Home Blog Page 4822

રાશિ ભવિષ્ય 02/05/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમા ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવુ લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમા આવી શકો છો. વેપારમા નાનુ કામ કરવુ હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકારમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા આયોજનવાળુ કામ કરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકેમોટો પ્રવાસ થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોય તે પૂરી થાય તેવુ બની શકે છે, વેપારમા નાનુ કામ કરવુ યોગ્ય છે, પ્રિયજનસાથે સારો સમય પસાર થઈ શકે.


આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદર ના થતી હોય તેવુ વધુ લાગે, મન પરાણે મોટુ રાખવું પડતુ હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટાશબ્દપ્રયોગ ના થાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે. વેપારમા કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવુ સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે તમારામા આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમા તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા જૂનીઓળખાણ મુજબ કામકાજ કરવામા આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમા અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષભાષા ન બોલવી, ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોયકે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શકાય તેવા સંજોગો બની શકે છે. વેપારમા નાનુ કામ યોગ્ય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમા થોડું ચિડીયાપણુ જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવુ, આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમા ન ઉતરવુ, માર્કેટિંગમા મહેનત વધુ પડે, વેપારના કામકાજમા જોખમ ન કરવુ.


આજનો દિવસ સામાન્ય છે, કામમા સમય વ્યસ્તાને લીધે થોડી માનસિકઅશાંતિ રહે, યુવાવર્ગ માટે ક્યાય વાર્તાલાપમા ઉત્તેજનાને લીધે ગેરસમજ ના થાય તેનુ ખાસ ધ્યાન રાખવુ, આકસ્મિકનાણાકીયખર્ચ થાય અને તેની વ્યથા તમારા ચહેરા પર સ્પષ્ટ દેખાઈ પણ આવે, વેપારમા નાનુ કામ કરવુ જ યોગ્ય છે.


આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળેકે કોઈ ગમતી વાત સાંભળવા મળી જાય, કોઈ સામાજિકકે ધામિકકામકાજમા તમે તમારુ યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમા જરૂરી માર્ગદર્શન માટે કે ભલામણ માટે જવાનુ હોયતો તેમા પણ પ્રતિસાદ સારો મળી શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, કામકાજમા થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમા સુમેળ થોડો ઓછો જોવા મળી શકે છે, કામકાજમા થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમા જોખમ ન કરવુ સલાહ્ભર્યું છે.


આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમને કોઈ સારીવાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે, જાહેરપ્રસંગોમા તમારો પ્રભાવ અલગજ તારી આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાયકે તમારી વાત જાણવાની જીજ્ઞાસા અન્યને વધી શકે છે પરંતુ તેમા તમને કોઈ મોટીતકલીફ ન થઇ શકે. માર્કેટિંગક્ષેત્રમા થોડી નિરાસા જોવા મળી શકે છે, વેપારમા જોખમ ન કરવુ, પ્રિયજન સાથે કોઈ મનદુખ ના થાય તેની કાળજી રાખવી.


આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે, વડીલવર્ગને ભૂતકાળમા કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમા યોગદાન આપેલ હોય તેની કદરકે સંભારણા થાય તેવુ બની શકે છે, નોકરીકે વ્યવસાયમા ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન પણ મળી શકે છે, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે.

પંચાંગ 02/05/2020

એમેઝોન ટ્વિચને ટક્કર આપવા ફેસબુકે ગેમિંગ એપ લોન્ચ કરી

ન્યૂયોર્કઃ ફેસબુકે તેની પહેલી જ ગેમિંગ એપ લોન્ચ કરી છે અને આ એપ લોન્ચ થતાવેંત એને 50 લાખ લોકોએ ડાઉનલોડ પણ કરી લીધી છે. એમેઝોન ટ્વિચ અને યૂટ્યૂબ પર સ્કોર કરવા માટે ફેસબુકે સોમવારે એની પોતાની ગેમિંગ એપ લોન્ચ કરી હતી. એને ગૂગલ પ્લે સ્ટોર પર એન્ડ્રોઇડ મોબાઇલમાં ફુરસદના સમયમાં (લોકડાઉન સમયમાં) ડાઉનલોડ કરી શકાય છે. વળી, ફેસબુક ગેમિંગ એપ ફ્રી છે અને લાખ્ખો યુઝર્સ તેમના સ્માર્ટફોનથી એની પર એને લાઇવ (નિહાળી) ગેમ જોઈ શકાય છે.  

ટૂંક સમયમાં એને IOS પર પણ લોન્ચ કરવામાં આવશે. જો એપલ એની ક્લાઉઇડ આધારિત ગેમિંગ સર્વિસ આર્કેડને પ્રોત્સાહન આપશે –તો એપલ મંજૂરી આપશે તો IOS યુઝર્સ માટે પણ લોન્ચ કરવામાં આવશે. આ એપલમાં એક નવી Go Liveથી નવું ફીચર આપવામાં આવ્યું છે, જે યુઝર્સને ફક્ત કેટલાંક બટન દબાવીને જ ડિવાઇસ પર અન્ય મોબાઇલ ગેમ્સની સ્ટ્રીમ અપલોડ કરવા દેશે. ફેસબુક ગેમિંગ એપ શરૂઆતમાં કોઈ જાહેરાત નહીં હોય.  

SVPના કર્મચારીઓની માગ સ્વીકારાતાં હડતાળ સમેટાઈ

અમદાવાદઃ અમદાવાદ શહેર કોરોના વાઈરસને કારણે રેડ ઝોનમાં છે. દેશમાં હવે લોકડાઉન 17 મે સુધી લંબાવવામાં આવ્યું છે. અમદાવાદમાં કોરોનાનાં જે દર્દીઓ છે, એમાંથી 150 કરતાં પણ વધુ દર્દીઓની સારવાર અહીંની SVP હોસ્પિટલમાં થઈ રહી છે, મ્યુનિસિપલ કમિશનરે ફેસબુક લાઇવમાં પણ SVP હોસ્પિટલ ફુલ થઈ હોવાનું કહ્યું હતું. ગત્ દિવસોમાં હોસ્પિટલમાં કોરોના વાઇરસને લીધે સાત દર્દીઓનાં મોત થયાં હતાં. જેથી કોરોના વાઇરસનની દહેશત વચ્ચે SVP હોસ્પિટલના કામ કરતા પેરા મેડિકલ સ્ટાફ દ્વારા મેડિકલ ચેકઅપ સહિતની વિવિધ માગણીઓ કરવામાં આવી હતી અને આ માગ ના સ્વીકારવામાં આવતાં કર્મચારીઓ દ્વારા અચાનક હડતાળ પણ  કરવામાં આવી હતી.

SVP હોસ્પિટલમાં હાજર પોલીસ અધિકારીએ પોતાના તરફથી પ્રયાસો કરીને હોસ્પિટલના તંત્ર અને વિરોધ કરી રહેલા સ્ટાફને સમજાવવાનો ખૂબ પ્રયાસ કર્યો હતો. છેવટે આ હડતાળ સમેટાઈ પણ ગઈ છે.

હું મારા ખર્ચે તમારા બધાનું મેડિકલ ચેક અપ કરાવીશઃ પોલીસ અધિકારી

SVP હોસ્પિટલમાં હડતાળ કરી રહેલા કર્મચારીઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. સ્ટાફ દ્વારા રજૂઆત કરવા માટે હોસ્પિટલની અંદર જતી વખતે હાજર પોલીસ અધિકારીએ વિરોધ કરી રહેલા પેરા મેડિકલ સ્ટાફને સમજાવવાનો બનતો પ્રયાસ કર્યો હતો. પોલીસ અધિકારીએ વિરોધ કરી રહેલા સ્ટાફને ત્યાં સુધી સમજાવ્યા હતા કે હું મારા ખર્ચે તમારા બધાનું મેડિકલ ચેકઅપ કરાવીશ. આમ પોલીસ અધિકારી દ્વારા આશ્વાસન મળતાં કર્મચારીઓ દ્વારા હડતાળ સમેટવામાં આવી હતી.

પેરા મેડિકલ સ્ટાફને સમજાવવા ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા
SVPના પેરા મેડિકલ સ્ટાફ દ્વારા  મેડિકલ ચેક અપ, ક્વોરોન્ટીન લીવ સહિતની માગ કરવામાં આવી હતી. વિરોધ કરી રહેલા સ્ટાફ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવતા ઉચ્ચ અધિકારીઓએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તંત્ર દ્વારા સમગ્ર મામલે સમાધાન કરીને સ્ટાફની માગ સ્વીકારી લીધી હતી. એ સાથે જ SVP હોસ્પિટલના કામને રાબેતા મુજબ શરૂ કરવા પ્રયાસો હાથ ધર્યા હતા.

દેશવ્યાપી લોકડાઉન લંબાવાયુંઃ 17 મે સુધી અમલમાં રહેશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કોરોના વાઈરસ રોગચાળા સંબંધિત દેશવ્યાપી લોકડાઉનની મુદતને 4 મેથી બે વધુ સપ્તાહ સુધી લંબાવી દીધી છે. લોકડાઉન-3 17 મે સુધી અમલમાં રહેશે.

સરકારે આ ત્રીજી બીજી વખત લોકડાઉનની મુદત લંબાવી છે. મહાબીમારીને વધુ ફેલાતી રોકવા માટે ગઈ 25 માર્ચે જ્યારે પહેલી વાર લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું તે 21 દિવસનું હતું. 14 એપ્રિલે એ ખતમ થાય એ પહેલાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એને 3 મે સુધી લંબાવવાની જાહેરાત કરી હતી.

હવે લોકડાઉન-2 પૂરું થાય એ પહેલાં એને ફરી લંબાવવામાં આવ્યું છે.

વાઈરસ ટ્રાન્સમિશનની ચેનને તોડવા માટે રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનને ઓળખી કાઢવામાં આવ્યા છે.

ગૃહ મંત્રાલયે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005 અંતર્ગત ઓર્ડર ઈસ્યૂ કરીને લોકડાઉનની મુદતને લંબાવી દીધી છે. આ જાણકારી ગૃહ મંત્રાલય તરફથી આપવામાં આવી છે.

લોકડાઉન-3માં આની પરવાનગી નહીં હોયઃ

  • વિમાન, રેલવે, મેટ્રો ટ્રેન સેવા
  • આંતર-રાજ્ય રોડ અવરજવર
  • શાળા-કોલેજો
  • થિયેટર, શોપિંગ મોલ્સ, જિમ્નેશિયમ્સ, ધાર્મિક સ્થળો
  • સાંજે 7 વાગ્યાથી સવારે 7 સુધી બિનજરૂરી કામ માટે તમામ માટે ગતિવિધિ બંધ રહેશે.
  • તમામ ઝોનમાં 65થી વધુ ઉંમરની વ્યક્તિ, બાળકો અને ગર્ભવતી મહિલાઓ ઘરમાં જ રહેવું પડશે.

ઓરેન્જ ઝોનમાં આની પરવાનગી છેઃ

  • ટેક્સીઓ, 1 ડ્રાઈવર અને બે પેસેન્જર સાથેની કેબ એગ્રીગ્રેટર્સ (ઓર્ડરમાં સુધારો કર્યો)
  • માત્ર પરવાનગીકૃત પ્રવૃત્તિ માટે આંતર-જિલ્લા અવરજવર
  • ફોર-વ્હીલર્સઃ વધુમાં વધુ બે પેસેન્જર અને ડ્રાઈવર
  • ટુ-વ્હીલર્સઃ પાછળની સીટ પર બેસાડવાની પરવાનગી

રેડ ઝોનમાં આની પરવાનગી રહેશેઃ

  • ઈ-કોમર્સ પ્રવૃત્તિઓ (માત્ર આવશ્યક ચીજવસ્તુઓ માટે જ)
  • ગ્રામીણ વિસ્તારોમાં ઔદ્યોગિક, બાંધકામ પ્રવૃત્તિઓ
  • ખેતીવાડી, પશુપાલન પ્રવૃત્તિઓ
  • જાહેર વપરાશની સેવાઓઃ વીજળી, પાણી, ઈન્ટરનેટ

