Home Blog Page 4749

ટ્રમ્પની ધરપકડનું ઈરાને કાઢ્યું વોરન્ટ; પકડવા ઈન્ટરપોલની મદદ માગી

તહેરાનઃ બગદાદમાં કરાયેલા ડ્રોન હુમલામાં એક ટોચના ઇરાની જનરલના નિપજેલા મોત બદલ ઇરાને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અન્ય લોકોની ધરપકકડ માટે વોરન્ટ જારી કર્યું છે અને એના માટે ઇન્ટરપોલની મદદ માગી છે. એક સ્થાનિક ફરિયાદીએ આ માહિતી આપી છે. ઇરાનના આ પગલાથી ટ્રમ્પની ધરપકડ થવાનું કોઈ જોખમ તો નથી, પરંતુ આ આરોપથી ઇરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધી રહ્યો હોવાનું સ્પષ્ટ થાય છે.  

ઇરાન અને વિશ્વના અગ્રણી દેશોની સાથે પરમાણુ સમજૂતીથી ટ્રમ્પના અલગ થઈ ગયા પછી બંને દેશો વચ્ચે તંગદિલીમાં વધારો થયો છે. તહેરાનના ફરિયાદી અલી અલકાસીમહરે કહ્યું હતું કે ઇરાને ગઈ ત્રીજી જાન્યુઆરીએ બગદાદમાં થયેલા હુમલામાં ટ્રમ્પ અને 30થી વધુ અન્ય લોકો સામેલ હોવાનો આરોપ મૂક્યો છે. તે હુમલામાં જનરલ કાસિમ સુલેમાનીનું મોત થયું હતું.

અલકાસીમરે ટ્રમ્પ સિવાય અન્ય કોઈની ઓળખ નથી કરી, પણ તેણે ભાર દઈને કહ્યું છે કે ટ્રમ્પનો કાર્યકાળ પૂરો થયા પછી પણ ફરિયાદ જારી રાખશે.  ફ્રાંસના લિયોનમાં સ્થિત ઇન્ટપોલને ટિપ્પણી આપવા માટે વિનંતી કરવામાં આવી છે, પણ એણે કોઈ જવાબ નહોતો આપ્યો. એવી સંભાવના નથી કે ઇન્ટરપોલ ઇરાનની વિનંતીને સ્વીકારશે, કેમ કે એના દિશા-નિર્દેશ અનુસાર એ કોઈ રાજકીય મામલે હસ્તક્ષેપ ના કરી શકે.

અમેરિકાએ હવાઈ હુમલામાં કાસિમ સુલેમાનીને માર્યો હતો

અમેરિકા અને ઇરાનની વચ્ચે ટેન્શનને કારણે અમેરિકાએ સૈન્ય કાર્યવાહી કરી હતી. આ દરમ્યાન અમેરિકી સ્ટ્રાઇકમાં ઇરાની રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC)ના વરિષ્ઠ જનરલ અને કુદ્સ ફોર્સ કમાન્ડર કાસિમ સુલેમાનીનું મોત થયું હતું. એની સાથે ઇરાકમાં ઇરાન સમર્થિત પોપ્યુલર મોબલાઇઝેશન ફોર્સના કમાન્ડર અબુ મેહંદી અલ મુંહદીસ પણ માર્યો ગયો હતો.

જાસૂસી ઓપરેશન્સનો વડો હતો જનરલ સુલેમાની

રિવોલ્યુશનરી ગાર્ડ઼ ઇરાની સશસ્ત્ર સેનાનું અંગ છે. જોકે અમેરિકાએ એપ્રિલ, 2019માં એને આતંકવાદી સંગઠન જાહેર કરી દીધું હતું. જોકે જનરલ સુલેમાનીનું મોતનું કારણ અમેરિકી કાર્યવાહી હતી, જે એક રેર ઘટના હતી, જેમાં કોઈ દેશના સૈન્ય કમાન્ડરને ઠાર કરવામાં આવ્યો હોય. જનરલ સુલેમાનીને IRGCના વિદેશોમાં ચાલી રહેલાં જાસૂસી ઓપરેશન્સ ને ઇરાન સમર્થિત જૂથોના સંચાલનનો વડો હતો.

