સ્વરા કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી સુંદર આત્મવિશ્વાસુ યુવતી. બધા સાથે હસીને બોલવું, મજાક-મસ્તી એની
ઓળખ. કોલેજમાં બધા કહેતા પણ ખરા કે સ્વરાના ચહેરા પર હંમેશા સ્મિત રહે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એના સારા એવા ફોલોવર્સ પણ હતા.
રોજ કંઇકને કંઇક નવું અપડેટ કરવાની એની આદત. પરંતુ છેલ્લા કેટલાક સમયથી એ હસવાનું ભૂલી ગઈ હતી. દરરોજ સવારે ઊઠતી ત્યારે પણ કોઈ કારણ વિના એનું મન ઉદાસ રહેતું. સોશિયલ મીડિયાથી દૂર થઈ ગઈ, મિત્રો સાથે વાત કરવાનું બંધ થઈ ગયું. એને સતત પોતાની અંદર કંઈક ખાલી છે એવો અહેસાસ થયા કરતો. એનું વજન થોડું વધી ગયું તો એને પોતાના મનગમતા કપડા પહેરવાનું પણ બંધ કરી દીધું. સ્વરાને લાગતું મારી અંદર કંઈક ખોટું થઈ રહ્યું છે, પણ શું? એ જવાબ એના ખુદ પાસે પણ નહોતો.
સમજીના શકાય એવી સ્થિતિ!
મહિલાની માનસિક સ્થિતિ અમુક સમયે એટલી બધી ખરાબ થઈ જાય છે કે એને શું થઈ રહ્યું છે એ અન્યને સમજાવવામાં નિષ્ફળ નિવડે છે. કોઈ એની સ્થિતિ સમજી પણ નથી શકતું. ઘણીવાર હોર્મોન ચેન્જ થવાના કારણે શરીરમાં થતા બદલાવ એની માનસિક સ્થિતિને ખુબ ખરાબ કરે છે.

એ એવો સમય હોય છે જ્યારે એને ઘરમાંથી બહાર નીકળવું નથી ગમતું. રોજ સીવલેસ કપડા પહેરતી મહિલા કે યુવતી,શરીરમાં આવેલા બદલાવના કારણે એવા કપડા પહેરવાનું બંધ કરે છે. મિત્રો સાથે વાત કરવી, બહાર જવાનું પણ ટાળે છે, એની એકલતા એને અંદરોઅંદર વધારે અને વધારે દુઃખી કરે છે પણ એ કોઈને કહી નથી શકતી. રોજ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારી મહિલાની હાજરી ત્યાં પણ નહિવત થઈ જાય છે. ક્યારેક એને શરીરનું વજન વધારે લાગે છે તો ક્યારેક પોતાની જાતને અન્ય કરતા એકદમ નીચી આંકે છે. એની મનોસ્થિતિના સવાલોના જવાબ એની પાસે જ નથી હોતો. આવા સમયે પરિવાર અને મિત્રો જ એને સહકાર આપી શકે. આ એવો તણાવ જેની જાણ એને પોતાને પણ નથી હોતી અને એ અન્યને પણ કહી નથી શકતી.
જ્યારે સ્વભાવ બદલાઈ જાય છે
આ ફેરફાર કોઈને અચાનક ખબર નથી પડતો. રોજ ફિટિંગ ડ્રેસ પહેરતી યુવતી ઢીલાં કપડાં પહેરવા લાગે છે, બહાર
જવાનું ટાળી દે છે, પોતાનું પ્રતિબિંબ જોઈને ઉદાસ થઈ જાય છે. ક્યારેક લાગે છે કે એ વજનદાર થઈ ગઈ છે, ક્યારેક લાગે છે કે એ અન્ય કરતા હવે ઓછી સુંદર છે. આ સમય એવો હોય છે કે એ પોતાના શરીર સાથે પણ વેરઝેર કરવા લાગે છે. એના મનમાં સતત ચાલતું એક વાક્ય હોય છે, હું સારી નથી.
આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા સામાજિક કાર્યકર પ્રિતિ સરવૈયા કહે છે કે, “જ્યારે મહિલા પોતાની મનની વાત કોઈને કહી શકતી નથી, ત્યારે એની એકલતા એનો સૌથી મોટો શત્રુ બની જાય છે. બહારથી એ સામાન્ય દેખાય છે, પરંતુ અંદરથી ધીમે ધીમે ખાલી થતી જાય છે. રોજના કામમાં મન નથી લાગતું, હસવું જબરજસ્તી લાગે છે. એવી સ્થિતિમાં એ લોકો વચ્ચે રહીને પણ પોતાની જાતને એકલી અનુભવે છે. એ એકલતા મનમાં એવી જગ્યાએ વળી જાય છે જ્યાંથી બહાર આવવું મુશ્કેલ બને છે.”
