Home Blog Page 4791

PM કિસાન યોજનાનો લાભ નથી મળ્યો? આ રીતે ભૂલ સુધારો…

નવી દિલ્હીઃ યોગ્યતા હોવા છતાં જો તમને PM કિસાન સન્માન ભંડોળનો લાભ નથી મળ્યો તો તમારે આધાર કાર્ડ અથવા બેન્ક અકાઉન્ટ અથવા અન્ય કાગળિયામાં નામના સ્પેલિંગમાં ફરક છે. એક સ્પેલિંગમાં ભૂલને કારણે આશરે 70 લાખ ખેડૂતોનાં ખાતાંમાં PM કિસાન સન્માન ભંડોળના રૂ. 6000માંથી રૂ. 2000નો પહેલો હપતો હજી સુધી નથી મળ્યો. જો તમે પણ 70  લાખ ખેડૂતોમાંના છો તો આ ભૂલને અત્યારથી સુધારી લો, જેથી તમારા પૈસા ના અટકે. 

70 લાખ અરજીકર્તાઓનાં નામ અને બેન્ક ખાતા નંબરમાં ગરબડ

વાસ્તવમાં PM કિસાન યોજનાના 70 લાખ અરજીકર્તાઓનાં નામ અને બેન્ક ખાતા નંબરમાં ક્યાંક ભૂલ હોય છે, જેથી આ યોજનાની રકમ ઓટોમેટિક સિસ્ટમ પાસ નથી કરતી. કોઈના આધાર કાર્ડના સ્પેલિંગ તેમના બેન્ક એકાઉન્ટથી અલગ હોય છે તો કઈના ડોક્યુમેન્ટમાં કોઈ બીજી મુશ્કેલી હોય છે.

આ યોજનાનો લાભ 9.68 કરોડ ખેડૂતોને મળ્યો

મોદી સરકાર વાર્ષિક 14.5 કરોડ લોકોને પૈસા આપવા ઇચ્છે છે, પણ આનો લાભ અત્યારે 9.68 કરોડ ખેડૂતોને જ મળી શક્યો છે. જો તમે પણ આ નાની ભૂલને કારણે અત્યાર સુધી આ યોજનાના લાભથી વંચિત છો તો આ સરળ કાર્યવાહી દ્વારા એને સુધારી લો અને આ યોજનાનો લાભ ઉઠાવો.

ભૂલ સુધારી આ યોજનાનો લાભ ઉઠાવો

PM-kisan schemeની સત્તાવાર વેબસાઇટ (https://pmkisan.gov.in/) પર જાઓ. એના ફોર્મર કોર્નરની અંદર Edit Aadhaar Details ઓપ્શનપર ક્લિક કરો. તમે અહીં પોતાનો આધાર નંબર નોંધ કરો. ત્યાર બાદ એક કેપ્ચા (Capcha) કોડ સબમિટ કરો. જો તમારા નામમાં ભૂલ છે, એટલે કે અરજી અને આધારમાં જે નામ છે એ બંને અલગ-અલગ છે તો તમે એને ઓનલાઇન સુધારી શકો છો.  જો કોઈ બીજી ભૂલ છે તો એને તમારા એકાઉન્ટન્ટ અને કૃષિ વિભાગ કાર્યાલયમાં સંપર્ક કરો.

 હેલ્પલાઇન નંબર પર વાત કરી શકો

જો અરજી કર્યા પછી પણ પૈસા ના મળે તો કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી હેલ્પલાઇન (PM-Kisan Helpline 155261 અથવા 1800115526 (ટોલ ફ્રી)  પર સંપર્ક કરો. ત્યાંથી પણ કામ ના થાય તો મંત્રાલયના અન્ય નંબર (011-23381092) પર વાત કરી શકો છો.

આ લોકોને નહીં મળે લાભ

કેન્દ્ર અને રાજ્ય સરકારો અધિકારી અથવા રૂ. 10,000થી વધુ પેન્શન મેળવતા ખેડૂતોને લાભ નહીં મળે. પાછલા નાણાકીય વર્ષમાં ઇન્કમ ટેક્સની ચુકવણી કરતા ખેડૂતો પણ આના લાભથી વંચિત રહેશે. ડોક્ટર, એન્જિનિયર, CA, વકીલ, આર્કિટેક્ટ, વર્તમાન અથવા ભૂતપૂર્વ પ્રધાન, મેયર, જિલ્લા પંચાયત અધ્યક્ષ, વિધાનસભ્ય, MLC, લોકસભા અને રાજ્યસભાના સભ્યને આ યોજનામાંથી બહાર રાખવામાં આવ્યા છે.

 

 

 

 

 

 

અમદાવાદ: ઇદની ઉજવણી કોરોના વાયરસને કારણે ફિક્કી

અમદાવાદ: શહેરનો કોટ વિસ્તાર કોરોનાની મહામારીને કારણે નો-એન્ટ્રી ઝોન, પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરી દેવામાં આવ્યો છે. શહેરની મધ્યમાં મુસ્લિમ સમાજની વસ્તી પણ વધારે છે. સોમવાર, 25 મેના રોજ રમજાન ઇદની ઉજવણી કોરોના વાયરસને કારણે ફિક્કી જોવા મળી.

જૂના-નવા અમદાવાદ શહેર માં આવેલી મોટાભાગની મસ્જિદોમાં સ્વાસ્થ્ય અને સાવચેતીના ધ્યાનમાં રાખીને તાળા મારી દેવામાં આવ્યા છે. જુમ્મા મસ્જિદ, સીદી સૈયદની જાળી જેવી અનેક ઐતિહાસિક મસ્જિદોમાં થતી નમાજ અને ઇદનું મિલન મોકૂફ રાખી લોકો ઘરે જ રહ્યા હતા.

રમજાન ઇદને કારણે શહેર ના મુસ્લિમ બહુમતિ વાળા વિસ્તારોમાં પોલીસ, હોમગાર્ડઝ. પેરામિલિટરી ફોર્સ, એસ.આર.પી.,નો વિશેષ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સુરક્ષા અને સાવચેતીના ભાગરુપે પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

સૌ પ્રથમવાર LPG સિલિન્ડર પર સબસિડી શૂન્ય થઈ

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંકટની વચ્ચે લોકો માટે એલપીજી સિલિન્ડરને લઈને સારા સમાચાર આવ્યા છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલ અને ગેસની કિંમતોમાં સતત ઘટાડો થવાને કારણે સરકારને એલપીજી બહુ સસ્તી કિંમતે મળી રહી છે. આને કારણે સરકારને હવે સ્થાનિક બજારમાં ગ્રાહકો પર અપાતી સબસિડીમાં કોઈ ખર્ચ કરવો નથી પડતો. આનો સીધો મતલબ એ થયો કે હવે એલપીજી સિલિન્ડર પર સબસિડી શૂન્ય પર પહોંચી ગઈ છે.

સરકારને પ્રતિ સિલિન્ડર પર રૂ. 120ની કમાણી

હવે જ્યારે સબસિડી ઝીરો થઈ છે, તેમ છતાં સરકારે પાછલા કેટલાક મહિનાઓથી સ્થાનિક ગ્રાહકો માટે ગેસ સબસિડીવાળા સિલિન્ડરની કિંમતો વધારી રાખ્યા છે. આવામાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ગેસ સસ્તી મળતાં અને સ્થાનિકમાં ભાવ ના ઘટાડવાને પરિણામે સબસિડી લગભગ શૂન્યના બરાબર થઈ ગઈ છે. ઊલટાનું હવે સરકારને પ્રતિ સિલિન્ડરે રૂ. 120ની કમાણી થઈ રહી છે.  કેન્દ્ર સરકારે જાન્યુઆરી, 2015થી ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર DBT સ્કીમની શરૂઆત કરી હતી. જેના હેઠળ ઉપભોક્તાને એલપીજી સિલિન્ડરોની પૂરી કિંમત ચૂકવવાની અને સરકાર તેમની સબસિડી સીધા તેના ખાતાંઓમાં જમા કરતી હતી.

આ પહેલા ઓઇલ કંપનીઓ ગ્રાહકોને પડતરથી ઓછી કિંમતે એલપીજી સિલિન્ડર વેચતી હતી, જેથી સરકાર દ્વારા તેમને નુકસાન ભરપાઈ કરી આપવામાં આવતું હતું, પણ સરકારે ઓક્ટોબર, 2017 અને જુલાઈ, 2019ના દરમ્યાન ગેસ સબસિડીવાળાં સિલિન્ડરોની કિંમતો સ્થિર કરી દીધી હતી.

 

 

 

 

 

વડા પ્રધાન-રાષ્ટ્રપતિ સહિત નેતાઓએ પાઠવી ઈદની શુભેચ્છા

નવી દિલ્હી: ભારતમાં ઈદનો ચાંદ દેખાઈ ચૂક્યો છે જેને લઈને આજે દેશભરમાં આ ઈદ-ઉલ-ફિતરની ઉજવણી કરવામાં આવી રહી છે. ઈદની ઉજવણીને લઈને પીએમ મોદીએ પણ તમામ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટર પર દેશવાસીઓને ઈદની શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું કે, ‘ઈદ મુબારક, ઇદ ઉલ ફિતર તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. આ વિશેષ તહેવાર આપણા બધાના જીવનમાં ભાઈચારો અને શાંતિ લાવે. દરેક સ્વસ્થ રહે અને ખુશ રહે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ દેશવાસીઓને ઈદની શુભેચ્છા પાઠવી, રાષ્ટ્રપતિએ ટ્વિટર પર લખ્યું કે, ઈદ મુબારક! તહેવાર પ્રેમ, શાંતિ અને ભાઈચારાનું પ્રતિક છે.

ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુએ પણ ટ્વીટ કરીને ઈદની શુભેચ્છા પાઠવી.

મહત્વનું છે કે, આ વખતે કોરોના વાઈરસ અને લોકડાઉનને કારણે ઈદની પૂર્વ સંધ્યાએ રોનક જોવા મળી ન હતી. મુસ્લિમભાઈઓ પોતાના ઘર પરજ રહીને નમાઝ અદા કરી હતી.

 

 

કોરોનાના નવા 6977 કેસ અને 154 લોકોના મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,38,845એ પહોંચી છે. આની સાથે ભારત આજે સૌથી વધુ સંક્રમિત દેશોની યાદીમાં 10મા ક્રમાંકે પહોંચી ગયો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં કોરોનાના 6977 નવા કેસ સામે આવ્યા છે, જે સતત ચોથા દિવસે સૌથી વધુ વધારો છે. પાછલા 24 કલાકમાં 154 લોકોનાં મોત થયાં છે. અત્યાર સુધીમાં આ વાઇરસથી 4021 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. જોકે આ બીમારીમાંથી અત્યાર સુધી 57,721 લોકો ઠીક પણ થઈ ચૂક્યા છે. હાલમાં સક્રિય કેસોની સંખ્યા 77,103 છે. રિકવરી રેટ 41.57 ટકાએ પહોંચ્યો છે.

દેશમાં મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના સૌથી વધુ કેસો નોંધાયા છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના કુલ મામલા 50,000ને પાર પહોંચ્યા છે. ત્યાર બાદ તામિલનાડુ અને ગુજરાતનો નંબર છે. દિલ્હી ચોથા સ્થાને છે.

ટોપ 10 દેશોમાં ભારત સામેલ

દેશમાં કોરોના વાઇરસનો પહેલો કેસ 30 જાન્યુઆરીએ આવ્યો હતો. ત્યારથી અત્યાર સુધી આશરે 1,38,845 લોકો સંક્રમિત થયા છે. ભારત સંક્રમિતો દેશોની યાદીમાં ટોપ 10માં સામેલ થયો છે. આ યાદીમાં અમેરિકા ટોપ પર છે.ત્યાર બાદ બ્રાઝિલ, રશિયા, સ્પેન, બ્રિટન, ઇટાલી, ફ્રાન્સ, જર્મની અને તુર્કી છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

દેશભરમાં હવાઈ સેવા આજથી શરૂઃ આકાશમાં લોકડાઉન ખતમ

નવી દિલ્હીઃ દેશમાં લોકડાઉનની વચ્ચે બસ, ટ્રેન સેવા શરૂ થયા પછી હવે આજથી સ્થાનિક હવાઈ સેવા પણ શરૂ થઈ ગઈ છે. આશરે બે મહિના સુધી હવાઈ સેવા બંધ રહ્યા પછી ઘરેલુ વિમાનોનું સંચાલન દેશભરમાં આજથી શરૂ થયું છે. દિલ્હી એરપોર્ટ પર ભારે સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા. આમાં ફ્લાઇટ પકડવા માટે સ્ટુડન્ટ્સ, નોકરિયાતો અને પ્રવાસીઓ સામેલ હતા. આ દરમ્યાન લોકોની થર્મલ તપાસ કરવામાં આવી રહી હતી અને ફ્લાઇટની અંદર કર્મચારીઓ PPE સુટ પહેરેલા નજરે ચઢ્યા હતા. દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 4.45 કલાકે પુણે માટે સૌથી પહેલી ફ્લાઇટ રવાના થઈ હતી અને 7.45 કલાકે પહેલી ફ્લાઇટ આવવાની હતી. આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ સિવાય દેશભરમાં મોડી રાતથી એરપોર્ટ પર પ્રવાસીઓનું આવાગમન શરૂ થઈ ગયું છે. આ દરમ્યાન પ્રવાસીઓ ઉત્સાહિત તો દેખાયા પણ કોરોનાને લઈને તેમના મનમાં ડર પણ દેખાઈ રહ્યો હતો. સિવિલ એવિયેશન મંત્રાલયે જૂનમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવા માટે પણ સંકેત આપ્યા હતા.
દિલ્હી એરપોર્ટની તમામ તૈયારી

દિલ્હી એરપોર્ટે પર તમામ તૈયારીઓ કરી લીધી હતી. એરપોર્ટ પર રવિવારે રાતથી જ પ્રવાસીઓ ઊમચવા લાગ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સિંગ માટે એરપોર્ટની સિક્યોરિટી તહેનાત કરવામાં આવી હતી. બધા પ્રવાસીઓ માસ્ક પહેરેલા નજરે ચઢતા હતા.

એરપોર્ટ પરથી સેનેટાઇઝર PPE કિટ્સ અને માસ્ક ખરીદી શકાશે

એરપોર્ટ પર પ્રવાસીઓને બેસવાની વ્યવસ્થામાં ખુરશીઓમાં એક સીટ છોડીને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રવાસીઓ માટે સેનિટાઇઝર, PPE કિટ્સ, માસ્ક્સ પણ ખરીદવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

પહેલા તબક્કામાં 2800 ફ્લાઇટ્સને ઉડાડવા માટે આયોજન કરવામાં આવ્યું છે. એરપોર્ટ પર આશરે 380 ફ્લાઇટ્સનું સંચાલન હાથ ધરાશે. એરપોર્ટથી આશરે 190 ફ્લાઇટસ રવાના થશે અને આશરે 190 ફ્લાઇટ્સ ઊતરશે. દેશમાં 24 માર્ચથી એર ટ્રાફિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

મિશન વંદે ભારત પર કોઈ અસર નહીં પડે

વિદેશોમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે ચાલી રહેલા મિશન વંદે ભારત ચાલતું રહેશે. T-1 અને T-2 હજી બંધ રહેશે.T-3થી સ્થાનિક ઓપરેશન્સ શરૂ કરવામાં આવી રહ્યું છે.

 

 

 

 

સુવિચાર – ૨૫ મે, ૨૦૨૦

સુવિચાર – ૨૫ મે, ૨૦૨૦

રાશિ ભવિષ્ય 25/05 થી 31/05/20

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

મહેનત કરતા ઓછુફળ મળવાની ફરિયાદ મનમા વધુ રહે, ક્યારેય વાણીવિલાસ ના થાય તેનુ દયાન રાખવુ ઇચ્છનીય છે. ધરમાંકે કુટુંબમાં કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈ જગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. આરોગ્યબાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે, વેપારના કામકાજમા ધીરજ અને અનુભવથી કામકાજ કરવુ, અન્યની વાતમા દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે.


સાહસિકવૃત્તિ જોવા મળે, આવક-જાવક સરખી રહે, મિલનમુલાકાત કે હરવાફરવામા સમય વધુ પસાર થાય, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમા લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબકે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમાં જવાના યોગ છે તેમા તમારી હાજરીનુ વર્ચસ્વ પણ દેખાય, વેપારના કામકાજમા તમને ઉત્સાહ અને નવીનકાર્ય કરવાનીવૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે તેમજ સહયોગ પણ પ્રાપ્ત થઇ શકે છે.


સપ્તાહ દમિયાન સફળતા વધુ જોવા મળે, વિચારોની માયાજાળમા ફસાયેલા રહો, વેપારના કામકાજમા ધીરજનો અભાવ વર્તાય પણ તેની અસર કામકાજમા ખાસ ન પડે, શરદી, ખાસી, કફ, તાવ જેવી નાની નાની તકલીફથી પણ પરેશાની રહે તેમા ઉકેલ પણ આપ મેળે મળી જાય, તમારી લાગણી અન્ય લોકો સારી રીતે સમજી શકે, પ્રભુભક્તિમા ધ્યાન અને મન વધુ રહે અને ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો, ક્યાંક આળસવૃતીકે આરામ કરવાની ભાવના વધુ જાગે, હિતશત્રુ કે ખટપટી વ્યક્તિથી તમારો કુદરતી રીતે સારો બચાવ થાય.


સપ્તાહ દરમિયાન પરિવાર સાથે મનદુઃખ ના થાય તેની દકેદારી રાખવી, છાતી, ફેફસાના દર્દ હોય તેવા લોકોએ દવાબાબત ચોકસાઈ રાખવી, ધાર્મિકભાવના વધુ દેખાઈ આવે તમને કોઈ સામાજિકકે ધાર્મિકકાર્ય માં કોઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ નવીન સમાચાર તમારા આત્મવિશ્વાસમા વધારો કરી શકે છે, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન આનંદની લાગણી અનુભવી શકે છે. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતુ હોય તેમના માટે કોઈ સારીવાત જાણવા મળે.


ઘરમા કોઈને સ્વાસ્થબાબત નાનીમોટી તકલીફ ના થાય તેનુ ધ્યાન રાખવુ, લગ્નની વાતચીત ક્યાય ચાલતી હોય તેવા યુવાવર્ગ માટે પણ આ સપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થઈ શકે છે, જૂનીવાત ક્યાય અટકેલી હોય તેમા પણ પ્રયત્ન કરવામા આવેતો નસીબ જોગસંજોગ પણ સાથ આપી શકે છે, વેપારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજમા પણ સફળતા મળી શકે છે, મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે આનંદઉત્સાહ અનુભવી શકો છે, તમારામા સહકાર આપવાની ભાવના વધુ જાગે તેવુ પણ બની શકે છે.


કામકાજમા ગણતરી કરતા વધુ મહેનત થયા બાદ ફળ મળે, કામકાજમા ધીરજ અને સમજણનો વ્યવહારુ અભિગમ રાખવો જરૂરી છે,  જાહેરજીવનમા તમને લોકો વચ્ચે થોડી મજાકમસ્તી કરવાની વૃતિ વધુ જાગે, ઘરમાકે નજીકના સગાસ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયુ હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે, વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, તમારો મોભો,પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે.


કોઇપણ પ્રકારની મિલનમુલાકાત સફળ થઈ શકે છે, પાડવા,વાગવા કે લાપસવા જેવી બાબત ઉપરાંત શરદી,ઉધરસ, તાવ,ઇન્ફેકશન લાગવા જેવી બાબતથી તકેદારી રાખવી, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવાની જરૂર છે જેથી કોઈની ખોટીવાતમા દોરવાઈ ના જવાય, વેપારના કામકાજમા ધીરજ અને તકેદારી રાખવી જરૂરી છે, સલાહ, ઠપકો કે કઈપણપ્રકારનુ માર્ગદર્શન કોઈને આપતા પહેલા વિચાર કરવો જરૂરી છે કે તેમા તેને કોઈ ગેરસમજ ના થઇ જાય.


રોકાણ માટે કે નવાકોઇપણ આયોજન માટે સમય સાથ આપી શકે છે, યાત્રાકે જાત્રા થાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. તમારામા ધાર્મિકભાવના વધુ જાગે અને લોકકલ્યાણના વિચારો આવે,  સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા અઘરો પડતો હોયતો તે વિષય શીખવામા વધુમહેનત કરવાથી સારા  ફળની પ્રાપ્તિ થઇ શકે છે, વેપારના કામકાજમા લાભની કોઈવાત બની શકે છે,  લગ્નમાટેની વાતચીત ગોઠવવી અને તેમા મિલનમુલાકાત કરવી ફાયદાકારક બની શકે છે.


તમારા સંબંધને મજબુત રાખવા પ્રયત્ન કરવા પડે, કામકાજમા વ્યસ્તતા અને માનસિકથાકની લાગણી અનુભવો, કામકાજમા સમયનો વ્યય પણ વધુ થઇ શકે તેમજ કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે, ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવુ વધુ યોગ્ય છે, વેપારમા કામકાજ દરમિયાન નિર્ણયશક્તિનો થોડો અભાવ દેખાવ પરંતુ કામકાજ થઇ શકે. ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થઈ શકે છે માટે તકેદારી રાખવી.


પરિવાર, સહ-કર્મચારી સાથે સુમેળ થોડો ઓછો જોવા મળે માટે વાર્તાલાપ અને વર્તણુકમા યોગ્યગણતરી રાખવી સલાહભરી છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમારી જૂની મિલનમુલાકાતની યાદી બનાવી તેમા કામ કરવાથી લાભ થઈ શકે છે. મુસાફરીનુ આયોજન થઈ શકે છે, પેટ,અપચાની તકલીફ બાબતે તકેદારી રાખવી, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય અને કોઈ સામાજિકકે ધાર્મિકકામકાજમા જોડાવાની વૃતિ વધુ જાગે.


મુસાફરી થઈ શકે છે અને તેમા ધાર્યા કરતા વધુ ખર્ચા થાય, અધ્યાત્મિકપ્રવચનો સાંભળવાના યોગ વધુ છે, વિદ્યાર્થીવર્ગને ધારીસફળતા માટે વધુ મહેનત કરવી પડે તેથી મગજમાં વધુ વિચારો માનસિકથાક આપે તેવું બની શકે છે. નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, નાણાકીય આયોજન સારુ થાય,  વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછું થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે.


નવી કાર્યપ્રણાલીથી લાભ થાય, માનસિકચિંતા હળવી કરવા તમે મનોરંજન અને ઈતરપ્રવૃત્તિમાં મન વધુ લગાવો તેવુ બની શકે છે, જૂનીયાદથી ઘણા લાગણીશીલ બનો, સામાજિક,ધાર્મિક પ્રસંગમાં તમારી હાજરી પ્રભાવી બની શકે છે. વેપારના કામકાજમા ઉત્સાહ થોડો ઓછો  જોવા મળે તેવુ બની શકે છે. જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરીકે ફેરબદલી કરવામાટે ધીરજ રાખવી, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈવસ્તુ શીખવી હોયતો આ સમયમા પ્રયત્ન કરવો સારો છે. કાયદાકીય બાબતના પ્રશ્નોમા સલાહ સુચન બાદ આગળ વધવુ.

રાશિ ભવિષ્ય 25/05/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસમાં તમને ઉત્સાહ જોવા મળી શકે છે, અંગતમિત્રો સાથેની વાર્તાલાપમાં સારોસમય પસાર થાય તેમાં જુનાસ્મરણ તાજા થાય અને તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામ કરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળે, ધાર્મિકસ્થાનની મુલાકાત થઈ શકે છે.


આજે સગાસ્નેહી,જુનાપરિચિત સાથે મિલન મુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજ થાય તેવા યોગ છે, કામકાજ કે ઈતરપ્રવૃત્તિના કારણે આરોગ્ય બાબતે થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુ અભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના ભોગ પણ બની શકો છે.


આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટી મુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્ય માટેના શુભ પ્રસંગ અંગે ચર્ચા વિચારણા પણ થાય, વડીલવર્ગ સાથે અતિ ઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખવું.


આજે તમને થોડો માનસિકથાક કે કારણ વગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી,ખાંસી,તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. શાંતિથી દિવસ પસાર કરવો.


આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુના અટકેલા કામ પુરા કરવા માટે પ્રયત્ન કરવો સારો કહી શક્ય જેમાં સારો પ્રતિભાવ જોવા મળી શકે છે, ક્યાય દાન દક્ષિણા આપવાના યોગ પણ બની રહ્યા છે.


આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાયકે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે. તમને કોઈની મજાકમશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, નાનાઅંતરની મુસાફરી થઈ શકે છે. તમે આજે મિત્રોના કોઈ કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે, ધાર્મિકસ્થળની મુલાકાત થાય અને તેમાં તમારું મન સારું પ્રસન્ન રહે તેવું બની શકે છે.


આજે થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર આબાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. મિત્રોકે ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું, પ્રભુભક્તિમાં સમય વધુ પસાર કરવાની ઈચ્છા થાય અને ધાર્મિકસ્થળની મુલાકાત કરવાથી મનને શાંતિ પણ મળે.


આજે મિત્રો સાથે સારો સમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. લાગણીભર્યા જુનાસંબંધ અચાનક યાદ આવી શકે છે. કોઈ કાર્ય બાબતની ક્યાય મિલનમુલાકાત થવાથી તમને સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.


આજે થોડાક માનસિક વિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, કોઈ જરૂરિયાત વાળી વ્યક્તિને યથાશક્તિ દાન આપવું ઇચ્છનીય છે, પ્રભુમાં ચિત્ત રાખવું યોગ્ય કહી શકાય.


આજે કોઈ ધાર્મિક સ્થળકે સામાજિક પ્રસંગ માટેની મુલાકાત થઈ શકે છે, જાહેરજીવનમાં તમારો મોભો સારો વર્તાય, આજે તમારું વર્ચસ્વ તમાર કામ અને આવડત પર સારું જોવા મળે. યુવાવર્ગને પોતાની પસંદગીની કોઈ વાત સંભાળવા મળે કે જાણવા મળી શકે છે, નાનાઅંતરની મુસાફરી પણ થઈ શકે છે.


આજે એકલા હાથે ઘણા કામ કરવાના આવે તેવું બની શકે છે તેમાં તમને અન્યનો સાથ ઓછો જોવા મળે તેના કારણે તમે કામ ટાળવાની વૃતિ જાગે અને આરામ કરવાનું મન વધુ થાય, ક્યાંક આકામિકનાણાકીય ખર્ચ આવી શકે છે, મિલનમુલાકાતકે હરવાફરવામાં ઉમંગનો અભાવ જોવા મળી શકે છે.

પંચાંગ 25/05/2020