નવી દિલ્હીઃ BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે, “હું કોલકાતાના ઇડન ગાર્ડન્સની ઇન્ડોર ફેસિલિટી અને પ્લેયર ડોરમેટ્રી બંગાળની સરકારને આપવા તૈયાર છું. આ જગ્યાનો ક્વોરેન્ટાઇન ફેસિલિટી તરીકે ઉપયોગ થઈ શકે છે.”
ગાંગુલીએ વધુ ઉમેરતા કહ્યું કે, જો સરકાર અમને કહે તો અમે ચોક્કસ આ જગ્યા તેમને હેન્ડઓવર કરી દેશું. અત્યારે જરૂરતની ઘડીએ કંઈપણ કરવા તૈયાર છીએ. અમને કોઈ વાંધો નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની બિમારી સામે સમગ્ર દેશને સતર્ક કરવા માટે મંગળવારે રાત્રે 8 વાગ્યે દેશવ્યાપી સંબોધન કરતાં કહ્યું હતું કે સોશિયલ ડિસ્ટન્સિંગ એ જ આ મહામારીને નાથવાનો એકમાત્ર ઉપાય છે. તેમણે સમગ્ર દેશમાં વધુ 3 અઠવાડિયાના લોકડાઉનની જાહેરાત કરીને દેશવાસીઓને તેનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી હતી.
નવી દિલ્હીઃ ચીન અને અમેરિકા જેવા વિશાળ દેશ હોય કે પછી સિંગાપુર જેવું સિટી નેશન, કોરોના વાયરસે તમામને લોકડાઉન માટે મજબૂર કર્યા છે. લોકડાઉન શબ્દ તણાવની સાથે નીરસતાનો ભાવ પેદા કરે છે. અત્યારે દુનિયાના બે તૃતિયાંશ લોકો આનાથી પ્રભાવિત છે. પ્રાપ્ત વિગતો અનુસાર આફ્રીકા અને દક્ષિણ અમેરિકાના કેટલાક દેશોને બાદ કરતા મોટાભાગના એશિયાઈ, યૂરોપીય દેશ લોકડાઉન છે. આનાથી અરબો ડોલરનું નુકસાન પણ થઈ રહ્યું છે. પરંતુ લોકડાઉનથી બધુ જ ખરાબ થઈ રહ્યું છે એવું પણ નથી. લોકડાઉનમાં કેટલીક સારી બાબતો પણ થઈ છે. હવે તો કોંક્રીટના આ જંગલમાં પણ ચકલીઓનો ચીં-ચીં અવાજ સંભળાઈ રહ્યો છે.
પ્રદૂષણ ઘટ્યું
સૌથી પહેલી ચીને વુહાનને લોકડાઉન કર્યું અને પછી આસપાસના પ્રદેશોને પણ લોકડાઉન કર્યા. ચીનનું પ્રદૂષણ વિશ્વવ્યાપી સમસ્યા બની ગયું હતું. પ્રદૂષણ જનજીવનને પ્રભાવિત કરી રહ્યું હતું. લોકડાઉનના કારણે ફેક્ટરીઓ બંધ થઈ ગઈ અને વ્હિકલ્સ પણ. પરિણામો સારા આવ્યા. પ્રદૂષણ ખતમ થઈ ગયું, ખાસ કરીને નાઈટ્રોજન ઓક્સાઈડની માત્રા ઘટી ગઈ. નાસાએ ટ્વીટ કરીને જણાવ્યુ કે, ચીનના પ્રદૂષણમાં 50 ટકાથી વધારેનો ઘટાડો થયો છે. ભારતમાં પણ જનતા કર્ફ્યુ અને સોમવારના લોકડાઉનમાં આનો અનુભવ થયો. દિલ્હીથી લઈને કોલકત્તા સુધી પીએ 2.5 ના સ્તર પર ઘટાડો નોંધાયો.
સાફ થઈ ગઈ વેનિસની નહેરો
પર્યટકોના પ્રિય શહેર વેનિસ ધીરે-ધીરે મરી રહ્યું હતું. ક્રૂઝ, સ્ટીમર, અને અન્ય જળ સાધનો અને પર્યટકોના ભારે ધસારાથી નહેરો સિલ્ટથી ભરાઈ ગઈ હતી. કેટલીય ઐતિહાસિક ઈમારતોના પાયામાં પાણી ભરાઈ રહ્યું હતું, પરંતુ 15*16 દિવસના લોકડાઉનથી શહેરની સ્થિતિ બદલાઈ ગઈ. નહેરો ફરીથી પોતાના અદભૂત રંગમાં દેખાઈ અને ત્યાં સુધી કે માછલીઓ પણ આ નહેરમાં વર્ષો બાદ દેખાઈ.
