નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અનલોક-3 માટેની માર્ગદર્શિકા જારી કરી દીધી છે. એ ગાઇડલાઇન્સ પ્રમાણે બહારની કામગીરીને મોટા ભાગે ખોલવામાં આવી છે. એની સાથે કન્ટેનમેન્ટ ઝોન સિવાયના બાકીના હિસ્સાઓમાં રાત્રિ કરફ્યુ પણ હટાવવામાં આવશે. જોકે સ્કૂલ-કોલેજ અને કોચિંગ ક્લાસિસ 31 ઓગસ્ટ સુધી બંધ રહેશે.
યોગ સંસ્થાઓ અને જિમને પાંચ ઓગસ્ટથી ખોલવાની મંજૂરી

રાત્રિ દરમ્યાન આવ-જા પરનો પ્રતિબંધ (રાત્રિ કરફ્યુ) દૂર કરવામાં આવ્યો છે. યોગ સંસ્થાઓ અને જિમને પાંચ ઓગસ્ટથી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. આ જગ્યાઓ પર માસ્ક અને સામાજિક અંતરનું પાલન કરીને લોકો જઈ શકશે. સ્વતંત્ર્યતા દિવસના કાર્યક્રમમાં પણ લોકો સામાજિક અંતરનું પાલન કરીને સામેલ થઈ શકશે.
આંતરરાષ્ટ્રીય હવાઈ યાત્રાની મંજૂરી

વંદે ભારત મિશન હેઠળ સીમિત પ્રકારે પેસેન્જરોને આંતરરાષ્ટ્રીય હવાઈ યાત્રાની મંજૂરી આપવામાં આવી છે.
નીચેની પ્રવૃત્તિઓ છોડીને બાકીની બધી કામગીરી માટે બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવી છે.
|
દેશનાં બધાં કન્ટેનમેન્ટ ઝોનની નિગરાની કેન્દ્ર સરકાર કરશે. રાજ્ય સરકારોને કન્ટેનમેન્ટ ઝોનની બહાર પ્રવૃત્તિઓ પર નિર્ણય લેવાનો રહેશે. રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ કન્ટેનમેન્ટ ઝોનની બહાર કેટલીક પ્રવૃત્તિઓને પ્રતિબંધિત કરી શકે છે.

કોઈ પણ રાજ્યની અંદર અને એક રાજ્યથી બીજા રાજ્યમાં લોકો અને ચીજવસ્તુઓના આવવા-જવા પર કોઈ પ્રતિબંધ નહીં હોય. આના માટે અલગથી મંજૂરી અથવા ઈ-પરમિટ લેવાની જરૂર નહીં પડે. અનલોક-3માં કોવિડ-19 પર કેન્દ્ર સરકાર દ્વારા જારી થયેલા બધા પ્રોટોકોલ સંપૂર્ણ રીતે લાગુ પડશે. બધી દુકાનો ખુલ્લી રહેશે, પરંતુ દુકાનદારોએ ગ્રાહકોની વચ્ચે પર્યાપ્ત સામાજિક અંતરનું ધ્યાન રાખવાનું રહેશે. લોકોએ આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરવાનો રહેશે. બીમાર વ્યક્તિઓ, સિનિયર સિટિઝનો, બાળકો અને ગર્ભવતી મહિલાઓએ બને ત્યાં સુધી પોતાના ઘરમાં રહેવું પડશે.







33 વર્ષીય વોર્નરનું માનવું છે કે, ખેલાડીઓ માટે તેમના પરિવારથી દૂર રહેવું સરળ નથી. તેણે ESPNcricinfo સાથે વાત કરતાં કહ્યું કે, ‘મારી ત્રણ દીકરીઓ અને પત્ની મારી કારકિર્દીનો મહત્વપૂર્ણ ભાગ છે. તમારે હંમેશાં સૌથી પહેલા તમારા પરિવાર વિશે વિચારવું જોઈએ અને જ્યારે આવી કોઈ મુશ્કેલ પરિસ્થિતિ હોય ત્યારે તમારે ગંભીર નિર્ણયો લેવા પડતા હોય છે. આ વખતે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી 20 વર્લ્ડ કપ મુલતવી રાખવામાં આવ્યો છે. હવે જ્યારે ટી -20 વર્લ્ડ કપ ભારતમાં યોજાશે ત્યારે મારે તેના વિશે ફરીથી વિચાર કરવો પડશે.
વોર્નરે વધુમાં કહ્યું કે, ‘મારે દરેક મુદ્દા પર વિચારવું પડશે. જેમ કે, શું મારી દીકરીઓ શાળાએ જઇ રહી છે, મારી પત્ની તબિયત બરાબર છે, મારે આ બધા વિશે વિચાર કરવો પડશે. આમાંથી ઘણું બધુ મારા નિર્ણયનો એક ભાગ છે. એવા અવસરો આવે છે જ્યારે તમે બહાર જાવ છો અને તમારા પરિવારને યાદ કરો છો. વર્તમાન સંજોગોમાં, કોઈપણ ટૂર્નામેન્ટ વખતે અમને પરિવારને સાથે રાખવાની મંજૂરી નઈ મળી શકે અને ભવિષ્ય ખૂબ જ ડરામણું બનવાનું છે. પરિવારને ધ્યાનમાં રાખીને જ હું ભવિષ્ય અંગે નિર્ણય લઈશ.
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ તરફથી રમતા ડેવિડ વોર્નરે 84 ટેસ્ટ મેચોમાં 48.95 એવરેજથી 7244 રન બનાવ્યા છે. તો એકદિવસીય ક્રિકેટ (વન-ડે)માં 123 મેચોમાં 45.41 ની સરેરાશથી 5,267 રન બનાવ્યા છે. વોર્નરે ટેસ્ટમાં 24 સદી અને વન ડેમાં 18 સદી ફટકારી છે. તો ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં પણ વોર્નરના નામે એક સદી અને 17 અડધી સદી છે.


















