મહેન્દ્ર સિંહનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ફરી એક વાર બધાને ચોંકાવતાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. જોકે MS ધોની IPL રમતો રહેશે. તેના પ્રશંસકો IPLમાં ધોનીને રમતો જોઈ શકશે. મહેન્દ્ર સિંહ ધોની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લેવાનું એલાન કર્યું હતું. ઇન્સ્ટાગ્રામ પર તેણે લખ્યું હતું કે તમારો બધાનો પ્રેમ અને સમર્થન માટે ધન્યવાદ. આજે સાંજે 7.29 કલાક પછી મને નિવૃત્ત સમજજો. તેણે આ પોસ્ટ સાથે એક વિડિયો પણ શેર કર્યો હતો.  

ટેસ્ટ ક્રિકેટમાં પહેલેથી સંન્યાસ કરવાની જાહેરાત

મહેન્દ્ર સિંહ ધોની (39)એ ટેસ્ટ ક્રિકેટમાં પહેલેથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. જોકે તે વન-ડે અને T20માં ભારતીય ક્રિકેટ ટીમનો હિસ્સો બનેલો હતો. ધોની ક્રિકેટના ત્રણે ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાનો કેપ્ટન રહી ચૂક્યો છે.

2004માં બંગલાદેશમાં કેરિયરનો પ્રારંભ

MS ધોનીએ વર્ષ 2004માં બંગલાદેશની સામે ક્રિકેટ કેરિયરની શરૂઆત કરી હતી. તે અત્યાર સુધી 90 ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે. આ સિવાય 3 વનડે અને 98 T20 મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું. ટેસ્ટ મેચોમાં ધોની છ સદી ફટકારી છે અને વનડેમાં 10 સેન્ચુરી મારી છે. મહેન્દ્ર સિંહ ધોનીએ વિકેટકીપર તરીકે ટેસ્ટમાં 294, વનડેમાં 444 અને T20માં 91 કેચ કર્યા છે.

ધોની IPLમાં રમશે

માહી ચેન્નઈ સુપર કિંગ્સ માટે IPL-2020માં રમવાનું જારી રાખશે. ધોની ચેન્નઈના બાકીના ક્રિકેટરો સાથે શિબિર ભાગ લેવા પહોંચ્યો હતો.