રેડ ઝોનમાં આની પરવાનગી નહીં:

  • સાઈકલ રિક્ષા, ઓટોરિક્ષા
  • ટેક્સી, કેબ એગ્રીગેટર્સ
  • વાળંદની દુકાનો, સ્પા અને સલૂન
  • આંતર-જિલ્લા બસ સેવા

આનંદોઃ LPG સિલિન્ડર હવે થયા સસ્તા…

નવી દિલ્હીઃ લોકડાઉનમાં એક સારા અને આનંદદાયક સમાચાર આવ્યા છે. રસોઈમાં ઉપયોગમાં લેવાતા ગેસ સિલિન્ડરની કિંમતોમાં ભારે કાપ મૂકવામાં આવ્યો છે. હવે લોકડાઉનની વચ્ચે મોંઘવારીમાં તમને રાહત મળશે. ઓઇલ કંપનીઓએ સામાન્યજનને મોટી રાહત આપી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (HPCL,BPCL અને IOC)એ સબસિડી વગરના LPG રાંધણગેસ સિલિન્ડરની કિંમતોમાં મોટો કાપ મૂક્યો છે. 14.2 કિલોગ્રામના સબસિડી વગરના LPG રાંધણગેસ સિલિન્ડર પર દિલ્હીમાં રૂ. 162.5 ઘટાડવામાં આવ્યા છે.

દેશમાં સિલિન્ડરના દર

સિલિન્ડરની કિંમતોની નવી કિંમતો દેશભરમાં લાગુ થઈ ગઈ છે. ઇન્ડિયન ઓઇલ મુજબ હવે દિલ્હીમાં 14.2 કિલોગ્રામવાળા સબસિડાઇઝ્ડ રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત ઘટીને રૂ. 581 થઈ ગઈ છે, જે પહેલાં રૂ. 744 હતી. કોલકાતામાં કિંમતો રૂ. 774.50થી ઘટીને રૂ. 584.50, મુંબઈમાં રૂ. 714.50થી ઘટીને રૂ. 579 અને ચેન્નઈમાં રૂ. 761.50થી ઘટીને રૂ. 569.50 થઈ ગયા છે. ગુજરાતમાં સિલિન્ડરના ભાવમાં રૂ. 151નો ઘટાડો કરાયો છે. અમદાવાદમાં હવે ગેસ સિલિન્ડરના રૂ. 586 આપવાના રહેશે, જે એપ્રિલમાં રૂ. 737 હતા.

મોટા સિલિન્ડરની કિંમતોમાં પણ ઘટાડો

ઓઇલ કંપનીઓએ 19 કિલોગ્રામવાળા સિલિન્ડરોની કિંમતોમાં પણ કાપ મૂકવામાં આવ્યો છે. નવી કિંમતો આજથી લાગુ કરવામાં આવી છે. નવી દિલ્હીમાં 19 કિલોના રાંધણગેસ સિલિન્ડર રૂ. 256 સસ્તાં થયાં છે. હવે ગેસ સિલિન્ડરની કિંમત રૂ. 1285.5થી ઘટીને રૂ. 1029.50 થઈ ગઈ છે. કોલકાતામાં એની કિંમતો ઘટીને રૂ. 1086, મુંબઈમાં રૂ. 978 અને ચેન્નઈમાં રૂ. 1144.50 પર આવી ગઈ છે.

દેશમાં રાંધણગેસની કિંમતો  ઘટવાને કારણે 1.5 કરોડ ગ્રાહકોને લાભ થશે.

ભારતમાં એલપીજી ગેસ સિલિન્ડરોના ભાવ બે પરિબળ પર આધારિત હોય છે – એલપીજીના આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક ભાવ અને યુએસ ડોલર તથા રૂપિયાનો વિનિમય દર.

ભારતમાં રાંધણ ગેસ માત્ર માર્કેટ ભાવે મળે છે, પરંતુ દરેક ઘરને વર્ષમાં સબ્સિડીના દરે 14.2 કિલોગ્રામ વજનનું એક એવા 12 સિલિન્ડર મળે છે. સબ્સિડી સીધી ગ્રાહકના બેન્ક એકાઉન્ટમાં જમા થઈ જાય છે.

રિશીની એ ઈચ્છા અધૂરી રહી… જાણો એ કઈ હતી?

મુંબઈઃ બોલીવૂડ અભિનેતા રિશી કપૂરે 2017માં એક ટ્વીટ કર્યું હતું… ‘હું હવે 65 વર્ષનો છું અને મરતાં પહેલાં પાકિસ્તાન જોવા ઇચ્છું છું. હું ઇચ્છું છું કે મારાં બાળકો પૂર્વજોનું વતન જોવા ઇચ્છે છે.’ મહાન અભિનેતા રિશી કપૂર હવે આપણી વચ્ચે નથી. તેમણે ગુરવારે (30 એપ્રિલે) દુનિયાને અલવિદા કહી દીધી છે. કપૂર ખાનદાનની ત્રીજી પેઢીના આ સિતારાની હવે યાદો જ આપણી પાસે છે. ઉલ્લેખનીય છે કે કપૂર પરિવાર ભારત-પાકિસ્તાનના ભાગલા થયા બાદ પાકિસ્તાનમાંથી ભારત આવ્યો હતો. એટલે રિશી કપૂરના દિલમાં પાકિસ્તાન માટે હંમેશાં ખાસ જગ્યા રહી હતી. રિશી કપૂર સ્વયંને કાશ્મીરના ઋણી પણ કહેતા હતા.

કપૂર પરિવાર પાકિસ્તાનના પેશાવરથી આવ્યો

ભારતના ભાગલા પૂર્વે કપૂર પરિવાર પાકિસ્તાનના પેશાવર શહેરમાં રહેતો હતો. રિશીના દાદા પૃથ્વીરાજ કપૂર પોતાના પરિવાર અને સંબંધીઓ સાથે ભારત આવી ગયા હતા અને મુંબઈમાં સ્થાયી થયા હતા. રિશી કપૂર પાકિસ્તાન અને કશ્મીર વિશે સોશિયલ મિડિયા પર પોતાના વિચારો અવારનવાર પ્રગટ કરતા હતા. જો કે ક્યારેક વિવાદોમાં ઘેરાયા હતા.

રિશી કપૂરની 15 ફિલ્મોનું શૂટિંગ કાશ્મીરમાં

રિશી કપૂરની 15થી પણ વધારે ફિલ્મોનું શૂટિંગ કશ્મીરની ધરતી પર કરવામાં આવ્યું હતું. તેમની પહેલી અને મશહૂર ફિલ્મ ‘બોબી’ના સૌથી લોકપ્રિય ગીત ‘ઔર ચાબી ખો જાય’નું શૂટિંગ પણ પણ અહીં થયું હતું. 39 વર્ષ બાદ, 2011માં રિશીએ એ સ્થળની ફરી મુલાકાત લીધી હતી.

રિશી કપૂરે કશ્મીરમાં બધી જગ્યાએ જવાનો નિર્ણય કર્યો હતો, પણ…

વચ્ચેનાં અમુક વર્ષોમાં કશ્મીરમાં આતંકવાદને કારણે ફિલ્મોના શૂટિંગ બંધ થયાં હતાં. એ પછી 23 વર્ષે, 2011માં રિશી કશ્મીર ગયા હતા. તેમણે કહ્યું હતું કે આજે હું જે કંઈ પણ છું, તે આ ગુલમર્ગ, આ કાશ્મીરને લીધે છે. અમારા પરિવારને કશ્મીરની માટી સાથે સંબંધ છે. હું મારી પૂરી જિંદગીમાં કશ્મીરને પ્રેમ કરતો રહીશ. મેં કશ્મીરમાં એ બધી જગ્યાઓએ જવાનો નિર્ણય કર્યો છે, જ્યાં મારા પિતા (રાજ કપૂર)એ મારી પહેલી ફિલ્મનું શૂટિંગ કર્યું હતું.

 

રશિયાના વડા પ્રધાન પણ કોરોનાનાં શિકાર બન્યા

મોસ્કોઃ કોરોના વાઇરસનો પ્રકોપ દુનિયાભરમાં હજી પણ સતત વધી રહ્યો છે. આ વાઇરસ વિશ્વભરમાં 33 લાખથી વધારે લોકોને ઝપટમાં લઈ ચૂક્યો છે અને 2,33,000થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સન પછી હવે રશિયાના વડા પ્રધાન મિખાઇલ મિશુસ્તિનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. વડા પ્રધાન મિખાઇલ મિશુસ્તિને પોતે જ જાણકારી આપી છે કે મેં મારો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. એનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

‘હવે હું સેલ્ફ આઇસોલેશનમાં જઈ રહ્યો છું. આ બહુ જરૂરી છે, જેથી મારા સહકર્મચારીઓ સુરક્ષિત અને સ્વસ્થ રહે. હું આંદ્રે બેલોસ્યોવને કાર્યકારી વડા પ્રધાન બનાવું છું,’ એમ તેમણે નિવેદનમાં જણાવ્યું છે.

વડા પ્રધાન મિખાઇલ મિશુસ્તિને રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનને પણ વિડિયો કોન્ફરન્સ દ્વારા પોતાને કોરોના થયાની માહિતી આપી હતી.

રશિયાના નાયબ વડા પ્રધાન આંદ્રે બેલોસોવ હંગામી ધોરણે મિશુસ્તિનનું કામકાજ સંભાળશે. જોકે વડા પ્રધાન મિશુસ્તિન મુખ્ય મુદ્દાઓ પર આંદ્રેથી વિચારવિમર્શ કરતા રહેશે.

કોરોના સંક્રમિતોની સંખ્યા એક લાખને પાર

દરમિયાન, રશિયામાં પણ કોરોના વાઇરસે કાળો કેર વર્તાવ્યો છે. અહીં છેલ્લા 24 કલાકમાં આ વાઇરસના 7,099ના નવા કેસ સામે આવ્યા હતા. એની સાથે રશિયામાં આ વાઇરસના સંક્રમિતોની સંખ્યા 1,06498 થઈ ગઈ છે અને 1073 લોકોના મોત થયાં છે.

મુંબઈ, નાગપુર, પુણેને લોકડાઉનમાં રાહત આપવી શક્ય નથીઃ ઠાકરે

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કોરોના વાઈરસ સંબંધિત લોકડાઉન પરિસ્થિતિ અંગે આજે જનતા સાથે ફેસબુક માધ્યમ દ્વારા ફરી લાઈવ સંવાદ કર્યો હતો. એમાં તેમણે સ્પષ્ટ જણાવ્યું કે મુંબઈ, નાગપુર અને પુણે શહેરો વાઈરસના ફેલાવાના જોખમને કારણે રેડ ઝોનમાં હોવાથી આ શહેરોમાં લોકડાઉનની સ્થિતિમાં કોઈ ઢીલ આપવામાં નહીં આવે.

ઠાકરે લોકડાઉનને કારણે રાજ્યના અર્થતંત્ર પર પડેલી અને હજી વધુ પડનારી અસર વિશે પણ બોલ્યા હતા.

ઠાકરેએ કહ્યું કે, 3 મે પછી આપણે શું કરીશું? અર્થતંત્ર, નોકરીઓમાં કાપના મુદ્દે ઘણા સવાલો પૂછાઈ રહ્યા છે. હું આ વાતોને નકારતો નથી, આ બધી ચિંતા ખરેખર સતાવે જ છે. મહારાષ્ટ્ર રાજ્યને કોરોના વાઈરસ બીમારીની તીવ્રતાને ધ્યાનમાં રાખીને રેડ, ઓરેન્જ અને ગ્રીન – એમ ત્રણ ઝોનમાં વહેંચી દેવામાં આવ્યું છે. રેડ ઝોનમાં મુંબઈ મેટ્રોપોલિટન રીજન, પુણે અને નાગપુર છે. આ ત્રણ શહેરોમાં કોઈ પણ પ્રકારની આર્થિક પ્રવૃત્તિ શરૂ કરવી હાલ શક્ય નથી.

‘પરંતુ, ખેતીવાડી તથા ખેતરોમાંથી કૃષિ પેદાશોના ટ્રાન્સપોર્ટેશન પર કોઈ નિયંત્રણ નહીં રહે. ખેતીવાડી તથા તેને સંબંધિત પ્રવૃત્તિઓ પર કોઈ પ્રતિબંધ કે નિયંત્રણ નહીં રહે. અમે ધીમે ધીમે નિયંત્રણો ઉઠાવી રહ્યા છીએ, પરંતુ જો આપણે મોટી સંખ્યામાં ભેગા થઈશું અને શિસ્ત નહીં રાખીએ તો આપણે ફરીથી નિયંત્રણો લાગુ કરવા પડશે. ગ્રીન ઝોનમાં, અમે પ્રતિબંધ ધીમે ધીમે સંપૂર્ણપણે ઉઠાવી લઈશું,’ એમ મુખ્ય પ્રધાન ઠાકરેએ કહ્યું.

ઠાકરેએ એમ પણ કહ્યું કે જ્યાં કોરોનાનાં દર્દીઓ વધારે નોંધાયા છે એવા વિસ્તારોમાંની પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ રાજ્ય સરકાર 3 મે પછી અમુક છૂટછાટો આપશે. પરંતુ લોકોએ સજાગ રહેવું પડશે અને સહયોગ આપતા રહેવો પડશે, નહીં તો આપણે આટલા દિવસોમાં જે કંઈ સારું હાંસલ કર્યું છે એ ગુમાવી દઈશું. તેથી આપણે ધીરજ અને સાવચેતી રાખીને આગળ વધવાનું છે.

લેબર ડેઃ લોકડાઉન દરમિયાન અનેક મજૂરોનાં મોત થયા છે

નવી દિલ્હીઃ આજે દેશ મજૂર દિવસ (લેબર ડે) મનાવી રહ્યો છે. કોરોના વાઈરસને પગલે લોકડાઉનનો સમય દેશના પ્રવાસી મજૂરો માટે સૌથી મુશ્કેલ બની રહ્યો છે. ગઈ 26 માર્ચથી 27 એપ્રિલ સુધીમાં દેશમાં જુદા જુદા સ્થળે 44 મજૂરોનાં મોત થયાના અહેવાલો છે. આમાં કોઈ મજૂરે ઘેર જવા માટે 25 દિવસમાં 2800 કિલોમીટરનો પ્રવાસ ખેડ્યો તો કોઈ મજૂરે રસ્તામાં જીવ ગુમાવ્યો છે. કોઈનું પગપાળા (વધુપડતું) ચાલીને મોત થયું છે તો કોઈએ આત્મહત્યા કરી લીધી છે. ગુજરાતથી પોતાના ઘરે આસામ પહોંચેલો જાદવ અને બિહારનો રામજી મહાતો દિલ્હીથી પોતાને ઘેર જવા તરફ નીકળ્યો હતો પણ વારાણસી પહોંચીને એનું મોત થયું હતું.

મજૂરોની કફોડી હાલત

મજૂરોને જ્યારે માલૂમ પડ્યું હતું કે લોકડાઉનને લીધે ફેક્ટરીઓ અને કામધંધા બંધ થઈ ગયા છે, ત્યારે તેમને રોજીરોટી માટે ફાંફાં પડવા લાગ્યાં. વળી લોકડાઉન કેટલું લાંબું સમય ચાલશે, એ પણ અનિશ્ચિત થતાં એમને પોતાના વતન, ઘરે પહોંચવા માટેની ઉતાવળ થવા માંડી. હવે ટ્રેન-બસ તો બંધ હતા. વળી પત્ની અને બાળકો સહિત પરિવારને નિભાવવાની જવાબદારી હતી. એટલે નિર્ણય લીધો કે પગપાળા ચાલી નીકળીએ, ચાલતાં-ચાલતાં પહોંચી જઈશું. અહીં રહીશું તો ભૂખ્યા મરી જઈશું.

આમ કેટલાક પગપાળા, કેટલાક સાઇકલ પર તો કેટલાક ત્રણ પૈડાવાળી સાઇકલ – જે તેમની કમાણીનું સાધન છે, એના પર બેસીને ઘરે જવા નીકળ્યા, પણ આમાં ઘરે પહોંચવાનું અંતર  20-50 કિલોમીટર નહીં, બલકે 100-200 અને 3000 કિલોમીટરનું અંતર હતું.

વધુપડતું ચાલવાને કારણે મોત

લોકડાઉનને કારણે યુપીનો એક મજૂર 1500 કિલોમીટર ચાલ્યો અને જેમતેમ કરીને 14 દિવસે ઘરે પહોંચ્યો, પણ ત્યાં તેને ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યો તો બપોરે તેનું મોત થયું. છેલ્લા દિવસોમાં તે માત્ર બિસ્કિટ ખાઈને જ જીવતો હતો.

બીજો  આવા કિસ્સો મધ્ય પ્રદેશના મજૂરનો છે, નવી મુંબઈથી 1400 કિમી પગપાળા લોકડાઉનને લીધે નીકળી પડ્યો હતો, પણ 60 કિલોમીટર ચાલીને થાણે પહોંચતાં રસ્તામાં જ મોત થયું હતું.

દેશમાં પ્રવાસી મજૂરોનો કોઈ ડેટા નથી

દેશમાં કેટલા પ્રવાસી મજૂરો છે, એનો કોઈ ડેટા નથી. કેન્દ્રીય શ્રમ રાજ્યપ્રધાન સંતોષ સિંહ ગંગવારે 16 માર્ચ, 2020માં લોકસભામાં અંદાજિત આંકડા જણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે 2011ની વસતિ ગણતરી પ્રમાણે દેશમાં 48.2 કરોડ મજૂરો છે. આ આંકડા 2016માં 50 કરોડથી વધુ હોવાની શક્યતા છે. હવે ધારો કે આમાં 20 ટકા પ્રવાસી મજૂરો હશે તો એ પ્રવાસી મજૂરોની સંખ્યા 10 કરોડથી વધુ હશે.

‘મજૂર દિવસ’ પહેલી મેએ જ કેમ મનાવવામાં આવે છે?

‘મજૂર દિવસ’ દર વર્ષે પહેલી મેએ એવા લોકોની યાદમાં ઊજવવામાં આવે છે, જેમના ખૂન-પસીનાથી દેશ અને દુનિયાના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા હોય છે. મજૂર દિવસ કેટલાંય વર્ષોથી પહેલી મેએ ઊજવવામાં આવે છે. આ લેબર ડેએ દેશની મોટા ભાગની કંપનીઓમાં રજા હોય છે. ભારત જ નહીં પણ આશરે 80 દેશોમાં આ દિવસને ઊજવવામાં આવે છે.

મજૂર દિવસની શરૂઆત ક્યારે

આંતરરાષ્ટ્રીય મજૂર દિવસની શરૂઆત પહેલી મે, 1886એ થઈ હતી, જ્યારે અમેરિકામાં મજૂર યુનિયનના સભ્યોએ કામનો સમય આઠ કલાકથી વધુ ના રાખવા માટે માગ કરી હતી અને એને માટે હડતાળ પણ કરી હતી. આ હડતાળ દરમ્યાન શિકાગોના હેમાર્કેટમાં બોમ્બધડાકો થયો હતો. આ હડતાળના દેખાવકારો અને હડતાળને ખતમ કરવા માટે પોલીસે મજૂરો પર ગોળીઓ ચલાવી હતી, જેમાં કેટલાય મજૂરો માર્યા ગયા હતા. શિકાગોમાં શહીદ થયેલા મજૂરોની યાદમાં પહેલી વાર મજૂર દિવસ ઊજવવામાં આવ્યો હતો.