ઉદારતા અને માનવતાની ભાવના
લોકડાઉન વચ્ચે તમામ લોકો મદદ માટે આગળ આવ્યા. ન્યૂયોર્કમાં 1300 લોકોએ 72 કલાક સુધી જરુરિયાતમદ લોકો સુધી દવાઓ અને કરિયાણુ પહોંચાડ્યું. આ જ પ્રકારના સમાચારો બ્રિટન, ફ્રાંસ અને ઈટાલીથી પણ સામે આવ્યા. અહીંયા પણ લોકો બીજાની મદદ માટે આગળ આવ્યા. ઓસ્ટ્રેલિયાના મોલમાં વડીલો માટે અલગ કાઉન્ટર બનાવવામાં આવ્યા કે જેથી તેઓ ભીડમાં ન ફસાય. ઈટલી જેવા યૂરોપીય દેશોમાં દાન કરનારા લોકોની સંખ્યા વધી ગઈ.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસ ધીમે-ધીમે પ્રસરી રહ્યો છે. કોવિડ-19ને નિયંત્રિત કરવામાં સેનાના પ્રયાસોનો પણ પ્રસાર થઈ રહ્યો છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતે કહ્યું હતું કે દેશની સેના કોરોના વાઇરસ સામે લડવા માટે દેશની દરેક પ્રકારની મદદ કરવામાં આગળ રહેશે.તેમણે કહ્યું હતું કે દેશના મુશ્કેલ સમયમાં અને દેશની સંભાળ લેવા માટે ક્વોન્ટાઇન કેમ્પ બનાવવાથી માંડીને બધા પ્રકારની સહાયતા કરવા માટે સેના ખડેપગે ઊભી છે.
દેશ સામેના પડકારોમાં સેનાનો પણ સાથ
તેમણે કહ્યું હતું કે સમય હવે આવી ગયો છે કે સશસ્ત્ર દળોએ કોરોના વાઇરસની સામે આ લડાઈમાં આગળ આવવું પડશે અને દેશના સૈનિકોએ આવા પડકાર માટે સજ્જ રહેવું પડશે. CDS જનરલ રાવતે કહ્યું હતું કે સેનાઓ દ્વારા સરકારનું સમર્થન કરવા અને ક્વોરોન્ટાઇન અને આઇસોલેશન માટે પાયાના માળખાના વિકાસથી માંડીને દરેક પ્રકારની મદદ કરવાની અપેક્ષા કરવામાં આવે છે. સુરક્ષા દળોને પડકાર સામે તૈયાર રહેવા માટે આહવાન કરતાં તેમણે કહ્યું હતું કે આ સમય સેનાની સેવાઓ માટે કાર્યક્ષમતાથી વધુ કામ કરવાનો આ સમય છે.
CDS જનરલ રાવતે ભાર દઈને કહ્યું હતું કે કોવિડ-19ની સામે બધી સરકારી એજન્સીઓ દ્વારા સમગ્ર સમન્વિત પ્રયાસ માત્ર ત્યારે સફળ થશે, જ્યારે લોકો સરકારના દિશા-નિર્દેશોનું સમયાંતરે પાલન કરે. તેમણે કહ્યું કે સશસ્ત્ર દળોને પહેલેથી જ બધી જ રેન્કો અને પરિવારોને નિર્દેશ જારી કરી દીધા છે અને તેઓ એ નિર્દેશોનું સખતાઈથી પાલન કરી રહ્યા છે.
CDS- જે સેનાના મામલા વિભાગના સચિવ પણ છે, તેમણે કેબિનેટ સચિવ અને સુરક્ષા દળોની સાથે સમન્વય કરે, જેથી લોકો વિદેશથી બહાર નીકળી શકે.
ઇટાલી, ઇરાન, ચીન અને દક્ષિણ પૂર્વ એશિયાઇ દેશોથી પાછા ફરેલા 1,500 લોકોને ગુરુગ્રામ, જેસલમેર, મુંબઈ અને હિંડન જેવાં સ્થળો પર સેનાઓ દ્વારા ક્વોરોન્ટિઇન કરવામાં આવ્યા. અહીં જે 15થી વધુ ક્વોરોન્ટાઇન કેમ્પ પણ બનાવવામાં આવ્યા છે, જ્યાં લોકોને તેમના ક્વોરોન્ટાઇન સમય દ્વારા રાખવામાં આવે છે.
ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં કોરોના વાઈરસના 1000 જેટલા કેસ નોંધાયા છે અને સાત જણના મરણ નિપજ્યા છે તે છતાં ભારતની જેમ પાકિસ્તાનમાં પણ આ રોગચાળો વધારે ફેલાય નહીં તેથી લોકડાઉન કરવાની વડા પ્રધાન ઈમરાન ખાને ના પાડી દીધી છે.
પાકિસ્તાને સ્થાનિક સ્તરે વિમાન સેવા બંધ કરી દીધી છે. પાટનગર ઈસ્લામાબાદમાં ટ્રેન સેવા અને આંતરરાષ્ટ્રીય વિમાન સેવા બંધ કરવામાં આવી છે.
પાકિસ્તાનમાં કોરોનાનાં ચેપનો શિકાર બનેલા મોટા ભાગના લોકો ઈરાનમાંથી પાછા ફરેલા યાત્રાળુઓ છે. ઈરાનમાં કોરોનાએ જબ્બર હાહાકાર મચાવ્યો છે. આ વાઈરસનો રોગચાળો મધ્ય પૂર્વ એશિયામાં ફેલાયો છે.
