“છત્રપતિ શિવાજી મહારાજ” શબ્દ નહી મંત્રઃ અમિતાભનું ટવીટ

નવી દિલ્હીઃ મરાઠા સામ્રાજ્યના વીર સપૂત છત્રપતિ શિવાજી મહારાજની આજે જયંતિ. શિવાજી મહારાજ ભારતના એવા વીર હતા કે જેમની વિરતાની વાતો કરીએ તેટલી ઓછી પડે. શિવાજી તો ખરા જ પરંતુ તેમના દિકરા શંભુજી રાજેએ પણ હિંદુત્વની રક્ષા કાજે પોતાના પ્રાણ પાથરી દીધા. વર્ષ 1674 માં શિવાજી મહારાજે જ પશ્ચિમ ભારતમાં મરાઠા સામ્રાજ્યનો પાયો નાંખ્યો હતો. તેમણે કેટલાય વર્ષો સુધી ઔરંગઝેબના મુગલ સામ્રાજ્ય સાથે સંઘર્ષ કર્યો. છત્રપતિ શિવાજીની જયંતીના પ્રસંગે બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. અમિતાભ બચ્ચને ટ્વીટ કરતા લખ્યું કે, “છત્રપતિ શિવાજી મહારાજ”, આ શબ્દ નથી પરંતુ એક મંત્ર છે. અમિતાભ બચ્ચને આગળ લખ્યું કે, સદીઓ બાદ પણ તેમની પાસેથી જ પ્રેરણા મળે છે. તેઓ દુનિયાના એક શ્રેષ્ઠ યોદ્ધા અને આદર્શ રાજા હતા. તેમનું સ્મરણ હંમેશા પ્રેરણાદાયી રહ્યું છે. છત્રપતિ શિવાજી મહારાજજીની જયંતી પર તેમને શત્ શત્ નમન.

અમિતાભ બચ્ચનના આ ટ્વીટ પર લોકો ખૂબ કમેન્ટ્સ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

અમિતાભ બચ્ચન જલ્દી જ ચાર ફિલ્મો દ્વારા બોલીવૂડમાં ધમાલ મચાવવા જઈ રહ્યા છે. બિગ બીના આ લિસ્ટમાં “ચહેરે,”બ્રહ્માસ્ત્ર”,”ઝુંડ,””ગુલાબો-સિતાબો”નો સમાવેશ થાય છે. ફિલ્મ ચહેરામાં અમિતાભ બચ્ચન ઈમરાન હાશ્મી સાથે લીડ રોલ નિભાવશે. “બ્રહ્માસ્ત્રમાં” બિગબી આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સાથે દેખાશે. તો ગુલાબો-સિતાબોમાં બિગ બી બોલીવુડના દમદાર એક્ટર આયુષ્માન ખુરાના સાથે દેખાશે. આ સિવાય બીગ-બી કોન બનેગા કરોડપતિની 11 મી સીઝન પણ હોસ્ટ કરી રહ્યા હતા, જે હવે ખતમ થઈ ચૂકી છે.