ટોરોન્ટોઃ 15 ઓગસ્ટે ભારત દેશે પોતાનો 74મો જન્મદિવસ ઉજવ્યો. આ દિવસની ઉજવણી ઘણા દેશોમાં પણ કરવામાં આવી. કેનેડામાં વિશ્વપ્રસિદ્ધ નાયગરા ધોધને ભારતીય રાષ્ટ્રધ્વજના ત્રણ રંગ – કેસરી, સફેદ, લીલાની રોશની કરીને ચમકાવવામાં આવ્યો હતો.
ટોરન્ટોસ્થિત ભારતીય કોન્સલ જનરલના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર તિરંગાનાં રંગમાં ચમકતા નાયગરા ધોધનો વિડિયો શેર કર્યો છે.
ટોરન્ટોમાંનાં ભારતીય મહિલા કોન્સલ જનરલ અપૂર્વા શ્રીવાસ્તવની આગેવાની હેઠળ 15 ઓગસ્ટના રોજ ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને નાયગરા ધોધને ભારતીય ઝંડાના ત્રણ રંગોની રોશનીથી પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
વિડિયો-ટ્વીટ સાથે અપૂર્વા શ્રીવાસ્તવે લખ્યું હતું: નાયગરા ધોધ ખાતે ભારતનો ચળકાટ.
નાયગરા ફોલ્સ ઈલ્યુમિનેશન બોર્ડ દ્વારા ધોધને તિરંગાની લાઈટ્સથી વિશેષ રીતે પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન ઈન્ડો-કેનેડા આર્ટ્સ કાઉન્સિલે કર્યું હતું.
કોરોના વાઈરસના ફેલાવાને કારણે અનેક નિયંત્રણો વચ્ચે કેનેડાભરમાં ભારતીય સ્વાતંત્ર્ય દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
ભારતીય-કેનેડિયન સમુદાયનાં લોકોએ ભારતના આઝાદી દિવસની ઉજવણી રૂપે કેનેડાના અનેક શહેરોમાં કાર રેલી યોજી હતી. એને ‘તિરંગા કાર રેલી’ નામ આપવામાં આવ્યું હતું. 200 વધારે મોટરકારોને ભારત અને કેનેડાના રાષ્ટ્રધ્વજ વડે સુશોભિત કરવામાં આવી હતી.
કટરાઃ કોરોના વાઈરસનું તબીબી પરીક્ષણ કરાવ્યું નહીં હોય એવી એક પણ વ્યક્તિને કટરામાં પ્રવેશ આપવામાં નહીં આવે. દરેકનો કોરોના રિપોર્ટ નેગેટિવ હોવો જોઈએ અને તે પણ લેટેસ્ટ હોવો જોઈએ. જૂનો રિપોર્ટ નહીં ચાલે અને એવી વ્યક્તિને ક્વોરન્ટાઈન પણ કરવામાં આવી શકે.
કોરોના વાઈરસના ફેલાવાને કારણે છેલ્લા પાંચ મહિનાથી સ્થગિત કરી દેવાયેલી વૈષ્ણોદેવી મંદિર યાત્રા આજથી ફરી શરૂ કરવામાં આવી છે. જમ્મુ અને કશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશના રાયસી જિલ્લાની ત્રિકુટા પર્વતમાળામાં આવેલા પ્રસિદ્ધ વૈષ્ણોદેવી ગુફા મંદિરની યાત્રામાં સામેલ થવા માટે પ્રશાસને અત્યંત કડક નિયમો લાગુ કર્યા છે.
આજે પહેલા દિવસથી લઈને સાત દિવસ સુધી દરરોજ માત્ર 2000 શ્રદ્ધાળુઓને જ દર્શન કરવા જવા દેવામાં આવશે. આમાંના 1,900 જમ જમ્મુ-કશ્મીરના જ હોવા જોઈએ અને બાકીના 100 જણ જ બહારના (અન્ય રાજ્યોના) હોવા જોઈએ.
મંદિરના 8 પૂજારી અને મંદિર શ્રાઈન બોર્ડના 11 કર્મચારીઓ કોરોનાગ્રસ્ત હોવાનું માલૂમ પડ્યા બાદ પ્રશાસને શ્રદ્ધાળુઓ માટેના નિયમોનો કડક રીતે અમલ કરવાનું નક્કી કર્યું છે.
ગઈ 8 માર્ચથી બંધ કરી દેવાયેલી આ યાત્રાને હવે બેટરીથી ચાલતા વાહનો, યાત્રી રોપ-વે અને હેલિકોપ્ટર સેવાના માધ્યમથી ફરીથી નિયમિત રીતે શરૂ કરવામાં આવી છે.
શ્રદ્ધાળુઓએ એમનું નામ ઓનલાઈન માધ્યમથી રજિસ્ટર કરાવવું પડશે. જમ્મુ અને કશ્મીરના રેડ ઝોન જિલ્લાઓ તથા અન્ય ક્ષેત્રોના લોકોએ એમની સાથે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ રાખવો ફરજિયાત રહેશે.
આજના દિવસ સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવુ, તાવ,માથા,આંખ,હાડકાની તકલીફથી સાચવવુ, વાર્તાલાપમા ક્યાય ગેરસમજ ના થાય તેનુ ધ્યાન રાખવુ, પ્રિયજન સાથેની ખરીદી પાછળકે ફરવામા ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય.
આજનો દિવસ સરસ રીતે પસાર થાય કારણકે તમને ઉત્સાહ સારો રહે અને નવીનકામનુ આયોજન થાય, પ્રિયજન સાથે પસંદગીની કોઈ વાત આપલે થાય, ધાર્મિકકાર્ય હેતુ ક્યાય મુસાફરી થાય અને તેમા તમને ખુશીની લાગણી અનુભવાય, તમે આજે કોઈને મદદ કરવાની સદભાવના રાખો તેવુ બની શકે.
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય સારી રીતે પસાર થાય, ક્યાંક બિનજરૂરી નાણાકીય ખર્ચ થઈ શકે છે, પ્રિયજન સાથે હરવાફરવામા ઉત્સાહ સારો જોવા મળે, તેમને કોઇ પરિચિત સાથેના સંપર્ક દ્વારા તમારા કોઈ કામની સારી વાત સાંભળવા મળી શકે કે લાભની વાત થઈ શકે છે.
આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો ખાસ કરીને વાદવિવાદથી દુર રહેવુ જરૂરી છે જેથી ખોટો અજંપો ટાળી શકાય, વાહન ધીમે ચલાવવુ, કફ, છાતી, પ્રેસર જેવી તકલીફથી સાચવવુ, કામકાજમા મહેનત કરતા ઓછુફળ મળે, જીવનસાથી સાથે ખોટીવાર્તાલાપ ના થાય તેનુ ધ્યાન રાખવુ.
આજનો દિવસ સામાન્ય છે, કામકાજમા થોડી વ્યસ્તતા જોવા મળી શકે છે, મનમા થોડી અશાંતિ જોવા મળી શકે છે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી, સોના-ઝવેરાત, ફાર્મા જેવા ક્ષેત્રમા કામકરનારને માનસિક થાકની લાગણી વધુ અનુભવાય. માર્કેટિંગક્ષેત્રમા તમને સમયનોવ્યય વધુ જોવા મળી શકે છે.
આજનો દિવસ સારી રીતે પસાર થઇ શકે છે અને જો જુનાકામની કોઈ ગુંચ પડેલી હોયતો તેને ઉકેલી શકાય તેવા યોગ છે, તમારા મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થાયકે તેમા તમને કોઇ મદદ કરતા મળે તેવુ પણ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમા ઉત્સાહ સારો જોવા મળે, પ્રિયજનસાથે ફરવા જવાના યોગ પણ છે.
આજનો દિવસ તમારે સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે , વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, હિતશત્રુ અને ખટપટીલોકોથી દુર રહેવાની જરૂર છે, ચામડી,એલર્જી,,ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ થોડી તકેદારી રાખવી, માર્કેટિંગક્ષેત્રમા માનસિકથાક અને કામ ટાળવાની વૃતિ જોવા મળી શકે છે.
આજનો દિવસ સરસ છે અને તેમા પણ જો કોઈ જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી અને લાગણી તમારા મુખ પર સ્પષ્ટ દેખાઈ આવે, તમારા કોઈ કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, જમીન, બાંધકામ, વાહનવ્યવહાર, ધાતુ, જેવા ક્ષેત્રમા કામકરનારને નવીનતક ઝડપવાના યોગ બને છે.
આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવુ જેથી બિનજરૂરી વિવાદ ટાળી શકાય, પેટ, આંતરડા, ડાયાબીટીસના દર્દીએ તકેદારી રાખવી, થોડી આરામકરવાની વૃતી રહે, આજે ધીરજ, પ્રભુભક્તિમા સમય પસાર કરવો શ્રેષ્ઠ છે.
આજનો દિવસ સારો છે, તમને તમારા કામકાજમા ઉત્સાહ સારો રહે, પ્રિયજન સાથે ક્યાંક મુસાફરી થઈ શકે છે, તમારા ધાર્યાકામ થઇ શકે તેવા યોગ બની રહ્યા છે, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમા વધુ સમય ફાળવવો યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા મહેનત કાર્યનો સંતોષ જોવા મળી શકે છે, મિલનમુલાકાત સફળ રહે.
આજનો દિવસ સામાન્ય છે, તમારા કામમા વ્યસ્તતા વધુ રહે તેવા સંજોગો બની શકે છે, લાકડા,ચામડા, ધાતુ, ઓઈલ,પેટ્રોલ, કોમ્પુટરક્ષેત્રમા કામ કરનારવર્ગમા નવીનતા જોવા મળે, તમે જુનાકામમા અટવાવતો તેમા જલ્દીથી ઉકેલ ન આવે અને સમયનો વ્યય થાય.
આજનો દિવસ સામાન્ય છે, તમારા મિત્રો સાથે કામની કોઈ લાભકારી ચર્ચા થાય અને તેમા તમારી ગણતરીમુજબ કામ થાય તેવુ બની શકે છે, મુસાફરીના યોગ છે, માર્કેટિંગક્ષેત્રમા રેફરન્સથી કામ કરોતો લાભ થાય, આજે તમારામા ધાર્મિકભાવના પણ સારી જોવા મળે અને ધાર્મિકસ્થળની મુલાકાત પણ થાય.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ફરી એક વાર બધાને ચોંકાવતાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. જોકે MS ધોની IPL રમતો રહેશે. તેના પ્રશંસકો IPLમાં ધોનીને રમતો જોઈ શકશે. મહેન્દ્ર સિંહ ધોની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લેવાનું એલાન કર્યું હતું. ઇન્સ્ટાગ્રામ પર તેણે લખ્યું હતું કે તમારો બધાનો પ્રેમ અને સમર્થન માટે ધન્યવાદ. આજે સાંજે 7.29 કલાક પછી મને નિવૃત્ત સમજજો. તેણે આ પોસ્ટ સાથે એક વિડિયો પણ શેર કર્યો હતો.
ટેસ્ટ ક્રિકેટમાં પહેલેથી સંન્યાસ કરવાની જાહેરાત
મહેન્દ્ર સિંહ ધોની (39)એ ટેસ્ટ ક્રિકેટમાં પહેલેથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. જોકે તે વન-ડે અને T20માં ભારતીય ક્રિકેટ ટીમનો હિસ્સો બનેલો હતો. ધોની ક્રિકેટના ત્રણે ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાનો કેપ્ટન રહી ચૂક્યો છે.
2004માં બંગલાદેશમાં કેરિયરનો પ્રારંભ
MS ધોનીએ વર્ષ 2004માં બંગલાદેશની સામે ક્રિકેટ કેરિયરની શરૂઆત કરી હતી. તે અત્યાર સુધી 90 ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે. આ સિવાય 3 વનડે અને 98 T20 મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું. ટેસ્ટ મેચોમાં ધોની છ સદી ફટકારી છે અને વનડેમાં 10 સેન્ચુરી મારી છે. મહેન્દ્ર સિંહ ધોનીએ વિકેટકીપર તરીકે ટેસ્ટમાં 294, વનડેમાં 444 અને T20માં 91 કેચ કર્યા છે.
ધોની IPLમાં રમશે
માહી ચેન્નઈ સુપર કિંગ્સ માટે IPL-2020માં રમવાનું જારી રાખશે. ધોની ચેન્નઈના બાકીના ક્રિકેટરો સાથે શિબિર ભાગ લેવા પહોંચ્યો હતો.