પાકિસ્તાનના દક્ષિણ ભાગના સિંધ પ્રાંતમાં 400 જેટલા લોકોને કોરોના થયો છે. પંજાબ પ્રાંતમાં 296 કેસ નોંધાયા છે તો ખૈબર પખ્તુનખ્વા વાયવ્ય સરહદ પ્રાંતમાં 78, બલુચિસ્તાનમાં કેસો નોંધાયા છે. પાટનગર ઈસ્લામાબાદમાં 10 જણ કોરોનાનાં શિકાર બન્યા હોવાનો અહેવાલ છે.
પાકિસ્તાન સરકારે સિંધ પ્રાંતમાં તો લોકડાઉન લાગુ કરાવી દીધું છે, પરંતુ ભારતની જેમ સમગ્ર પાકિસ્તાનમાં લોકડાઉન કરવાની ના પાડી છે. એમણે કહ્યું કે દેશવ્યાપી કર્ફ્યૂ લાગુ કરવાથી પાકિસ્તાનના અર્થતંત્રને મોટો ફટકો પડશે.
દેશવ્યાપી સંબોધનમાં, ઈમરાન ખાને કહ્યું હતું કે પાકિસ્તાનની 25 ટકા વસ્તી ગરીબીની રેખા નીચે જીવે છે. દેશને લોકડાઉન કરીએ તો દૈનિક વેતન પર જીવતા લોકો, શેરીઓમાં ધંધો કરતા ફેરિયાઓ, નાના દુકાનદારોને ઘરમાં રહેવાની ફરજ પડશે, તો તેઓ કમાશે કેવી રીતે?
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરીને વૈશ્વિક મહામારી બનેલા કોરોના વાયરસ સામે લડવાની અંતિમ લડાઈની પણ જાહેરાત કરી દીધી છે. પરંતુ આમાં સૌથી મોટો ફાળો જનતાનો છે કે જે આને સફળ અથવા નિષ્ફળ બનાવી શકે છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 582 જેટલી થઈ ગઈ છે એટલે આ સંખ્યા હજી ન વધે તેની જવાબદારી આપણા બધાની એટલે કે ભારતની જનતાની છે. અત્યારે 21 દિવસ સુધી ચાલનારી કોરોના સામેની લડાઈમાં દેશ અને દેશવાસીઓ સામે ઘણા પડકારો છે અને આ પડકારો રીતસરની કસોટી લઈ લેશે.
સંયમ અને સંકલ્પઃ આપણે બધાએ સંયમ રાખવો પડશે, પછી ભલે કંઈપણ થઈ જાય પરંતુ આપણે ઘરના દરવાજા પર લાગેલી લક્ષ્મણ રેખા ઓળંખવાની નથી. આપણે એપણ સુનિશ્ચિત કરવું પડશે કે આપણે આવું કરીને આપણા પરિવાર અને અન્યોના જીવને જોખમમાં ન નાંખીએ.
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં સ્પષ્ટ કર્યુ છે કે 21 દિવસમાં જો આપણે સફળ થઈશું તો આપણે આપણા પરિવાર અને સમાજને બચાવી શકીશું અને જો નિષ્ફળ રહ્યા તો કેટલાય પરિવારોને ગુમાવવાનો વારો આવશે.
સરકાર સામે સૌથી મોટો પડકાર છે કે તે 21 દિવસ દરમિયાન જરુરી સેવાઓ અને વસ્તુઓની આપૂર્તિને પ્રભાવિત ન થવા દે પરંતુ આમાં સૌથી મોટી સમસ્યા એ છે કે સરકારે લોકોને ઘરની બહાર ન નિકળવાની પણ સલાહ પી છે. સાથે જ કહ્યું છે કે, જનતા કર્ફ્યુથી પણ વધારે કડક લોકડાઉન હશે. ત્યારે આવા સમયમાં પોલીસ અને તંત્ર લોકોને તેમની જરુરી વસ્તુઓ લેવા માટે ઘરની હાર ન નિકળવાની મંજૂરી આપે કે નહી. જો નહી તો આવા સમયમાં લોકોના મનમાં ભય અને આશંકાઓ પ્રવર્તી શકે છે કે જે રોષનું કારણ પણ બની શકે છે. સરકાર સામે પડકાર છે કે તે આવું ન થવા દે અને જનતાનો વિશ્વાસ જાળવી રાખે.
સરકારને એ વાતનો અંદાજ છે કે ભારતમાં ફેલાયેલી વૈશ્વિક મહામારી દેશની અર્થવ્યવસ્થા પર કેટલી ઉંડી અસર પાડશે. આનો પ્રભાવ શરુ પણ થઈ ચૂક્યો છે. સમયની સાથે આની ભરપાઈ કરવી અને પોતાને એક મજબૂત અર્થવ્યવસ્થા બનાવી રાખવી તે સરકાર સામે એક મોટો પડકાર છે.
વડાપ્રધાન મોદીએ એ લોકો પ્રત્યે ચિંતા વ્યક્ત કરી છે કે જે લોકો રોજ કમાઈને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. 21 દિવસના લોકડાઉનમાં દરેક નાગરિકનું કર્તવ્ય બને છે કે જો એ લોકો પણ આ પ્રકારના કોઈ પરિવારને જોવે તો તેમને જમવાની વ્યવસ્થા કરી આપે અને સાથે જ દેશની તમામ રાજ્ય સરકારો પણ આ પ્રકારના લોકો મફત ભોજન ઉપ્લબ્ધ કરાવે.
