ભોપાલ: મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકાર પરનું સંકટ ધીમું પડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. હવે ભાજપના જ એક ધારાસભ્યએ કહ્યું છે કે, રાજ્યમાં કોંગ્રેસ સરકાર પાસે પૂર્ણ બહુમત છે અને કોઈ મુશ્કેલી નથી. મૈહર બેઠકથી ભાજપના ધારાસભ્ય નારાયણ ત્રિપાઠીએ ત્રણ દિવસની અંદર સીએમ કમલનાથ સાથે ત્રીજી વખતની મુલાકાત પછી આ નિવેદન આપ્યું છે.
નારાયણ ત્રિપાઠીએ રવિવારે કમલનાથના સરકારી નિવાસ સ્થાને મુલાકાત કરી. નારાયણએ તેમની પાર્ટી ભાજપથી અસંતુષ્ટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે, મુલાકાત પછી તેમણે સ્પષ્ટ કહ્યું કે, તે મૈહરને નવો જિલ્લો બનાવવાની માગને લઈને સીએમ કમલનાથને મળવા ગયા હતા. આ મુલાકાત પછી ત્રિપાઠીએ કહ્યું કે, કમલનાથના નેતૃત્વમાં કોંગ્રેસ સરકાર પૂર્ણ બહુમતમાં છે. શું તમને નથી દેખાઈ રહ્યું કે, સરકાર બહુમતમાં છે કે નહીં. સરકાર સંપૂર્ણ રીતે બહુમતમાં છે.
મહત્વનું છે કે, નારાયણ ત્રિપાઠી આ પહેલા પણ એક સંશોધન પ્રસ્તાવને લઈને કમલનાથ સરકારનું સમર્થન કરી ચૂક્યા છે. અને તે અવારનવાર કમલનાથના નિર્ણયોના વખાણ કરતા જોવા મળે છે. ત્રિપાઠીએ કહ્યું કે, હું ઈચ્છું છું કે, સરકાર બજેટ સત્ર પહેલા મેહરને અલગ જિલ્લો બનાવવાની માગ પર કોઈ નિર્ણય લે.
મહત્વનું છે કે, રાજકીય ઉથલ-પાથલ વચ્ચે છેલ્લા બે દિવસ કમલનાથ સરકાર માટે રાહત આપતા રહ્યા. શનિવારે અપક્ષ ધારાસભ્ય સુરેન્દ્ર સિંહ શેરા બેંગ્લુરુંથી પરત આવ્યા અને રવિવારે કોંગ્રેસના ધારાસભ્ય બિસાહૂ લાલ સિંહ પણ ભોપાલ પહોંચી ગયા. બિસાહૂએ કોંગ્રેસની સાથે મતભેદ હોવાની વાતને નકારી કાઢતા કમલનાથને પોતાનું સમર્થન આપવાની વાત કહી છે.
લખનઉઃ આઈપીએસ અધિકારી ડો. અજય પાલ શર્મા ઘણીવાર વિવાદોમાં આવતા હોય છે અને તેઓ ખૂબ ચર્ચામાં રહેતા એક અધિકારી છે. સોશિયલ મીડિયા પર તેમને દબંગ, એન્કાઉન્ટર સ્પેશિયલિસ્ટ અને સિંઘમ જેવા નામોથી બોલાવવામાં આવે છે. ચર્ચાની સાથે વિવાદો સાથે પણ અજય પાલનો જૂનો સંબંધ છે. એ એન્કાઉન્ટર્સ પર પણ સવાલો ઉઠ્યા છે કે જેમાં તેઓ જોડાયેલા હતા. આ સીવાય લાંચ, ટ્રાન્સફર માટે સેટિંગ જેવા વિવાદોમાં પણ અજય પાલ શર્મા પર આંગળીઓ ચિંધાઈ છે. તાજેતરમાં જ સસ્પેન્ડ થયેલા આઈપીએસ વૈભવ કૃષ્ણના રિપોર્ટમાં અજય પાલ શર્માનું પણ નામ હતું બાદમાં તેમને રામપુરના એસપીના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. હવે અજય પાલ શર્મા પોતાની કથીત પત્નીના કારણે વિવાદોમાં આવ્યા છે.
પોતાને અજયની પત્ની ગણાવતી એક મહિલા દીપ્તિ શર્માએ લખનઉની હજરતગંજ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. રિપોર્ટ નોંધાવનારી અને વકીલ દીપ્તિ શર્માએ ફરિયાદમાં લખાવ્યું છે કે, તેમને હેરાન કરવા માટે અજય શર્માએ ઘણા કેસ નોંધાવ્યા છે. અત્યારે દીપ્તિ જેલમાં બંધ છે.