અમદાવાદઃ રાજ્યમાં એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની વકી છે. વળી, રાજ્યમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદથી 200 તાલુકાઓમાં નદીઓ-નાળા છલકાઈ ગયા છે. સુરત અને આણંદમાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમની સપાટીમાં પણ સતત વધારો થતાં તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે. વડોદરામાં પણ સતત પડી રહેલા વરસાદથી વિશ્વામિત્રી નદીની સપાટી વધી રહી છે. જો નદી ભયજનક સપાટી વટાવશે તો વડોદરા પર પણ પૂરનું જોખમ છે.
સુરતના પુણા ગામની સ્થિતિ ભયજનક
સુરતમાં પડી રહેલા ભારે વરસાદને પગલે પુણા ગામની સ્થિતિ ભયજનક બની છે. ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. અવિરત વરસાદને પગલે ઘરોમાં પાણી ઘૂસે એવી શક્યતા છે. સુરતમાં હજી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
ભટાર વિસ્તાર પણ જળબંબાકાર
સુરતમાં છેલ્લા 3 દિવસથી સતત વરસી રહેલા વરસાદને કારણે શહેરનો ભટાર વિસ્તાર પણ જળબંબાકાર થઈ ગયો છે. જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં જનજીવન ઠપ થઈ ગયું છે.
નવસારીમાં ચોથા દિવસે વરસાદ
નવસારી જિલ્લામાં સતત ચોથા દિવસે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. નવસારીના અલગ-અલગ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ગણદેવી તાલુકામાં વેગણીયા ખાડી પર બનાવવામાં આવેલ પુલ છેલ્લા ત્રણ દિવસથી પાણીમાં ગરકાવ છે.
માધવરાય મંદિર પાણીમાં
રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, પોરબંદર, ગીર-સોમનાથ, અમરેલી જિલ્લામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. દરમિયાન ગીર-સોમનાથની સરસ્વતી નદીમાં પૂર આવતાં માધવરાય મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું.
ત્રણેય નદીઓમાં પૂર
ગીર-સોમનાથમાં હીરણ, કપિલા અને સરસ્વતીના પાણી ત્રિવેણી સંગમ પર-ત્રણેય નદીઓમાં પૂર આવતાં ત્રિવેણી ઘાટ પાણીમાં ડૂબી ગયો હતો. સરસ્વતી નદીમાં ઘોડાપૂરથી પ્રાચીતીર્થ મંદિર પાણીમાં ડૂબ્યું હતું.
વૃજમી ડેમ ઓવરફલો
છેલ્લા 24 કલાકના વરસાદને કારણે સૌરાષ્ટ્રના અનેક ડેમ-ચેકડેમ ઓવરફ્લો થતાં પાણી છોડવામાં આવ્યું હતું. માળિયા હાટીનાનો વૃજમી ડેમ ઓવરફલો થયો હતો. વૃજમી ડેમ ઓવરફલો થતાં બે દરવાજા અડધો ફૂટ ખોલાયા હતા. આ વિસ્તારમાં આવેલાં દુધાળા ગીર, વાંદરવડ, કડાયા, વિશણવેલ, ધણેજ જંગર, ગડુ અને ખોરસા સહિતનાં ગામોને એલર્ટ કરાયાં હતાં.
વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીએ
વડોદરાની વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 23 ફૂટ પર પહોંચી ગઈ છે. વિશ્વામિત્રીની સપાટી વધતાં લોકો ચિંતિત બન્યા છે. વરસાદથી નીચાણવાળા વિસ્તારના લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે. વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 23 ફૂટ પર પહોંચી ગઈ છે.
રાવલ ગામ પાંચમી વાર પાણીમાં ગરકાવ
દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પૂર આવ્યાની સ્થિતિ સર્જાઈ છે. દેવભૂમિ દ્વારકાના જામકલ્યાણપુર તાલુકાનુ રાવલગામ વર્તમાન ચોમાસામાં સતત પાંચમી વાર પાણીમાં ગરકાવ થયું છે. પાણી વચ્ચે ટાપુ બની ગયેલ રાવલ ગામમાં ફસાયેલા લોકોને NDRFની ટીમે બચાવ અને રાહત કામગીરી કરીને બચાવ્યા હતા. ચારે બાજુ ફરી વળેલાં પાણીને કારણે રાવલ ગામ જમીન માર્ગે સંપર્કવિહોણું બની ગયું હતું.
ગાંધીનગરઃ રાજ્યમાં સ્વતંત્ર્યતા દિવસની ઉજવણી ગાંધીનગરમાં જ કરવામાં આવી છે. દેશના સ્વાતંત્ર્ય પર્વ દિને રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવનના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું હતું.
આ પ્રસંગે રાજ્યપાલ અને લેડી ગવર્નર દર્શના દેવીના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારીઓ, રાજભવનના અધિકારીઓ તથા તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.govgover
સ્વતંત્ર્યતા દિવસની ઉજવણીમાં રાજ્યપાલ હાજર રહ્યા
રાજ્યપાલે પાટનગરમાં સ્વતંત્ર્યતા દિવસની ઉજવણીમાં પણ હાજરી આપી હતી. રાજ્યમાં સ્વતંત્ર્યતા દિવસની ઉજવણી ગાંધીનગરમાં જ કરવામાં આવી છે. દેશના 74મા સ્વતંત્રના પર્વની ઉજવણીમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હાજરી આપી હતી. ગુજરાત વિધાનસભા અને મહાત્મા મંદિર વચ્ચે આવેલા સ્વર્ણિમ પાર્કમાં રાજ્ય કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જોકે કોરોનાને કારણે સ્વતંત્ર્યતા દિનની ઉજવણી સાદાઈથી કરવામાં આવી હતી.
ગાંધીનગરઃ રાજ્યમાં સ્વતંત્ર્યતા દિવસની ઉજવણી ગાંધીનગરમાં જ કરવામાં આવી છે. દેશના 74મા સ્વતંત્રના પર્વની ઉજવણીમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હાજરી આપી હતી. ગુજરાત વિધાનસભા અને મહાત્મા મંદિર વચ્ચે આવેલા સ્વર્ણિમ પાર્કમાં રાજ્ય કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જોકે કોરોનાને કારણે સ્વતંત્ર્યતા દિનની ઉજવણી સાદાઈથી કરવામાં આવી હતી.
માત્ર 250 લોકોને આમંત્રણ
સ્વતંત્રતા દિનની ઉજવણી નિમિત્તે આ વખતે માત્ર 250 લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. સવારે નવ કલાકે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
કોરોના 45 કોરોના વોરિયર્સનું સન્માન
રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ અને સંકમિતોની સારવાર પોતાના જીવના જોખમે પણ કરનારા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના ૪૫ જેટલા તબીબો અને આરોગ્ય સેવા કર્મીઓને પ્રશસ્તિપત્રથી સન્માનિત કર્યા હતા.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જનતાને સંબોધન કર્યું
રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અનેક ખેડૂતલક્ષી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ સહિતના થતા નુકસાન માટે પણ રૂપિયા લીધા વગર યોજના જાહેર કરી છે. ૩૨ લાખ ટન કરતાં વધારે કૃષિ પેદાશોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે.
લોકડાઉનમાં પાંચ કરોડ લોકોને 3338 કરોડ રૂપિયાનું અનાજ મફત
તેમણે કહ્યું હતું કે લોકડાઉનના સમયમાં NFSAના ૬૮ લાખ પરિવારો સહિત રાજ્યના પાંચ કરોડ લોકોને ત્રણ માસ માટે ૩૩૩૮ કરોડનું ૧૨૭ લાખ ક્વિન્ટલ અનાજ વિનામૂલ્યે આપ્યું છે. ૧૫૩૦ ગરીબ કલ્યાણ મેળા દ્વારા ૨૬ હજાર કરોડની સાધન-સહાય દોઢ કરોડ લાભાર્થીઓને આપી આત્મનિર્ભરતાના માર્ગે વાળ્યા છે એમ પણ તેમણે કહ્યું હતું.
મુખ્ય પ્રધાને આપ્યો ‘‘હારશે કોરોના-જીતશે ગુજરાત’’નો મંત્ર
મુખ્ય પ્રધાને ગુજરાતના જન સહયોગથી ‘‘હારશે કોરોના-જીતશે ગુજરાત’’નો મંત્ર આપ્યો હતો. રાજ્યના નાગરિકોને સંબોધન કરતાં કહ્યું કે નેશનલ ડિજિટલ હેલ્થ મિશન’માં પણ આપણે અગ્રેસર રહીને આગામી દિવસોમાં ગુજરાતના હેલ્થ સેકટરને સુદ્રઢ-શક્તિશાળી બનાવીશું.
મુખ્ય પ્રધાને ધ્વજવંદન બાદ સ્વર્ણિમ પાર્ક પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું.