કોવિડ-19ને લીધે સપ્ટેમ્બર પહેલાં ચાર ધામ યાત્રા શરૂ ના થવી જોઈએઃ તીર્થ પુરોહિત  

દહેરાદૂનઃ ચાર ધામ દેવસ્થાનમ બોર્ડે એક જુલાઈથી યાત્રા શરૂ કરવાનો તીર્થ પુરોહિત મહાપંચાયતે વિરોધ શરૂ કર્યો છે. સરકાર પર તીર્થ પુરોહિતોને વિશ્વાસમાં લીધા વિના જ નિર્ણય લેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. મહાપંચાયતનો તર્ક છે કે અત્યારે ચારો ધામોમાં કોઈ પણ પ્રકારની કોઈ વ્યવસ્થા નથી. આવામાં સપ્ટેમ્બર પહેલાં યાત્રા શરૂ કરવાના ના આવવી જોઈએ.

ચાર ધામોમાં આરોગ્યની સુવિધાઓ છે?

મહાપંચાયતના અધિકારીઓનું કહેવું છે કે સરકારે સ્પષ્ટ કર્યું છે કે 30 જૂન પછી પરિસ્થિતિઓને લઈને તીર્થ પુરોહિતોથી પહેલાં વાતચીત થશે. તેમનો મત લેવામાં આવશે, ત્યાર બાદ કોઈ અંતિમ નિર્ણય થશે. તેમ છતાં સરકારે પોતાની જાતે નિર્ણય લઈ લીધો છે. મહાપંચાયતના મહાસચિવ હરીશ ડિમરીએ કહ્યું હતું શું ચારધામોમાં આરોગ્યની સુવિધાઓ છે? શું સરકાર કોવિડ-19ને લઈને કેન્દ્ર સરકારની ગાઇડલાઇનનું પાલન કરાવવાની સ્થિતિમાં છે?

ડોક્ટર નથી, ફાર્માસિસ્ટ પણ નથી

ડોક્ટર નથી, ફાર્માસિસ્ટ પણ નથી, ગૌરીકુંડથી કેદારનાથ અને જાનકી ચટ્ટીથી યમુનોત્રી સુધી પગપાળા માર્ગમાં ડંડી કંડી, ઘોડા ખચ્ચર સહિત રહેવાની અને ખાવાની કોઈ વ્યવસ્થા નથી. આવામાં સરકાર કયા આધારે યાત્રા શરૂ કરવાની વાત કરી રહી છે. લોકોએ હજી સુધી પોતાનાં ઘરો, હોટલ, લોજ, ધર્મશાળાઓનું સમારકામ, જાળવણી નથી કર્યું, આવામાં કેવી રીતે યાત્રા શરૂ થશે?

અત્યાર સુધી નાયબ રાવલ નથી પહોંચ્યા

મહાપંચાયતના અધ્યક્ષ કૃષ્ણકાંત કોટિયાલે જણાવ્યું હતું કે અત્યાર સુધી બદરીનાથ ધામમાં નાયબ રાવલ કેરળથી નથી પહોંચ્યા, જયારે યાત્રા શરૂ થવાને દોઢ મહિનો થઈ રહ્યો છે. આવામાં મુખ્ય રાવલની તબિયત ખરાબ થઈ જાય અથવા કોઈ અન્ય મુશ્કેલી આવે તો એ પરિસ્થિતિમાં કેવી રીતે પૂજા પ્રક્રિયા પૂરી થશે?  કેમ અત્યાર સુધી દેવસ્થાનમ બોર્ડ જ નાયબ રાવલ આવશે કે નહીં એ જ નક્કી નથી કરી શક્યું.

ડોક્ટર તો દૂર દવાની એક ગોળી સુધ્ધાં નથી

સરકાર જણાવે કે હનુમાન ચટ્ટી, જાનકી ચટ્ટી ક્ષેત્રમાં કોઈ યાત્રી કોરોના પોઝિટિવ મળી આવે તો તેને ક્વોરોન્ટાઇન કરવાથી માંડીને એની સારવારની વ્યવસ્થા ત્યાં શું છે? હોસ્પિટલોમાં ડોક્ટર તો દૂર દવાની એક ગોળી સુધ્ધાં નથી. કયા આધારે સરકાર એક જુલાઈથી યાત્રા શરૂ કરવાનો દંભ કરી રહી છે, એમ ચારધામ તીર્થ પુરોહિત મહાપંચાયતના અધ્યક્ષ કૃષ્ણકાંત કોટિયાલે જણાવ્યું હતું.

સરકાર ચાર ધામની યાત્રા માટે બે મહિના રાહ જુએ

સરકાર માટે સારું એ જ રહેશે કે ચાર ધામની યાત્રા માટે બે મહિના રાહ જુએ. સપ્ટેમ્બર શરૂ થવા પર જો કોરોના સંક્રમણની સ્થિતિ સુધરશે  તો યાત્રા શરૂ કરવાનો વિચાર કરે. હાલની પરિસ્થિતિમાં યાત્રા શરૂ કરવી યોગ્ય નથી, એમ શ્રી પાંચ મંદિર સમિતિ-ગંગોત્રી ધામના અધ્યત્ર સુરેશ સેમવાલે કહ્યું હતું.

ચારધામોમાં ના રહેવા-કરવાની અને ખાવાની સુવિધા

ચાર ધામોમાં ના રહેવા-કરવાની અને ખાવાની સુવિધા છે અને આરોગ્યની સુવિધાઓ પણ સારી નથી, જે કોરોના સંક્રમણના સમયે સૌથી વધુ સારી હોવી જોઈએ, વળી, ડંડી, કંડી, ઘોડા, ખચ્ચરવાળા લોકો પણ નથી, એમ  યમુનોત્રી મંદિર સમિતિના સચિવ જગમોહન ઉનિયાલે કહ્યું હતું.

યાત્રા શરૂ ના થવી જોઈએ. આમાં યાત્રા માર્ગથી જોડાયેલાં ગામોમાં સંક્રમણ પ્રસરવાનું જોખમ વધશે. યાત્રા માર્ગ પર અત્યારે કોઈ વ્યવસ્થા નથી. લોકો પણ તૈયાર નથી. કેદાર સભા આનો વિરોધ કરશે, એમ શ્રી કેદાર સભાના અધ્યક્ષ વિનોદ શુક્લાએ કહ્યું હતું.