે. અમારું માનવું છે કે અમારું પ્રતિનિધિ હોવાનો દાવો કરીને કેટલાક લોકો આંદોલનને હાઇજેક ના કરી શકે.

સ્થાનફેર કર્યું તો સરકાર ધ્યાન આપશે?

મંગળવારે સાંજે કેટલીક મહિલાઓએ સુપ્રીમ કોર્ટની વકીલ મહમૂદ પ્રાચાએ પ્રદર્શન સ્થળેથી જતા રહેવા કહ્યું –તો શું કેટલાક તેમની હાજરીને સમર્થન આપ્યું. એક વરિષ્ઠ પ્રદર્શનકારી સલમાએ કહ્યું હતું કે મધ્યસ્થીઓ કેટલાક લોકોને બદલે દેખાવકારોને મળે. મોટા ભાગના લોકો ઇચ્છે છે કે સ્થાનફેર કરવામાં આવે, પણ 66 દિવસમાં સરકારે અમારી તરફ ધ્યાન નથી આપ્યું, તો શું આપને લાગે છે કે ખૂણામાં ગેખાવ કરીએ તો તેઓ અમારી વાત સાંભળશે?

 

કેજરીવાલની શાહ સાથે મુલાકાત: ઔપચારિકતા કે પછી…?

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવ્યા પછી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરશે. કેજરીવાલની આ મુલાકાત એક સૌજન્ય મુલાકાત હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અરવિંદ કેજરીવાલ ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી બન્યા છે.

મહત્વનું છે કે, દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમ્યાન ભાજપ અને આપના નેતાઓ વચ્ચે જોરદાર નિવેદન થયા હતા. ભાજપના નેતાઓ તરફથી અનેક વિવાદસ્પદ નિવેદનો આપવામાં આવ્યા જેના પર ચૂંટણી પંચે કાર્યવાહી કરવાની પણ ફરજ પડી હતી. તો બીજી તરફ ચૂંટણી પ્રચાર દરમ્યાન અરવિંદ કેજરીવાલે પણ અમિત શાહ પર જોરદાર પ્રહારો કર્યા હતા.

તો બીજી તરફ એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, દિલ્હી સર કર્યા પછી આમા આદમી પાર્ટીની નજર રાષ્ટ્રીય રાજકારણ પર છે. કેજરીવાલ દિલ્હી મૉડલ આગળ કરીને તેને રાષ્ટ્રીયસ્તરે રજૂ કરશે. જોકે ક્યારે તેવું થશે તે કહી શકાય નહીં. કેજરીવાલ અને આપને સમજાઈ ગયું હતું કે ભાજપ કે નરેન્દ્ર મોદી પર દરેક બાબતમાં પ્રહારો કર્યા કરવાથી કશો ફાયદો થવાનો નથી.

ટ્રમ્પનો પ્રવાસ: નજર 2.6 અબજ ડોલરની ડીફેન્સ ડીલ પર?

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ભારત પ્રવાસ ભારત માટે અનેક મહત્વનો માનવામાં આવી રહ્યો છે. જોકે, ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને અસંમજસની સ્થિતિ જોવા મળી રહી છે. ટ્રમ્પે ભારત મુલાકાત પહેલાં કહ્યું છે કે, તેઓ ભારત સાથે મોટી વેપાર સમજૂતી કરવા માંગે છે પરંતુ આ ડીલ તેઓ ભારત મુલાકાત દરમિયાન નહીં કરે. તેમણે કહ્યું છે કે, તેઓ ખરેખર મોદીને ખૂબ પસંદ કરે છે પરંતુ હાલ તેઓ ટ્રેડ ડીલ નહીં કરી શકે તેઓ આ ડીલને આગામી સમય માટે બચાવીને રાખવા માંગે છે. ટ્રમ્પના આ નિવેદન પછી માનવામાં આવે છે કે, બંને દેશો વચ્ચે વેપાર સમજૂતી થઈ જશે. નોંધનીય છે કે, ટ્રમ્પ 24-25 ભારતની મુલાકાતે આવવાના છે.

