નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 78,357 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1045 લોકોનાં મોત થયાં છે, દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 37,69,523 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 66,333 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 29,01,908 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 8,01,282 પહોંચી છે. રિકવરી રેટ વધીને 77 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.78 ટકા થયો છે.
અમેરિકામાં 62 લાખથી વધુ લોકો સંક્રમિત
કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં અમેરિકા પહેલા નંબરે છે. અહીં અત્યાર સુધી 62 લાખથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 41,000થી વધુ નવા કેસો નોંધાયા છે, જ્યારે બ્રાઝિલમાં 24 કલાકમાં 41,000થી વધુ કેસો નોંધાયા છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત મોત કેસની CBI તપાસ કરી રહી છે, સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઈ હતી, એવા કોઈ પુરાવા CBIને નથી મળ્યા. CBIની એક ટીમ હાલ મુંબઈમાં છે અને તપાસ જારી છે. CBIના અધિકારીઓએ દિવંગત એક્ટરના કેટલાય સહયોગીઓ રિયા ચક્રવર્તી, તેના પરિવાર, રૂમમેટ સિદ્ધાર્થ પિઠાની, હાઉસ સ્ટાફ નીરજ સિંહ, ભૂતપૂર્વ મેનેજર શ્રુતિ મોદી, સેમ્યુઅલ મિરાન્ડા સહિત અન્ય લોકોની પૂછપરછ કરી હતી. CBI અધિકારીઓનું કહેવું છે કે તેઓ આત્મહત્યાના એન્ગલથી પણ આ કેસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તેઓ એ પણ માલૂમ કરવાની કોશિશ કરી રહ્યા છે કે આમાં આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો કેસ તો નથી બની રહ્યો.
બીજી બાજુ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સુશાંત મોતના મામલે મની લોન્ડરિંગની તપાસ સંદર્ભે ગોવાના હોટેલિયર ગૌરવ આર્યની પણ ઊલટતપાસ કરી રહ્યું છે. EDના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાનુસાર ગોવામાં હોટેલ ટેમરિન્ડ એન્ડ કેફે કોટિંગાના માલિક આર્ય ફરી એક વાર ગઈ કાલે તપાસ એજન્સી સામે હાજર થયો હતો. અને તેને સુશાંતની પ્રેમિકા રિયાની સાથે તેની ચેટ વિશે પૂછપરછ કરવામાં આવી રહી છે, કેમ કે આ બંને જણે ડ્રગ્સ વિશે ચર્ચા કરી રહ્યા હતા.
EDના અધિકારીએ કહ્યું હતું કે આર્યની રિયા અને તેના ભાઈ શોઇકની સાથેની નાણાકીય લેવડદેવડ વિશે પણ તપાસ કરવામાં આવી રહી છે. ED પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ તેનું નિવેદન નોંધી રહી છે.
EDએ સોમવારે આર્યની પહેલી વાર સાત કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી. રવિવારે આર્યએ દાવો કર્યો હતો કે તે સુશાંતને ક્યારેય મળ્યો નથી અને તે 2017માં રિયાને એક વાર મળ્યો હતો. તેણે એમ પણ કહ્યું હતું કે સુશાંત મામલે તેને કંઈ લાગતુંવળગતું નથી.
CBIની ટીમે ફરી એક વાર સુશાંતના ફ્લેટની મુલાકાત લીધી હતી, જ્યાર એક અન્ય એક ટીમે રિયા અને તેના ભાઈ શોવિક અને સુશાંતના ભૂતપૂર્વ મેનેજરની ઊલટતપાસ કરી હતી.
ઘણી વખત અચાનક જ તમારું મન ખિન્ન બની જાય છે. મન ઉપર કોઈ બોજ હોય તેવું લાગ્યા કરે છે. ભીતર સંકોચનનો સતત અનુભવ થાય છે. નકારાત્મકતાના વાદળો તમારી પર છવાઈ જાય છે. આ સ્થિતિમાં તમે રૂંધાઇ જાઓ છો. આ મનોસ્થિતિમાંથી બહાર આવવાની તમારી તીવ્ર ઈચ્છા છે, પરંતુ તેમાંથી કઈ રીતે બહાર નીકળવું તે તમે જાણતા નથી. આ સંજોગોમાં શું કરવું જોઈએ?
