Home Blog Page 4971

માંચેસ્ટરથી મોટેરાની ઓળખ ધરાવતા અમદાવાદનો આજે હેપ્પી બર્થ ડે!

અમદાવાદઃ સાબરમતીને કાંઠે વસેલું શહેર એટલે અમદાવાદ. આઝાદીની જ્યાંથી શરૂઆત થઈ હતી એ ગાંધી આશ્રમ પણ અમદાવાદમાં આવેલો છે. અમદાવાદ એટલે એક વખતના બ્રિટનના માન્ચેસ્ટરની ઓળખ ધરાવતું શહેર. માન્ચેસ્ટરથી માંડીને યુનેસ્કોએ જુલાઈ, 2017માં દેશના પહેલા યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટીની ઓળખ ધરાવતું શહેર એટલે અમદાવાદ. વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ ધરાવતું શહેર એટલે અમદાવાદ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ક્રિકેટ વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન કરવા અમદાવાદ આવ્યા હતા.

ગુજરાતનું સૌથી મોટું શહેર અને જૂનું પાટનગર એટલે અમદાવાદ. અમદાવાદની વસતિ 2011ની વસતિ ગણતરી મુજબ પાંચ સાડાપાંચ કરોડની (હાલ અંદાજે સાડા છ કરોડ), જે દેશના સૌથી મોટાં પાંચ શહેરોમાં સૌથી વધુ ધરાવતાં શહેરોમાંનું એક.  દેશમાં અમદાવાદ રાજકીય અને સંસ્કૃતિ કેન્દ્રબિંદુ છે. દેશમાં આર્થિક અને ઔદ્યોગિક કામકાજનું હબ અમદાવાદ ગણાતું હતું અને હજી પણ ગણાય છે. દેશમાં હાલ પણ સૌથી બીજા નંબરનું કપાસ ઉત્પાદક મથક અમદાવાદ છે.

વિશ્વનું સૌથી મોટું ક્રિકેટનું સ્ટેડિયમ એટલે મોટેરા સ્ટેડિયમ

અમદાવાદમાં સ્પોર્ટ્સ તરીકે લોકપ્રિય રમત હોય તો ક્રિકેટ છે અને હાલમાં જ ક્રિકેટ વિશ્વમાં સૌથી મોટું સ્ટેડિયમ મોટેરા પણ અમદાવાદમાં આવેલું છે. જ્યાં હાલમાં એનું ઉદઘાટન વડા પ્રદાન નરેન્દ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા હતા. આ સ્ટેડિયમની ક્ષમતા સૌથી વધુ 1,1000 પ્રેક્ષકોને સમાવવાની છે.

શહેરના બે ફાડિયા કરતી સાબરમતી નદી

અમદાવાદ સાબરમતીને કાંઠે વસેલું છે, પણ શહેરના બે ભાગ પણ નદી જ કરે છે. અમદાવાદ ચોતરફ વિસ્તર્યું છે. અમદાવાદમાં 500 પોળો આવેલી છે તો 500 મસ્જિદો પણ છે. ઐતિહાસિક ધરોહરમાં માણેક બુરજ છે તે ભદ્ર કાળીનું મંદિર છે. સરખેજનો રોજો પણ આવેલો છે.

જૂનું અમદાવાદ, નવું અમદાવાદ

જૂનું અમદાવાદ એટલે કોટ વિસ્તારનું –પોળોનું અમદાવાદ, પણ હવે અમદાવાદ નદી પાર બંને બાજુ ખૂબ વિસ્તર્યું છે. શહેરનો ઘેરોવો ચારે બાજુ ખાસ્સો વધ્યો છે. શહેરમાં બીઆરટીએસ પણ છે અને હવે મેટ્રોનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે.

અમદાવાદ એટલે ચાર બંગડીવાળું શહેર

અમદાવાદઃ નદીની રેતમાં રમતું નગર મળે ન મળે…આ કાવ્ય અમદાવાદ માટે કવિ આદિલ મન્સૂરીએ ભલે અમદાવાદ છોડતી વખતે ભલે વ્યથિત હ્રદયે લખેલું હોય, પણ એ ગીત અમદાવાદ શહેરની ઓળખસમું બની ગયું છે. અમદાવાદને આજે 609 વર્ષ પૂરાં થયાં છે. ત્યારે આદિલ મન્સૂરી જેટલા જ અમદાવાદપ્રેમી ડો. માણેકભાઈ પટેલે અમદાવાદ અલગારી મારું અમદાવાદ ગીત લખ્યું છે.