રેડ કોર્નરનો અર્થ

આ નોટિસ અપરાધીઓની ધરપકડ અથવા અન્ય પ્રત્યાર્પણને હાંસલ કરવા માટે જારી કરવામાં આવે છે. રેડ કોર્નર નોટિસની મદદથી ધરપકડ કરવામાં આવેલા અપરાધીને તેના દેશમાં મોકલવામાં આવે છે, જ્યાં તેણે ગુનો કર્યો હોય છે. ત્યાં જ તેના દેશના કાયદા મુજબ તેના પર કેસ ચાલે છે અને સજા આપવામાં આવે છે. જે વ્યક્તિની સામે ઇન્ટરપોલે રેડ કોર્નર નોટિસ જારી કરી છે. ઇન્ટરપોલ એ વ્યક્તિની ધરપકડ કરવા માટે કોઈ સભ્ય દેશને મજબૂર ના કરી શકે.

લાંબી રજા બાદ ટીવી સિરિયલોનું શૂટિંગ ફરી શરૂ…

કોરોના વાઈરસ બીમારીના ચેપને કારણે 25 માર્ચથી લાગુ કરાયેલા દેશવ્યાપી લોકડાઉનને કારણે મનોરંજન જગતની તમામ પ્રવૃત્તિઓ બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ હવે સરકાર ઘોષિત ‘અનલોક’ને પગલે જ મુંબઈમાં ટીવી સિરિયલોનું શૂટિંગ ફરી શરૂ કરવામાં આવ્યું છે. લોકપ્રિય હિન્દી સિરિયલ ‘ભાભીજી ઘર પર હૈં’નું મુંબઈના સ્ટુડિયોમાં 29 જૂન, સોમવારથી શૂટિંગ શરૂ કરાયું છે. એ માટે સરકાર દ્વારા ઘોષિત આરોગ્યને લગતી તમામ કાળજી અને સાવધાની રાખવામાં આવી રહી છે.

આયર્લેન્ડમાં ભારતીય મૂળના લિયો વરાડકર બન્યા નાયબ વડાપ્રધાન

લંડન: આયર્લેન્ડના ભારતીય મૂળના વડાપ્રધાન લિયો વરાડકરએ માઈકલ માર્ટિન સાથે ઐતિહાસિક સમજૂતી કર્યા પછી એમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. વડાપ્રધાન બનવા માટે માર્ટિનનો માર્ગ મોકળો કરી આપવા માટે વરાડકરે ત્યાગપત્ર આપ્યું છે. હવે નવી સરકારમાં તેઓ નાયબ વડાપ્રધાન હશે. જોકે, ગઠબંધન સમજૂતી અનુસાર લિયો વરાડકર બે વર્ષ પછી ફરીથી વડા પ્રધાન પદ પર આવી જશે.

લિયો વરાડકર

આયર્લેન્ડમાં વડાપ્રધાન કાર્યાલય પર મુખ્ય બે મધ્યમાર્ગી પક્ષ – વરાડકરનો ફાઈન ગેલ અને માર્ટિનના ફિયાના ફેલનો કબજો છે. આ સપ્તાહે ગ્રીન પાર્ટી સાથે સત્તા વહેંચણી સમજૂતીને પૂર્ણ કરવા માટે તે મહત્વકાંક્ષી જલવાયુ લક્ષ્યો પર સહમત થયા હતા.

માઈકલ માર્ટિન

માર્ટિન ડિસેમ્બર 2022 સુધી આયર્લેન્ડનું નેતૃત્વ કરે તેવી શક્યતા છે. ત્યારપછી વરાડકર પ્રધાનમંત્રી તરીકે ફરીથી સત્તા સંભાળશે. વરાડકરે રવિવારે ટ્વિટ કર્યું હતું કે, આજે નાયબ વડાપ્રધાન તરીકે મારો પ્રથમ દિવસ છે. હું કનૉટ રેન્જર્સનું સ્મરણ કરી રહ્યો છું, જેમણે 100 વર્ષ પહેલા ભારતમાં આયર્લેન્ડની સ્વતંત્રતા માટે અવાજ ઉઠાવ્યો હતો.

પેટ્રોલ-ડિઝલના ભાવ વધારીને નફાખોરી કરવાનું સરકાર બંધ કરેઃ સોનિયા

નવી દિલ્હીઃ પેટ્રોલ-ડિઝલની સતત વધી રહેલી કિંમતને લઈને કોંગ્રેસ પાર્ટી આજે દેશભરમાં દેખાવો કરી રહી છે. મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસનાં અધ્યક્ષા સોનિયા ગાંધીએ એક વિડિયો નિવેદન જારી કરીને સરકારને પેટ્રોલ અને ડિઝલનો ભાવ વધારો પાછો ખેંચવાની માગણી કરી છે. તેમણે કહ્યું છે કે આ મુશ્કેલીનો સમય છે. આવામાં સરકાર નફાખોરી ન કરે. સોનિયા ગાંધીએ આ પહેલાં 16 જૂને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને પેટ્રોલ-ડિઝલની કિંમત વધારવાના નિર્ણયને ખોટો ગણાવ્યો હતો.

એક્સાઇઝ ડ્યૂટીમાં વધારો કરીને 18 લાખ કરોડ રૂપિયાની અતિરિક્ત વસૂલાત

સોનિયાએ આજે વધુમાં કહ્યું હતું કે સરકારની જવાબદારી બને છે કે હાલના મુશ્કેલ સમયમાં એ દેશવાસીઓનો સહારો બને, નહીં કે તેમની મુસીબતોનો લાભ ઉઠાવીને નફાખોરી કરે. છેલ્લા ત્રણ મહિનામાં મોદી સરકારે 22 વાર પેટ્રોલ-ડિઝલની કિંમતમાં વધારો કર્યો છે. 2014 પછી મોદી સરકારે જનતાને ક્રૂડ ઓઇલની ઘટી ગયેલા આંતરરાષ્ટ્રીય ભાવનો લાભ પહોંચાડવાને બદલે પેટ્રોલ-ડિઝલ પર 12 વખત એક્સાઇઝ ડ્યૂટીમાં વધારો કરીને 18 લાખ કરોડ રૂપિયાની વધારાની વસૂલાત કરી છે. જનતાની મહેનતની કમાણીથી પૈસા કાઢીને સરકારી ખજાના ભરવાનું આ તો જીવતું જાગતું ઉદાહરણ છે.

દેશ કોરોના રોગચાળાથી ઝઝૂમી રહ્યો છે

સોનિયા ગાંધીએ કહ્યું છે કે એક તરફ દેશ કોરોના રોગચાળા સામે ઝઝૂમી રહ્યો છે ત્યારે બીજી તરફ પેટ્રોલ-ડિઝલના ભાવવધારાએ ખરાબ વધારે હાલત કરી દીધી છે. દિલ્હી સહિત મોટાં શહેરોમાં પેટ્રોલ-ડિઝલની કિંમત પ્રતિ લિટર 80 રૂપિયાથી વધુ થઈ ગઈ છે. એની સીધી પ્રતિકૂળ અસર ખેડૂત, નોકરિયાત લોકો, દેશના મધ્યમ વર્ગ અને નાના-મધ્યમ વેપારીઓ પર પડી રહી છે. હું સરકાર સમક્ષ માગણી કરું છું કે પેટ્રોલ-ડિઝલની વધેલી કિંમતને પાછી લેવામાં આવે અને માર્ચથી જેટલી એક્સાઇઝ ડ્યુડી વધારવામાં આવી છે, એને પણ પરત લેવામાં આવે.

છેલ્લા 21 દિવસસોથી સતત દેશમાં પેટ્રોલ-ડિઝલની કિંમતમાં વધારો થઈ રહ્યો છે. ગઈ કાલે પેટ્રોલ-ડિઝલની કિંમતને સ્થિર રાખવામાં આવી હતી, પણ આજે એમાં ફરી સામાન્ય વધારો થયો હતો.

AC ટ્રેનોના ડબ્બાઓમાં કોરોના સંક્રમણનો ફેલાવો ઘટશે, જાણો કેમ?

નવી દિલ્હીઃ કોરોના વાઇરસ રોગચાળા વચ્ચે ટ્રેનમાં યાત્રા કરનારાઓ માટે રાહતના સમાચાર છે. હાલના દિવસોમાં ટ્રેનોના એસી ડબ્બાઓમાં યાત્રા દરમ્યાન કોરોના સંક્રમણ ફેલાવવાનું જોખમ રહેતું હોય છે. હવે આ સમસ્યાનું સમાધાન થઈ ગયું છે. રેલવેની એસી ટ્રેનોના ડબ્બાઓમાં હવે ઓપરેશન થિયેટરોની જેમ તાજી હવા મળશે, જેથી સંક્રમણ ફેલાવવાનું જોખમ ઓછું કરી શકાય. અધિકારીઓએ જણાવ્યું હતું કે રેલવે દ્વારા દિલ્હીના માર્ગો પર ચલાવવામાં આવતી 12 મેથી આવ-જા કરતી 15 એસી ટ્રેનોમાં આ પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. આ કોવિડ-19 પછીની સ્થિતિમાં ટ્રેનોનું સંચાલનની રેલવેની તૈયારીઓનો હિસ્સો છે.

ટેક્નિકમાં ફેરફાર કર્યો

અધિકારીઓએ કહ્યું હતું કે ભારતીય રેલવેના એસી ડબ્બામાં લાગેલા રૂફ માઉન્ટેડ એસી પેકેજ (RMPU) પ્રતિ કલાક 16-18 વારથી વધુ હવા બદલે છે, જેવી રીતે ઓપરેશન થિયેટરોમાં થાય છે. પહેલાં આ એસી ટ્રેનોમાં પ્રતિ કલાક છથી આઠ વાર હવા બદલાતી હતી અને ડબ્બામાં છોડાતી 80 ટકા હવા પુનઃ સર્ક્યુલેટેડ હવા હતી, જ્યારે 20 ટકા તાજી હવા હતી.

15 ટકા વધી ગયો વીજવપરાશ

હવામાં ફેરફારની સંખ્યા વધવાની સાથે વીજળીના વપરાશમાં 10થી 15 ટકાનો વધારો થશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે યાત્રીઓની સુરક્ષા માટે આ કિંમત આપવી પડશે. આ નવો ઉપાય છે. એસી જે રીતે કામ કરે છે એમાં એ પુનઃ પરિચાલિત એટલે કે સર્ક્યુલેટેડ હવાનો ઉપયોગ કરે છે, જેથી બોગી જલદી ઠંડી થાય. જ્યારે આપણે તાજી હવાનો ઉપયોગ કરીશું ત્યારે ઠંડી થવામાં થોડો સમય લાગશે, એટલે ઊર્જાનો વધુ વપરાશ થશે.

સેન્ટ્રલાઇઝ્ડ એસીનું તાપમાન વધારી દેવાયું

રેલવે દ્વારા સેન્ટ્રલાઇઝ્ડ એસીનું તાપમાન પણ સામાન્ય રીતે 23 ડિગ્રી સેલ્સિયસથી વધારીને 25 ડિગ્રી સેલ્સિયસ કરી દેવામાં આવ્યું છે, કેમ કે યાત્રીઓને ચાદર આપવામાં નહીં આવે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોગ્ય નિષ્ણાતોની સલાહ પર રેલવેએ કોરોના વાઇરસના સાધારણ કેસો માટે પૃથક ડબ્બાઓ તરીકે બિન એસીવાળા ડબ્બાઓમાં સુધારો કર્યો છે.

રેલવેએ આરોગ્ય મંત્રાલયના દિશા-ર્નિદેશોનું પાલન કર્યું

તેમણે આ બીમારી ફેલાવાથી રોકવા માટે વિશેષ રાજધાની ટ્રેનો પર એસી યુનિટોમાં ફેરફાર કરવાના આરોગ્ય મંત્રાલયના દિશા-નિર્દેશોને લાગુ કર્યા છે. અત્યાર સુધી ચીની સંશોધનકર્તાઓના માત્ર એક અભ્યાસમાં જ એસીથી મોંઢામાં લાળના છાંટાને ફેલાવાવો નિષ્કર્ષ નીકળ્યો છે. બાકી અન્ય અભ્યાસોમાં એસીના ઉપયોગથી કોરોના વાઇરસના પ્રસારની વાત નથી.

મહારાષ્ટ્રમાં લોકડાઉન 31 જુલાઈ સુધી લંબાવી દેવાયું

મુંબઈઃ શહેર તથા મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના વાઈરસના કેસોની સંખ્યા ગંભીર રીતે વધી જતાં આ રોગચાળાનો ફેલાવો રોકવા માટે મહારાષ્ટ્ર સરકારે રાજ્યભરમાં લોકડાઉનની મુદતને ફરી લંબાવવાનો નિર્ણય લીધો છે. સરકારે લોકડાઉનને 31 જુલાઈ સુધી લંબાવી દીધું છે.

ગયા માર્ચ મહિનાથી લાગુ કરાયેલા લોકડાઉનમાં ભાગરૂપે મુંબઈમાં આજથી ‘બે કિલોમીટર’નો નિયમ લાગુ કરવામાં આવ્યો છે, જેથી લોકો બિનજરૂરી રીતે એમના ઘર અને વિસ્તારની બહાર ન નીકળે.

આ નિયમ અનુસાર, લોકોએ એમના ઘેરથી માત્ર 2 કિ.મી. સુધીના જ અંતરના વિસ્તારમાં જ પગપાળા કે વાહન દ્વારા અવરજવર કરવી. પોલીસે આ નવા નિયમનો આજે સવારથી સખ્તાઈપૂર્વક અમલ શરૂ કરવા ઠેર ઠેર નાકાબંધી લાગુ કરતાં અસંખ્ય લોકો ફસાઈ ગયા.

મુંબઈ પોલીસ પ્રવક્તા પ્રણય અશોકે ગઈ કાલે જ કહ્યું હતું કે લોકોએ માત્ર ઓફિસમાં જવા માટે કે આવશ્યક કામકાજ માટે અને ઈમરજન્સી સારવાર કરાવવા જેવી સ્થિતિમાં જ ઘરથી બે કિલોમીટર દૂરના સ્થળે જવું. અન્યથા કોઈને પણ બે કિલોમીટરથી આગળ જવાની છૂટ નથી. ચીજવસ્તુઓની ખરીદી કરવા માટે બે કિલોમીટરના દાયરાથી બહાર જવાની સખત મનાઈ છે.

પોલીસો આજે સવારથી દરેક વાહનને રોકીને એના ચાલકને પૂછતા હતા કે ‘બે કિ.મી.થી આગળ શા માટે જવું છે?’ પોલીસો એ માટે ચાલક પાસેથી પ્રૂફ માગતા હતા અને વાજબી ખુલાસો કરવાનું કહેતા હતા. જે લોકો પ્રૂફ આપી શકતા નહોતા એમની પાસેથી દંડ વસુલ કરવામાં આવતો હતો કે એમનું વાહન જપ્ત કરવામાં આવતું હતું. આને પરિણામે હાઈવે સહિતના મુખ્ય માર્ગો પર વાહનવ્યવહાર થંભી ગયો હતો અને વાહનોની લાંબી કતાર લાગી હતી. ‘અનલોક’ને કારણે કામ-ધંધે નીકળેલા લોકો આ મુસીબતને કારણે અટવાઈ ગયા હતા.

ટ્રાફિક જામની સમસ્યા ઉત્તર અને પશ્ચિમ મુંબઈમાં દહિસર ચેક નાકા, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, સ્વામી વિવેકાનંદ રોડ પર તથા મધ્ય અન પૂર્વ ભાગમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, મુલુંડ ચેકનાકા, ચેંબૂર, હિંદમાતા, સાયન જેવા સ્થળો ખાતે જોવા મળી હતી. શહેરમાં એવા અડધો ડઝનથી પણ વધારે સ્પોટ છે.

ટ્રાફિક જામને કારણે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પણ સંપૂર્ણપણે ઉલ્લંઘન થતું જોવા મળ્યું હતું.

પોલીસનું કહેવું છે કે એક તરફ કોરોનાના કેસ વધી રહ્યા છે તે છતાં ઘણા લોકો એમના વાહનોમાં પિકનિકના મૂડમાં ફરતા કે શહેરના રસ્તાઓ પર બિનજરૂરી રીતે ફરતા જોવા મળ્યા હતા એટલે જ સખ્તાઈભર્યો નિયમ લાગુ કરવો પડ્યો છે.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ હજી ગઈ કાલે જ રાજ્યવ્યાપી સંબોધનમાં કહ્યું હતું કે આપણે હવે ફરી લોકડાઉનમાં જવું નથી, પરંતુ જો લોકો મોઢા પર માસ્ક ફરજિયાત પહેરીને ઘરની બહાર નીકળવાના કે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા જેવા નિયમોનું પાલન નહીં કરે અને કોરોના કેસ વધશે તો સખ્તાઈ લાગુ કરવી પડશે.

‘અનલોક’ દરમિયાન લોકોને વ્યાયામ કરવા માટે ખુલ્લા મેદાનમાં કે બગીચામાં જવાની છૂટ આપી છે, પરંતુ હવે પોલીસે કહ્યું છે કે આ છૂટ બે કિલોમીટરથી આગળ જવા માટે નથી. લોકોએ નિવાસસ્થાનની બે કિલોમીટરના અંતરમાં જ આવેલી દુકાનો, બજારો, સલૂન, બ્યુટી પાર્લર કે ઉદ્યાનોમાં જવું. એનાથી બહાર જવું નહીં.