અજય પાલ શર્મા પર આરોપ છે કે તેમણે ગેંગસ્ટરના આરોપી કથીત પત્રકાર ચંદન રાય સાથે મેરઠમાં તેનાતી માટે 80 લાખ રુપિયાની લેવડ-દેવડની વાત કરી. આ મામલે બે ઓડિયો ક્લિપ પણ સામે આવી છે. આરોપ છે કે ચંદન રાયે અજય પાલ શર્માના પોસ્ટિંગ માટે લખનઉના અતુલ શુક્લા અને સ્વપ્નિલ રાય સાથે વાત કરી છે, આના પણ પૂરાવા છે. એક આરોપી નીતિશને નોએડા પોલીસના આવવા પહેલા ભાગી જવા માટે થયેલી વાતચીતના પણ પૂરાવા છે.
આ સિવાય જે મહિલાએ અજય પાલ શર્માના નોએડા એસપી રહેતા સમયે તેમના પર શારીરિક શોષણના આરોપો લગાવ્યા હતા તેને ખોટા કેસમાં ફસાવવા, ચંદન રાય દ્વારા પોલીસ કસ્ટડીમાં રાખેલા તેના મોબાઈ ફોનથી ફોટો, વિડીયો અને અન્ય વસ્તુઓ ડિલીટ કરાવવા માટે થયેલી વાતના પણ પૂરાવા મળ્યા છે. આ તમામ પુરાવા સાઈબર ઈમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ દ્વારા પકડાયેલા ચારેય કથી પત્રકારોના મોબાઈલ ફોનની તપાસ કર્યા બાદ સામે આવ્યા છે.
વર્ષ 2011 ના આઈપીએ ઓફિસર ડો. અજય પાલ શર્માને વિવાદો સાથે જૂનો બંસંધ છે. જો કે, આ સરકારમાં એસપી શામલી રહેતા સમયે તાબડતોબ એન્કાઉન્ટર કરવાને લઈને અજય પાલ શર્મા સરકારની આંખોનો તારો બની ગયા હતા. અજય પાલ શર્માને ઈનામમાં નોએડા જિલ્લાનું નેતૃત્વ મળ્યું હતું પરંતુ ત્યાં કરેલા તેમના મોટાભાગના એન્કાઉન્ટર વિવાદોમાં આવ્યા છે. કોલ સેન્ટરના સંચાલક પાસેથી આશરે 80 લાખ રુપિયાની લાંચનો મોટો મામલો હતો. તત્કાલીન ડીજીપી ઓ.પી.સિંહના હસ્તક્ષેપ બાદ કોલ સેન્ટરના સંચાલકની રકમ પાછી આપવામાં આવી હતી.
એક મહિલા પત્રકારે પણ અજય પાલ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આ મામલાની ફરિયાદ સીએમ સુધી પહોંચી હતી. નોએડામાં ફરજ દરમિયાન ડો. અજય પાલ શર્માની કાર્યશૈલીને લઈને સીએમ યોગી આદિત્યનાથે એક વીડિયો કોન્ફરન્સિંગ દરમિયાન તેમને ટકોર પણ કરી હતી. આના કેટલાક મહિના બાદ અજય પાલને નોએડામાંથી હટાવી દેવામાં આવ્યા હતા. કેટલાક દિવસ સાઈડમાં રાખ્યા બાદ તત્કાલીન ડીજીપી ઓ.પી.સિંહે તેમને ફરીથી રામપુરના એસપી બનાવ્યા હતા. જો કે, આ દરમિયાન પણ ચર્ચા સામે આવી હતી કે, અજય પાલ શર્મા કોઈ મોટા જિલ્લામાં ફરજ માટે લાગેલા છે.બાદમાં વૈભવ કૃષ્ણના તપાસ રિપોર્ટમાં એ વાત સામે આવી કે અજય પાલ શર્મા કથિત પત્રકારો દ્વારા મેરઠમાં ફરજ માટે 80 લાખ રુપિયાની લેવડ-દેવડની વાત કરી રહ્યા હતા.
નવી દિલ્હીઃ યસ બેંકના સંસ્થાપક અને પૂર્વ મેનેજીંગ ડાયરેકટર રાણા કપૂરને મુંબઇની એક કોર્ટે રવિવારના રોજ 11મી માર્ચ સુધી ઇડીની કસ્ટડીમાં મોકલી દીધા છે. મની લોન્ડ્રિંગ મામલે રાણા કપૂરની ધરપકડ કરવામાં આવી હતી. કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ રાણા કપૂર વિરૂદ્ધ ભ્રષ્ટાચારના આરોપમાં અલગ કેસ નોંધ્યા છે. ઇડીએ દિલ્હી અને મુંબઇ સ્થિત તેમના ઘર પર દરોડા પાડ્યા અને કલાકો સુધી પૂછપરચ્છ બાદ રાણા કપૂરની ધરપકડ કરી હતી. રાણાને જ્યારે મુંબઇની એક કોર્ટમાં હાજર કરાયા ત્યારે તેમની આંખોમાં આંસુ આવી ગયા.
મહત્વનું છે કે, રાણા કપૂરની સાથે તેમના પરિવારની પણ ઇડી તપાસ કરી રહ્યું છે. રાણા કપૂરની દીકરી રોશની કપૂરને રવિવારે મુંબઇ એરપોર્ટ પર વિદેશ જતા અટકાવવામાં આવી હતી. તે બ્રિટિશ એરવેઝથી લંડન જઈ રહી હતી. આ પહેલાં ઇડીએ રાણા કપૂર અને તેમના પરિવાર જેમાં પત્ની બિંદુ કપૂર, દીકરી રાખી કપૂર ટંડન, રાધા કપૂર અને રોશની કપૂરની વિરૂદ્ધ લુક આઉટ નોટિસ જાહેર કરી હતી. એટલે કે હવે આ લોકો મંજૂરી વગર દેશની બહાર જઇ શકશે નહીં.
ઇડીના વકીલ સુનીલ ગોંજાલ્વિસે સુનવણી દરમ્યાન કહ્યું કે ઇડીની તપાસના દાયરામાં 4300 કરોડ રૂપિયાની રકમ છે. પૂછપરચ્છ દરમ્યાન રાણા કપૂરે સહયોગનો ઇન્કાર કરી દીધો છે. રાણા કપૂરે આ વાતનું ખંડન કરતાં કહ્યું કે હું ઇડીને સંપૂર્ણ સહયોગ કરવા તૈયાર છું. તેમણે કોર્ટને કહ્યું કે હું પળવાર પણ સૂતો નથી તેમ છતાંય હું દિવસ-રાત સહયોગ કરવા માટે તૈયાર છું. આ દરમ્યાન તેમની આંખોમાં આંસુ આવી ગયા. રાણા કપૂરના વકીલ જૈન શ્રૌફે કોર્ટને કહ્યું કે રિઝર્વ બેંક યસ બેંક વિરૂદ્ધ કેટલાંય પ્રતિબંધો મૂકયા છે ત્યારબાદ લોકોમાં આક્રોશ છે, આ આક્રોશને જોતા રાણ કપૂરને ‘બલિનો બકરો’ બનાવાય રહ્યો છે.
નવી દિલ્હીઃ 8 વર્ષીય પર્યાવરણ કાર્યકર્તા લિસિપ્રિયા કંગુજમ અત્યારે ખૂબ ચર્ચામાં છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર કેન્દ્ર સરકારે ટ્વીટ કરીને કેટલીક પ્રેરણાદાયક મહિલાઓની સ્ટોરીને શેર કરવાની વાત કહી હતી. લિસિપ્રિયા પણ આ લોકો પૈકી જ એક હતી. ભારત સરકારના આ ટ્વીટના જવાબમાં લિસિપ્રિયાએ ધન્યવાદ તો કહ્યું પરંતુ, આ સન્માન સ્વીકારવાની ના પાડી દીધી. બાદમાં કોંગ્રેસે લિસિપ્રિયાની આડમાં મોદી સરકાર પર પ્રહારો કર્યા. કોંગ્રેસના પ્રહારોને જોતા લિસિપ્રિયાએ ટ્વીટ કરીને કોંગ્રેસને પણ આડે હાથ લીધી હતી.
કોંગ્રેસે ટ્વીટ કર્યું કે, મહિલા સશક્તિકરણ પ્રત્યે પીએમ મોદીની વાતો અને પાખંડને બહાદુર પર્યાવરણ કાર્યકર્તા લિસિપ્રિયાએ નકાર્યું છે. લિસિપ્રિયાએ પ્રસ્તાવનો સ્વિકાર નકાર્યા બાદ, તેમણે વડાપ્રધાન મોદીને યાદ અપાવ્યું કે તેમનો અવાજ સાંભળવો તે કોઈપણ ટ્વીટર ઝુંબેશની તુલનામાં ખૂબ મહત્વપૂર્ણ છે.
લિસિપ્રિયાએ કોંગ્રેસને આડે હાથ લેતા ટ્વીટ કર્યું અને કહ્યું કે, તમે મારા પ્રત્યે સહાનુભૂતિ રાખો છો. સારું છે, પોઈન્ટ પર આવીએ. લોકસભા અને રાજ્યસભા બંન્નેમાં ચાલી રહેલા સંસદ સત્રમાં આપના કેટલા સાંસદો મારી માંગણીઓને માનનારા છે? હું એપણ નથી ઈચ્છતી કે માત્ર આપ ટ્વીટર ઝુંબેશ માટે મારા નામનો ઉપયોગ કરો. મારો અવાજ કોણ સાંભળી રહ્યું છે?
કોંગ્રેસના સાંસદ શશિ થરુરે લિસિપ્રિયાને જવાબ આપતા ટ્વીટ કર્યું કે, પ્રિય લિસિપ્રિયા, તમારો અવાજ અમારો પણ અવાજ છે. છેલ્લા ત્રણ વર્ષથી હું એર પોપ્યુલેશન પર બેઠકો કરી રહ્યો છું. હું નેશનલ ક્લિન એર પોલિસીની વાત કરી રહ્યો છે. 2019 ની ચૂંટણી પહેલા કોંગ્રેસે પર્યાવરણ પર વ્યાપક વિચાર-વિમર્શ કર્યો હતો. અમારી વાત અમારા ઘોષણાપત્રમાં નોંધાયેલી છે અને અમે કરીશું.
કોંગ્રેસના સાંસદને જવાબ આપતા લિસિપ્રિયેએ લખ્યું કે, સર આપે જલ્દી જવાબ આપ્યો તે માટે હું ધન્યવાદ કરું છું. પરંતુ તમે મારા પ્રશ્ન અને મારી માંગોને એર પોલ્યુશન પોલિસી સહિતની વાત કહીને આના પરથી ધ્યાન હટાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, લિસિપ્રિયા છેલ્લા કેટલાક સમયથી વડાપ્રધાન મોદી અને ભાજપ સાંસદો પાસેથી જળવાયુ પરિવર્તન કાયદો બનાવવાની માંગ કરી રહી છે.
નવી દિલ્હી: હિન્દુ ધર્મમાં જેટલા પણ તહેવારો છે એ તમામને સૌભાગ્ય અને સમૃદ્ધિ સાથે જોડીને ઉજવવામાં આવે છે. આજે તમારી બંધાની પંદગીનો તહેવાર હોળી. આજે ફાગણ મહિનાની પુનમ એટલે કે હોલીકા દહન કરવાનો દિવસ અને આવતીકાલે રંગોનો તહેવાર ઘૂળેટીની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે હોળીના આ ખાસ અવસર પર ગ્રહોમાં પણ 499 વર્ષ પછી ખાસ સંયોગ બની રહ્યા છે.
હિન્દુ પંચાગ અનુસાર આ વખતે ફાગણ મહિનાની પુનમ 9 માર્ચે એટલે કે આજે છે. આ દિવસે કારકિર્દી અને ધન સંપત્તિના કારક માનવામાં આવતા દેવતાઓના ગુરુ બુહસ્પતિ અને ન્યાયના દેવતા શનિ તમેની મૂળ રાશિઓમાં જ રહેશે. જેથી સુખ–સમૃદ્ધિ અને ધન-વૈભવની દ્રષ્ટીએ સારું માનવમાં આવે છે. દેવગુરુ ઘન રાશિમાં અને શનિ મકર રાશિમાં રહેશે. આ અગાઉ ગ્રહોનો આવો સંયોગ 3 માર્ચ 1521માં બન્યો હતો.
આમ તો હોળીના તહેવારને સુખ સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. પણ આ વખતે ગ્રહોનો ખાસ યોગ બની રહ્યો છે જેથી રંગોનો તહેવાર વધુ વૈભવશાળી બની રહેશે. હોળીનો રંગ તમામ લોકોના જીવનમાં ખુશી લાવશે અને હોલીકા દહનથી તમારા તમામ કષ્ટો દૂર થશે.
ભદ્રની છાયામાં હોલીકા દહન કરવું શુભ નથી માનવામાં નથી આવતું. પણ આ વખતે નિશ્ચિંત રહીને હોળીનો તહેવાર મનાવી શકો છો, કારણ કે આ વખતે હોળી પર ભદ્ર નથી લાગી રહ્યો. હોળી પ્રગટાવવાનો શુભ સમય સાંજે 6:32થી 6:50 સુધીનો છે. આ દરમ્યાન સ્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે. આ સમયમાં હોલીકા પૂજન કરવાથી આખા વર્ષ દરમ્યાન તમારા ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે.
હિન્દુ પંચાગ અનુસાર, ફાગણ માસમાં શુક્લ પક્ષની આઠમથી પુનમ સુધી હોળાષ્ટક મનાવવામાં આવે છે. આ દરમ્યાન કોઈ શુભ કાર્ય કરવામાં નથી આવતા. માન્યતાઓ અનુસાર હોળી પ્રગટાવ્યા પછી આ અશુભ સમયનું દહન થઈ જાય છે અને ફરીથી તમામ શુભ કાર્ય કરવાનો સમય શરું થઈ જાય છે.
મુંબઈ : યસ બેન્કની નાણાકીય કટોકટીના સંદર્ભમાં દેશની બેન્કોમાં જમા કરાવાયેલા જનતાનાં નાણાંની સલામતી અંગે લોકોમાં ફેલાયેલા ગભરાટ અને ચિંતાને ભારતીય રિઝર્વ બેન્કે ફગાવી દીધા છે અને કહ્યું છે કે તમામ ડિપોઝીટ્સ સુરક્ષિત છે.
રિઝર્વ બેન્કે ટ્વીટ દ્વારા લોકોને આ ખાતરી આપી છે.
કેન્દ્રીય બેન્કે કહ્યું છે કે પોતે દેશની તમામ બેન્કોની કામગીરીઓ પર સતત નિરીક્ષણ રાખી રહી છે. કોઈ પણ બેન્કમાં જમા કરાવેલા પૈસાની સલામતી વિશે લોકોએ જરાય ચિંતા કરવાની જરૂર નથી.
એક નવું બેન્ક કૌભાંડ બહાર આવ્યું અને એને પગલે લોકોને હવે દેશની બેન્કિંગ સિસ્ટમ પરથી વિશ્વાસ ઊઠી ગયો છે એવી અફવાઓ ફેલાઈ છે. આવી અફવાઓ રોકવા માટે જ રિઝર્વ બેન્કે લોકોને આશ્વાસન આપ્યું છે.
RBI closely monitors all the banks and hereby assures all depositors that there is no such concern of safety of their deposits in any bank. (2/2)
9 માર્ચના સોમવારે હોળી અને 10 માર્ચના મંગળવારે ધૂળેટી પર્વ નિમિત્તે અમદાવાદની બજારોમાં રંગો, પિચકારીઓ, ફૂગ્ગા, હીરાકણી, પેસ્ટ કલર્સ વગેરે ચીજવસ્તુઓની ધૂમ ખરીદી થઈ રહી છે. રૂ. 50થી લઈને રૂ. 500 સુધીની કિંમતમાં વિવિધ રંગ, આકાર અને રૂપની પિચકારીઓ મળી રહી છે. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)
યાત્રાકે જાત્રા થઈ શકે છે અને તેમા ધાર્યા કરતા વધુ ખર્ચા થાય, અધ્યાત્મિકપ્રવચનો સાંભળવાના યોગ વધુ છે, વિદ્યાર્થીવર્ગને ધારીસફળતા માટે વધુ મહેનત કરવી પડે તેથી મગજમાં વધુ વિચારો માનસિક થાક આપે તેવું બની શકે છે. નાની નાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, નાણાકીય આયોજન સારુ થાય, વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછું થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે, કોઈને વણમાંગી સલાહસુચન ના આપવી ઇચ્છનીય છે.
નવી કાર્યપ્રણાલીથી લાભ થાય, માનસિકચિંતા હળવી કરવા તમે મનોરંજન અને ઈતરપ્રવૃત્તિમા મન વધુ લગાવો તેવુ બની શકે છે, જૂનીયાદથી ઘણા લાગણીશીલ બનો, સામાજિક,ધાર્મિકપ્રસંગમા તમારી હાજરી પ્રભાવી બની શકે છે. વેપારના કામકાજમા ઉત્સાહ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે. જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરીકે ફેરબદલી કરવામાટે ધીરજ રાખવી, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈવસ્તુ શીખવી હોયતો આ સમયમા પ્રયત્ન કરવો સારો છે. કાયદાકીયબાબતના પ્રશ્નોમા સલાહ સુચન બાદ આગળ વધવુ. આર્થિકલાભના યોગ રહેલા છે, વાણીવર્તણુક પર સયમ રાખવો જરૂરી છે.
ઘરમાં કે કુટુંબમાં સુખદ માહોલ જોવા મળે પરંતુ કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે, ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈજગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. આરોગ્યબાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે. વેપારના કામકાજમા ધીરજ અને અનુભવથી કામકાજ કરવુ, અન્યની વાતમા દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે. નોકરીકે વ્યવસાયમા સમયનો દુરુપયોગ અને કારણવગરની કામકાજમા સમસ્યા ના થાય તેનુ ધ્યાન રાખવુ, જરૂરપુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય, પ્રેમસંબંધમા થોડોક ઉતારચઢાવ થઈ શકે છે માટે ધ્યાન રાખવુ જરૂરી કહી શકાય.
આર્થિક સ્થિતિની થોડી ચિંતા થઈ શકે છે, કાર્યક્ષેત્રમાં બદલાવ આવે, તમારા કામની કદર થોડી ઓછી થાય, ક્યાંક નવીન ઓળખાણ થઇ શકે છે તેમા લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબમાં કે આસપાસના કોઈ જાહેર કાર્યક્રમમાં જવાના યોગ છે, વેપારના કામકાજમા તમને ઉત્સાહ ઓછો અને કાર્યમા આળસ કરવાની વૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્ર વર્તુળમાંથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે પરંતુ તેમા તેમનો સહયોગ ઓછો પ્રાપ્ત થઇ શકે છે, નજીકના સગાસ્નેહીના સ્વાસ્થ્યની ચિંતા થાય તેવા યોગ પણ ઉભા થઇ શકે છે પરંતુ તેમા મોટી કોઈ તકલીફ ઉભી ના થવાથી રાહતની લાગણી અનુભવી શકો છો.
સામાજિક પ્રસંગમાં જવાના યોગ છે તેમા થોડો માનસિક ઉદ્ગ્વેગ જોવા મળી શકે છે ક્યાંક અશાંતિ રહ્યા કરે. વેપારના કામકાજમાં ધીરજ અને અનુભવનો અભાવ વર્તાય અને તેની અસર પણ કામકાજમાં દેખાઈ આવે, આરોગ્યની નાનીનાની તકલીફથી પણ પરેશાની રહે, ભાગીદારીકે દામ્પત્ય જીવનમાં તમારી લાગણી દુભાતી હોય તેવુ તમને માનસિક રીતે વધુ લાગે પણ જો શાંતિ જાળવી પ્રભુભક્તિમા ધ્યાન અને મન પરોવી રાખો તો ઘણી માનસિક શાંતિનો અનુભવ કરી શકો છે, ધીરજ અને આત્મવિશ્વાસ રાખશો તો કામ સરળતા વાળુ બની રહશે, પારિવારિક સહયોગ ઓછો જોવા મળી શકે છે.
સપ્તાહ દરમિયાન ક્યાંકને ક્યાંક અશાંતિ અને દ્વિધા રહેવાના કારણે સામાજિકકે ધાર્મિકકાર્યમા કોઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ સમાચાર તમારા વિચારો અને દ્વિધામા વધારો કરી શકે છે, નોકરિયાત વર્ગને પોતાના ઉપરી સાથે માનસિક તનાવથી બચવુ, ઘણી જૂની ઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન ખુશીથી લાગણીશીલ બની જાય. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારીતક દેખાય પરંતુ તેમાં હાલ કોઈ ઉતાવળ ના કરવી અને યોગ્ય વ્યક્તિની સલાહ લેવી, ઘરની જવાબદારીમા ધ્યાન વધુ આપવું પડે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.
યુવાવર્ગ માટે પણ આસપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવામાં રુકાવટ થઈ શકે, અતિ ઉત્સાહના કારણે તમારા કામને ક્યાંક ગતિ પણ મળી શકે છે, જૂની વાતકે કામના ઉકેલમાં અન્યનો સહયોગ ઓછો જોવા મળે શકે છે, વેપારના કામકાજમા ગણતરી અને આયોજન પૂર્વકના કામકાજ કરવા યોગ્ય છે. મુસાફરી કે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે ઓછો ઉત્સાહ અનુભવી શકો છે, માર્કેટિંગ ક્ષેત્રમાં તમારે ધીરજ વધુ રાખવી પડે અને ક્યાંક સમયનો વધુ દુરવ્યય થયાની વ્યથા પણ જોવા મળી શકે છે, લગ્ન બાબતની વાતચીત ક્યાય ચાલતી હોય તેમા થોડી ધીરજ અને અનુભવનો ઉપયોગ તમારા માટે ઇચ્છનીય છે.
અચાનક યાત્રા થાય તેવુ બનવા જોગ છે, કામકાજમા વધારો થઈ જાય અને તમે થોડા માનસિક રીતે અસ્વસ્થ બનો, ઘરમા કે નજીકના સગા-સ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયું હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે. વેપારના કામકાજમા તમને યોગ્ય પ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો,પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમાં સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકારકે માર્ગદર્શન સારુ મળી શકે છે, વ્યવસાયિક કામકાજ માટેની યાત્રા લાભદાયી થાય, કોઇપણ પ્રકારનુ આયોજન કરોતો તેમા પણ સફળતા જોવા મળે, આર્થિક સ્થિતિમાં પણ સુધારો થઈ શકે છે.
આર્થિક લાભ થાય તેવા યોગ છે, તમારા ધાર્યાકામ પાર પાડવા માટે તમારે વાણી અને વર્તનનો ઉપયોગ સાથ આપી શકે છે, જેમા તમને આનંદ-ઉત્સાહ સારો રહી શકો છે, ધીરજ અને અનુભવ તમને સૌથી વધુ મદદગર બની શકે છે, નવી ઓળખાણ લાભદાયી બની શકે છે, તમારી પ્રતિભાની કોઈ સારી રીતે કદર અને ભરોસો કરે, કોઇપણ પ્રકારની મુસાફરી થાય, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર વર્ગ માટે સમય અનુકુળ છે, માર્કેટિંગક્ષેત્રમાં આયોજન કરી કામકાજ કરતા સારા પરિણામ મેળવી શકાય, જમીન,મકાન,વાહન બાબતના કોઇપણ પ્રકારના પ્રશ્ન હોયતો તેમા પણ ઉકેલ મળે, કોઇપણ પ્રકારની ચિંતાનો ઉકેલ મળી શકે છે.
કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે, નાણાકીય આયોજન અંગે નવુ આયોજન થઈ શકે છે, વેપારના કામકાજમાં લાભની કોઈવાત થાય, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામાં વધુ મહેનત કરવાથી સારા ફળની પ્રાપ્તિ થઇ શકે છે, કોઈ અગત્યની વાતચીતકે મિલનમુલાકાતમા કોઈનો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશ જવા ઈચ્છા રાખનારવર્ગ આસપ્તાહ દરમિયાન કોઈપણ પ્રકારની કાર્યવાહી કરે તોતેમા પણ યોગ્ય પ્રતિસાદ મળી શકે, ધીરજથી કામકરવામા સફળતા મેળવવી સરળ બનશે, યાત્રાકે જાત્રા માટેનુ આયોજન થઈ શકે છે, દામ્પત્ય જીવનમાં સુખદ વાત બની શકે છે.
નવાકામની સારી શરૂઆત થાય પણ તેમા કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે માટે ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવુ વધુ યોગ્ય છે, ઘરમા વડીલવર્ગ કે ઓફીસમાં ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચારમતભેદ થાય પણ તેમા પરિસ્થિતિ સુધરી જાય, આવક વધારવા વધુ પ્રયત્ન કરવો પડે અને તેમા સફળતા પણ મળી શકે છે, મનપસંદ વ્યક્તિ તરફથી સારુ વલણ જોવા મળે અને તેમા તમને સારી લાગણીનો અનુભવ થાય, લગ્નબાબતની વાર્તાલાપ ક્યાય ચાલતી હોય તેમા પ્રગતિ થતી જોવા મળી શકે છે.
સપ્તાહ દરમિયાન ક્યાંક લાભની વાતની આપ-લે થઇ શકે છે તેમા ખોટીચર્ચા ના થાય તેની કાળજી રાખવી ઇચ્છનીય છે, મિત્રો, સગાસ્નેહી સાથે મિલન મુલાકાતમાં તમને સારીવાત રજુ કરવાની તક મળી શકે છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. વાર્તાલાપ દરમિયાન શબ્દ પ્રયોગ પર ધ્યાન આપવુ જેથી ગેરસમજ ટાળી શકાય, પેટ,અપચાની તકલીફથી સાચવવુ, વડીલવર્ગને જુના સંભારણા વધુ તાજા થાય, કામકાજમાં મહેનત વધુ થયા પછી સફળતા મળે તવુ બની શકે છે, કામનો ભાર રહે પરંતુ તેમા અન્યનો સહયોગ પણ જોવા મળે, કામકાજ માટેની મુસાફરી થોડી કંટાળાજનક બને.
આજના દિવસે સાવચેતી અને ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છે, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકાની તકલીફથી સાચવવું, કામકાજઅર્થે કઈ બહાર મુસાફરીના યોગ બને છે. સહકર્મચારી સાથે કામની બાબતમાં ખટપટના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં નાનું અને ગણતરીનુંજ કામ કરવુ યોગ્ય છે.
આજનો દિવસ મસ્તીમજાકમાં પસાર થઈ શકે છે, તમને તમારા કામમાં અન્યનો સાથ-સહકાર સારો મળે તમારા કામની પ્રશંસા થાય, નવીનકામનું આયોજન થઇ શકે છે , જુનાકોઈપણ પ્રકારના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક મળે, વેપારના કામકાજમાં સારો પ્રતિસાદ મળી શકે છે.
આજના દિવસ તમને ઉત્સાહ વધુ જોવા મળી શકે છે, કોઈની સાથે અગત્યની વાર્તાલાપ કરવાની હોયતો તેમાં પણ તમને કોઈનો સારોસહયોગ મળી શકે છે, તમારા મનમાં રહેલી કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે, બજારના કામકાજમાં આયોજનથી કામ કરવામાં આવેતો સારો લાભ થઈ શકે છે.
આજનો દિવસ કામકાજમાં વધુ વ્યસ્તતા વાળો જોવા મળી શકે તેના કારણે તમને માનસિકથાકની લાગણી વધુ લાગે, વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં ધીરજ અને ગણતરીપૂર્વકનું નાનુંકામ કરવું યોગ્ય છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવા-વાગવાના યોગ છે, વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ, ખટ પટી લોકોથી દુર રહેવું, તમને નકારાત્મકવિચારના આવે તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું.કોઈની ઉશ્કેરીજનક વાતથી ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
આજનો દિવસ તમારા માટે સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ પડેલી હોય તેને ઉકેલી શકાય તેવા પ્રયત્નો આજે કરવા સારા કહી શકાય , મનની ઈચ્છા પૂરી થઇ શકે તેવા પણ યોગ ઉદભવી શકે છે, આજે આત્મવિશ્વાસ સારો રહે, વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય.
આજનો દિવસ કામકાજની સાથે કામકાજમાં નવીનતક અપાવે તેવો છે, મિત્રો સાથે કોઈ લાભની વાત આપલે થાય તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, પોતાની પસંદગીની કોઈ ખરીદી કરવી હોયતો પણ ફળીભૂત થઇ શકે છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને મોજશોખમાં સમય પસાર થાય.
આજનો દિવસ સરસ છે, જૂનીઓળખાણ તાજી થાય, કામની કદર થાય તેમાં તમારો ઉત્સાહ વધે, મુસાફરી દરમિયાન ખોટાખર્ચા થયાની લાગણી અનુભવાય, વેપારના કામકાજમા સારાકામની અપેક્ષા ફળી શકે, અગત્યની કોઈ વાર્તાલાપ ક્યાંક ફળીભૂત થાય તેવા સંજોગો ઉભા થાય અને તેમાં તમારો ઉત્સાહ વધે.
આજનો દિવસે સાવચેતી રાખવી, કોઈ વાતથી મન અશાંત રહે, ઘરની કોઈ ચિંતા હોય તેની અસર તમારા કામકાજ પર પડે, મુસાફરી દરમિયાન કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે, પ્રેશર, ડાયાબીટીસના દર્દીએ આજના દિવસે કાળજી રાખવી, વેપારમાં ધાર્યા કામન થવાનો રંજ મનમાં રહ્યા કરે.
આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યું કે મનનું કામ થઇ શકે તેથી તમે સારી ખુશી અનુભવી શકો, અગત્યની વાત ક્યાંક કરવાની હોયતો તેમાં પણ સારું કામ થાય અને કોઈની મદદ સલાહ પણ મળી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, જુના કોઈ કામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે તેને કારણે તમે અશાંત બની શકો છે, વેપારના કામકાજમાં અનુભવ મુજબ નાનુંકામ સારું કહી શકાય, કોઈ અણધાર્યા કામ આવી જવાથી સમયનો વ્યય થાય અને તમે કંટાળો અનુભવો તેવું બની શકે.
આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરીના યોગ છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારીવાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો તેમજ કોઈ માટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. વેપારમાં સારો પ્રતિસાદમળી શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.