નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાઇરસના ચેપને રોકવા માટે 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું હતું. જેથી નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (NPR)નું કામ અને સેન્સસ, 2021ની વસતિ ગણતરીનું કાર્ય નિયત સમયે શરૂ નહીં થાય, એમ અધિકારીઓએ આ માહિતી આપી હતી. આ બંને કાર્ય એક એપ્રિલથી 30 સપ્ટેમ્બર દરમ્યાન થવાનું હતું. ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે વર્તમાન સ્થિતિને જોતાં NPR અને વસતિ ગણતરીનું કાર્ય આગામી આદેશ સુધી અટકાવવામાં આવ્યું છે.વડા પ્રધાન મોદીએ ગઈ કાલે સંપૂર્ણ લોકડાઉન કરતાં રોડ, રેલવે અને હવાઈ સર્વિસ બંધ કરી દીધી હતી.
કોરોના વાઇરસને લીધે ભયનો માહોલ
કોરોના વાઇરસને લીધે દિલ્હી અને મહારાષ્ટ્ર સહિત દેશમાં કુલ 11 લોકોનાં મોત થયાં છે, જ્યારે અત્યાર સુધી દેશમાં આશરે 550 લોકોને આ રોગથી ચેપગ્રસ્ત થયા છે. આ વાઇરસને લીધે લોકોમાં ભયનો માહોલ છે, કેમ કે વિશ્વમાં આ રોગથી 17,000 લોકોનાં મોત થયાં છે.
વડા પ્રધાને રૂ. 15,000 કરોડની ફાળવણી કરી
કોરોના વાઇરસના જોખમ વચ્ચે વડા પ્રધાને એક સપ્તાહથી પણ ઓછી સમયમાં બીજી વાર રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. તેમણે કોરોના વાઇરસના સંક્રમણથી મુકાબલો કરવા માટે અને આરોગ્ય સેવાઓ માટે રૂ. 15,000 કરોડની કેન્દ્રીય ફાળવણીની જાહેંરાત પણ કરી હતી. જોકે આ ચેપગ્રસ્ત બીમારી વધુ ના પ્રસરે એટલા માટે કેટલાંય રાજ્યોએ અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ પહેલેથી જ રેલવે, રસ્તા અને હવાઈ સેવાઓને બંધ કરી દીધી હતી. જોકે આવશ્યક માલસામાન લાવવા-લઈ જવાનું ચાલુ રખાશે.
આવશ્યક ચીજવસ્તુઓ મળી રહેશે
ગૃહ મંત્રાલયે જે દિશા નિર્દેશો જારી કર્યા છે એમાં જણાવવામાં આવ્યું છે કે ખાવા-પીવાનો માલસામાન, કરિયાણાની દુકાનો, શાકભાજી, ફળ, માંસ, માછલી અને પ્રાણીના ખાવાના સામાનની દુકાનો ખુલ્લી રહેશે.
નવી દિલ્હી: સમગ્ર વિશ્વ અત્યારે કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહયું છે, તો બીજી તરફ રશિયામાં અન્ય એક મુશ્કેલીમાં ઘેરાયું છે. રશિયામાં ભૂકંપના ઝટકા જોવા મળ્યા છે. રશિયામાં આવેલા આ ભૂકંપના આંચકા 7.5 રિક્ટર સ્કેલના હોવાનું સામે આવ્યું છે. જેનું કેન્દ્ર રશિયાના કુરિલ આઈલન્ડથી લગભગ 218 કિમી દૂર સાઉથ-ઈસ્ટના સેવેરોમાં મળ્યું છે.
રશિયામાં આવેલો આ ભૂકંપના આંચકા સ્થાનિક સમય મુજબ જોઈએ તો, ત્યાં બુધવારના બપોરે અનુભવાયા હતા. ભૂકંપ બાદ અહીં સુનામી આવવાના પણ અણસાર આપ્યા છે. તાજેતરમાં પ્રાપ્ત વિગતો પ્રમાણે જોઈએ તો, હજૂ સુધી કોઈ જાનહાનીની ખબર આવી નથી.
મહત્વનું છે કે, સેવેરો-કુરિલ એક નાનુ એવું શહેર છે. જ્યાંની વસ્તી લગભગ 2500ની છે. અગાઉ આ ભૂકંપની તિવ્રતા 7.8 જણાવવામાં આવી હતી. પણ બાદમાં તે 7.5 નોંધાઈ છે.
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસો દિનપ્રતિદિન વધતા જઈ રહ્યા છે. ગઈકાલે બપોર સુધીમાં રાજ્યમાં કોરોના વાયરસના કુલ 33 જેટલા કેસ હતા, બાદમાં રાત્રે રાજકોટના બે લોકોને કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવતા આ આંકડો 35 પર પહોંચ્યો હતો. ત્યારે આજે રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં ફરીથી વધારો થયો છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસનો આંકડો 38 પર પહોંચ્યો છે.
અમદાવાદમાં 14 કેસ, સુરતમાં 1 કેસ, રાજકોટમાં 3 કેસ, વડોદરામાં 7 કેસ, ગાંધીનગરમાં 6 કેસ અને કચ્છમાં 1 કેસ મળીને કુલ 38 કેસ રાજ્યમાં નોંધાયા છે.
રાજ્યમાં તમામ પ્રકારના પેસેન્જર વ્હિકલ્સને રાજ્યની અંદર તેમજ રાજ્યમાંથી બહાર જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવેલા તમામ વ્યક્તિઓને ક્વોરન્ટાઈન કરવામાં આવી રહ્યા છે.
રાજ્યમાં કુલ 20,688 લોકો 14 દિવસના ક્વોરન્ટાઈન ઓબ્ઝર્વેશનમાં
ક્વોરન્ટાઈન મામલે સહમત ન થયેલા કુલ 147 જેટલા વ્યક્તિઓ સામે એફઆઈઆર નોંધવામાં આવી
રાજ્યમાં કુલ 1,07,62,012 જેટલા લોકોનો સર્વે કરવામાં આવ્યો, આ પૈકી કુલ 15,468 લોકો વિદેશ પ્રવાસની વિગતો સામે આવી
રાજ્ય સરકાર દ્વારા હેલ્પ લાઈન નંબર 104 જાહેર કરવામાં આવ્યો છે, આ નંબર પર કુલ 15000 થી વધારે લોકોએ મદદ માંગી.
રાજ્યના 4 મોટા શહેરોમાં કોરોના વાયરસના દર્દીઓની સારવાર માટે ખાસ હોસ્પિટલો તૈયાર કરાશે.
અમદાવાદમાં 1200 બેડ વાળી હોસ્પિટલ, સુરતમાં 500 બેડ, વડોદરા 250 બેડ અને રાજકોટમાં 250 બેડ વાળી હોસ્પિટલ તૈયાર કરાશે.
મહારાષ્ટ્રમાં સ્થિતિ ગંભીર હોવાથી, મહારાષ્ટ્રથી આવતા તમામ વાહનો પર પ્રતિબંધ
કોરોના, કોરોના, કોરોના! બસ, આ એકવીસ દિવસના લોકડાઉન પિરિયડમાં કોરોના જ કોરોના સંભળાઇ રહયું છે અને રહેવાનું છે, ત્યારે ચિત્રલેખા ના વરિષ્ઠ પત્રકાર કેતન મિસ્ત્રી અહીં એવી કેટલીક ફિલ્મોની વાત માંડે છે, જે આ પ્રકારના મેડીકલ ડીઝાસ્ટર પર બની હોય.
બસ, બહાર નીકળવાનું તો છે નહીં એટલે સમય પસાર કરવા નેટફ્લીક્સ કે એમેઝોન લોગ ઇન કરો અને જોવા માંડો…
————————————————————–
સ્વૈચ્છિક એકાંતવાસમાં કેટલીક એવી ફિલ્મની વાત, જે હાલના કોવિડ-19ના સમયમાં રેલેવન્ટ છે. ચેક ધિસ આઉટઃ
પેસિફિક લાઈનર (1939) : આ ઈન્ટરેસ્ટિંગ ફિલ્મનો સમયકાળ છે 1932. એસએસ આર્કટોરસ નામની સ્ટીમર શાંઘાઈથી સાન ફ્રાન્સિસ્કો જઈ રહી છે. આ સ્ટીમરમાં એક કોલેરાગ્રસ્ત પેસેન્જર પોતાની બીમારી છૂપાવીને પ્રવાસ કરી રહ્યો છે. મુશ્કેલી ત્યારે શરૂ થાય છે, જ્યારે સ્ટીમરની ધોરી નસ જેવા બોઈલર રૂમમાં કામ કરતા કર્મચારીઓને કોલેરાનો ચેપ લાગે છે. સ્ટીમરના ડૉક્ટર ક્રેગ રોગ વધુ ન પ્રસરે એ માટે ચીફ એન્જિયરને સેનિટાઈઝેશન, ક્વૉરન્ટાઈન ને આઈસોલેશન જેવાં પગલાં લેવાનું સૂચન કરે છે, જેનો એન્જિનિયર વિરોધ કરે છે. પછી શું થાય છે એ તમે જાતે જ જાણી લો, ફિલ્મ જોઈને.
આઉટબ્રેક (1995) : આ મેડિકલ ડિઝાસ્ટર ફિલ્મમાં આફ્રિકાના જંગલમાંથી અમેરિકા આવેલો એક વાંદરો કેવી તબાહી મચાવે છે એની વાત છે. મોટાબા નામનો ખતરનાક વાઈરસ લઈને આવ્યો છે આ વાનર. ખરેખર તો એને અમેરિકામાં બદઈરાદાથી ઘુસાડવામાં આવ્યો છે. મોટાબાનો ચેપ ધીરે ધીરે કેલિફોર્નિયાથી પ્રસરવા માંડે છે. આ વાઈરસ જેને વળગે એને ઝેરીલો તાવ આવે ને એનાથી એનું મોત થાય. એ પછી ફોકસમાં આવે છે ઘાતક વાઈરસનો ઈલાજ શોધી રહેલા આર્મી ડૉક્ટર્સ. 1995ની આ સુપરહીટ મૂવીમાં મોર્ગન ફ્રીમૅન-ડસ્ટિન હોફમૅન-કેવિન સ્પેસી જેવા કલાકાર હતા.
પૉન્ટિપૂલ (2008) : આ કપોળ કલ્પિત કેનેડિયન હૉરર મૂવીની પૃષ્ઠભૂ છે કેનેડાના ઓન્તારિયોની નજીક આવેલું નાનકડું નગર પૉન્ટિપૂલ. અહીંનો રેડિયો ઍનાઉન્સર ગ્રાન્ટ મેઝી (સ્ટિફન મૅકહાટ્ટી) એક દિવસ શ્રોતાને એક ખતરનાક વાઈરસ વિશે ચેતાવણી આપે છે, જે બોલવાથી થાય છે. વાઈરસના ત્રણ તબક્કા છેઃ પહેલા તબક્કામાં તમે એકનો એક શબ્દ સતત રીપીટ કર્યા કરો છો. બીજા તબક્કામાં તમારા ભાષા સ્ક્રેમ્બ્લ્ડ થઈ જાય છે મતલબ તમે જે કહેવા માગો છો એ કહી નથી શકતા, વ્યક્ત નથી કરી શકતા, ત્રીજો તબક્કો ખતરનાક છે. એમાં તમારી સ્થિતિ એ હદે વણસી જાય છે કે એમાંથી બચવાનો એકમાત્ર રસ્તો છે જાતને ચાવી ખાવાનો.
કન્ટેજન (2011) : હાલ સૌથી વધારે ચર્ચા આ ફિલ્મની થઈ રહી છે. નવેક વર્ષ પહેલાં આવેલી આ ફિલ્મમાં ઘણા એવા સીન છે, જે આજે આપણે જોઈ રહ્યા છીએ. જેમ કે, ફિલ્મનાં વિવિધ પાત્રો વાઈરસથી શિરદર્દ અનુભવે છે, એમને તાવ-ઉધરસ આવે છે, એમની રોગપ્રતિકારક શક્તિ ખલ્લાસ થવા માંડે છે, સ્કૂલ-યુનિવર્સિટી બંધ કરી દેવામાં આવે છે, ધડાધડ નવી હૉસ્પિટલ બાંધવામાં આવે છે, લોકો ઉપયોગી ચીજવસ્તુ લેવા પડાપડી કરી મૂકે છે, બધા માસ્ક પહેરતા થઈ જાય છે. હમણાં ફિલ્મના લેખક સ્કોટ બર્ન્સનો એક લેટેસ્ટ ઈન્ટરવ્યૂ જોવામાં આવ્યો. એ કહી રહ્યા હતા કે દસેક વર્ષ પહેલાં મારા પપ્પા મને બર્ડ ફ્લુ વિશે કહી રહ્યા હતા ત્યારે મગજમાં દિમાગની બત્તી જલીઃ ધારો કે એક ખતરનાક વાઈરસ કોઈ વિકસિત દેશમાં પ્રસરી જાય તો? આ વિચાર સાથે મેં સાયન્સ ફિક્શન લખવાની શરૂઆત કરી. સ્ટિવન સોડરબર્ગને વાર્તા ગમી ગઈ ને એમણે ટોચના સ્ટાર્સને લઈને ફિલ્મ બનાવી.
વાયરસ (2019):નિપા (NIPAH) વાયરસ વિશેની ફિલ્મ હજી ગયા વર્ષે જ આવી. 2018માં કેરળમાં ફાટી નીકળેલા આ વાયરસને કારણે 17નાં મૃત્યુ થયાં હતાં. ચામાચીડિયાની ટેરોપોડિડા પ્રજાતિ આ વાયરસનો મૂળ સ્ત્રોત હોવાનું જાણવા મળેલું. કોટ્ટાયમના 41 વર્ષી દિગ્દર્શક આશિક અબુએ 2019માં આ ચેપી રોગની પૃષ્ઠભૂમાં મેડિકલ થ્રિલર વાયરસ બનાવી, જેમાં આવી વિપદા વખતે હીરો બની જતા ડૉક્ટર્સથી લઈને જનરલ પબ્લિક, એમ્બ્યૂલન્સ ડ્રાઈવરથી લઈને સફાઈ કર્મચારીઓની વાત હતી.
પૅન્ડેમિક (નેટફ્લિક્સ): છ પાર્ટની આ ડૉક્યુસિરીઝ મહામારી માટે દુનિયા કેટલી સજ્જ છે (અથવા નથી) એની ચર્ચા કરે છે. હાઉ ટુ પ્રિવેન્ટ આઉટબ્રેક શરૂ થાય છે એક થિયરી સાથેઃ એક નવો, ઘાતક વાઈરસ આપણી સામે મોં ફાડીને ત્રાટકવા તૈયાર ઊભો છે. પાંચ કરોડથી વધુનો ભોગ લેનાર ઈન્ફ્લુએન્ઝા વાઈરસ ફેલાયાનાં 100 વર્ષ વીતી ગયાં છે. તે વખતે દુનિયાની વસતી હતીઃ આશરે બે અબજ. આજે આપણે આઠ અબજ છીએ. અને ડૉ. ડેનિસ કૅરોલનો ક્લોઝ અપ પરદા પર આવે છે. ચેતવણીના સૂરમાં એ કહે છેઃ આજે એવા સમયમાં આપણે જીવી રહ્યા છીએ જ્યાં (મહામારીના સંદર્ભમાં) જો શબ્દ ગૌણ છે.
અયોધ્યાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે 21 દિવસ માટે લોકડાઉનની જાહેરાત કરી હતી. એના થોડા કલાકોમાં જ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે રામલલ્લાને હંગામી મંદિરમાં ખસેડ્યા હતા. તેમણે ટિન શેડથી ખસેડીને ફાઇબરના બનેલા હંગામી ઢાંચાના મંદિરમાં રામલલ્લાને વિરાજિત કર્યા હતા. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના આ કાર્યક્રમમાં માત્ર 15-20 લોકો જ હાજર હતા. હવે જ્યાં સુધી મંદિર નિર્માણનું કાર્ય પૂરું નહીં થાય ત્યાં સુધી રામલલ્લા આ જ મંદિરમાં રહેશે. અયોધ્યા વહીવટી તંત્રએ બે એપ્રિલ સુધી તીર્થસ્થળમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. વડા પ્રધાને કોરોના વાઇરસના જોખમને લીધે દેશભરમાં લોકડાઉનની ઘોષણા કરી હતી.
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મંદિર નિર્માણ માટે રૂ. 11 લાખનો ચેક પણ આપ્યો હતો. તેમણે ટ્વીટમાં કહ્યું હતું કે અયોધ્યા કરતી આહવાન…ભવ્ય રામ મંદિરના પહેલા તબક્કાનું કાર્ય સંપન્ન થયું છે. મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામ ત્રિપાલથી નવા આસનમાં વિરાજમાન થયા છે. માનસ ભવનની પાસે એક હંગામી ઢાંચામાં રામલલ્લાની મૂર્તિને સ્થળાંતરિત કરવામાં આવી છે. ભવ્ય મંદિરના નિર્માણ માટે રૂ. 11 લાખનો ચેક પણ ભેટ કર્યો.
ઘઉંના લોટમાં ગોળ નાખીને બનાવેલો શીરો ઘણો જ પૌષ્ટિક છે. ઉપરાંત માંદા તેમજ માંદગીમાંથી ઉભા થનાર લોકોને 1 થી 2 અઠવાડિયા સુધી રોજ સવારે નાસ્તામાં આ શીરો આપવામાં આવે તો તે શક્તિવર્ધક પણ છે. ઘઉંના લોટનો શીરો જલ્દી બની જાય છે અને બનાવવામાં પણ સહેલો છે.
સામગ્રીઃ
1 કપ ઘઉંનો લોટ
1 કપ ઘી
¾ થી 1 કપ ઝીણો સમારેલો ગોળ
¼ ચમચી એલચી પાવડર
બદામ-પિસ્તાની કાતરી
2 કપ પાણી
રીતઃ એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકવું. બીજા ગેસ પર કઢાઈ ગરમ કરવા મૂકવી. એમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે ઘઉંનો લોટ ગુલાબી રંગનો શેકી લો.
લોટ શેકાઈ જાય એટલે એમાં સમારેલો ગોળ નાખીને હલાવો. ગોળ ઓગળવા આવે એટલે ગરમ થયેલું પાણી હળવેથી રેડી દો અને તુરંત મિશ્રણને તવેથા વડે સતત હલાવતા રહો. કેમ કે, એમાં ગાંઠા ના પડવા જોઈએ, સાથે જ એલચી પાવડર પણ ઉમેરી દો. મિશ્રણ એકસરખું મિક્સ થાય એટલે ગેસની આંચ ધીમી કરીને કઢાઈ ઢાંકી દો.
થોડીવાર બાદ શીરામાંનું ઘી છુટ્ટૂં પડવા માંડે એટલે એના પર બદામ-પિસ્તાની કતરણ ભભરાવીને ગેસ બંધ કરી દો અને કઢાઈ નીચે ઉતારી લો. શીરો તૈયાર છે!
મુંબઈઃ કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે ભારતભરમાં 21-દિવસનું લોકડાઉન લાગુ કરવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણયને સમર્થન આપવામાં ભારતીય ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલીએ દેશના ક્રિકેટ સમુદાયની આગેવાની લીધી છે.
કોહલીએ ગઈ કાલે રાતે જ ટ્વીટ કરીને મોદીના નિર્ણયને પોતાનો ટેકો જાહેર કર્યો હતો.
એણે ટ્વીટમાં લખ્યું કે, આપણા માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીએ હમણાં જ જાહેરાત કરી કે આખો દેશ આજે મધરાતથી 21 દિવસ સુધી લોકડાઉન સ્થિતિમાં રહેશે. મારી સૌને વિનંતી છે કે મહેરબાની કરીને ઘરમાં જ રહેજો.
As our Honourable Prime Minister, Shri @NarendraModi ji just announced, the whole country is going into a lockdown starting midnight today for the next 21 days. My request will remain the same, PLEASE STAY AT HOME. ?? #SocialDistancing is the only cure for Covid 19.
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના પ્રમુખ અને ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ પણ મોદીના નિર્ણયને સમર્થન આપ્યું છે અને પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વિડિયો નિવેદન પોસ્ટ કર્યું છે. એમણે જણાવ્યું છે કે લોકોને મારી વિનંતી છે કે સૌ પોતાના ઘરમાં જ રહે. ચાલો સાથે મળીને આ લડાઈ લડીએ… આપણે સફળ થઈશું. દુનિયાભરમાં નાગરિકોએ એમની સરકારો કહે એ પ્રમાણે કરવું.
ટેસ્ટ સ્પિનર રવિચંદ્રન અશ્વિને પણ ટ્વીટ કરીને પીએમ મોદીના નિર્ણયને ટેકો આપ્યો છે. એણે લખ્યું છે, 3 અઠવાડિયા… ચાલો ઘરમાં જ રહીએ. આ ત્રણ અઠવાડિયામાં લોકોનું બેજવાબદાર વર્તન આપણને બે દાયકા પાછળ રાખી દેશે. વેલડન નરેન્દ્ર મોદીજી.
3 weeks it is … let’s stay indoors India. I repeat the consequences of irresponsible community behaviour over the next 3 weeks could cost us 2 decades. Well done @narendramodi ji. Now let’s follow instructions rather than moaning and giving our own opinions. #coronavirusindia
— lets stay indoors India ?? (@ashwinravi99) March 24, 2020
અનુભવી સ્પિનર હરભજન સિંહે મોદીના નિર્ણયને ટેકો આપતું ટ્વીટ અંગ્રેજી, હિન્દી અને તામિલ ભાષાઓમાં પોસ્ટ કર્યું છે. એણે લખ્યું છે, આ 21 દિવસો આપણા જીવનના સૌથી મહત્ત્વના દિવસો બનશે… તેથી મહેરબાની કરીને જવાબદાર નાગરિકો બનજો. કોરોનાને રોકવાનો આપણને આ એક જ મોકો છે.
These 21 days could be the most important days of our lives..as individuals and as a country.. so please be responsible citizens, sons, daughters, fathers, mothers, husbands, wives, brothers and sisters! Our only chance to stop this #Corona ! #staysafe#stayhome@narendramodi
— Harbhajan Turbanator (@harbhajan_singh) March 24, 2020
રાજકોટનિવાસી બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ ટ્વીટમાં લખ્યું છે, આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીએ આપેલી સલાહ અનુસાર હું દરેક જણને વિનંતી કરું છું કે સૌ ઘરમાં જ રહે અને રોગચાળાને રોકવામાં મદદરૂપ થાય.
ઉલ્લેખનીય છે કે, મોદીએ ગઈ કાલે રાતે ટીવી પર પ્રસારિત રાષ્ટ્રજોગા સંબોધનમાં કહ્યું હતું કે કોરોના વાઈરસ સામેની લડાઈ અંતર્ગત મંગળવાર મધરાતથી ભારતમાં 21-દિવસનું લોકડાઉન લાગુ કરવામાં આવશે. કોરોનાને નિર્ણાયક રીતે હરાવવા માટે આ પગલું આવશ્યક છે. હું હાથ જોડીને વિનંતી કરું છું કે તમે દેશમાં જ્યાં પણ હો, ત્યાં જ રહેજો. જો આપણે આ 21-દિવસનું લોકડાઉન નહીં સંભાળીએ તો આપણો દેશ 21 વર્ષ પાછળ જતો રહેશે અને ઘણા પરિવારો બરબાદ થઈ જશે.
આજના દિવસમાં તમને થોડો વધુ ઉત્સાહ જોવા મળી શકે છે અને તેમાં પણ તમે વાર્તાલાપમાં સારો સમય પસાર કરીદો તો નવાઈ નહિ, તમારી કોઇ જૂનીઓળખાણ તાજી થાય અને તે મિલનમુલાકાત દરમિયાન જૂનીયાદોના સુખદસ્મરણોથી આનંદની લાગણી તમારામાં વધુ જોવા મળે તેવું બની શકે છે.
તમારા સગાસ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને કોઈ તક મળતા તમારા મનની કોઈવાત પણ ક્યાંક રજુ કરો તેવું બની છે, આરોગ્યબાબત થોડા મોજમસ્તીના મુડમાં હોવાથી કયાંક બેદરકાર પણ બનો, યુવાવર્ગને પસંદગીના કામ થઈ શકે.
નાનીમોટી મુસાફરીના યોગ છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું, આકસ્મિકખર્ચા થવાથી તમને મનમાં ખર્ચ થયાનો રંજ રહ્યા કરે, કામકાજ દરમિયાન થોડી અશાંતિનો સામનો કરવો પડે.
લોકોમાં તમારો અલગ પ્રભાવ જોવા મળશે, તેમાંપણ તમારા કામકાજકે વાર્તાલાપ દરમિયાન તમારી વાતને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, કઈક લાભની વાત આપલે થઇ શકે છે, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છો અને કોઈની મદદ કરવાની તમારામાં થોડી વૃતિ પણ જાગી શકે છે
મિત્રો સાથે સમય વધુ ફાળવાય અને કયાંક કોઈકારણસર મુસાફરીના યોગ બની શકે છે, કોઈની પાછળ કોઈ કારણસર આકસ્મિકખર્ચકે ધાર્યા કરતા વધુ ખર્ચા થઇ શકે છે, કોઈજગ્યાએથી મનને ગમતી વાત સંભાળવા મળે અને તેમાં તમારી ખુશીની કોઈ સીમાના રહે તેવું બની છે
આજના દિવસે નાનીનાની વાતમાં ગુસ્સો આવી શકે છે માટે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી બને છે, કોઈ મશ્કરી કરેતો વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું ઈચ્છાનીય છે, કામકાજમાં તેમજ અંગત વ્યવહારમાં કોઈની સાથે મતભેદના થાય તેની કાળજી રાખવી, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.
આજના દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે અને તેના કારણે તમને કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, તમારા કોઈ કામકાજમાં અન્યનો સાથસહકાર અને માર્ગદર્શન પણ સારું મળી શકે છે, કોઈની સાથે થયેલ આકામિક મિલનમુલાકાત આનંદદાયી અને યાદગાર બની રહે તેવું પણ બનવા જોગ છે
આજે તમે મજાક કરવાની વૃતિમાં જોવા મળો અને તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું વડીલ કે પરિચિત સાથે ફરવાના યોગ પણ બને છે તેમાં તમારા માટે કોઈ લાભકારી વાતચિત થાય અને તેનો તમને ક્યાંક ફાયદો પણ થઈ શકે છે, તમારા અટકેલા કોઈકામ આગળ વધારવાની કોશિશ કરવી સારી
મુસાફરી દરમિયાન બહુ જૂનીઓળખાણકે યાદતાજી થાય તેવું બને, નજીકના સગાકે પડોસી સાથે વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી જેથી કોઈ બાબતપર કોઈ ગેરસમજ ટાળી શકાય, મનમાંને મનમાં કોઈ વાત રહેલી હોય તેનો ક્યાયક ખુલાસો કરવાની તક મળી શકે છે, વેપારમાં ધીરજ રાખી કામકાજ કરવું યોગ્ય છે.
થોડી માનસિક અશાંતિ રહી શકે છે કારણકે તમને મનમાં કોઈક વાતનો અજંપો પરેશાન કરતો હોય, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, દિવસ દરમિયાન કામમાં એકાગ્રતા રાખવી, વેપારમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું ઇચ્છનીય છે.
ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે, સંતાન સાથે વાર્તાલાપકે ખરીદી કરવાના યોગ બની શકે છે, આજે પોતાની પસંદગીની કોઈવાત સંભાળવા મળે તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય અને તમને કોઈ સારા કામમાટેની ઈચ્છા થાય અને તમારા મનના રહેલા દુખ ભુલાઈ જાય
તમને કોઈનો સાથ સહકાર મળે જેણે કારણે તમે થોડા ઉત્સાહી બનો અને જુનાઅટકેલા કામ બાબત કોઈ વાત આગળ વધે તેવા સંજોગ બની શકે છે, તમારામાં રહેલી લાગણીની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમારામાં થોડી પરોપકારી વૃતિ પણ જાગે તેવા સંજોગો બની શકે છે, આનંદમય દિવસ બની શકે છે
કોરોના વાઈરસને ડામવા માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉનને પગલે મુંબઈમાં 24 માર્ચ, મંગળવારે પણ રસ્તાઓ પર કડક પોલીસ પહેરો હતો. લોકો ખાસ કામ હોય તો જ બહાર નીકળ્યા હતા. મહાનગરપાલિકા દ્વારા પાણીનો છંટકાવ કરીને સફાઈ કામ હાથ ધરવામાં આવ્યું હતું. (તસવીરોઃ દીપક ધુરી)