પોતાના સંબોધનમાં વડાપ્રધાને જણાવ્યું કે કેવી રીતે આ વૈશ્વિક મહામારીએ આખા વિશ્વને પોતાની ઝપેટમાં લીધું છે અને કેટલી તેજીથી આના દર્દીઓની સંખ્યા 3 લાખને પાર કરી ગઈ છે. ત્યારે આવામાં સરકાર સામે પડકાર છે કે ભારત આ મહામારીને પોતાના ત્યાં વધતા રોકો, જેનાથી માનવ જાત પર આવેલું આ સંકટ ખતમ થઈ શકે.
સરકાર સામે એપણ પડકાર છે કે તે આ 21 દિવસની અંદર જેમ બને તેમ જલ્દી સ્વાસ્થ્ય સેવાઓ વધારે મજબૂત બનાવે. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં આના માટે રાજ્યોને નિર્દેશ આપવાની સાથે જ પેકેજ આપવાની પણ વાત કહી છે.
દેશવાસીઓને આ 21 દિવસ દરમિયાન ન માત્ર પોતાના ઘરોમાં રહેવાનું છે પરંતુ પોતાના બાળકોના અભ્યાસ પર પહેલાની જેમ જ ધ્યાન આપવાનું છે. આ વૈશ્વિક સંકટ એવા સમયમાં ભારતમાં આવ્યું છે કે જ્યારે લાખો વિદ્યાર્થીઓની બોર્ડની પરિક્ષા ચાલી રહી હતી પરંતુ આને વચ્ચે જ રોકવી પડી.
દેશવાસીઓને આ દરમિયાન ફેલાતી અફવાઓની અવગણના તો કરવી પડશે જ પરંતુ આ સાથે જ અન્ય લોકોને પણ આના પ્રત્યે જાગૃત કરવા પડશે. આ અફવાઓ દેશમાં દહેશત ફેલાવી શકે છે.
આપણે બધાએ એ ધ્યાન રાખવું પડશે કે આપણી એક ભૂલ આપણને, આપણા પરિવારને અને આખા સમાજને બિમારીની ઝપેટમાં લાવી શકે છે.
દરેક વ્યક્તિએ એ વાતનું પણ ધ્યાન રાખવું પડશે કે જો તમારી આસપાસ કોઈપણ આવા વ્યક્તિ દેખાય તો તેની જાણકારી હેલ્પલાઈન નંબર પર જરુર આપવી. આ સાથે જ તે પરિવારને પણ સલાહ પવી કે તેઓ ડોક્ટર પાસે જાય અને યોગ્ય સારવાર લે.
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, જો આ 21 દિવસ દરમિયાન આપણે આ વૈશ્વિક મહામારીને રોકવામાં સફળ ન થયા તો આ મહામારી ભારતમાં કેટલું વિકરાળ સ્વરુપ ધારણ કરી લેશે તેનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે.
વડાપ્રધાન મોદીએ સોશિયલ ડિસ્ટન્સિંગને આ મહામારીથી બચવાનું એકમાત્ર સાધન ગણાવ્યું છે. જેથી સમાજ અને આપણા પરિવારની રક્ષા માટે આ ખૂબ જરુરી છે.
આપણે લોકોના મગજમાં ફેલાયેલી એ ગેરસમજને દૂર કરવાની છે કે જે લોકો વિચારે છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ માત્ર આ બિમારીની ઝપેટમાં આવેલા લોકો માટે જ જરુરી છે. સાથે જ લોકોના મગજમાંથી એ ગેરસમજ દૂર કરવી પડશે કે જે લોકો વિચારે છે કે અમે આ મહામારીની ઝપેટમાં ન આવીએ.
આપણી તકેદારી અને કોરોનાને અટકાવવાના જરુરી પગલા જ નક્કી કરશે કે આપણે આ મહામારીને કેટલી ઓછી કરી શકીએ. એટલા માટે પડકારોને પહોંચી વળવા માટે દરેક ક્ષણે તૈયાર રહેવું.
આ સમય આપણા સંકલ્પોને મજબૂત કરવાનો, સંયમ રાખવાનો છે. આપણે યાદ રાખવું પડે કે જીવ છે તે બધુ જ છે. આપણે હોઈશું તો કંઈક કરી શકીશું. આ ધૈર્ય અને અનુશાસન બનાવી રાખવાનો સમય છે. આપણે આ લોકડાઉન દરમિયાન પોતાનું વચન નિભાવવું પડશે.
આપણે આ 21 દિવસમાં એ વાતનું પણ ધ્યાન રાખવું પડશે કે લોકો આ વૈશ્વિક મહામારી સામે લડી રહ્યા છે તેમા માર્ગને આપણે નુકસાન ન પહોંચાડીએ. તેમનું અને તેમના દ્વારા જણાવવામાં આવેલી દરેક વાતનું સન્માન કરીએ. આપણા બધાનો અત્યારે પરિક્ષાનો સમય છે.
આ 21 દિવસ દરમિયાન આપણી સામે ઘણા પડકારો આવશે પરંતુ ગભરાવાની જરુર નથી, સંયમ અને સંકલ્પ સાથે આપણે લોકોએ આગળ વધવાનું છે અને અન્ય લોકોની મદદ પણ કરવી પડશે. આપણે લોકોએ ધ્યાન રાખવું પડશે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને આખું વિશ્વ ભારત પાસેથી ઘણી અપેક્ષાઓ રાખીને બેઠું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યુ કે, જો ભારત આ મહામારી પર કાબુ મેળવી લેશે તો આ રોગને નિયંત્રિત કરવો સરળ બની જશે.
આ 21 દિવસ દરમિયાન સરકારને દેશના નાના મોટા શહેરો, ગામડાઓમાં આ બિમારીની તપાસ માટે જરુરી સુવિધા ઉપ્લબ્ધ કરાવડાવવી પડશે. આ સરકાર સમક્ષ એક મોટો પડકાર હશે. આપના
સરકાર સામે અત્યારે સૌથી મોટો પડકાર એપણ છે કે તે આની દવાને બનાવવાના શક્ય તેટલા તમામ પ્રયત્નો કરે. આ સાથે જ લોકોને સલાહ પણ આપે કે જો તેમને શરદી, ઉધરસ સહિતની બિમારી હોય તો કઈ દવાનો ઉપયોગ કરે.
સરકારે લોકોના ઘરે શક્ય હોય તેટલા માસ્ક આપવાની પણ વ્યવસ્થા કરવી જોઈએ. આ સાથે જ નગરપાલીકાઓ સેનિટાઈઝેશનનું કામ કરી શકે તેટલા માટે તેમને પણ સુવિધા ઉપ્લબ્ધ કરાવવી જોઈએ.
મુંબઈઃ એક તરફ મુંબઈ પોલીસ કોરોના વાઈરસને કારણે જાહેર કરાયેલા સંપૂર્ણ લોકડાઉનનો અમલ કરાવવામાં વ્યસ્ત છે ત્યારે બીજી બાજુ, એણે પાંચ વ્યક્તિની ધરપકડ કરીને એમની પાસેથી એક કરોડ રૂપિયાના ફેસ માસ્ક જપ્ત કર્યા છે.
પોલીસે રૂ. એક કરોડની કિંમતના ફેસ્ક માસ્કવાળા 200 બોક્સ કબજે કર્યા છે.
પોલીસે ધરપકડ કરેલા પાંચ શખ્સ સામે એફઆઈઆર નોંધી છે.
પોલીસે ફેસ માસ્કનો આ જથ્થો મુંબઈ એરપોર્ટ કાર્ગો ટર્મિનલ નજીકના એક ગોડાઉનમાંથી જપ્ત કર્યો છે.
અમદાવાદઃ વિશ્વભરમાં કોરોનાએ કાળો કેર વરતાવ્યો છે. ઈટાલી જેવા દેશોમાં તો સ્થિતિ ખૂબ ભયાનક અને કંટ્રોલ ન કરી શકાય તે હદે વણસી છે. યૂરોપમાં પણ સ્થિતિ ખૂબ વિકટ બની છે. ત્યારે ભારતમાં સ્થિતિ વધારે વણસે નહી તે માટે વડાપ્રધાન મોદી ગઈકાલે જે રાષ્ટ્રને સંબોધન કર્યું તેમાં 21 દીવસના લોકડાઉનની જાહેરાત કરી છે.
લોકડાઉનની જાહેરાત થતા જ લોકોએ જીવન જરુરિયાતની વસ્તુઓ લેવા માટે રીતસરની પડાપડી કરી હતી. દવાઓ, કરિયાણું, દૂધ, શાકભાજીની ખરીદી માટે લોકો નો ભારે ધસારો જોવા મળ્યો હતો.
કોરોનાએ આર્થિક મંદીના જખ્મ પર નમક નાંખવાનું કામ કર્યુ છે, મલમ મળતા અને ઘા રુઝાતા સમય લાગી શકે. ભૂતકાળમાં જે થયું હતું તે ભવિષ્યમાં પણ થશે જ તેની ખાતરી માની શકાય નહીં.
વર્તમાન સંજોગોમાં રોકાણકારોને એક સૌથી મોટું આશ્વાસન એ અપાઈ રહ્યું છે કે ઘટતા ભાવોએ ખરીદતા રહો, જેથી માર્કેટ જ્યારે રિકવર થશે ત્યારે તમારી ખોટ ભુંસાઈ જશે અને વધુ લાભ પામશો. કારણ કે છેલ્લા પાંચેક દાયકાનો ઈતિહાસ કહે છે, આવી કોઈપણ કટોકટીમાં બજાર જેટલું નીચે પડે છે, તેના કરતા અનેકગણું કટોકટી પૂરી થયાના એકાદ-બે વરસમાં જ ઊંચે ચઢે છે. વાત સાચી પણ છે. આના ઘણાં દાખલા આંકડા સાથે મોજુદ છે, કિંતુ ભૂતકાળમાં આવું બન્યું એનો અર્થ એ નથી કે આ વખતે પણ એવું સમાન જ થશે. અલબત્ત, તેજી-મંદીની પણ એક સાઈકલ હોય છે, જે સમય-સંજોગ મુજબ ચાલે છે, પણ આ બજારને કયારેય સમયમાં કોઈ બાંધી શકયું નથી. વાસ્તે જેટલું ઘટયું છે તેનાથી અનેકગણું વધશે અને અમુક સમયમાં જ વધશે એવું ખાતરીપૂર્વક કહી શકાય નહીં અને એવું દિમાગ બંધ કરી માનવામાં પણ એક પ્રકારનું જોખમ ગણાય. કારણ કે દરેક કટોકટીના કારણ અને પરિણામ સરખા જ રહેવા આવશ્યક નથી.
આકટોકટીસાવજુદીછે
કોરોનાની કટોકટી અગાઉની અન્ય દરેક કટોકટીથી ભિન્ન અને વધુ ગંભીર છે. એટલું જ નહીં, આપણા દેશમાં અર્થતંત્રમાં પહેલેથી મંદી હતી, સંજોગો કથળેલા હતા તેમાં ઉમેરો થયો છે, અર્થાત જખમ હતા જ, તેના પર હવે કોરોનાનું નમક લાગ્યું છે, જેમાં અર્થંતંત્ર વધુ પાછળ ધકેલાઈ ગયું છે. આનો અર્થ એ થાય કે કોરોના બાદની રિકવરી પછી પણ ઈકોનોમીક રિકવરી વધુ સમય લેશે અને એના કરતા વધુ સમય બજારની રિકવરી લઈ શકે.
અઢીમહિનામાંકેટલુંતૂટ્યું
જાન્યુઆરી 2020થી અત્યારસુધીમાં (આ લખાય છે ત્યારે), એટલે કે માત્ર ત્રણ મહિનામાં મ્યુચ્યુઅલ ફંડસની લાર્જ કેપમાં 14 ટકાથી વધુ, મિડકેપમાં 9 ટકાથી વધુ, સ્મોલ કેપમાં 10 ટકાથી વધુ, લાર્જ એન્ડ મિડકેપમાં 12 ટકાથી વધુ, મલ્ટી કેપમાં 13 ટકાથી વધુ ઘટાડો થયો છે. જ્યારે સેન્સેકસમાં 17 ટકાથી વધુ અને નિફટી-50માં 18 ટકાથી વધુ ઘટાડો થયો છે. છેલ્લા એક વરસના વળતર પણ નેગેટિવ થયા છે. આમ ઈન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો જ વેરવિખેર અને ઉલ્ટા થઈ ગયા છે. ક્યાંક સીધી ખોટ છે તો કયાંક નફામાં ખોટ ગઈ છે.
કટોકટીબાદવળતરઅનેકગણાઊંચા, પરંતુ
હવે રોકાણકારોના આશ્વાસન માટે જે આંકડા સાથે વાત થઈ રહી છે તેમાં કહેવાય છે કે અગાઉ 2003, 2004 અને 2016માં પણ અન્ય વાઈરસ (સાર્સ, એવિઅન ઈન્ફલુએન્ઝા અને ઝિકા) આવ્યા હતા ત્યારે બજાર 11 થી 14 ટકા જેટલું તૂટ્યું હતુ, કિંતુ પછીથી એકાદ જ વરસમાં બજારે 25 થી 75 ટકા જેટલું ઊંચું વળતર આપ્યું હતું. એમ તો 2008 ની ગ્લોબલ ફાઈનાન્સીયલ ક્રાઈસિસ વખતે પણ સેન્સેક્સ 21000 થી તૂટીને 8000 સુધી પહોંચી ગયો હતો અને પછીના એકાદ વરસમાં જ તેણે નવી ઊંચી સપાટી બનાવી લીધી હતી. એ સમયે 8000ના ઈન્ડેક્સમાં કોઈ લેવાલ નહોતા. જેમણે લેવાની હિંમત કરી હતી, તેઓ અઢળક કમાયા હતા. જ્યારે કે 21000ના સેન્સેક્સ વખતે કોઈ વેચવા રાજી નહોતા. આ માર્કેટના ખેલાડીઓની સામાન્ય માનસિકતા રહેતી હોય છે.
ભૂતકાળનીભાવિખાતરીકેટલી?
જો આમ હોય તો કરવું શું? એ પણ સમજવું જરૂરી છે. ઈન્વેસ્ટમેન્ટ જગતમાં કાયમ એક સૂચના યા ચેતવણી અપાતી હોય છે કે ભૂતકાળની કામગીરી યા વળતર એ ભવિષ્યની કામગીરી કે વળતરની કયારેય ખાતરી ન ગણાય. આ વખતે બજારો અને એકેક એસેટ્સના ભાવ કોરોનાને કારણે ફેલાયેલી અસર અને ભયને લીધે જે પ્રમાણમાં તૂટ્યા છે તે કોરોનાની અસર ચાલી ગયા બાદ ફરી અગાઉની કટોકટી પછી જેમ બન્યું હતું તેમ બનશે જ, એટલે કે અનેકગણા પ્રમાણમાં વધશે જ એવું કહી શકાય નહીં અને માની લેવાય પણ નહીં. હા, રોકાણકાર પાસે નાણાંની પર્યાપ્ત છુટ છે, તેની ઈન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગની ક્ષમતા ખૂબ જ ઊંચી છે અને તે લાંબા સમયગાળા માટે રોકાણ કરવા રાજી છે તો વાત જુદી છે. અગાઉની કટોકટી બાદ એકાદ વરસમાં જ જે વળતર ઊંચા થઈ જતા હતા તે આ વખતે વધુ લાંબો સમય લે એવું બની શકવાની શકયતા પણ ઊંચી છે. આ માટેના કારણ જુદા અને મજબુત છે.
મંદીમાત્રકોરોનાનેકારણેનથી
આ વિષયમાં ખાસ યાદ રાખવું આવશ્યક છે કે આપણે ત્યાં મંદી માત્ર કોરોનાને કારણે નથી આવી, બલકે આપણા અર્થંતંત્રની ધીમી પડેલી ગતિથી માંડી અનેકવિધ આર્થિક સમસ્યાને કારણે પણ મંદી ફેલાઇ હતી, અર્થાત કોરોના ફેલાવાના બંધ થતા મંદી બંધ થઈ જશે એવી આશા રાખવી નિરર્થક છે. આ મંદી વૈશ્વિક સ્વરૂપ ધારણ કરી ચૂકી છે અને તેણે અનેક દેશોના અર્થતંત્રને બે થી પાંચ વરસ પાછળ ધકેલી દીધા છે. ભારત તેમાંથી મુક્ત રહી શકે નહીં. બચતકાર-રોકાણકારે હાલના નાજુક સમયમાં સંભાળીને નિર્ણય લેવાના છે. માર્કેટ હજી નહી ઘટે તેની અને માર્કેટ વહેલી તકે રિકવર થશે એવી ભ્રામક આશા રાખી શકાય નહી. વોલેટીલિટી તેની ચરમસીમાએ છે. સમગ્ર પોર્ટફોલિયોની સમીક્ષા જરૂરી છે. જો કે આ બધી નિરાશા વચ્ચે એક આશા સરકાર તરફથી રાખી શકાય, કોરોનાની કટોકટી બાદ સરકાર આર્થિક ગતિને વેગ આપવા ઝડપી, ધરખમ અને નક્કર પગલાં લેશે યા તેણે લેવા જ પડશે.
નવી દિલ્હીઃ ચૈત્ર નવરાત્રિની સાથે જ હિન્દુ નવ વર્ષનો પ્રારંભ થયો છે. નવરાત્રિના આ નવ દિવસોમાં માતા દુર્ગાના વિવિધ રૂપોની પૂજા કરવામાં આવે છે. ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે શૈલ પુત્રી (Shailputri)ની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના પ્રથમ દિવસે માતાના ભક્તો ઘરમાં કળશ સ્થાપિત કરવામાં આવે છે. કેટલાક ભક્તો નવરાત્રિના પૂરા નવ દિવસો સુધી વ્રત રાખે છે તો કેટલાકક ભક્યો પહેલા અને છેલ્લા નોરતાનું વ્રત રાખીને દુર્ગા માતા પ્રત્યે પોતાનો પ્રેમ ઉજાગર કરે છે. હિન્દુ માન્યતાઓ અનુસાર જેકોઈ પણ આ નવ દિવસ સાચા મનથી માતાની ભક્તિ કરે છે, તેની બધી મનોકામના પૂર્ણ થાય છે. આટલું જ નહીં, તેને આદ્યશક્તિની વિશેષ કૃપા પણ પ્રાપ્ત થાય છે. આ વખતે ચૈત્ર નવરાત્રિ 25 માર્ચથી શરૂ થઈ ગઈ છએ અનમે બીજી એપ્રિલે (રામ નવમી) એની સમાપ્તિ થાય છે.
નવરાત્રિના નવ દિવસમાં દુર્ગા માતાના કયા-કયા સ્વરૂપોની પૂજા થાય છે, એની માહિતી આ મુજબ છે…
1 શૈલપુત્રી(Shailputri)
દુર્ગા માતાનું પ્રથમ સ્વરૂપ છે શૈલપુત્રી. શૈલપુત્રી પર્વતરાજ હિમાલયની પુત્રી છે. તેમને કરુણા અને મમતાની દેવી માનવામાં આવે છે. એવી માન્યતા છે કે જે ભકત શ્રદ્ધાપૂર્વક માતાની પૂજા કરે છે, તેને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
2 બ્રહ્મચારિણી(Brahmacharini)
દુર્ગા માતાનું બીજું સ્વરૂપ છે બ્રહ્મચારિણી. એવી માન્યતા છે કે એમની પૂજા કરવાથી યશ, સિદ્ધિ અને સર્વત્ર વિજયની પ્રાપ્તિ થાય છે. તેમણે શંકર ભગવાનને પતિના રૂપમાં પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી હતી, એટલે તેમને તપશ્ચારિણીના નામે ઓળખવામાં આવે છે. 3 ચંદ્રઘંટા (Chandraghanta)
દુર્ગા માતાના ત્રીજું સ્વરૂપ ચંદ્રઘંટા. એવી માન્યતા છે કે સિંહ પર સવીર થયેલાં ચંદ્રઘંટા માતાની પૂજા કરવાથી ભક્તોનાં કષ્ટ હંમેશાં માટે દૂર થઈ જાય છે. તેમને પૂજા કરવાથી મન અને શક્તિ અને વીરતા મળે છે.
4 કુષ્માન્ડા (Kushmanda)
દુર્ગા માતાનું ચોથું સ્વરૂપ કુષ્માન્ડા. એવી માન્યતા છે કે કુષ્માન્ડાની ઉપાસના કરવાથી ભક્તોના સમસ્ય રોગ-શક્તિ દૂર થાય. છએ તેમની પૂજાથી આયુષ્ય, બળ અને આરોગ્યમાં વૃદ્ધિ થાય છે.
5 સ્કંદમાતા (Skandmata)
દુર્ગા માતાનું પાંચમું સ્વરૂપ સ્કંદમાતા. એવી માન્યતા છે કે આ ભક્તોની સમસ્ત ઇચ્છાઓને પૂર્ણ કરે છે. તેમને મોક્ષનાં દ્વાર ખોલવાવાળી માતાના રૂપમાં પૂજવામાં આવે છે.
6 કાત્યાયની (Katyayani)
દુર્ગા માતાનું આ છઠ્ઠું રૂપ કાત્યાયની. તેમને ગૌરી, ઉમા, હેમાવતી અને ઇશ્વરીના નામે ઓળખવામાં આવે છે. એવી માન્યતા છે કે તેઓ મહર્ષિ કાત્યાયનને પુત્રી સ્વરૂપમાં મળ્યા, એટલે તેમનું નામ કાત્યાયની પડ્યું. એવી પણ માન્યતા છે કે જે યુવતીઓનાં લગ્નમાં વિલંબ થતો હોય, તેમને મનવાંછિત વરની પ્રાપ્તિ માટે કાત્યાયની માતાની પૂજા કરે છે.
7 કાળરાત્રિ (Kalratri)
દુર્ગા માતાનું આ સાતમું સ્વરૂપ એટલે કાળરાત્રિ. એવી માન્યતા છે કે કાળરાત્રિની પૂજા કરવાથી કાળ અને અસુરોનો નાશ થાય છે. આને લીધે માતાના આ સ્વરૂપને કાળરાત્રિ કહેવામાં આવે છે. આ માતા શુભ ફળ આપે છે. એટલા માટે તેમને શભંકારી પણ કહેવામાં આવે છે.
8 મહાગૌરી (Mahagauri)
દુર્ગા માતાનું આવમું સ્વરૂપ એટલે મહીગૌરી. આ ભગવાન શુવજીની અર્ધાંગિની અથવા પત્ની છે. આ દિવસે માતાને ચુંદડી ભેટ કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. એની સાથે ભક્તોના કષ્ટ દૂર થાય છે.
9 સિદ્ધિદાત્રી (Siddhidatri)
નવરાત્રિ દરમ્યાન દુર્ગા માતાનું નવમું સ્વરૂપ એટલે સિદ્ધિદાત્રી. એવી માન્યતા છે કે સિદ્ધિદાત્રી માતાની પૂજા કરવાથી અટકેલાં દરેક કામ પૂરાં થાય છે અને દરેક કામમાં સિદ્ધિ મળે છે.
રાજકોટઃ ચૈત્રી નવરાત્રિના આરંભે તો ગિરનાર પર્વત પર જનારની સંખ્યા ઘણી મોટી હોય. કેટલાક લોકો તો ત્યાં વિવિધ જગ્યામાં, આશ્રમમાં અનુષ્ઠાન કરે છે. પરંતુ આ વખતે કોરોના વાયરસના પ્રકોપને લીધે આખો દેશ બંધ છે ત્યારે સિધ્ધો અને શુધ્ધોની આ ભૂમિ ગિરનાર ક્ષેત્ર પણ સાવ ખાલી છે. ગિરનાર પર્વત પર પથ્થરચટ્ટી સહિતના સ્થાને અનુષ્ઠાન થતા હોય છે એના બદલે એ બધું સૂમસામ છે.
ગિરનાર પર્વતની ટોચે અંબાજી મંદિર-શક્તિપીઠમાં સવાર અને સાંજ ફક્ત આરતી થશે એ સિવાય દર્શન શક્ય જ નથી કારણ કે કોઇને જવા દેવાતાં નથી. દામોદર કુંડ, મુચકુંદ ઋષિની ગુફા, ભવનાથ મંદિર, વસ્ત્રાપથેશ્વર સહિતના સ્થળો સાવ વેરાન ભાસી રહ્યાં છે. વિવિધ અખાડા, આશ્રમમાંથી પણ સાધુઓ બહાર નથી દેખાતા. ભગવાન આ ગિરનાર ક્ષેત્રમાં એકલા થઇ ગયા છે.
ગિરનાર દરવાજાથી આગળ સ્મશાન પાસેથી જ તંત્રે લોકોનો પ્રવેશ અટકાવી દીધો છે. જે લોકો કોરોનાના શંકાસ્પદ કેસ વાળા કે ક્વોરોન્ટાઇન હોય એમના માટે તળેટીથી આગળની એક જગ્યાએ વ્યવસ્થા કરાઇ છે. જરુર પડ્યે અન્ય આશ્રમોના રુમ રખવા માટે પણ તૈયારી તંત્રે કરી છે. સાધકો આ દિવસોમાં ગિરનાર પર્વત ઉપર પણ જતા હોય છે. આસપાસના ક્ષેત્રમાં પણ ઉપાસના કરતા રહે છે. આ વખતે સૌ કોઇ ગૃહસ્થાપન કરીને ઉપાસના કરી રહ્યા છે. ગિરનાર ક્ષેત્ર સૂનું પડ્યું છે.