કોરોનાના નવા 6977 કેસ અને 154 લોકોના મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,38,845એ પહોંચી છે. આની સાથે ભારત આજે સૌથી વધુ સંક્રમિત દેશોની યાદીમાં 10મા ક્રમાંકે પહોંચી ગયો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં કોરોનાના 6977 નવા કેસ સામે આવ્યા છે, જે સતત ચોથા દિવસે સૌથી વધુ વધારો છે. પાછલા 24 કલાકમાં 154 લોકોનાં મોત થયાં છે. અત્યાર સુધીમાં આ વાઇરસથી 4021 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. જોકે આ બીમારીમાંથી અત્યાર સુધી 57,721 લોકો ઠીક પણ થઈ ચૂક્યા છે. હાલમાં સક્રિય કેસોની સંખ્યા 77,103 છે. રિકવરી રેટ 41.57 ટકાએ પહોંચ્યો છે.

દેશમાં મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના સૌથી વધુ કેસો નોંધાયા છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના કુલ મામલા 50,000ને પાર પહોંચ્યા છે. ત્યાર બાદ તામિલનાડુ અને ગુજરાતનો નંબર છે. દિલ્હી ચોથા સ્થાને છે.

ટોપ 10 દેશોમાં ભારત સામેલ

દેશમાં કોરોના વાઇરસનો પહેલો કેસ 30 જાન્યુઆરીએ આવ્યો હતો. ત્યારથી અત્યાર સુધી આશરે 1,38,845 લોકો સંક્રમિત થયા છે. ભારત સંક્રમિતો દેશોની યાદીમાં ટોપ 10માં સામેલ થયો છે. આ યાદીમાં અમેરિકા ટોપ પર છે.ત્યાર બાદ બ્રાઝિલ, રશિયા, સ્પેન, બ્રિટન, ઇટાલી, ફ્રાન્સ, જર્મની અને તુર્કી છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]