Home Blog Page 4972

ખટમીઠી ગુજરાતી ફિલ્મ ‘ગોળકેરી’નું નવું, રોમેન્ટિક ગીત ‘અમસ્તુ અમસ્તુ’..

એક સ-રસ મજાની ખટમીઠી ગુજરાતી ફિલ્મ

ગોળકેરી…

ફિલ્મના અભિનેત્રી વંદના પાઠક શૂટિંગ દરમિયાન એક દ્રશ્ય માટે સ્કૂટર ચલાવે છે. ઘણા લાંબા સમય પછી એમણે સ્કૂટર ચલાવ્યું હતું. એ વખતે એમને થયેલા અનુભવ વિશે એ જણાવે છે…

આ રહી એની એક ઝલક…

ફિલ્મની રજૂઆત ૨૮ ફેબ્રુઆરીએ.

આ ફિલ્મના એક્સક્લુઝિવ ‘મેગેઝિન પાર્ટનર’ ‘ચિત્રલેખા’.

ફિલ્મનું નવું રોમેન્ટિક ગીત રિલીઝ કરવામાં આવ્યું છે, જેનાં શબ્દો છે ‘અમસ્તુ અમસ્તુ…’

જુઓ ‘ગોળકેરી’ ફિલ્મનું ટ્રેલર..

BSEના ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ટર્નઓવરનો નવો વિક્રમ સર્જાયો

મુંબઈ તા. 25 ફેબ્રુઆરી, 2020ઃ  બીએસઈના ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં આજે સૌથી અધિક ટર્નઓવરનો રૂ.7,591.82 કરોડનો રેકોર્ડ સર્જાયો હતો. ઈન્ટરઓપરેબિલિટીના અમલ બાદ ઈક્વિટી ડેરિવેટિવ્ઝનું ટર્નઓવર સતત વધી રહ્યું છે. આ ઉપરાંત બીએસઈએ લિક્વિડિટી એન્હેન્સમેન્ટ સ્કીમ પણ લોન્ચ કરેલી છે.

“આ નાની પરંતુ મહત્ત્વની સિદ્ધિ પ્રાપ્ત કર્યાનો અમને આનંદ છે. મેમ્બર્સની સક્રિય સામેલગીરી અને સતત મળી રહેલા ટેકાને પગલે ટર્નઓવર સતત વધી રહ્યું છે. હું આશા રાખું છું કે મેમ્બર્સ બીએસઈને આવો ટેકો પૂરો પાડવાનું અને ઉચ્ચ ટેકનોલોજીનો વપરાશ ચાલુ રાખશે,” એમ બીએસઈના ચીફ બિઝનેસ ઓફિસરે કહ્યું હતું.

મુંબઈને મળશે નવા પોલીસ કમિશનર; 3 અધિકારી રેસમાં છે

મુંબઈ : મહાનગરના હાલના પોલીસ કમિશનર સંજય બર્વેની મુદત પૂરી થવાને આરે છે અને શહેરને નવા પોલીસ કમિશનર મળશે. બર્વેની અનુગામી કોણ બનશે એ વિશે ચર્ચા થઈ રહી છે.

પોલીસ કમિશનર તરીકે સંજય બર્વેની મુદત 29 ફેબ્રુઆરીએ પૂરી થાય છે. તેઓ 2019ની 31 ઓગસ્ટે જ સેવાનિવૃત્ત થવાના હતા, પણ એમને તે વખતની મહારાષ્ટ્ર સરકારે ત્રણ મહિનાનું એક્સટેન્શન આપ્યું હતું.

એ લંબાવેલી મુદત 30 નવેંબરે પૂરી થઈ હતી, પણ ત્યારબાદ પણ સરકારે ફરીથી એમની મુદત 3 મહિના માટે લંબાવી હતી.

હવે બીજું એક્સટેન્શન 29 ફેબ્રુઆરીએ પૂરું થાય છે. તેથી ફરી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે મુંબઈના નવા પોલીસ કમિશનર કોણ બનશે.

એવી પણ શક્યતા જોવાય છે કે સરકાર સંજય બર્વેની મુદતને ત્રીજી વાર પણ લંબાવે.

મુંબઈના પોલીસ કમિશનરના પદની રેસ માટે 3 અધિકારી સામેલ છેઃ એક છે, પોલીસ ડાયરેક્ટર જનરલ (ભ્રષ્ટાચાર વિરોધી વિભાગ) પરમબીર સિંહ, બીજા છે, પુણેના પોલીસ કમિશનર કે. વેંકટેશન અને ત્રીજા છે, 1988ના બેચના પોલીસ અધિકારી રજનીશ શેઠ.

મુંબઈના પોલીસ કમિશનર તરીકે સંજય બર્વેની નિમણૂક ગઈ વેળાની મહારાષ્ટ્ર સરકારના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કરી હતી. એ વખતના પોલીસ કમિશનર દત્તા પડસલગીકરને મહારાષ્ટ્રના પોલીસ વડા તરીકે નિયુક્ત કરાતાં એમની જગ્યાએ મુંબઈના પોલીસ દળનું નેતૃત્ત્વ સંજય બર્વેને સોંપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, દત્તા પડસલગીકરને પણ એમની મુદત પૂરી થયા બાદ એક્સટેન્શન આપવામાં આવ્યું હતું.

મોદી વડા પ્રધાન છે ત્યાં સુધી ભારત-પાકિસ્તાનના સંબંધ સુધરી નહીં શકે: શાહિદ આફ્રિદી

લાહોરઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ ‘ક્રિકેટ પાકિસ્તાન’ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે, જ્યાં સુધી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સત્તા પર છે, ત્યાં સુધી ભારત-પાકિસ્તાનના સંબંધ સુધરશે નહીં. મોદી પાવરમાં છે ત્યાં સુધી અમને ભારત તરફથી કોઈ પ્રતિસાદ નહીં મળે.

આફ્રિદીનો દાવો છે કે વડા પ્રધાન મોદીના વિચારો નકારાત્મક છે એટલે જ્યાં સુધી એ ભારતમાં સત્તા પર છે ત્યાં સુધી બંને પડોશી દેશના સંબંધ સુધરી નહીં શકે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેના દ્વિપક્ષી ક્રિકેટ સંબંધો ફરી રાબેતા મુજબના થઈ શકે એમ છે? એવું પૂછતાં આફ્રિદીએ વધુમાં કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો માત્ર એક જ વ્યક્તિને કારણે બગડ્યા છે. બંને દેશના લોકો એકબીજાના દેશમાં આવવા-જવા ઈચ્છે છે. મને સમજાતું નથી કે મોદી શું કરવા ઈચ્છે છે અને એમનો એજન્ડા ખરેખર શું છે.

ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન બહુ-રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં અવારનવાર રમતા આવ્યા છે, પરંતુ 2013ની સાલથી એકેય દ્વિપક્ષી સિરીઝ રમ્યા નથી. છેલ્લે, 2013માં પાકિસ્તાનની ટીમ 3-મેચની વન-ડે સિરીઝ રમવા ભારત આવી હતી.

પાકિસ્તાનમાં ભારતીય ક્રિકેટ ટીમની છેલ્લી વિઝિટ 2006માં થઈ હતી. એ વખતે રાહુલ દ્રવિડ કેપ્ટન હતો.

2008માં 26મી નવેંબરે મુંબઈમાં ભયાનક આતંકવાદી હુમલાઓ થયા બાદ અને એ હુમલાઓમાં પાકિસ્તાન સ્થિત ત્રાસવાદીઓ સંગઠનોનો હાથ હોવાનું બહાર આવ્યા બાદ ભારતે એ દેશ સાથે દ્વિપક્ષી ક્રિકેટ મેચો રમવાનું બંધ કરી દીધું છે. એ માત્ર આઈસીસી યોજિત સ્પર્ધાઓમાં જ પાકિસ્તાન સાથે રમે છે.

ગુજરાતની ચાર સહિત રાજ્યસભાની 55 સીટો માટેની ચૂંટણી 26 માર્ચે

નવી દિલ્હીઃ રાજ્યસભાની બેઠક માટે અહેમદ પટેલની ચૂંટણી વખતે ખેલાયેલો જંગ યાદ અપાવે એવો બીજો ચૂંટણી જંગ આગામી મહિને ગુજરાતમાં યોજાઇ શકે છે.

વાત એમ છે કે, કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યસભામાં એપ્રિલમાં ખાલી પડનારી 55 સીટો માટેની ચૂંટણીઓ 26 માર્ચે યોજવાની જાદેરાત કરી દીધી છે. આ 55 બેઠકમાં ગુજરાતની ચાર બેઠકનો પણ સમાવેશ થાય છે. આ સભ્યોમાં કાનજીભાઈ ચુનીભાઈ ગોહિલ, મધુસૂદન દેવરામ મિસ્ત્રી, ઉદેસિંહ લાલસિંહ વડોદિયા અને બલદેવસિંહજી શંભુપ્રસાદ ટૂંડિયાનો સમાવેશ થાય છે. આ સભ્યોની મુદત નવ એપ્રિલે પૂરી થાય છે.

ખાલી પડનારી સીટો પરની ચૂંટણીનો કાર્યક્રમ નીચે મુજબ રહેશે.

રાષ્ટ્રય કક્ષાએ, રાજ્યસભામાં આ વર્ષે જે નેતાઓનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે, તેમાં કેન્દ્રીય પ્રધાન હરદીપ પુરી, રામદાસ આઠવલે, દિલ્હી ભાજપના નેતા વિજય ગોયલ, કોંગ્રેસના દિગ્વિજય સિંહ અને એનસીપીના અધ્યક્ષ શરદ પવાર પણ સામેલ છે.

રાજ્યસભામાં યોજાનારી ચૂંટણી માટેની તારીખ અને પરિણામ નીચે મુજબ જાહેર થશે.હાલમાં ભાજપ, એનડીએ અને અન્ય સાથી પક્ષોના સભ્યોની સંખ્યા રાજ્યસભામાં 106 છે અને ભાજપના 82 સભ્યો છે. જ્યારે રાજ્યસભાના કુલ સભ્યોની સંખ્યા 245 છે, જેમાંથી બહુમત માટે 123 સભ્યોની આવશ્યકતા છે. જેતે રાજ્યોમાં રાજ્યસભાની ખાલી પડનારી સીટો નીચે મુજબ છે.

 

ગુજરાતમાં વિધાનસભાની હાલની સંખ્યા પ્રમાણે ચારમાંથી બે ભાજપને અને બે બેઠક કોંગ્રેસને મળી શકે એમ છે. જો કે, ગયા વખતે જે રાજકીય ખેલ ખેલાયો હતો એવો કોઇક ખેલ આ વખતે પણ ખેલાઇ શકે છે.

 

કોરોનાનો ખતરો દેખાશે તો ઓલમ્પિક માટે પ્લાન બી

એથેન્સ: ચીનના વુહાન બાદ હવે ઈરાન દેશ કોરોના વાઈરસનું નવું કેન્દ્ર બની રહ્યું છે. ચીન બાદ કોરોના વાઈરસના કારણે સૌથી વધારે મોત કોઈ દેશમાં થયા હોય તો તે છે ઈરાન. અહીંયા સંક્રમિત લોકોમાંથી કુલ 25.53 ટકા લોકોના મોત થઈ ચૂક્યા છે. તેનાથી હવે પૂરા મધ્ય-પૂર્વથી આ વાયરસ ફેલાવાનો ખતરો વધી ગયો છે.

તો બીજી તરફ કોરોના વાઈરસનો ખતરો હવે 2020 ટોક્યો ઓલમ્પિકના આયોજન પર પડી શકે છે. ગ્રીસ ઓલમ્પિક કમિટીએ સોમવારે કહ્યું કે, જો તેમના દેશમાં કોરોના વાઈરસનો ખતરો દેખાશે તો તે માટે અમારી પાસે પ્લાન બી તૈયાર છે. કમિટી ઓલમ્પિક મશાલ પ્રગટાવવાની સેરેમનીના અન્ય વિકલ્પો અંગે યોજના બનાવવા માટે સરકાર સાથે વાતચીત કરી રહી છે.

ટોક્યો 2020 ઓલમ્પિક માટે મશાલ પ્રગટાવવાની તારીખ 12 માર્ચ છે. આ દિવસે પુરાતન ઓલમ્પિયામાં મશાલ પ્રજ્જવલિત કરવામાં આવશે, ત્યાર પછી મશાલને ગ્રીસની ધરતી પર ફેરવવામાં આવશે. 19 માર્ચે આ મશાલને એથેન્સના પાનાથેનિક સ્ટેડિયમાં જાપાની આયોજકોના હાથમાં સોંપવામાં આવશે.

ગ્રીસ ઓલમ્પિક સમિતિએ કહ્યું કે, અમે ઈમરજન્સી સમિતિ અને આરોગ્ય વિભાગ સાથે સતત વાતચીત કરી રહ્યા છીએ. જો અમારા દેશમાં વાઈરસની અસર દેખાશે તો અમારી પાસે આના માટે પ્લાન તૈયાર છે. ઓલમ્પિક મશાલ ગ્રીસમાં 37 શહેરો અને 15 જૂની ઈમારતોમાંથી પસાર થશે. આ મશાલ ગ્રીસમાં 3500 કિલોમીટરનું જમીન સ્તર અને 842 ન્યૂટિકલ માઈલનું સફર ખેડશે. જેમાં 600 દોડવીરો સામેલ થશે.

ગ્રીસના રમતગમત રાજ્યમંત્રીએ કહ્યું, અમારા દેશ પાસે આ ખાસ ઉપલબ્ધિ છે જેમાં કોઈ પણ ઓલમ્પિક આયોજન પહેલા આ સેરેમની કરવામાં આવે છે. નિશાનેબાજીમાં ઓલમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ ગ્રીસ (યૂનાન)ની અન્ના કોરાકાકી સૌથી પહેલા મશાલ હાથમાં લેશે.

 

રાષ્ટ્રપતિ ભવનમાં ટ્રમ્પ દંપતિનું શાહી સ્વાગત

ભારત પ્રવાસે આવેલા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની પત્ની મેલેનિયા સાથે મંગળવારે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા.

રાષ્ટ્રપતિ ભવનથી ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની મેલેનિયા સાથે રાજઘાટ ગયા હતા. અહીં તેમણે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેનિયાએ રાજઘાટ પર વૃક્ષારોપણ પણ કર્યું હતું.

અહીં તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પનું રાષ્ટ્રપતિ ભવનમાં સ્વાગત સમારોહ

ડોનાલ્ડ ટ્રમ્પનું રાજકીય સન્માન, જવાનો દ્વારા રાષ્ટ્રપતિ ટ્રમ્પને ગાર્ડ ઓફ ઓનર

 

રાષ્ટ્રપતિ ભવનમાં અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું

રાષ્ટ્રપતિ ભવનના ઘોડેસવારોની ટુકડી

સવિતા કોવિંદ, મેલેનિયા ટ્રમ્પ, ડોનાલ્ડ ટ્રમ્પ, રામનાથ કોવિંદ અને નરેન્દ્ર મોદી

ભારત-અમેરિકાના સંબંધો પર વાતચીત માટે હૈદરાબાદ હાઉસમાં બેઠક પહેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી

રાષ્ટ્રપતિ ભવનમાં ઈવાંકા ટ્રમ્પનો અલગ અંદાજ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બે દિવસીય ભારત પ્રવાસ દરમ્યાન તેમની પુત્રી ઈવાંક છવાઈ ગઈ છે. આજે સવારે રાષ્ટ્રપતિ ભવનમાં ટ્રમ્પના સત્તાવાર સ્વાગત દરમ્યાન પણ ઈવાંકા સાથે લોકો સેલ્ફી લેતા નજરે પડયા હતાં.

રાષ્ટ્રપતિ ભવનમાં ઈવાંકા તેમના પતિ અને ટ્રમ્પ પ્રશાસનમાં વરિષ્ઠ સલાહકાર જેરેડ કુશનર સાથે પહોંચી હતી.

રાષ્ટ્રપતિ ભવનમાં સ્વાગત સમારોહ દરમ્યાન ઈવાંકાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને હાથ જોડીને નમસ્તે કહ્યું.

ઈવાંકાના રાષ્ટ્રપતિ ભવન અંગે જાણકારી આપતા ભારતીય અધિકારીઓ

રાષ્ટ્રપતિ ભવનમાં ડોનાલ્ડ ટ્રમ્પના ઔપચારિક સ્વાગત પહેલા લોકો સાથે વાતચીત કરતી ઈવાંકા ટ્રમ્પ

ઈવાંકા બીજી વખત ભારતના પ્રવાસે આવી છે. ઈવાંકા ટ્રમ્પ પ્રશાસનમાં સલાહકાર પણ છે.

ભારત-અમેરિકા વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે 300 કરોડ ડોલરના કરાર

નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચે રૂ. 300 કરોડ ડોલરથી વધુના સંરક્ષણ ક્ષેત્રે કરાર થયા છે. હૈદરાબાદ હાઉસમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે દ્વિપક્ષી વાટાઘાટમાં સંરક્ષણ, સુરક્ષા, ઊર્જા વ્યૂહાત્મક ભાગીદારી, વેપાર મુદ્દે વિસ્તારથી વિચારવિમર્શ થયો હતો. ભારતે અમેરિકાથી ત્રણ અબજ ડોલરથી વધુના એડવાન્સ્ડ અમેરિકી મિલિટરી ઇક્વિપમેન્ટ ખરીદવાના સમજૂતી કરાર કર્યા હતા. આ ઇક્વિપમેન્ટ્સમાં અપાચે અને MH-60 રોમિયો હેલિકોપ્ટર્સ પણ સામેલ છે, જે વિશ્વમાં સૌથી ઉચ્ચ કક્ષાના માનવામાં આવે છે.

આ સિવાય બંને દેશોને લાભ થનારા એક મોટા સોદા પર પણ વાતચીત શરૂ કરવા માટે સહમતી બની છે, જેમાં ડ્રગ ટ્રાફિકિંગ, નાર્કો ટેરરિઝમ અને ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ જેવી ગંભીર સમસ્યાઓ વિશે પણ એક નવું મેકેનીઝમ બનાવવા સહમતી સધાઈ છે.

બંને દેશોના વડાઓનું સંયુક્ત નિવેદન

હૈદરાબાદ હાઉસમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પછી બંને નેતાઓ દ્વારા સંયુક્ત નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે  ભારતમાં છેલ્લા બે દિવસ શાનદાર રહ્યા, ખાસ કરીને ગઈ કાલે મોટેરા સ્ટેડિયમમાં. આ મારા માટે ખૂબ સન્માનની વાત છે. ત્યાં સવા લાખ લોકો હતા, જ્યારે મોદીએ કહ્યું કે ત્રણ વર્ષમાં બંને દેશો વચ્ચે વેપાર બે ગણો વધ્યો છે. અમે બંને દેશો વિશ્વમાં કનેક્ટિવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં સહમત છીએ. એ બંને દેશોના નહીં પરંતુ દુનિયાના હિતમાં છે.

સંયુક્ત નિવેદનમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે  ભારતીયોની મહેમાનગીરી યાદ રહેશે. મોદી અહીં ખૂબ સારુ કામ કરી રહ્યા છીએ. મોદી સાથે વાતચીતમાં ત્રણ અબજ ડોલરના રક્ષા સોદે સંમતિ સધાઈ છે. બંને દેશો આતંકવાદ ખતમ કરવા માટે પણ સારુ કામ કરશે. અમે હિંદ-પ્રશાંત ક્ષેત્રને સુરક્ષિત રાખવા માટે પ્રતિબદ્ધ છીએ.

ટ્રમ્પે કહ્યું, જ્યારથી મેં વેપાર સંભાળ્યો છે ત્યારથી અમેરિકાની નિકાસ વધી રહી છે. તે માટે મોદીનો આભાર. મારા કાર્યકાળમાં ભારત સાથેનો વેપાર 60 ટકા વધ્યો છે. અમેરિકાનો ભારત સાથેનો વેપાર ખૂબ સારો અનુભવ રહ્યો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવારના સભ્યો બે દિવસના ભારત પ્રવાસ પછી અમેરિકા પરત ફરશે.

 

ફ્લેશબેક, 2014: ‘ચિત્રલેખા’ના વાઈસ-ચેરમેન મનન મૌલિક કોટકનો સવાલ, ‘ઉદ્યોગપતિ’ ડોનાલ્ડ ટ્રમ્પનો જવાબ…

અમેરિકાના પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ પહેલી જ વાર હાલ ભારતની મુલાકાતે આવ્યા છે. માત્ર બે દિવસ (24-25 ફેબ્રુઆરી) અને તેમાં પણ 36 કલાક માટેની જ આ વિઝિટ દરમિયાન એમણે અમદાવાદ (સાબરમતી આશ્રમ, મોટેરા સ્ટેડિયમ), આગરા (તાજમહલ) અને નવી દિલ્હીની મુલાકાત લીધી છે. પરંતુ એ જાણીને આનંદ થશે કે ટ્રમ્પ વર્ષો પહેલાં ઉદ્યોગપતિ તરીકે ભારત આવ્યા હતા.

અબજોપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 2016માં અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી જીતીને અમેરિકાના 45મા પ્રમુખ બન્યા હતા એ પહેલાં દેશના રિયલ એસ્ટેટ ક્ષેત્રના માંધાતા તરીકે પ્રખ્યાત હતા. તેઓ અમેરિકા ઉપરાંત દક્ષિણ કોરિયા, તૂર્કી અને દુબઈમાં પ્રોજેક્ટ કરી ચૂક્યા હતા અને ભારતમાં રિયલ એસ્ટેટ અને હોટેલ સેક્ટરમાં મૂડીરોકાણ કરવા ઉત્સુક હતા. એ માટે તેમણે ભારતના રિયલ એસ્ટેટ સેક્ટરના અગ્રગણ્ય લોધા ગ્રુપ સાથે સહયોગ કર્યો હતો.

મુંબઈમાં લક્ઝરિયસ રેસિડેન્સિયલ પ્રોજેક્ટ ‘લોધા ટ્રમ્પ ટાવર’ના સંબંધમાં 2014ના ઓગસ્ટમાં તેઓ મુંબઈની મુલાકાતે આવ્યા હતા. 12 ઓગસ્ટે વરલી વિસ્તારસ્થિત ફોર સીઝન્સ હોટેલ ખાતે યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં પત્રકારો સાથેની વાતચીતમાં એમણે ભારતમાં મૂડીરોકાણ વિશે પોતાની યોજનાઓની વિગત જણાવી હતી.

‘ચિત્રલેખા’ના વાઈસ-ચેરમેન મનન મૌલિક કોટકે ત્યારે રિયલ એસ્ટેટ મહારથી ડોનાલ્ડ ટ્રમ્પને સવાલ પૂછ્યો હતો અને ટ્રમ્પે એનો વિસ્તારપૂર્વક જવાબ આપ્યો હતો.

લોધા ગ્રુપ સાથે ભાગીદારી કરવા બદલ મનન કોટકે ટ્રમ્પને અભિનંદન આપ્યા હતા અને પૂછ્યું હતું કે, ‘તમારો બિઝનેસ મુખ્યત્વે અમેરિકામાં સ્થાયી થયો છે. તમે આગામી પાંચ-દસ વર્ષમાં ઈન્વેસ્ટમેન્ટ કરવા માટે ભારતને કેટલું મહત્ત્વનું ગણો છો?’ ટ્રમ્પે એનો વિસ્તારપૂર્વક જવાબ આપ્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે, ‘અમે ભારતમાં ઘણું મૂડીરોકાણ કરીશું. ઈન્વેસ્ટમેન્ટ કરવા માટે ભારત ઉત્તમ દેશ છે.’ જુઓ એ વખતની વિડિયો ક્લિપ…