સૌ પ્રથમ તો સમજીએ કે નકારાત્મકતા શું છે? નકારાત્મકતા એટલે પીડા, દુઃખ ની લાગણીનો અનુભવ! જ્યાં તમે ખુશી અને આનંદની પ્રાપ્તિની અપેક્ષા રાખી છે, ત્યાંથી જ દુઃખ મળે છે અને નકારાત્મક સંવેદના ઉત્પન્ન થાય છે. એવું દરેક કાર્ય, ઘટના કે જેમાં શરૂઆતમાં તો ખુશી મળે છે, પણ અંતે મન બોઝીલ બની જાય છે ત્યારે નકારાત્મક સંવેદનો ઉદ્ભવે છે. જેમ કે, જયારે તમે મિત્રો સાથે મળીને કોઈ અન્ય વ્યક્તિ વિષે ઘસાતું બોલો છો, નિંદા કરો છો ત્યારે શરૂઆતમાં મજા આવે છે, પણ પછી તમારું જ મન શું થાકી નથી જતું? ભારે નથી બની જતું? તો પ્રારંભમાં આભાસી આનંદ અને અંતમાં પીડા એટલે નકારાત્મકતા!
ઈર્ષા, લોભ, ગુસ્સો, તિરસ્કાર, અપરાધબોજ, ભય, ચિંતા આ સઘળી નકારાત્મક ભાવનાઓ મહદઅંશે નકારાત્મક વિચારોને કારણે ઉત્પન્ન થાય છે. આવી સંવેદનાઓ ઉત્પન્ન કરતા નકારાત્મક વિચારોને કઈ રીતે રોકી શકાય?
અસંભવ લાગતું આ કાર્ય વાસ્તવમાં એટલું કઠિન નથી. કેટલાક સરળ ઉપાયો દ્વારા ચોક્કસપણે નકારાત્મક વિચારોને દૂર કરી શકાય છે.
૧. નિયમિત વ્યાયામ કરો. સૂર્યનમસ્કાર કરો. ચાલવા જાઓ. તમારા પાચનતંત્ર પર ધ્યાન આપો. જો ખોરાકનું પાચન બરાબર થતું નથી તો નકારાત્મક વિચારો આવે છે. તો શરીરને શુદ્ધ રાખો, જંક ફૂડનો ઉપયોગ ન કરો, આયુર્વેદની મદદ લો.
૨. વિચારો વાદળ જેવા છે તે સમજી લો. આકાશમાં તરતાં વાદળોને આપણે ગોઠવી શકતાં નથી તે જ રીતે વિચારો પણ સતત આવે છે અને જાય છે. નકારાત્મક વિચાર આવે તેનો વિરોધ ન કરો. તેને આવવા દો. તેની સાથે હાથ મિલાવો અને જૂઓ કે તરત જ એ વિચાર અલોપ થઇ જશે.
૩. મન અને શરીર બંનેને વ્યસ્ત રાખો. સતત પ્રવૃત્તિ કરતાં રહો. સંગીત, નૃત્ય, ચિત્રકલા એવી કોઈ પણ કલા શીખો. સારા પુસ્તકોનું વાંચન કરો. મંત્ર જાપથી પણ તરત જ નકારાત્મક વિચારો દૂર થાય છે.
૪. જાણી લો કે ભાવનાઓ અને વિચારો કરતાં તમારું અસ્તિત્વ વિશાળ છે. એ વિશાળતાનો અનુભવ કરો. લોકોને મદદ કરો. જયારે પણ નકારાત્મક વિચારો ઘેરી વળે ત્યારે ઉઠો અને આસપાસના લોકોને પૂછો કે હું તમારી શું મદદ કરી શકું? મદદરૂપ થવાનો ભાવ નકારાત્મક વિચારોને તરત જ દૂર કરે છે.
૫. પ્રાણાયામ અને ધ્યાન કરો. માત્ર 20 મિનિટનું ધ્યાન ઊંડો વિશ્રામ આપે છે. પ્રાણ ઉર્જાનો સંચાર કરે છે. મન જયારે પ્રાણ ઉર્જાથી ભરેલું હોય છે ત્યારે કોઈપણ નકારાત્મક વિચાર નિકટ આવી શકતો નથી.
-તો, સ્મિત કરતાં રહો. પ્રસન્ન રહેવાની આદત કેળવો. જે પરમ શક્તિ સમગ્ર વિશ્વનું સંચાલન કરે છે તેના પર શ્રદ્ધા રાખો. જાણો કે નકારાત્મક વિચારો પર વિજય મેળવવા તમે સક્ષમ છો. વર્તમાન ક્ષણમાં રહો અને જૂઓ કે તમે મુક્ત છો, તૃપ્ત છો, આનંદસ્વરૂપ છો.
(શ્રી શ્રી રવિશંકરજી)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)
આજના દિવસ સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, કામકાજ અર્થે કઈ બહાર મુસાફરીના યોગ બને છે. સહકર્મચારી સાથે કામની બાબતમાં ખટપટના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું જ કામ કરવુ યોગ્ય છે, ભક્તિ અને દાનકર્મ કરવું સારું કહી શકાય.
આજનો દિવસ સરસ અને મસ્તીમજાક વાળો છે, તમને તમારા કામમાં અન્યનો સાથ સહકાર સારો મળે તમારા કામની પ્રશંસા થાય, નવીનકામનું આયોજન થઇ શકે છે , પ્રિયજન સાથેના કોઈપણ પ્રકારના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક મળે, વેપારના કામકાજમાં સારો પ્રતિસાદ મળી શકે છે.
આજના દિવસ તમને ઉત્સાહ વધુ જોવા મળી શકે છે, તમે કોઈના સહયોગી બનવાની સારી ભૂમિકા ભજવી શકો છો , વેપારના કામકાજમાં આયોજનથી કામ કરવામાં આવેતો સારો લાભ થઈ શકે છે, ધાર્મિકભાવના સારી જોવા મળે અને તમે કોઈને યથાશક્તિ કંઇક દાન કરવાની વૃત્તિ જાગે તેવું પણ બની શકે છે.
આજનો દિવસ કામકાજમાં વધુ વ્યસ્તતા વાળો જોવા મળી શકે તેના કારણે તમને માનસિકથાકની લાગણી વધુ લાગે, વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં ધીરજ અને ગણતરીપૂર્વકનું નાનું કામ કરવું યોગ્ય છે, શાંતિ અને પ્રભુભકિતમાં દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવા-વાગવાના યોગ છે, વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ ખટપટી લોકોથી દુર રહેવું, તમને નકારાત્મકવિચારના આવે તેનું ધ્યાન રાખવું, વેપારના કામમાં જોખમથી દુર રહેવું, ધાર્મિકસ્થળે દર્શન કરવા જવાના અને ક્યાંક દાનકે ભેટ આપવાના યોગ પણ બની શકે છે.
આજનો દિવસ તમારા માટે સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ પડેલી હોય તેને ઉકેલી શકાય તેવા પ્રયત્નો આજે કરવા સારા કહી શકાય, મનની ઈચ્છા પૂરી થઇ શકે તેવા પણ યોગ ઉદભવી શકે છે, આજે આત્મવિશ્વાસ સારો રહે, વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય તેવું બની શકે છે.
આજનો દિવસ કામકાજની સાથે કામકાજમાં નવીનતક અપાવે તેવો છે, મિત્રો સાથે કોઈલાભની વાત આપ લે થાય તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, વેપારના કામકાજમાં લાભ પણ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળી શકે છે, ધાર્મિકભાવના સારી જોવા મળે અને સદ્કાર્ય કરવા મન પ્રેરાય તેવું બની શકે છે.
આજનો દિવસ સરસ છે, જૂનીઓળખાણ તાજી થાય, કામની કદર થાય તેમાં તમારો ઉત્સાહ વધે, મુસાફરી દરમિયાન ખોટાખર્ચા થયાની લાગણી અનુભવાય, વેપારના કામકાજમા સારાકામની અપેક્ષા ફળી શકે, કોઈ ધાર્મિકસ્થળની મુલાકાતથી તમારું મન ખુશી અનુભવે અને મનમાં કોઈ કામની સદભાવના જાગી શકે છે.
આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈવાતથી મન અશાંત રહે, ઘરની કોઈ ચિંતા હોય તેની અસર તમારા કામકાજ પર પડે, મુસાફરી દરમિયાન કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે, વેપારમાં ધાર્યા કામન થવાનો રંજ દિવસભર રહ્યા કરે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવાથી એકાગ્રતા અને મનની સ્થિરતા સારી રહે.
આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યુંકે મનનું કામ થઇ શકે તેની તમે સારી ખુશી અનુભવી શકો, વેપારના કામકાજમાં તમારા અનુભવનો તમે સારો ઉપયોગ કરી શકો છો, પરોપકાર કરવાની વૃતી જાગે, ધાર્મિકસ્થળમાં દાન,પુણ્ય,ભક્તિ કરવા જવાની ઈચ્છા જાગે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, જુના કોઈ કામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે અને તેને કારણે તમે અશાંત બની શકો છે, વેપારના કામકાજમાં નાનું અને આયોજન પૂર્વકનું કામ કરવું સારું કહી શકાય, કોઈના કાર્યમાં મદદ કરવાથી મનને સારી ખુશી મળે.
આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરી થઈ શકે છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારીવાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો, કોઈમાટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. વેપારમાં આજે તમને અણધાર્યો સારો પ્રતિસાદ મળી શકે છે.
ગાંધીનગર: રાજ્ય સરકારે અનલોક-4ની ગાઇડલાઇન જાહેર કરી છે. રાજ્યના ગૃહ વિભાગે સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું છે. આ ગાઇડલાઇન મુજબ રાજ્યમાં કન્ટેઇનમેન્ટ ઝોનમાં 30 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. જ્યારે કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં કેંદ્ર સરકારની માર્ગદર્શિકા અનુસાર નિયમિત પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવશે.
રાજ્ય સરકારે અનલોક-4ની ગાઇડલાઇન નીચે મુજબ છે…
સરકારે શરતોની સાથે 7 સપ્ટેમ્બરથી મેટ્રો શરૂ કરવાની મંજૂરી આપી છે.
શૈક્ષણિક અને કોચિંગ સંસ્થાઓ 30 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે
21 સપ્ટેમ્બરથી ધાર્મિક, સામાજિક, રાજકીય, શૈક્ષણિક સમારોહ યોજી શકાશે. જોકે આ સમારંભોમાં લોકોની હાજરી 100 સુધી સીમિત રાખવામાં આવી છે.
રાજ્યમાં આજથી હોટેલ અને રેસ્ટોરાં 11 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે.
ગાર્ડન પણ ખૂલશે. ધાર્મિક સ્થળો સંપૂર્ણ ખુલ્લાં રાખી શકાશે.
દુકાનોને હવેથી 24 કલાક સુધી ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે.
ઓટો રિક્ષામાં એક ડ્રાઇવર બે મુસાફરો બેસી શકશે.
ટેક્સી અને ખાનગી વાહનોમાં એક ડ્રાઇવર અને બે મુસાફરો બેસી શકશે.
ખાનગી વાહનની બેઠક ક્ષમતા 6થી વધુ હોય તો ચાર લોકોને મંજૂરી આપવામાં આવી છે.
એસટી-ખાનગી બસ-કેબ સેવાને પણ 50 ટકા કેપેસિટી સાથે મંજૂરી આપવામાં આવી છે.
ગાઇડલાઇન્સ મુજબ હવે લારી-ગલ્લા અને શેરી ફેરિયાઓ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં.
60 ટકા કેપેસિટી સાથે લાઇબ્રેરીઓ પણ ખૂલશે.
જોકે થિયેટર બંધ રાખવામાં આવ્યા છે પણ ઓપન એર થિયેટર 21મીથી ખોલી શકાશે.
જોકે સ્કૂલ સહિતની શૈક્ષણિક સંસ્થાઓ 30 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે.
કન્ટેઇનમેન્ટ ઝોન બહાર આ ગતિવિધિઓને મંજૂરી
રાજ્યો,રાજ્ય શાસિત પ્રદેશોમાં 50 ટકા સુધી શિક્ષણ અને બિન શૈક્ષણિક સ્ટાફને ઓનલાઇન ટીચિંગ અને સંબંધિત કાર્ય માટે શાળાએ બોલાવી શકાય છે.
ધોરણ 9થી 12 સુધીના વિદ્યાર્થીઓને તેમના શિક્ષકોના માર્ગદર્શન માટે સ્વૈચ્છિક આધાર પર સ્કૂલમાં જવાની મંજૂરી આપી શકાય છે.
જોકે રાજ્યમાં ફેસ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, થર્મલ સ્કેનિંગ, સેનિટાઇઝર અને કોવિડ-19ના નિયમોનું પાલન કરવું પડશે.
અમદાવાદઃ દેશમાં લોકડાઉન ઉઠાવવાની શરૂઆત થઈ ત્યારથી 700માંથી 345 એટલે કે 50 ટકા ક્ષમતા સાથે અમદાવાદમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસ પૂરી પાડતી AMTS 30 ઓગસ્ટ સુધી 19 કરોડનું નુકસાન કર્યું છે. કોવિડ-19 રોગચાળાને કારણે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS)ને દૈનિક ધોરણે 21 લાખ રૂપિયાનું નુકસાન જઈ રહ્યું છે. શહેરના પૂર્વ વિસ્તારમાં અને પશ્ચિમમાં AMTSની સર્વિસ શરૂ નથી થઈ શકી, જેથી ટ્રાન્સપોર્ટ સર્વિસને મોટું નુકસાન થઈ રહ્યું છે.
શહેરમાં પૂર્વ અને પશ્ચિમમાં બસ સર્વિસને શરૂ કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી અને AMTSની સમિતિમાં પણ આ મુદ્દે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો, પણ હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
કોરોના વાઇરસને કારણે AMTSની બસ સેવા ચાર મહિના બંધ હતી, પણ જૂનમાં બસોને 50 ટકા ક્ષમતા સાથે શરૂ કરવામાં આવી હતી. અને પેસેન્જરો પણ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઓછો ઉપયોગ કરતા હતા. જેને પરિણામે AMTSએ નુકસાન ખમવું પડે છે.
AMTSને 25 લાખની દૈનિક આવક
જો AMTS સંપૂર્ણ ક્ષમતાથી બસો ચલાવે તો દૈનિક આવક 25 લાખ રૂપિયાની થતી હતી. બીજી બાજુ, AMTS 22 કરોડ રૂપિયા કર્મચારીઓને પગાર અને પેન્શન સ્વરૂપે ચૂકવે છે. AMTS આ રકમ વાર્ષિક રીતે 264 કરોડ ચૂકવે છે. આ ઉપરાંત AMTS પ્રતિ મહિને ખાનગી ઓપરેટરોને બસ ચલાવવા માટે 13 કરોડની રકમ ચૂકવે છે. જોકે લોકડાઉન દરમ્યાન એ નિર્ણય લેવામાં આવ્યો હતો કે 30 ટકાની રકમની ચુકવણી તેમને કરવામાં આવે. આ સંદર્ભે 7.80 કરોડની ચુકવણી તેમને કરી દેવામાં આવી છે. AMTSનનું કુલ નુકસાન વધીને 300 કરોડ રૂપિયા થયું છે, પણ આ વર્ષે એમાં ઓર વધારો થશે.
મુંબઈઃ દર વર્ષે દેશમાં ખાસ કરીને મુંબઈમાં ગણેશોત્સવ બહુ ધામધૂમથી ઊજવવામાં આવે છે. 10 દિવસના આ પર્વમાં લોકો ગણપતિની પૂજા-અર્ચના કરે છે અને ગણેશ (અનંત ચતુર્થી)એ એનું વિસર્જન કરે છે. પહેલી સપ્ટેમ્બરે દેશના અલગ-અલગ ભાગોમાં ગણપતિ વિસર્જન કરવામાં આવી રહ્યું છે, પણ કોરોના રોગચાળાને કારણે આ વખતે ગણપતિ વિસર્જનમાં ઘણું પરિવર્તન આવી ગયું છે.
ચાલતા-ફરતા તળાવ
દેશમાં અને ખાસ કરીને મુંબઈમાં મોટા ભાગના લોકો જ્યાં એક બાજુ ઘરમાંથી જ ગણપતિ બાપાને વિદાય આપી રહ્યા છે, ત્યારે મુંબઈમાં ગણેશ વિસર્જન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. દરિયા કિનારે લોકોની ભીડ એકત્ર ના થાય એટલે BMCએ ચાલતા-ફરતા તળાવ બનાવ્યાં છે, જેને ‘પોન્ડ્સ ઓન વ્હીલ્સ’ નામ આપવામાં આવ્યું છે. આ શહેરમાં ફરશે, જેમાં લોકો ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરશે.
35000 પોલીસ કર્મચારીઓ તહેનાત
મુંબઈમાં ગણપતિ વિસર્જન છે ત્યારે મુંબઈમાં 35,000 પોલીસ કર્મચારીઓ સુરક્ષા માટે તહેનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વિસર્જન સંદર્ભે 5000 CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યા છે, એ ઉપરાંત કોઈ અનિચ્છનીય બનાવ ના બને એ માટે ઉચ્ચ અધિકારીઓ પણ નિરીક્ષણ કરવા જરૂરી સૂચના આપવામાં આવી છે.
ગણેશોત્સવની ચમક ઝાંખી
આમ તો દર વર્ષે મુંબઈમાં ગણેશ મહોત્સવની ખાસ ઝાકઝમાળ જોવા મળે છે, પણ કોરોનાને કારણે આ વખતે ગણેશોત્સવની ચમક ઝાંખી થઈ ગઈ છે. દરિયા કિનારે લોકોની ભીડ એકઠી ના થાય એટલા માટે પાલિકાએ મુંબઈમાં મુવિંગ પોન્ડ્સ બનાવ્યા છે. ટ્રકના પાછલા હિસ્સામાં પોન્ડ્સને તબદિલ કરવામાં આવ્યો છે. આ ટ્રક હાઉસિંગ સોસાયટીઓમાં ફરીને લોકોને બાપાની વિદાય કરવામાં મદદ કરશે.
એપથી પણ બુકિંગ
BMCએ કેટલાય ખાલી પ્લોટોમાં 167 આર્ટિફિશિયલ ટેન્ક પણ બનાવી છે. એના માટે એક એપ પણ લોન્ચ કરી છે. જ્યાંથી લોકો વિસર્જન માટે પોતાનો સ્લોટ બુક કરી શકે છે. એમાં પૂજન અને વિસર્જનની પ્રક્રિયા માટે અડધો કલાકનો સમય મળશે.
BMCની ગણેશ વિસર્જન માટે વ્યવસ્થા
ગિરગાવ, દાદર, જુહુ, ચોપાટી પાસે રહેતા ભક્તો, સાર્વજનિક ગણેશોત્સવ મંડળો માટે પાલિકાએ કૃત્રિમ તળાવો અથવા મંડપોમાં જ વિસર્જનની વ્યવસ્થા કરી આપી છે. જેથી લોકો ચોપાટી પર લોકો જાય નહીં.
કોરોના રોગચાળાને કારણે વિસર્જન વખતે થતી ભીડનો ટાળવા માટે પાલિકાએ મુંબઈમાં વિવિધ વિસ્તારોમાં કૃત્રિમ તળાવ, ફરતા તળાવ, મૂર્તિ સંકલન કેન્દ્રો ઊભાં કર્યાં છે. ચોપાટીથી બે કિલોમીટર અંતરમાં રહેતા લોકોને ચોપાટી પર વિસર્જન કરવાની પરવાનગી છે. ગણેશ વિસર્જન માટે પાલિકાએ નોંધણી ફરજિયાત કરી છે.
ગણેશ વિસર્જનમાં ગિરદી ના થાય એ માટે પાલિકાએ 168 કૃત્રિમ તળાવ, 170 મૂર્તિ સંકલન કેન્દ્રો, ફરતા વિસર્જન સ્થળો, 70 નૈસર્ગિક સ્થળે 445 વિસર્જન સ્થળો ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં છે.
વોશિંગ્ટનઃ વિશ્વભરમાં કોરોના વાઇરસ રોગચાળાના પ્રકોપની વચ્ચે દરેક દેશ એની વેક્સિન બનાવવાની હોડમાં લાગેલો છે, ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકી કંપની એસ્ટ્રાઝેનકા દ્વારા કોવિડ-19 વેક્સિનનું ક્લિનિકલ ટ્રાયલ ત્રીજા તબક્કામાં પહોંચી ચૂક્યું છે. ટ્રમ્પે કહ્યું હતું કે કોરોનાની આ દવાને ટૂંક સમયમાં મંજૂરી મળે એવી શક્યતા છે. મને જણાવતાં આનંદ થાય છે કે કોરોના વેક્સિન બનાવી રહેલી એસ્ટ્રાઝેનકાની વેક્સિન ટેસ્ટના ત્રીજા તબક્કામાં પહોંચી ચૂકી છે. આ એ વેક્સિનની યાદીમાં સામેલ થઈ છે, જે બનવામાં ઘણી નજીક છે. લોકોને લાગી રહ્યું હતું કે આ અસંભવ છે, પણ અમેરિકાએ કોરોના રોગચાળા સામે વેક્સિન બનાવીને બતાવું દીધું, એમ ટ્રમ્પે કહ્યું હતું.કોવિડ-19ની વેક્સિન બનાવવામાં ઘણો સમય લાગી શકે છે, પરંતુ એને એડમિનિસ્ટ્રેશને આ કામ કેટલાક મહિનાઓમાં કરીને બતાવ્યું છે. કોરોના વેક્સિનની દેશમાં 30,000 સ્વયંસેવકો પર ટ્રાયલ કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું. ટ્રમ્પ વહીવટી મંડળ દ્વારા અમેરિકામાં આ દિવસોમાં ઓપરેશન વાર્પ સ્પીડ ચલાવવામાં આવી રહ્યું છે. એના હેઠળ કોરોના સામે વેક્સિન બનાવવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે.
અમેરિકામાં એસ્ટ્રાઝેનકાની વેક્સિન ત્રીજા તબક્કામાં ટ્રાયલ ચાલી રહી છે, જે વાર્પ સ્પીડનો એક ભાગ છે. આ ઓપરેશનનો ઉદ્દેશ વર્ષ 2021 સુધી કોરોના વેક્સિનની સુરક્ષિત અને 30 કરોડ ડોઝ તૈયાર કરવાનો છે. આ વેક્સિનને પણ મંજૂરી અપાય એવી શક્યતા છે. ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન વિભાગના પ્રમુખ સ્ટીફન હાનના જણાવ્યા મુજબ એની ત્રીજ તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ સાચી દિશામાં રહી તો એનું જલદી રજિસ્ટ્રેશન કરી લેવામાં આવશે.