માંચેસ્ટરથી મોટેરાની ઓળખ ધરાવતા અમદાવાદનો આજે હેપ્પી બર્થ ડે!

અમદાવાદઃ સાબરમતીને કાંઠે વસેલું શહેર એટલે અમદાવાદ. આઝાદીની જ્યાંથી શરૂઆત થઈ હતી એ ગાંધી આશ્રમ પણ અમદાવાદમાં આવેલો છે. અમદાવાદ એટલે એક વખતના બ્રિટનના માન્ચેસ્ટરની ઓળખ ધરાવતું શહેર. માન્ચેસ્ટરથી માંડીને યુનેસ્કોએ જુલાઈ, 2017માં દેશના પહેલા યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટીની ઓળખ ધરાવતું શહેર એટલે અમદાવાદ. વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ ધરાવતું શહેર એટલે અમદાવાદ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ક્રિકેટ વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન કરવા અમદાવાદ આવ્યા હતા.

ગુજરાતનું સૌથી મોટું શહેર અને જૂનું પાટનગર એટલે અમદાવાદ. અમદાવાદની વસતિ 2011ની વસતિ ગણતરી મુજબ પાંચ સાડાપાંચ કરોડની (હાલ અંદાજે સાડા છ કરોડ), જે દેશના સૌથી મોટાં પાંચ શહેરોમાં સૌથી વધુ ધરાવતાં શહેરોમાંનું એક.  દેશમાં અમદાવાદ રાજકીય અને સંસ્કૃતિ કેન્દ્રબિંદુ છે. દેશમાં આર્થિક અને ઔદ્યોગિક કામકાજનું હબ અમદાવાદ ગણાતું હતું અને હજી પણ ગણાય છે. દેશમાં હાલ પણ સૌથી બીજા નંબરનું કપાસ ઉત્પાદક મથક અમદાવાદ છે.

વિશ્વનું સૌથી મોટું ક્રિકેટનું સ્ટેડિયમ એટલે મોટેરા સ્ટેડિયમ

અમદાવાદમાં સ્પોર્ટ્સ તરીકે લોકપ્રિય રમત હોય તો ક્રિકેટ છે અને હાલમાં જ ક્રિકેટ વિશ્વમાં સૌથી મોટું સ્ટેડિયમ મોટેરા પણ અમદાવાદમાં આવેલું છે. જ્યાં હાલમાં એનું ઉદઘાટન વડા પ્રદાન નરેન્દ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા હતા. આ સ્ટેડિયમની ક્ષમતા સૌથી વધુ 1,1000 પ્રેક્ષકોને સમાવવાની છે.

શહેરના બે ફાડિયા કરતી સાબરમતી નદી

અમદાવાદ સાબરમતીને કાંઠે વસેલું છે, પણ શહેરના બે ભાગ પણ નદી જ કરે છે. અમદાવાદ ચોતરફ વિસ્તર્યું છે. અમદાવાદમાં 500 પોળો આવેલી છે તો 500 મસ્જિદો પણ છે. ઐતિહાસિક ધરોહરમાં માણેક બુરજ છે તે ભદ્ર કાળીનું મંદિર છે. સરખેજનો રોજો પણ આવેલો છે.

જૂનું અમદાવાદ, નવું અમદાવાદ

જૂનું અમદાવાદ એટલે કોટ વિસ્તારનું –પોળોનું અમદાવાદ, પણ હવે અમદાવાદ નદી પાર બંને બાજુ ખૂબ વિસ્તર્યું છે. શહેરનો ઘેરોવો ચારે બાજુ ખાસ્સો વધ્યો છે. શહેરમાં બીઆરટીએસ પણ છે અને હવે મેટ્રોનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે.