મુંબઈમાં લોકડાઉનનો કડક રીતે અમલ…

કોરોના વાઈરસને ડામવા માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉનને પગલે મુંબઈમાં 24 માર્ચ, મંગળવારે પણ રસ્તાઓ પર કડક પોલીસ પહેરો હતો. લોકો ખાસ કામ હોય તો જ બહાર નીકળ્યા હતા. મહાનગરપાલિકા દ્વારા પાણીનો છંટકાવ કરીને સફાઈ કામ હાથ ધરવામાં આવ્યું હતું. (તસવીરોઃ દીપક ધુરી)