અમદાવાદ: ઇદની ઉજવણી કોરોના વાયરસને કારણે ફિક્કી

અમદાવાદ: શહેરનો કોટ વિસ્તાર કોરોનાની મહામારીને કારણે નો-એન્ટ્રી ઝોન, પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરી દેવામાં આવ્યો છે. શહેરની મધ્યમાં મુસ્લિમ સમાજની વસ્તી પણ વધારે છે. સોમવાર, 25 મેના રોજ રમજાન ઇદની ઉજવણી કોરોના વાયરસને કારણે ફિક્કી જોવા મળી.

જૂના-નવા અમદાવાદ શહેર માં આવેલી મોટાભાગની મસ્જિદોમાં સ્વાસ્થ્ય અને સાવચેતીના ધ્યાનમાં રાખીને તાળા મારી દેવામાં આવ્યા છે. જુમ્મા મસ્જિદ, સીદી સૈયદની જાળી જેવી અનેક ઐતિહાસિક મસ્જિદોમાં થતી નમાજ અને ઇદનું મિલન મોકૂફ રાખી લોકો ઘરે જ રહ્યા હતા.

રમજાન ઇદને કારણે શહેર ના મુસ્લિમ બહુમતિ વાળા વિસ્તારોમાં પોલીસ, હોમગાર્ડઝ. પેરામિલિટરી ફોર્સ, એસ.આર.પી.,નો વિશેષ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સુરક્ષા અને સાવચેતીના ભાગરુપે પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)