મહારાષ્ટ્રમાં 95.30 ટકા વિદ્યાર્થીઓએ એસએસસી પરીક્ષા પાસ કરી

મુંબઈઃ મહારાષ્ટ્ર શિક્ષણ બોર્ડની એસએસસી (10મા ધોરણ)ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. ઓવરઓલ 95.30 ટકા પરિણામ આવ્યું છે. સફળતાની આ યાત્રામાં છોકરીઓએ છોકરાઓને ફરી પાછળ રાખી દીધાં. ગયા માર્ચ મહિનામાં લેવાયેલી 10મા ધોરણની પરીક્ષામાં કુલ 17 લાખથી વધારે વિદ્યાર્થીઓ બેઠાં હતાં.

12મા ધોરણની જેમ કોંકણ વિભાગે આ પરીક્ષામાં પણ મહારાષ્ટ્રના અન્ય 8 વિભાગ કરતાં સારો દેખાવ કર્યો છે. આ વિભાગમાં 98.77 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે.

આ વખતની એસએસસી પરીક્ષામાં કુલ 15 લાખ 75 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયાં છે. એમાં, 4,723 વિદ્યાર્થીઓએ 90 ટકાથી વધારે માર્ક્સ મેળવ્યા છે. તો 1 લાખ 20 હજારથી વધારે વિદ્યાર્થીઓએ 85-90 ટકા સુધી માર્ક્સ મેળવ્યા છે. જ્યારે 57,913 વિદ્યાર્થીઓએ 80-85 ટકા માર્ક્સ મેળવ્યા છે.

કોંકણ કેન્દ્રનો સક્સેસ રેટ 98.77 ટકા છે. ત્યારપછીના નંબરે કોલ્હાપુર આવે છે – 97.64 ટકા. પુણે વિભાગમાં 97.34 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે.

દિવ્યાંગ વિદ્યાર્થીઓમાં પાસિંગ રેટ 92.73 ટકા છે.

આ વર્ષે 96.91 ટકા છોકરીઓ પાસ થઈ છે જ્યારે છોકરાઓનો પાસિંગ રેટ 93.90 ટકા છે.

રાજ્યમાં આશરે 8,360 શાળાઓમાં 100 ટકા રિઝલ્ટ આવ્યું છે.

પરીક્ષાનું પરિણામ આ વેબસાઈટ પર જાણી શકાશે. mahresult.nic.in

9 વિભાગોના પરિણામની ટકાવારીઃ

કોંકણ – 98.77 ટકા

કોલ્હાપુર – 97.64 %

પુણે – 97.34 %

મુંબઈ – 96.72 %

અમરાવતી – 95.14 %

નાગપુર – 93.84 %

લાતુર – 93.9 %

નાશિક – 92.73 %

ઔરંગાબાદ – 92 % 

મુખ્ય પ્રધાન ઠાકરેએ આપ્યા અભિનંદન

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ એસએસસી બોર્ડ પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા છે. ટ્વીટમાં એમણે લખ્યું છે કે એસએસસી પરીક્ષાની મહત્ત્વની સિદ્ધિ પાર કરનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપું છું. ધારો કે પરિણામ તમારી અપેક્ષા મુજબનું ન આવ્યું હોય તો પણ જરાય નિરાશ થશો નહીં, કારણ કે જીવન અવસરોથી ભરેલું છે. આપ તમામને મારી શુભેચ્છા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]