આ જગતમાં ઘણા લોકોએ શહેર માટે દેશ માટે અને વિશ્વ માટે પોતાના વ્યવસાય કરતાં જુદા વિષય પર પોતાની જિંદગીનો અમૂલ્ય સમય આપ્યો હશે, પણ દેશમાં કે દુનિયામાં ભાગ્યે કોઈક જ એવી વ્યક્તિ હશે કે જે પોતાની નહીં પણ શહેરની વર્ષગાંઠ પણ ઊજવતી હોય. અમદાવાદપ્રેમી ડો. માણેકભાઈ અમદાવાદનો જન્મદિવસ દર વર્ષે ઊજવતા રહ્યા છે. તેમણે પોતાનો જન્મદિવસ ઊજવ્યો હોય એવું જાણમાં નથી. ડો. માણેકભાઈ પટેલ અમદાવાદ સાહિત્ય-સંશોધન ક્ષેત્રે 25 વર્ષ પૂરાં કર્યા છે. તેમણે  કલા, સાહિત્યા, શિક્ષણ લોકકલા ઉપરાંત ઇતિહાસ, ભૂગોળ અને વિજ્ઞાન સહિત  દરેક ક્ષેત્રમાં અમદાવાદ પર સંશોધન કર્યું છે. તેમણે અમદાવાદ વિશે વિસ્તૃત અને ગહન અભ્યાસ કર્યો છે. તેમણે અમદાવાદનું દસ્તાવેજીકરણ કર્યું હોય તેવો કદાચ ભારતમાં આ પહેલો બનાવ છે. તેમણે અમદાવાદ પર વિહંગાવલોકન કર્યું છે. તેમને તો અમદાવાદ શહેરના એનસાઇક્લોપિયા કહી શકાય.

અમદાવાદ શહેર પર ‘ડોક્યુમેન્ટરી’ : ‘વેલકમ ટુ અમદાવાદ’

ડો. માણેક પટેલે અમદાવાદ શહેરની એક ડોક્યુમેન્ટરી ‘વેલકમ ટુ અમદાવાદ’ બનાવી છે, જે બનાવતાં તેમને બે વર્ષ લાગ્યાં હતાં. અમદાવાદ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ આ અમદાવાદ ડોક્યુમેન્ટરીની સીડી બનાવવા માટેનો પ્રોજેક્ટ પાસ કર્યો હતો. આ ડોક્યુમેન્ટરી બનાવવા પાછળ તેમને રૂ. સાત લાખનો ખર્ચ કર્યો હતો, પણ કોર્પોરેશને તેમને રૂ. છ લાખ જ મંજૂર કર્યા હતા. આમ તેમણે ગાંઠના પૈસા ખર્ચીને પણ પ્રોજેક્ટ પૂરો કર્યો. તેમને આ માટે આર્કિયોલોજી ઓફ ઇન્ડિયાની પણ મદદ મળી રહી હતી. આ ડોક્યુમેન્ટરી ‘વેલકમ ટુ અમદાવાદ’નું વિમોચન અમદાવાદનાં મેયર મીનાક્ષીબહેન પટેલે કર્યું હતું અને અતિથિ વિશેષપદે અસિત વોરા હતા.

આ ‘વેલકમ ટુ અમદાવાદ’ ડોક્યુમેન્ટરી કમસે કમ 100 સંસ્થાઓમાં દર્શાવવામાં આવી

ડો. માણેકભાઈએ  અમદાવાદ પરની ડોક્યુમેન્ટરી એટલા ખંતથી અને મહેનતથી બનાવી છે, આ ડોક્યુમેન્ટરી એક કલાકની છે. જે સ્કૂલો, કોલેજો, જાહેર સંસ્થા અને ખાનગી ક્લબો ઓમાં 100થી વધુ વખત તેના શો થઈ ચૂક્યા છે.

અમદાવાદ અલગારી મારું અમદાવાદ

ડો. માણેકભાઈ પટેલ અમદાવાદની ડોક્યુમેન્ટરી તો બનાવી જ છે, પણ તેમણે અમદાવાદ પર એક ગીત પણ લખ્યું છે, જેનું શીર્ષક છે, અમદાવાદ અલગારી અમદાવાદ.