ટ્રેડ ડીલ ન થઈ શકે તો પણ સૂત્રોના જણાવ્યા અનુસાર બંને દેશો વચ્ચે મહત્તવના શસ્ત્રો સોદાઓ થઈ શકે છે. આજે કેબિનેટ કમિટીની ઓન સિક્યોરિટી બેઠકમાં ટ્રમ્પના પ્રવાસ દરમ્યાન થનારા સરંક્ષણ સોદાઓને મંજૂરી મળી શકે છે. ભારત નૌકા દળ માટે વિશેષ હેલિકોપ્ટર ખરીદવા માગે છે. MH-60R સીહૉક પ્રકારના 24 હેલિકૉપ્ટર્સ ખરીદવા માટેની ડીલ થાય તેવી શક્યતા છે. લોકહીડ માર્ટીન કંપની આ હેલિકૉપ્ટર બનાવે છે. કંપની સાથે સોદો કરવામાં આવે તો મંજૂરી સહિતની લાંબી પ્રક્રિયા થાય કરવી પડે. તેના બદલે ભારત અને અમેરિકાની સરકારો વચ્ચે ફોરેન મિલિટરી સેલ્સ રૂટથી આ સોદો થાય તેવી શક્યતા છે. હેલિકૉપ્ટરના સોદાની કિંમત અઢી અબજ ડૉલરથી વધુની હશે.

અમેરિકાની જાણીતી કંપની બોઈંગ મિલિટ્રી એરક્રાફ્ટ્સ પણ બનાવે છે. બોઈંગ એફ-21 પ્રકારના વિમાનો ભારતને વેચવા માટે આતુર છે. તેના માટે પણ વાતચીત થઈ શકે છે. આ ઉપરાંત ડીલમાં વાયુસેના માટે 6 AH-64E Apache Attack હેલિકોપ્ટરની ખરીદીને પણ મંજૂરી મળી શકે છે, આ ડીલ 93 કરોડ ડોલરની હશે.

 

ટ્રમ્પ કાંઇ ભગવાન રામ છે?: અધીર રંજન ચૌધરી

નવી દિલ્હીઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલાં રાજકારણ શરૂ થયું છે. કોંગ્રેસે ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગતમાં 70 લાખ લોકો એકત્ર થવાના સરકારના દાવા પર તીખો હુમલો કર્યો છે. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ સવાલ કરતાં કહ્યું છે કે શું ટ્રમ્પ ભગવાન રામ છે કે તેમના સ્વાગતમાં 70 લાખ લોકો આવે?

અત્રે એ ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે ખુદે ભારત પ્રવાસનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને કહ્યું છે કે અમદાવાદ એરપોર્ટથી માંડીને મોટેરા સ્ટેડિયમ સુધી 70 લાખ લોકો તેમનું ભવ્ય સ્વાગત કરશે.ટ્રમ્પ શું ભગવાન રામ છે?: અધીર

લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળના નેતા અધીરે પૂછ્યું હતું કે ટ્રમ્પના સ્વાગતમાં આટલા બધા ભારતીયોને કેમ એકત્ર કરવા જોઈએ? તેમણે સવાલ કર્યો હતો કે ટ્રમ્પ શું ભગવાન રામ છે?  તેઓ માત્ર અમેરિકાના રાષ્ટ્રપતિ છે. પછી તેમને માટે 70 લાખ લોકોને ઊભા કરવાની શી જરૂર?  અમને દેશવાસીઓને તેમની પૂજા માટે ઊભા નહીં રાખવાની શું જરૂર?પોતાના લાભ માટે ભારત આવતા ટ્રમ્પ
અધીર રંજને કહ્યું હતું કે ટ્રમ્પ પોતાના લાભ માટે ભારત આવી રહ્યા છે. તેમના ભારત પ્રવાસ દરમ્યાન થનારા વેપાર સોદા નહીં કરવાના નિવેદન પર પણ તેમણે હુમલો કર્યો હતો. અધીરે કહ્યું હતું કે ટ્રમ્પ આવી રહ્યા છે, પણ વેપાર સોદો નથી કરવા ઇચ્છતા તેઓ અમેરિકી ઉદ્યોગોને માટે સુરક્ષિત નીતિ અપનાવવા માગે છે અનમ તેઓ અમેરિકા બજારમાં આપણને પ્રવેશવા નથી દેતા. તેઓ એલાન કરી રહ્યા છે કે ભારત વિકસિત થઈ ગયું છે. જોકે તેમણે ટ્રમ્પના દાવાની પોલ ખોલતાં કહ્યું હતું કે હિન્દુસ્તાનમાં પ્રતિ વ્યક્તિની આવક 2000 ડોલર છે, જ્યારે અમેરિકામાં એ 60,000 ડોલર છે. ટ્રમ્પની અમેરિકી ફર્સ્ટની નીતિ છે. તેઓ પોતાનો વેપાર-ધંધા વધારવા આવે છે.