કોરોના સામેના જંગમાં સેના પણ જંગ લડવા તૈયાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસ ધીમે-ધીમે પ્રસરી રહ્યો છે. કોવિડ-19ને નિયંત્રિત કરવામાં સેનાના પ્રયાસોનો પણ પ્રસાર થઈ રહ્યો છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતે કહ્યું હતું કે દેશની સેના કોરોના વાઇરસ સામે લડવા માટે દેશની દરેક પ્રકારની મદદ કરવામાં આગળ રહેશે.તેમણે કહ્યું હતું કે દેશના મુશ્કેલ સમયમાં અને દેશની સંભાળ લેવા માટે ક્વોન્ટાઇન કેમ્પ બનાવવાથી માંડીને બધા પ્રકારની સહાયતા કરવા માટે સેના ખડેપગે ઊભી છે.

દેશ સામેના પડકારોમાં સેનાનો પણ સાથ

તેમણે કહ્યું હતું કે સમય હવે આવી ગયો છે કે સશસ્ત્ર દળોએ કોરોના વાઇરસની સામે આ લડાઈમાં આગળ આવવું પડશે અને દેશના સૈનિકોએ આવા પડકાર માટે સજ્જ રહેવું પડશે. CDS જનરલ રાવતે કહ્યું હતું કે સેનાઓ દ્વારા સરકારનું સમર્થન કરવા અને ક્વોરોન્ટાઇન અને આઇસોલેશન માટે પાયાના માળખાના વિકાસથી માંડીને દરેક પ્રકારની મદદ કરવાની અપેક્ષા કરવામાં આવે છે. સુરક્ષા દળોને પડકાર સામે તૈયાર રહેવા માટે આહવાન કરતાં તેમણે કહ્યું હતું કે આ સમય સેનાની સેવાઓ માટે કાર્યક્ષમતાથી વધુ કામ કરવાનો આ સમય છે.

CDS જનરલ રાવતે ભાર દઈને કહ્યું હતું કે કોવિડ-19ની સામે બધી સરકારી એજન્સીઓ દ્વારા સમગ્ર સમન્વિત પ્રયાસ માત્ર ત્યારે સફળ થશે, જ્યારે લોકો સરકારના દિશા-નિર્દેશોનું સમયાંતરે પાલન કરે. તેમણે કહ્યું કે સશસ્ત્ર દળોને પહેલેથી જ બધી જ રેન્કો અને પરિવારોને નિર્દેશ જારી કરી દીધા છે અને તેઓ એ નિર્દેશોનું સખતાઈથી પાલન કરી રહ્યા છે.

CDS- જે સેનાના મામલા વિભાગના સચિવ પણ છે, તેમણે કેબિનેટ સચિવ અને સુરક્ષા દળોની સાથે સમન્વય કરે, જેથી લોકો વિદેશથી બહાર નીકળી શકે.

ઇટાલી, ઇરાન, ચીન અને દક્ષિણ પૂર્વ  એશિયાઇ દેશોથી પાછા ફરેલા 1,500 લોકોને ગુરુગ્રામ, જેસલમેર, મુંબઈ અને હિંડન જેવાં સ્થળો પર સેનાઓ દ્વારા ક્વોરોન્ટિઇન કરવામાં આવ્યા. અહીં જે 15થી વધુ ક્વોરોન્ટાઇન કેમ્પ પણ બનાવવામાં આવ્યા છે, જ્યાં લોકોને તેમના ક્વોરોન્ટાઇન સમય દ્વારા રાખવામાં આવે છે.