અમદાવાદ એટલે ઓડી- ‘ચાર બંગડીવાળું શહેર’

ડો. માણેકભાઈ પટેલના મતે અમદાવાદ એટલે ચાર બંગડીવાળું શહેર. તેમના જણાવ્યા મુજબ પહેલી  બંગડી એટલે અમદાવાદનો શહેરી વિસ્તાર (મૂળ અમદાવાદ અમદાવાદનો કોટ વિસ્તાર, બીજી બંગડી એટલે એટલે શહેરની ફરતે આવેલો 132 ફૂટનો રિંગ રોડ. ત્રીજી બંગડી એટલે શહેરી વિસ્તાર ફરતે બનેલો નવો સરદાર પટેલ રિંગ રોડ અને ચોથી બંગડી એટલે શહેરના લગભગ બધા જ વિસ્તારને સમાવતો સાણંદ પાસે બની રહેલો એકદમ નવો અને મોટો રિંગ રોડ. તેમના જણાવ્યા પ્રમાણે અમદાવાદ કાળક્રમે એટલું વિસ્તર્યું છે કે કુલ એનો ઘેરાવો આશરે 365 કિલોમીટરનો થાય છે.

અમદાવાદ ચિંગૂસ નહીં કરકસરિયું, અમદાવાદી દાતા પણ ખરો

ટ્રેનમાંથી કોઈ પૂછે કે કયું સ્ટેશન આવ્યું?  અને જવાબ આપનાર એમ કહે કે પૈસા આપ તો કહું એટલે લોકો સમજી જતા કે અમદાવાદ આવી ગયું પણ પણ આ વાતને ખોટી પાડતાં તેઓ કહે છે કે અમદાવાદી ચિંગુસ નથી પણ કરકસરિયું છે. –બંનેમાં બહુ મોટો ફરક છે. તેમણે કહ્યું કે અમદાવાદી કોઈ પણ ચીજવસ્તુની ખરીદીમાં કંજૂસાઈ નથી કરતો પણ કરકસર કરે છે વાજબી કિંમત આપે છે. વળી, અમદાવાદી કરકસર કરી જાણે છે એમ ખર્ચી પણ જાણે છે. અમદાવાદી દાતા જેવા દાતા પણ ભાગ્યે બીજા શહેરમાં હોય. તે  કોઈ ને કોઈ પ્રકારે દાન કરતો રહે છે. ગલી, મહોલ્લા કે પછી અન્ય ધાર્મિક કે સામાજિક પ્રસંગે અમદાવાદી શક્તિ મુજબ ભલે નાની પણ નાની રકમનું તે દાન અવશ્ય કરે છે.

અમદાવાદની ખાસિયત અને શેરિંગ એન્ડ કેરિંગ

અમદાવાદની ખાસિયત વિશે જણાવતાં તેઓ કહે છે કે અમદાવાદીઓ વહેંચીને મજા લેવાવાળા છે, પછી ભલે એ ચા હોય કે વાત. અમદાવાદની અડધી ચા ફેમસ છે, પણ એ જ રીતે અમદાવાદની બીજી ખાસિયત એ છે કે તે એકમેકની કેરિંગ પણ ખરે છે.  જેમ કે રોડ-રસ્તામાં કોઈને કોઈ મુશ્કેલી હોય તો લોકો એ વ્યક્તિની વહારે ધાય છે. આ સિવાય પણ બિલ્ડિંગ- સોસાયટીમાં કોઈને મુશ્કેલી હોય તો તેને આજુબાજુમાં મદદ મળી રહે છે.

 

 

રાશિ ભવિષ્ય 26/02/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસમાં તમને થોડો વધુ ઉત્સાહ જોવા મળી શકે છે અને તેમાં પણ તમે વાર્તાલાપમાં સારો સમય પસાર કરીદો તો નવાઈ નહિ, તમારી કોઇ જૂનીઓળખાણ તાજી થાય અને તે મિલનમુલાકાત દરમિયાન જૂનીયાદોના સુખદસ્મરણોથી આનંદની લાગણી તમારામાં વધુ જોવા મળે તેવું બની શકે છે


 

તમારા સગાસ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને કોઈ તક મળતા તમારા મનની કોઈવાત પણ ક્યાંક રજુ કરો તેવું બની છે, આરોગ્યબાબત થોડા મોજમસ્તીના મુડમાં હોવાથી કયાંક બેદરકાર પણ બનો, યુવાવર્ગને પસંદગીના કામ થઈ શકે.


નાનીમોટી મુસાફરીના યોગ છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું, આકસ્મિકખર્ચા થવાથી તમને મનમાં ખર્ચ થયાનો રંજ રહ્યા કરે, કામકાજ દરમિયાન થોડી અશાંતિનો સામનો કરવો પડે.


