ગુજરાતની ચાર સહિત રાજ્યસભાની 55 સીટો માટેની ચૂંટણી 26 માર્ચે

નવી દિલ્હીઃ રાજ્યસભાની બેઠક માટે અહેમદ પટેલની ચૂંટણી વખતે ખેલાયેલો જંગ યાદ અપાવે એવો બીજો ચૂંટણી જંગ આગામી મહિને ગુજરાતમાં યોજાઇ શકે છે.

વાત એમ છે કે, કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યસભામાં એપ્રિલમાં ખાલી પડનારી 55 સીટો માટેની ચૂંટણીઓ 26 માર્ચે યોજવાની જાદેરાત કરી દીધી છે. આ 55 બેઠકમાં ગુજરાતની ચાર બેઠકનો પણ સમાવેશ થાય છે. આ સભ્યોમાં કાનજીભાઈ ચુનીભાઈ ગોહિલ, મધુસૂદન દેવરામ મિસ્ત્રી, ઉદેસિંહ લાલસિંહ વડોદિયા અને બલદેવસિંહજી શંભુપ્રસાદ ટૂંડિયાનો સમાવેશ થાય છે. આ સભ્યોની મુદત નવ એપ્રિલે પૂરી થાય છે.

ખાલી પડનારી સીટો પરની ચૂંટણીનો કાર્યક્રમ નીચે મુજબ રહેશે.

રાષ્ટ્રય કક્ષાએ, રાજ્યસભામાં આ વર્ષે જે નેતાઓનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે, તેમાં કેન્દ્રીય પ્રધાન હરદીપ પુરી, રામદાસ આઠવલે, દિલ્હી ભાજપના નેતા વિજય ગોયલ, કોંગ્રેસના દિગ્વિજય સિંહ અને એનસીપીના અધ્યક્ષ શરદ પવાર પણ સામેલ છે.

રાજ્યસભામાં યોજાનારી ચૂંટણી માટેની તારીખ અને પરિણામ નીચે મુજબ જાહેર થશે.હાલમાં ભાજપ, એનડીએ અને અન્ય સાથી પક્ષોના સભ્યોની સંખ્યા રાજ્યસભામાં 106 છે અને ભાજપના 82 સભ્યો છે. જ્યારે રાજ્યસભાના કુલ સભ્યોની સંખ્યા 245 છે, જેમાંથી બહુમત માટે 123 સભ્યોની આવશ્યકતા છે. જેતે રાજ્યોમાં રાજ્યસભાની ખાલી પડનારી સીટો નીચે મુજબ છે.

 

ગુજરાતમાં વિધાનસભાની હાલની સંખ્યા પ્રમાણે ચારમાંથી બે ભાજપને અને બે બેઠક કોંગ્રેસને મળી શકે એમ છે. જો કે, ગયા વખતે જે રાજકીય ખેલ ખેલાયો હતો એવો કોઇક ખેલ આ વખતે પણ ખેલાઇ શકે છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]