બદલાવએ કમજોરી નહીં, પરિસ્થિતિ છે
ઘણા લોકો માનતા હોય છે કે મહિલા કે યુવતીઓમાં આવી રહેલો બદલાવ કમજોરી છે, પરંતુ હકીકતમાં એ એક
માનસિક પરિસ્થિતિ છે જેનું કારણ શારીરિક ફેરફાર, હોર્મોનલ ઈમ્બેલન્સ અથવા માનસિક થાક હોઈ શકે છે. એ માટે શરમ કે અપરાધભાવની જરૂર નથી. જો સમયસર કાઉન્સેલિંગ લેવાય, થેરાપી કરવામાં આવે અથવા ફક્ત વિશ્વાસપાત્ર સાથે વાત કરવામાં આવે તો સ્થિતિ સુધરી શકે છે. પોતાનામાં થતા બદલાવને અવગણવું જોખમી છે, પરંતુ એનો સામનો કરવો શક્ય છે.
ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા બ્યુટિશયન અલ્પા ચૌહાણ કહે છે, આવા સમયમાં સૌથી વધુ જરૂરી છે સમજ અને સહકાર. શું થયું? એ સવાલ કરતાં હું તારી સાથે છું એ શબ્દ વધુ ઉપચાર આપે છે. જ્યારે પરિવાર અથવા મિત્રો એ સમયને ગંભીરતાથી લે છે, એ સ્ત્રી માટે એ આશાનું કિરણ બની જાય છે. ઘણીવાર એ ફક્ત એક વ્યક્તિની સમજદારીથી બહાર આવી શકે છે. પ્રેમ, સંવાદ અને સાન્નિધ્ય આ ત્રણ વસ્તુ એના મન માટે દવા સમાન છે.
|
ડોક્ટર કહે છે… ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ડો. દિપક વ્યાસ કહે છે કે, મહિલાના શરીરમાં થનારા હોર્મોનલ ફેરફારો ઘણીવાર એની મનોસ્થિતિ પર ગંભીર અસર કરે છે. પીરિયડ્સ પહેલાં કે પછી, પ્રેગ્નન્સી દરમિયાન કે પછી, અથવા મેનોપોઝના તબક્કે શરીરના ઈસ્ટ્રોજેન અને પ્રોજેસ્ટેરોનના સ્તરમાં થતા ફેરફારો મૂડ સ્વિંગ્સ, ચીડિયાપણું, ઉદાસીનતા અને ડિપ્રેશનનું કારણ બને છે. ઘણીવાર મહિલાઓને લાગે છે કે એમની સાથે કઈ ખોટું થઈ રહ્યું છે, પરંતુ હકીકતમાં એ શરીર અને મન વચ્ચેનું એક અદૃશ્ય યુદ્ધ છે જેની ખબર અન્યને તો શું, ક્યારેક એમને ખુદને પણ નથી પડતી.
પોતાને સમય આપો, મનને સાંભળો સ્ત્રી આખા પરિવારની ચિંતા કરતી હોય છે, પરંતુ પોતાને ભૂલી જાય છે. આ માટે જરૂર છે સેલ્ફ કેર. રોજ થોડો સમય પોતાને માટે કાઢો, ફરવા જાઓ, વાંચો, ધ્યાન કરો અથવા ફક્ત શાંતિથી બેસી રહો. મનની વાત લખો, સાંભળો, અને જરૂરી લાગે તો તબીબી સહાય લો. સૌથી અગત્યનું પોતાને દોષ ન આપો. દરેક સ્ત્રીમાં એક શક્તિ છુપાયેલી હોય છે, ફક્ત એ શક્તિને ફરી શોધવાની જરૂર છે. પરિવાર અને મિત્રોના સમર્થનની જરૂર
આવા સમયમાં સૌથી વધુ જરૂરી છે સમજ અને સહકાર. શું થયું? એ સવાલ કરતાં “હું તારી સાથે છું” એ શબ્દ વધુ ઉપચાર આપે છે. જ્યારે પરિવાર અથવા મિત્રો એ સમયને ગંભીરતાથી લે છે, એ સ્ત્રી માટે એ આશાનો કિરણ બની જાય છે. ઘણીવાર એ ફક્ત એક વ્યક્તિની સમજદારીથી બહાર આવી શકે છે. પ્રેમ, સંવાદ અને સાનિધ્ય આ ત્રણ વસ્તુ એના મન માટે દવા સમાન છે. |
સ્ત્રીના મનમાં ઘણી વાર એવું દુઃખ હોય છે જેને શબ્દો નથી પરંતુ એને સમજદારીથી સ્પર્શી શકાય છે. જ્યારે સમાજ એની મનની સ્થિતિને સમજવા લાગશે, ત્યારે અનેક મહિલાઓ ફરી સ્મિત કરવાનું શીખી જશે.
હેતલ રાવ







‘ધ્રુવ પર્વ’- સાતમા ઉદગમ મ્યુઝિક ફેસ્ટિવલનો શુભારંભ ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયની સ્વાયત્ત સંસ્થા સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ ડો. સંધ્યા પુરેચા, મુખ્ય અતિથિ, અતિથિવિશેષ ગોપીનાથજી જ્યોતિષપીઠના આચાર્ય ગોસ્વામી રણછોડલાલજી અને હેમાબેન ભટ્ટ(અધ્ય્ક્ષ, મહિલા અને બાળ કલ્યાણ સમિતિ, ગાંધીનગર મહાનગરપાલિકા) અને અન્ય મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
ઉદગમના મેં. ટ્રસ્ટી ડો. મયુર જોષીએ ઉદગમના સામાજિક કાર્યો અને શાસ્ત્રીય સંગીતના સંવર્ધન વિષે માહિતી આપી હતી.મુખ્ય અતિથિ ડો. સંધ્યા પુરેચાએ ઉદગમના શાસ્ત્રીય સંગીતના સંવર્ધનના કાર્યોના વખાણ કરીને યોગ્ય સહયોગની ખાતરી આપી હતી.ઉદગમના ટ્રસ્ટી ધુવભાઇ જોષીની સ્મૃતિમાં હેમંત ભટ્ટ, સિદ્ધાર્થ બેનર્જી, જશવંત શ્રીમાળી અને પ્રફુલ્લ પંચાલને ઉદગમ કલા સન્માનથી નવાજવામાં આવ્યા.
ધ્રુવ પર્વ- સાતમા ઉદગમ મ્યુઝિક ફેસ્ટિવલમાં તા.૩૧ ઓકોટબર ૨૦૨૫ના શાસ્ત્રીય સંગીતના સાધક અને બનારસથી સિદ્ધ વીણા વાદક પંડિત સિદ્ધાર્થ બેનર્જીએ સિદ્ધ વીણામાં વિવિધ રાગની પ્રસ્તુતિથી કરી અને ત્યારબાદ ગોસ્વામી શ્રી રણછોડલાલજી મહોદયએ વૈષ્ણવ હવેલીમાં ગવાતાં વિવિધ પદ ગાયનથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.૦૧ નવેમ્બર ૨૦૨૫ ના સુશ્રી શિવાની કિનારીવાલાએ દેવઉઠી એકાદશીના ઉપલક્ષ્યમાં હવેલી સંગીતના અદભુત પદોની પ્રસ્તુતિથી સહુને ભક્તિમય કરી દીધા તથા સુરતના ગોસ્વામી શ્રી જયવલ્લભલાલજી મહોદય સંતૂર ની સાથે તબલા પાર શ્રી રસિકપ્રીતમજી મહોદયએ અવર્ણીય પ્રસ્તુતિ કરી અને અંતે પંડિત જસરાજના શિષ્ય ઉદેપુરના સમર્થ જાન્વે શાસ્ત્રીય સંગીતમ વિવિધ ભજન અને અંતે માતા કાલિકાથી સ્તુતિથી અવર્ણીય અને અદભુત વાતાવરણ ઉભું કરી દીધું હતું.
૦૨ નવેમ્બર ૨૦૨૫ શ્રી યોગી મકવાણા પખાવજની સુંદર પ્રસ્તુતિ અને ત્યારબાદ પંડિત વિકાસ કસલકરના શિષ્ય વૈભવ દવેએ બાદ ખ્યાલથી શરૂઆત કરી અને પોતાના શાસ્ત્રીય ગાયનની અદભુત પ્રતીતિ કરી અને અંતે ડૉ. સુપ્રવા મિશ્રાની ઓમ આર્ટ્સ ડાન્સ એકેડેમી વિદ્યાર્થીઓ નયનરમ્ય ઓડિસી નૃત્યની પ્રસ્તુતિ કરી હતી. ત્રણ્ય દિવસ પારૂલબેન મેહતાએ સુંદર મંચ સંચાલન કર્યું.
ધ્રુવ પર્વ- સાતમા ઉદગમ મ્યુઝિક ફેસ્ટિવલના આયોજનમાં પં. શિશિર ભટ્ટ, દિપાંશ છાબરા, આશાબેન સરવૈયા, પરમજીત કૌર છાબરા, ચાણક્ય જોષી, અનિતા ચાવડા, વાગ્મી જોષી અને કિરાત જોષી, મનોજ જોષીએ સફળ બનાવ્યું હતું.

10 ઓક્ટોબરથી યુદ્ધવિરામ અમલમાં આવ્યા પછી, પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ 20 બંધકોના મૃતદેહો પરત કર્યા છે, જેમાંથી આઠ ગાઝામાં રહે છે. પરત કરાયેલા દરેક બંધક માટે, ઇઝરાયલ 15 પેલેસ્ટિનિયનોના મૃતદેહો પરત કરી રહ્યું છે. સોમવારના રોજ યુદ્ધવિરામ શરૂ થયા પછી પરત કરાયેલા પેલેસ્ટિનિયન મૃતદેહોની સંખ્યા 270 પર પહોંચી ગઈ છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયના પ્રવક્તા ઝહિર અલ-વહિદીએ જણાવ્યું હતું કે સોમવારે સવારે ગાઝાની નાસેર હોસ્પિટલમાં 45 મૃતદેહો લાવવામાં આવ્યા હતા.

ઘાસ ચરી પણ લે પણ બદલામાં ખેતરનો માલિક એનું ઊન ઉતારી લે તો નાનો ફાયદો મેળવવાથી મોટી કિંમત એણે ચૂકવી એમ કહેવાય.