લોકોમાં તમારો અલગ પ્રભાવ જોવા મળશે, તેમાંપણ તમારા કામકાજકે વાર્તાલાપ દરમિયાન તમારી વાતને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, કઈક લાભની વાત આપલે થઇ શકે છે, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છો અને કોઈની મદદ કરવાની તમારામાં થોડી વૃતિ પણ જાગી શકે છે


મિત્રો સાથે સમય વધુ ફાળવાય અને કયાંક કોઈકારણસર મુસાફરીના યોગ બની શકે છે, કોઈની પાછળ કોઈ કારણસર  આકસ્મિકખર્ચકે ધાર્યા કરતા વધુ ખર્ચા થઇ શકે છે, કોઈજગ્યાએથી મનને ગમતી વાત સંભાળવા મળે અને તેમાં તમારી ખુશીની કોઈ સીમાના રહે તેવું બની છે


આજના દિવસે નાનીનાની વાતમાં ગુસ્સો આવી શકે છે માટે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી બને છે, કોઈ મશ્કરી કરેતો વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું ઈચ્છાનીય છે, કામકાજમાં તેમજ અંગત વ્યવહારમાં કોઈની સાથે મતભેદના થાય તેની કાળજી રાખવી, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે


આજના દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે અને તેના કારણે તમને કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, તમારા કોઈ કામકાજમાં અન્યનો સાથસહકાર અને માર્ગદર્શન પણ સારું મળી શકે છે, કોઈની સાથે થયેલ આકામિક મિલનમુલાકાત આનંદદાયી અને યાદગાર બની રહે તેવું પણ બનવા જોગ છે


આજે તમે મજાક કરવાની વૃતિમાં જોવા મળો અને તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું વડીલ કે પરિચિત સાથે ફરવાના યોગ પણ બને છે તેમાં તમારા માટે કોઈ લાભકારી વાતચિત થાય અને તેનો તમને ક્યાંક ફાયદો પણ થઈ શકે છે, તમારા અટકેલા કોઈકામ આગળ વધારવાની કોશિશ કરવી સારી


મુસાફરી દરમિયાન બહુ જૂનીઓળખાણકે યાદતાજી થાય તેવું બને, નજીકના સગાકે પડોસી સાથે વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી જેથી કોઈ બાબતપર કોઈ ગેરસમજ ટાળી શકાય, મનમાંને મનમાં કોઈ વાત રહેલી હોય તેનો ક્યાયક ખુલાસો કરવાની તક મળી શકે છે, વેપારમાં ધીરજ રાખી કામકાજ કરવું યોગ્ય છે


થોડી માનસિક અશાંતિ રહી શકે છે કારણકે તમને મનમાં કોઈક વાતનો અજંપો પરેશાન કરતો હોય, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, દિવસ દરમિયાન કામમાં એકાગ્રતા રાખવી, વેપારમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું ઇચ્છનીય છે.


ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે, સંતાન સાથે વાર્તાલાપકે ખરીદી કરવાના યોગ બની શકે છે, આજે પોતાની પસંદગીની કોઈવાત સંભાળવા મળે તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય અને તમને  કોઈ સારા કામમાટેની ઈચ્છા થાય અને તમારા મનના રહેલા દુખ ભુલાઈ જાય


તમને કોઈનો સાથ સહકાર મળે જેણે કારણે તમે થોડા ઉત્સાહી બનો અને જુનાઅટકેલા કામ બાબત કોઈ વાત આગળ વધે તેવા સંજોગ બની શકે છે, તમારામાં રહેલી લાગણીની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમારામાં થોડી પરોપકારી વૃતિ પણ જાગે તેવા સંજોગો બની શકે છે, આનંદમય દિવસ બની શકે છે.

પંચાંગ તા. 26/02/2020

પાકિસ્તાને આતંકવાદ ખતમ કરવો જ પડશેઃ ટ્રમ્પ

નવી દિલ્હીઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે સાંજે પત્રકારો સાથે અનેક મુદ્દે વાતચીત કરી હતી. દિલ્હીમાં CAA વિરુદ્ધ ચાલી રહેલી હિંસા પર અમેરિકી ડોનાલ્ડ ટ્રમ્પે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે એ ભારતનો અંદરનો મામલો છે.

તેમણે કાશ્મીર સહિત વિવિધ મુદ્દે પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી. તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઘણું સારું કામ કરી રહ્યા છે. ધાર્મિક સ્વતંત્રતા માટે પણ તેઓ મજબૂતીથી કામ કરી રહ્યા છે. તેઓ મજબૂત નેતા છે.