ગયા રવિવારે મુંબઈમાં કોરોનાના નવા 1,287 કેસો નોંધાયા હતા. એમાંથી 156 જણના મૃત્યુ થયા હતા.























નેપોટિઝમ વિવાદઃ મિકા સિંહે જોહર, એકતા, સલમાનને ટેકો આપ્યો

મુંબઈ:  સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પછી બોલીવુડમાં નેપોટિઝમ (સગાવાદ)નો મુદ્દો ચર્ચામાં છે. અનેક બોલીવુડ હસ્તીઓને આ મુદ્દે સોશિયલ મીડિયા દ્વારા ટાર્ગેટ કરવામાં આવી રહી છે. બિહારના એડવોકેટ સુધીર કુમાર ઓઝાએ નિર્માતાઓ – એકતા કપૂર, કરણ જોહર, સંજય લીલા ભણશાલી, સાજીદ નડિયાદવાલા અને સલમાન ખાન સહિત 8 જણ વિરુદ્ધ સુશાંતને આત્મહત્યા માટે મજબૂર કરવાનો આક્ષેપ કરતો કેસ ફાઈલ કર્યો છે. કેટલાક બોલીવુડ સિતારાઓનું કહેવું છે કે, આ લોકોએ જ ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝમને પ્રોત્સાહન આપ્યું છે. નેપોટિઝ્મ મુદ્દે હવે ગાયક મિકા સિંહે એક ઈન્ટરવ્યુ મારફતે પોતાના વિચારો રજૂ કર્યા છે.

મિકા સિંહે એકતા કપૂર, સલમાન ખાન, કરણ જોહરથી લઈને સંજય લીલા ભણશાલી અને ભૂષણ કુમારનું સમર્થન કર્યું છે. મિકાએ કહ્યું કે, સલીમ ખાન એક સારા સ્ક્રીનરાઈટર છે. સલીમ ખાન ઘણી મહેનત કરીને અહીં સુધી પહોંચ્યા છે અને તેમના પુત્રો – સલમાન, અરબાઝ અને સોહેલ – એ આ ઈન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવી છે, તો આ લોકોને નેપોટિઝમ વિવાદમાં જોડવા ન જોઈએ. તો કરણ જોહર અંગે વાત કરતા મિકા એ કહ્યું કે, કરણ સાથે મારો વ્યક્તિગત વ્યવહાર સારો ન હતો, મેં તેમના પર અનેક વખત ખોટી ટિપ્પણીઓ કરી છે. તેમ છતાં કરણે તેમની ફિલ્મોમાં મને ગાવાની તક આપી છે.

મિકાએ એમ પણ કહ્યું કે પોતે વાતથી નારાજ છે કે સુશાંતના કેસમાં એકતા કપૂરને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. કારણ કે એક્તાએ જ સુશાંતને પ્રાઈમ ટાઈમ શો (પહેલો – કિસ દેશ મેં હૈ મેરા દિલમાં સેકન્ડ લીડ અને પછી પવિત્ર રિશ્તામાં લીડ)થી મોટો બ્રેક આપ્યો હતો. જ્યારે એકતાએ આટલો મોટો બ્રેક આપ્યો તો પછી તેને ટાર્ગેટ કઈ રીતે કરી શકાય. મિકા સિંહે સુશાંતની આત્મહત્યાને લઈને કહ્યું કે, સુશાંત ટેલેન્ટેડ અભિનેતા હતો. તેણે આવું શા માટે કર્યું એ અંગે મને જાણકારી નથી પણ જે લોકો સોશિયલ મિડિયા પર વગર જાણ્યે અન્ય લોકો પર આરોપ લગાવી રહ્યા છે તે ખોટું છે.

મિકા સિંહે સોનુ નિગમ વિશે વાત કરતા કહ્યું કે, સોનુ નિગમ આજે ભૂષણ કુમાર પર ગુસ્સો ઠાલવી રહ્યો છે પણ આવનારા દિવસો ફરી બંને એક થઈ જશે. સોનુ નિગમને સ્ટાર ગાયક બનાવનાર ભૂષણ કુમારના પિતા ગુલશન કુમાર છે. જોકે સોનુની સફળતા પાછળ તેની મહેનત પણ છે પણ આજે ભૂષણ કુમારે તેને કામ ન આપ્યું તો તે નારાજ થઈ ગયો.

કોરોનાના નવા 19,459 કેસ, 380નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 19,459 નવા કેસ સામે આવ્યા છે, જે અત્યાર સુધી સૌથી વધુ છે. પાછલા 24 કલાકમાં 380 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 5,48,318 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 16,475 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 3,21,722 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 2,10,120એ પહોંચી છે. રિકવરી રેટ 58.67 ટકાએ પહોંચ્યો છે.  

વિશ્વમાં ચોથો પ્રભાવિત દેશ

કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત વિશ્વનો ચોથો સૌથી પ્રભાવિત દેશ છે. અમેરિકા, બ્રાઝિલ, રશિયા પછી કોરોના રોગચાળાથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં ભારત ચોથા સ્થાને છે. ભારતથી વદુ કોરોનના કેસ અમેરિકા (26,37,039), બ્રાઝિલ (13,45,254) અને રશિયા (6,34,437)માં છે. જોકે ભારતમાં કોરોના કેસ વધવાની ઝડપની દ્રષ્ટિએ ત્રીજા નંબરે છે. અમેરિકા અને બ્રાઝિલ પછી એક દિવસમાં સૌથી વધુ કેસ ભારતમાં નોંધાયા છે.

સક્રિય કેસ મામલે ટોચનાં પાંચ રાજ્યો

આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં હાલ 2,10,000 કોરોનાના સક્રિય કેસ છે. સૌથી વધુ સક્રિય કેસો મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં 68,000થી વધુ સંક્રમિતોની હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. ત્યાર બાદ દિલ્હીમાં, તામિલનાડુ, ગુજરાત અને પાંચમા ક્રમે પશ્ચિમ બંગાળ છે. આ પાંચ રાજ્યોમાં સક્રિય કેસો સૌથી વધુ છે.

વિશ્વમાં કોરોનાથી એક કરોડથી વધુ લોકો કોરોના સંક્રમિત

વિશ્વમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 5,04,410 લોકોનાં મોત થયાં છે અને અત્યાર સુધી કોરોના સંક્રમિતોની સંખ્યા 1,02,43,858 પહોંચી છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

કોવિડ-19ને લીધે સપ્ટેમ્બર પહેલાં ચાર ધામ યાત્રા શરૂ ના થવી જોઈએઃ તીર્થ પુરોહિત  

દહેરાદૂનઃ ચાર ધામ દેવસ્થાનમ બોર્ડે એક જુલાઈથી યાત્રા શરૂ કરવાનો તીર્થ પુરોહિત મહાપંચાયતે વિરોધ શરૂ કર્યો છે. સરકાર પર તીર્થ પુરોહિતોને વિશ્વાસમાં લીધા વિના જ નિર્ણય લેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. મહાપંચાયતનો તર્ક છે કે અત્યારે ચારો ધામોમાં કોઈ પણ પ્રકારની કોઈ વ્યવસ્થા નથી. આવામાં સપ્ટેમ્બર પહેલાં યાત્રા શરૂ કરવાના ના આવવી જોઈએ.

ચાર ધામોમાં આરોગ્યની સુવિધાઓ છે?

મહાપંચાયતના અધિકારીઓનું કહેવું છે કે સરકારે સ્પષ્ટ કર્યું છે કે 30 જૂન પછી પરિસ્થિતિઓને લઈને તીર્થ પુરોહિતોથી પહેલાં વાતચીત થશે. તેમનો મત લેવામાં આવશે, ત્યાર બાદ કોઈ અંતિમ નિર્ણય થશે. તેમ છતાં સરકારે પોતાની જાતે નિર્ણય લઈ લીધો છે. મહાપંચાયતના મહાસચિવ હરીશ ડિમરીએ કહ્યું હતું શું ચારધામોમાં આરોગ્યની સુવિધાઓ છે? શું સરકાર કોવિડ-19ને લઈને કેન્દ્ર સરકારની ગાઇડલાઇનનું પાલન કરાવવાની સ્થિતિમાં છે?

ડોક્ટર નથી, ફાર્માસિસ્ટ પણ નથી

ડોક્ટર નથી, ફાર્માસિસ્ટ પણ નથી, ગૌરીકુંડથી કેદારનાથ અને જાનકી ચટ્ટીથી યમુનોત્રી સુધી પગપાળા માર્ગમાં ડંડી કંડી, ઘોડા ખચ્ચર સહિત રહેવાની અને ખાવાની કોઈ વ્યવસ્થા નથી. આવામાં સરકાર કયા આધારે યાત્રા શરૂ કરવાની વાત કરી રહી છે. લોકોએ હજી સુધી પોતાનાં ઘરો, હોટલ, લોજ, ધર્મશાળાઓનું સમારકામ, જાળવણી નથી કર્યું, આવામાં કેવી રીતે યાત્રા શરૂ થશે?

અત્યાર સુધી નાયબ રાવલ નથી પહોંચ્યા

મહાપંચાયતના અધ્યક્ષ કૃષ્ણકાંત કોટિયાલે જણાવ્યું હતું કે અત્યાર સુધી બદરીનાથ ધામમાં નાયબ રાવલ કેરળથી નથી પહોંચ્યા, જયારે યાત્રા શરૂ થવાને દોઢ મહિનો થઈ રહ્યો છે. આવામાં મુખ્ય રાવલની તબિયત ખરાબ થઈ જાય અથવા કોઈ અન્ય મુશ્કેલી આવે તો એ પરિસ્થિતિમાં કેવી રીતે પૂજા પ્રક્રિયા પૂરી થશે?  કેમ અત્યાર સુધી દેવસ્થાનમ બોર્ડ જ નાયબ રાવલ આવશે કે નહીં એ જ નક્કી નથી કરી શક્યું.

ડોક્ટર તો દૂર દવાની એક ગોળી સુધ્ધાં નથી

સરકાર જણાવે કે હનુમાન ચટ્ટી, જાનકી ચટ્ટી ક્ષેત્રમાં કોઈ યાત્રી કોરોના પોઝિટિવ મળી આવે તો તેને ક્વોરોન્ટાઇન કરવાથી માંડીને એની સારવારની વ્યવસ્થા ત્યાં શું છે? હોસ્પિટલોમાં ડોક્ટર તો દૂર દવાની એક ગોળી સુધ્ધાં નથી. કયા આધારે સરકાર એક જુલાઈથી યાત્રા શરૂ કરવાનો દંભ કરી રહી છે, એમ ચારધામ તીર્થ પુરોહિત મહાપંચાયતના અધ્યક્ષ કૃષ્ણકાંત કોટિયાલે જણાવ્યું હતું.

સરકાર ચાર ધામની યાત્રા માટે બે મહિના રાહ જુએ

સરકાર માટે સારું એ જ રહેશે કે ચાર ધામની યાત્રા માટે બે મહિના રાહ જુએ. સપ્ટેમ્બર શરૂ થવા પર જો કોરોના સંક્રમણની સ્થિતિ સુધરશે  તો યાત્રા શરૂ કરવાનો વિચાર કરે. હાલની પરિસ્થિતિમાં યાત્રા શરૂ કરવી યોગ્ય નથી, એમ શ્રી પાંચ મંદિર સમિતિ-ગંગોત્રી ધામના અધ્યત્ર સુરેશ સેમવાલે કહ્યું હતું.

ચારધામોમાં ના રહેવા-કરવાની અને ખાવાની સુવિધા

ચાર ધામોમાં ના રહેવા-કરવાની અને ખાવાની સુવિધા છે અને આરોગ્યની સુવિધાઓ પણ સારી નથી, જે કોરોના સંક્રમણના સમયે સૌથી વધુ સારી હોવી જોઈએ, વળી, ડંડી, કંડી, ઘોડા, ખચ્ચરવાળા લોકો પણ નથી, એમ  યમુનોત્રી મંદિર સમિતિના સચિવ જગમોહન ઉનિયાલે કહ્યું હતું.

યાત્રા શરૂ ના થવી જોઈએ. આમાં યાત્રા માર્ગથી જોડાયેલાં ગામોમાં સંક્રમણ પ્રસરવાનું જોખમ વધશે. યાત્રા માર્ગ પર અત્યારે કોઈ વ્યવસ્થા નથી. લોકો પણ તૈયાર નથી. કેદાર સભા આનો વિરોધ કરશે, એમ શ્રી કેદાર સભાના અધ્યક્ષ વિનોદ શુક્લાએ કહ્યું હતું.

 

 

પ્યારની વાત – ૨૯ જૂન, ૨૦૨૦

પ્યારની વાત – ૨૯ જૂન, ૨૦૨૦