અમેરિકી રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું હતું કે સિરિયામાં કટ્ટરવાદ લગભગ ખતમ થઈ ગયો છે. આતંકવાદ પણ ખતમ થઈ ચૂક્યો છે. ત્યાં ISIS બેકાબૂ થયો હતો. જેના પર કાબૂ મેળવી લેવાયો છે. અમે બગદાદીને અને સુલેમાનીને માર્યા છે.  તે રોડ કિનારે બોમ્બ લગાવીને સૈનિકોને મારતો હતો. અમે લાદેનને પણ માર્યો છે. અમે અલ કાયદાને પણ ખતમ કરી છે. આવાં પગલાં રશિયા, ઇરાન અને સિરિયાએ પણ લેવાં જોઈએ.

પાકિસ્તાનમાં આતંકવાદના સવાલના જવાબમાં ટ્રમ્પે કહ્યું હતું કે અમે 100 ટકા કટ્ટરવાદ ખતમ કર્યો છે. અમે અહીં હજ્જારો મીલ દૂર છીએ પણ આતંકવાદીની સામે કાર્યવાહી કરવામાં કચાશ નહીં રાખીએ. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો હતો. તેમણે કાશ્મીર મુદ્દે નીચે મુજબના પ્રતિભાવો આપ્યા હતાઃ

  • અમે પાકિસ્તાન મુદ્દે વડા પ્રધાન મોદી સાથે ખાસ્સી વાત કરી હતી
  • ઇસ્લામિક કટ્ટરવાદ પર વધુ વાત કરવાની જરૂર નથી.
  • ઇસ્લામિક કટ્ટરવાદને ખતમ કરવા કાર્યવાહી કરતા રહીશું.
  • પાકિસ્તાને આતંકવાદીઓની હરકતોને અટકાવવી પડશે.
  • અમેરિકા બંને દેશોના સંબંધો સામાન્ય કરવા દરેક સંભવ મદદ કરશે
  • બંને દેશો વચ્ચે કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા કરવા તૈયાર છું
  • હું પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન સાથે પણ સારા સંબંધ ધરાવું છું.
  • પાકિસ્તાન આતંકવાદ 100 ટકા અટકાવવો પડશે.
  • પાકિસ્તાને કાશ્મીરમાં ઘૂસણખોરી બંધ કરવી પડશે.

એશિયન ડેવલપમેન્ટ બેન્કે 8.5 અબજનો મસાલા બોન્ડ્સ ઈશ્યુ INX પર લિસ્ટ કર્યો

મુંબઈઃ બહુરાષ્ટ્રીય બેન્ક એશિયન ડેવલપમેન્ટ બેન્કે અમદાવાદસ્થિત ગિફ્ટ સિટીમાં આવેલા ઈન્ડિયા આઈએનએક્સના ગ્લોબલ માર્કેટ પ્લેટફોર્મ (જીએસએમ) પર તેનાં 10 વર્ષની મુદતનાં રૂ. 8.5 અબજનાં મસાલા બોન્ડ્સ આજે લિસ્ટ કર્યાં હતાં. જીએસએમની 2018માં સ્થાપના થઈ એ પછી 4.8 અબજ યુએસ ડોલરની મીડિયમ ટર્મ નોટ્સ અને 21 અબજ ડોલરથી અધિકનાં બોન્ડ્સનું લિસ્ટિંગ થયું છે. એશિયન ડેવલપમેન્ટ બેન્કનાં મસાલા બોન્ડ્સ લક્ઝમબર્ગ અને ઈન્ડિયા આઈએનએક્સ એમ બે જગ્યાએ લિસ્ટેડ છે.

આ પ્રસંગે ઈન્ડિયા આઈએનએક્સ ઈન્ડિયાના એમડી અને સીઈઓ વી. બાલાસુબ્રમણ્યને કહ્યું, “આ પ્રથમ વાર એવું બન્યું છે કે એક વિદેશી ઈશ્યુઅરે ઈન્ડિયા આઈએનએક્સમાં તેના પ્રાઈમરી ઈશ્યુનું લિસ્ટિંગ કર્યું છે અને અમે એશિયન ડેવલપમેન્ટ બેન્કનું સ્વાગત કરીએ છીએ. એશિયન ડેવલપમેન્ટ બેન્કના પગલે સ્થાનિક અને વિદેશી ઈશ્યુઅરો ગિફ્ટ સિટીમાંના આઈએફએસસી પ્રતિ વધુ જોતા થશે.”

એશિયન ડેવલપમેન્ટ બેન્ક (એડીબી)ના ટ્રેઝરર પિયેર વાન પેટેઘમે કહ્યું, “ભારત ખાતેના નવા ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટરને ટેકો પૂરો પાડવાનો અમને આનંદ છે. ભારત ખાતેના લિસ્ટિંગ નિયમો અને પ્રક્રિયા વૈશ્વિક ધોરણો અનુસારનાં છે. બજાર ઝડપી અને વધુ કાર્યક્ષમ છે.” એજીબીનાં બોન્ડ્સ અમેરિકા (21 ટકા)ના અને યુરોપના (79 ટકા) રોકાણકારોને વિતરીત કરવામાં આવ્યાં છે. 28 ટકા બેન્કો પાસે અને 72 ટકા ફંડ મેનેજર્સ પાસે છે. આ નાણાંનો ઉપયોગ એડીબી સ્થાનિક ચલણમાં ધિરાણ આપવા અને મૂડીરોકાણ માટે કરે છે.

આવતીકાલથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ

અમદાવાદઃ  26 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર શરુ થઇ રહ્યું છે. ગુજરાત રાજ્યનું વર્ષ 2020-21નું અંદાજપત્ર 26 ફેબ્રુઆરીએ વિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ રજૂ કરશે. આ બજેટસત્ર 40 દિવસ ચાલશે. બજેટસત્રમાં 27 વખત બેઠક મળશે.

આવતી કાલથી શરૂ થઇ રહેલા ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં સરકારને વિવિધ મુદ્દે ભીંસમાં લેવા માટે વિરોધપક્ષે રણનીતિ ઘડી કાઢી છે. ખાસ કરીને એલઆરડી ભરતી પ્રક્રિયાના વિવાદ અને અનામતના પરીપત્રના મુદ્દે છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી ચાલી રહેલા વિવિધ સમાજના આંદોલનોને લક્ષમાં રાખીને વિપક્ષ વિધાનસભામાં આક્રમક મૂડ અપનાવે તેવી શક્યતાઓ છે.

ચાલીસ દિવસ સુધી ચાલનારા વિધાનસભા બજેટસત્રમાં અલગ-અલગ માંગણી ઉપર ચર્ચા-સુધારા વિધેયક અને પૂરક માંગણી તથા નવા કાયદા ઉપર બંને પક્ષે મંથન કરવામાં આવશે, જોકે બજેટસત્ર દરમ્યાન કોંગ્રેસ આક્રમક બનશે અને પાક વીમા, બેરોજગારી, દલિત અત્યાચાર તેમજ વિદ્યાર્થીઓના મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયત્ન કરશે.

વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વ હેઠળ આજે સાંજે ગાંધીનગરમાં ધારાસભ્યોની બેઠક બોલાવાઇ છે. વિધાનસભાની બજેટ બેઠકમાં વિવિધ વિભાગને લગતા આશરે 5000 પ્રશ્ન કોંગ્રેસ દ્વારા પૂછવામાં આવ્યા છે. નેતાની ઓફિસ દ્વારા તમામ પ્રશ્ન લગતી માહિતી અલગ-અલગ તારવાઇ છે.

આજકાલના ફિલ્મી ગીતો લાંબું ટકતાં નથીઃ ભાગ્યશ્રી

મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી ભાગ્યશ્રીએ ‘મુકમ્મલ’ શિર્ષકવાળા એક સંગીત વિડિયો સાથે કલાજગતમાં પુનરાગમન કર્યું છે. એણે હાલમાં જ પોતાનો આ નવો સંગીત વિડિયો પત્રકારો સમક્ષ લોન્ચ કર્યો હતો.

આ પ્રસંગે એણે કહ્યું કે, ‘આજકાલની ફિલ્મોના ગીતો બહુ ઓછા ચાલે છે, અને લોકોને યાદ પણ નથી રહેતા.’

આ મ્યુઝિક વિડિયોમાં અભિનય કરવા વિશેના સવાલના જવાબમાં ભાગ્યશ્રી પટવર્ધન-દાસાનીએ કહ્યું કે, ‘મને આ ગીત અને એનો કોન્સેપ્ટ બહુ ગમ્યો હતો. આ ગીત પહેલા પ્યાર વિશેનું છે અને મારી પહેલી ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ પણ પહેલા પ્યાર વિશેની જ હતી. ક્યારેક એવો પ્યાર દરેક જણને એના ભૂતકાળ, બાળપણ અને એની જુવાનીના દિવસોની યાદ ફરી તાજી કરાવી દે છે.’

ભાગ્યશ્રીએ વધુમાં કહ્યું કે, ‘આજકાલ ઘણા ગીતો બની રહ્યા છે, પણ જૂના ગીતો જેવા એ નથી હોતા. જૂના ગીતોની ધૂન અને શબ્દો આપણને આજે પણ યાદ હોય છે. આજકાલની ફિલ્મોમાં જે ગીતો હોય છે એ લોકોને યાદ રહેતા નથી એટલે લાંબો સમય સુધી ટકતા નથી.’

‘મુકમ્મલ’ સંગીત વિડિયોના ગીતમાં એક લાઈન છેઃ ‘મુકમ્મલ ના હુઈ ચાહત’ એ વિશે પૂછતાં, ભાગ્યશ્રીએ કહ્યું કે, ‘હિમાલય (એમના પતિ) મારો પહેલો પ્યાર હતા અને મેં એમની સાથે જ લગ્ન કર્યા. પરંતુ અમારી જિંદગીમાં એક સમય એવો આવ્યો હતો જ્યારે અમે જુદા થઈ ગયા હતા. અમે લગભગ એક વર્ષ સુધી અલગ રહ્યા હતા. મને હજી પણ એ સમય યાદ આવે છે ત્યારે ડર લાગે છે. હું તો એ જ વિચારું છું કે હિમાલય જો મારી જિંદગીમાં આવ્યા ન હોત અને મારા લગ્ન કોઈ બીજા સાથે થયા હોત તો મારું શું થાત.’

‘મુકમ્મલ’ના ગીતને શૌર્ય મહેતા અને દીપા ઉદિત નારાયણે સ્વર આપ્યો છે. ગીત ઋષિ અજાને લખ્યું છે અને સંગીતકાર છે ડી.એચ. હારમોની તથા આરએમ એલિયન. ગીતને ભાગ્યશ્રી અને સંતોષ રમ્મીના મિજગર પર ફિલ્માવવામાં આવ્યું છે. ભાગ્યશ્રીએ કહ્યું કે, અમારું આ ગીત એવું છે કે સાંભળનારને એનું સંગીત, શબ્દો, ધૂન ગમશે અને યાદ રાખવા પણ ગમશે.

ઉલ્લેખનીય છે કે, 1989માં આવેલી ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’માં સલમાન ખાનની હિરોઈન બનેલી ભાગ્યશ્રીએ તેની નિર્દોષતા દ્વારા દર્શકોનું દિલ જીતી લીધું હતું. એ તેની પહેલી જ ફિલ્મ હતી. એ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. એ માટે ભાગ્યશ્રીને બેસ્ટ ફીમેલ ડેબ્યૂ તરીકેનો ફિલ્મફેર એવોર્ડ આપવામાં આવ્યો હતો.

ખંભાત શહેરમાં અશાંતધારાનો અમલ કરાશે : રાજય સરકાર

ગાંધીનગર: આણંદ જિલ્લાના ખંભાત ખાતે ૨૩ ફેબ્રુઆરીના રોજ બે જુથ વચ્ચે જુથ અથડામણ થતા પથ્થરમારો અને આગચાંપવાના બનાવો બન્યા હતા. ઘટનાની જાણકારીની સાથે જ ગૃહ વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા સઘન કામગીરી હાથ ધરાઇ હતી. અને તોફાનોને કાબૂમાં લેવાયા હતા. આ અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, તોફાનોમાં સંડોવાયેલા કોઇપણ ચમરબંધીને છોડવામાં નહીં આવે અને તોફાની તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે.

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ,  રાજ્યના ડી.જી.પી. અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાયેલ બેઠક બાદ લેવાયેલ નિર્ણયની વિગતો આપતા જાડેજાએ ઉમેર્યું કે, ખંભાત શહેર વિસ્તારમાં અશાંત ધારાનો અમલ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. ખંભાત શહેરની ઘટનાને નિયંત્રણમાં લેવા રાજ્ય સરકાર સંનિષ્ઠ પ્રયાસો કરી રહી છે ત્યારે કોંગ્રેસ તુષ્ટીકરણની રાજનીતિ દ્વારા ગુજરાતનું વાતાવરણ અશાંત થાય તેવા પ્રયત્નો કરે છે. ત્યારે શહેરના નાગરિકો પણ શાંતિ થકી ભાઇચારાની ભાવના જાળવી રાખે તે માટે તેમણે અપીલ કરી છે.

આ સાથે ખંભાત શહેરમાં પાંચ એસ.આર.પી.ની કંપનીઓ, બે રેપીડેક્શન ફોર્સ અને સ્થાનિક પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ખંભાતની ઘટનાના પડઘા અન્ય જગ્યાએ ન પડે તે માટે રાજ્યના ડી.જી.પી. શિવાનંદ ઝાને ખંભાત જવા રવાના કરી દેવાયા છે. ખંભાતના એસ.પી. રજા પર હોઇ, અમદાવાદ શહેરના ડી.સી.પી. ટ્રાફિક અજીત રાજીયાનને આણંદ જિલ્લાના એસ.પી. તરીકે નિમણુંક કરી દેવાઇ છે તથા ખંભાતના ડી.વાય.એસ.પી. તરીકે ભારતીબેન પંડ્યાની પણ નિમણૂંક કરી દેવાઇ છે.  ઉપરાંત પી.એસ.આઇ અને પી.આઇ.ની બદલી કરી દેવાઇ.

ખંભાત શહેરમાં થયેલા તોફાનો સંદર્ભે સી.સી.ટી.વી.ના ફૂટેજ ચકાસીને કસૂરવારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ચાર બનાવોમાં ગુના નોંધીને ૪૭ જેટલા તોફાની તત્વોની ધરપકડ પણ કરી દેવાઇ છે. ઉપરાંત સમગ્ર શહેર અને જિલ્લામાં મોટા પ્રમાણમાં કોમ્બીંગની કાર્યવાહી પણ શરૂ કરી દેવાઇ છે. જે તોફાની તત્વોએ ખંભાતના વિવિધ વિસ્તારોમાં ષડયંત્ર રચીને શાંતિ હણવાનો જે હિન પ્રયાસ કર્યો છે, તેને સહેજ પણ ચલાવી લેવાશે નહી. આજે ખંભાત શહેરમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા, તેઓને પણ શાંતિ જાળવવા અપીલ કરાઇ હતી.

રાજઘાટ પર શાંતિ પ્રાર્થના પછી કેજરીવાલ ઘવાયેલાઓની મુલાકાતે

નવી દિલ્હી: ઉત્તર-પૂર્વ દિલ્હીના અનેક વિસ્તારોમાં હિંસક પ્રદર્શનોને લઈને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા રાજધાનીમાં શાંતિ પુન:સ્થાપિત કરવા માટે રાજઘાટ ખાતે શાંતિ પ્રાર્થના કરી હતી તેમની સાથે આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ હાજર રહ્યા હતા. જે બાદ અરવિંદ કેજરીવાલ અને તેમના નેતાઓ હિંસામાં ઈજાગ્રસ્તોને મળવા જીટીબી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. મહત્વનું છે હિંસાને પગલે હોસ્પિટલમાં સવારે 11 વાગ્યાથી અત્યાર સુધી 31 લોકોને દાખલ કરવામાં આવ્યા છે. જીટીબી હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ 130 ઘાયલોને દાખલ કરવામાં આવ્યા છે.

અરવિંદ કેજરીવાલ તેની પાર્ટીના નેતાઓ સાથે રાજઘાટ પહોંચ્યા હતા. જ્યાં તેમણે મહાત્મા ગાંધીની સમાધિ પર શ્રદ્ધાંજલિ અર્પિત કરી અને ત્યાં મનીષ સિસોદિયા, ગોપાલ રાય સાથે ધ્યાન અને પ્રાર્થના પર બેઠા હતા.

શાંતિ પ્રાર્થના બાદ રાજઘાટ પર CM અરવિંદ કેજરીવાલે મીડિયાને જણાવ્યુ કે, સમગ્ર દેશ દિલ્હીની હિંસાને લઈને ચિંતિત છે. છેલ્લા બે દિવસો દરમિયાન થયેલી હિંસાને લઈને સરકાર ચિંતિત છે. આ હિંસામાં જાન-માલ અને સંપત્તિને નુકશાન થયુ છે. જો હિંસા વધશે, તો તેની સીધી અસર બધા પર પડશે. અમે બધા ગાંધીજી સામે શાંતિ પ્રાર્થના કરવામાં આવ્યા હતા જે અહિંસાના પુજારી હતી. હિંસાથી કોઈને ફાયદો નથી

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હી વાસીઓને શાંતિની અપીલ કરતા જણાવ્યુ કે, હિંસામાં લોકો સામેલ ના થાય. અગાઉ દિલ્હીની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગૃહ મંત્રી અમિત શાહે એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં અમિત શાહ સિવાય ઉપરાજ્યપાલ અનિલ બૈજલ, સીએમ અરવિંદ કેજરીવાલ , પોલીસ કમિશનર અમુલ્ય પટનાયક સામેલ થયા.

ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યુ કે, લોકો ઉશ્કેરણીજનક નિવેદનોથી સાવધાન રહે કોઈ પણ પ્રકારની અફવાથી દૂર રહે. અમિત શાહે જણાવ્યુ કે, સ્થિતિ ખરાબ કરનારાઓને દિલ્હી પોલીસ સતત ચેતવણી આપી રહી છે અને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે.