Home Blog Page 4604

રાશિ ભવિષ્ય 28/01/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ સામાન્ય છે, પ્રવાસનું આયોજન થઈ શકે છે તેમાં ઉત્સાહ પણ જોવા મળી શકે , મિત્રોથકી કોઈ લાભની વાત આપ-લે થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમને તમારી મહેનત મુજબ ફળ મળી શકે છે વેપારમાં કામકાજ નાનું અને અનુભવ મુજબજ કામ કરવુ યોગ્ય છે, વિવાહયોગ્ય વાર્તાલાપ સારી રહે.


આજના દિવસે સાવચેતી રાખવી અને તેમાં પણ ગુસ્સાપર કાબુ રાખવો જરૂરી બને છે, વાહન ધીમે ચલાવવું  સલાહ ભર્યું છે, એલર્જી,ચામડી, લોહીના દર્દીએ તકેદારી રાખવી, વણમાંગી સલાહકે સુચન આજના દિવસે ના આપવા ઈછાનીય છે. વેપારના કામકાજમાં મોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ તમારા માટે સારો છે તમને ઉત્સાહ, આત્મવિશ્વાસ સારો રહે, મનની ઈચ્છા પૂરી થાય તેવું બનવા જોગ પણ છે, વિદ્યાર્થીવર્ગ માટે વિદ્યાભ્યાસમાં વધુ મહેનત કરવાથી સારું ફળ મળી શકે છે, ગણતરી પૂર્વક કામ કરોતો ધાર્યા કામ વધુ થાય, વેપારના કામકાજમાં લાભ અને નવીનજાણકારીની તક મળે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત, પ્રવાસ થઈ શકે છે, કોઈ આકસ્મિકનાણાકીય ખર્ચ પણ આવી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારના કામકાજમાં નાનું કામ કરવું સલાહ ભર્યું છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કોઈના થકી કરવી યોગ્ય કહી શકાય.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો સલાહ ભર્યો છે, ખટપટકરનાર વર્ગથી દુર રહેવું જરૂરી છે, ખરીદી કરવાપાછળ બિનજરૂરી ખર્ચ થઇ શકે છે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે , વાહન ધીમે ચલાવવું ,ઉશ્કેરાટથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમન કરવું, શાંતિથી દિવસ પસાર કરવો.


આજનો દિવસ સામાન્ય છે, મનમાં થોડી માનસિકઅશાંતિ અને ઉદ્વેગ રહ્યા કરે, કામકાજમાં સમયનો અણધાર્યો વ્યય થાય, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફજે ભોગવતું હોય તેમના માટે થોડી તકેદારી રાખવી જરૂરી છે, વેપારમાં ગણતરીપૂર્વકનુ કામ કરવું યોગ્ય છે, ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, મનમાં રહેલી ઈચ્છા પૂરી થવાની શક્યતા વધુ છે, ગમતાકાર્ય થઈ શકે છે , નવી ઓળખાણ થાય તેમાં પણ તમારી લાગણી ક્યાંક સંતોષાયકે સારીવાતચીત થાય તેવા સંજોગ બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ જાણકારી પ્રાપ્ત થાય, વેપારમાં અણધાર્યો લાભ થઈ શકે છે,


આજનો દિવસ થોડી ધીરજ અને સાવચેતી રાખવી યોગ્ય છે, વાહન ધીમે ચલાવવું, નોકરી ધંધામાં પણ  વ્યવહારુ અભિગમ રાખવો ફાયદાકારક છે, કોઈપણ પ્રકારના વિવાથી દુર રહેવાની સલાહ છે , બજારમાં કોઈ મોટા જોખમભર્યા કામના કરવા તેમજ કોઈની પણ સાથે દલીલબાજીના કરવી ઇચ્છનીય છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમને તમારા કામ અને વ્યવહારથી માન મળી શકે છે, કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ભૂતકાળમાં કરેલ કામની પ્રશંશા થાય અને તમારી લાગણી સંતોષાય તેવું બની શકે છે, નવીઓળખાણથી કોઈ લાભની વાત થઈ શકે છે, વેપારમાં લાભ થાય તેવા સંજોગો ઉભા થાય.


આજનો દિવસ તમાર માટે સાવચેતી અને શાંતિ રાખવાની સલાહ ભર્યો છે, તમારામાં થોડી નિરાશા જોવા મળી શકે છે તેમજ કામ ટાળવા માટેની વૃતિ જાગી શકેછે, ખટપટ કરનારથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ તમને સારી આશા અને ઈચ્છા જગાડી શકે તેવો છે, તમારા ધાર્યાકામ થઇ શકે છે  તેમજ જો નસીબ સાથ આપેતો ઘણું બધું કાર્ય થઇ શકે. મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગ,સલાહકાર,કોમ્પુટર,ધાતુક્ષેત્રમાં કામ કરનારવર્ગને સારું રહે, વેપારમાં લાભ અને નવીન ઓળખાણ થવાના સંજોગો ઉભા થઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં ધાર્યા કરતા વધુ સમયનો વ્યય થાય તેવું બની શકે છે, પેટ, આંતરડા, ડાયાબીટીસના દર્દીએ સાચવવું, બેન્કિંગ,વીમા,મેનેજમેન્ટ,સરકારીક્ષેત્રમાં કામ કરનારને માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે તેવું બની શકે. વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામ જ યોગ્ય છે,

રાશિ ભવિષ્ય 27/01/20 થી 02/02/20

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

સપ્તાહ દરમિયાન તમને કામકાજમાં ધ્યાન ઓછુ અને અન્ય પ્રવૃત્તિમાં ધ્યાન વધુ રહે, કામકાજ દરમિયાન નકારાત્મક વિચારો આવાના કારણે તમને તમારા કામમાં રૂચી ઓછી જળવાય તેમજ કામ પરણે કર્તા હોય તેવી લાગણી મનમાંને મનમાં રહ્યા કરે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર ર્વર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે. ખરીદી કરવા પાછળ તેમજ સામાજિક પ્રવૃત્તિના કારણે નાણા અને સમય નો વ્યય થઈ શકે છે, મોસાળપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સંભાળવા મળી શકે છે, આરામ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે.


તમારા મનમાં રહેલી કોઈ વાત જાણે અજાણે ક્યાય રજુ કરવાની તક મળી જાય, લગ્ન બાબત કોઈ જગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમાં પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલન મુલાકાત દરમિયાન તમે ઉત્સાહ સારો અનુભવો, અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થીવર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીન જાણકારીકે શીખવાની તક મળે, તમારા પોતાનું માન જળવાય અને તમારા કામકાજમાં અન્યનો સાથ સહકાર મળે જેમાં તમે ખુશીની લાગણી અનુભવો. બજાર ના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવું પણ સંભવિત છે.


આ સપ્તાહ દરમિયાન તમને કયાંકને ક્યાંક મનમાંને મનમાં અશાંતિ અને ઉદ્વેગ જોવા મળે, તમારા કામકાજમાં ઉત્સાહ ઓછો જોવા મળે તેમજ કામની બાબતમાં નાનીનાની બાબતમાં ઉશ્કેરાઈ જવાય, ઘરમાં કે ઓફીસમાં તમારી અન્ય સાથે દલીલબાજી વધુ થવાની સમભાવના છે પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ પણ ઘણી નિયંત્રણમાં રહી શકે છે. તમારા કામકાજમાં અન્યનો સાથ સહકાર ઓછો જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને સહયોગી થવામાં થોડા ઉદાસીન બનો. બજારના કામકાજ માં તમારામાં કામકાજ કરવામાં થોડી દ્વિધા અનુભવો અને તેની અસર તમારા કામકાજમાં થઇ શકે છે.


તમારી નજીકની વ્યક્તિ જેવીકે ઘરની પાસે રેહતી હોયકે ઓફીસમાં તમારી પાસે કામકાજ કરતી હોય તેવી વ્યક્તિ સાથે કંઇક તમને ગમતી વાતકે જાણકારીની વાત અચાનક સંભાળવા મળી જાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. ઘરકે કુટુંબમાં ભાઈ બહેન સાથે કોઈ કામકાજમાં સાથ સહકાર સારો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈની સારી લાગણીરૂપી મદદ કે સારું માર્ગદર્શન પણ મળી શકે છે , તારી પસંદગીનું પાત્ર સામેથી કોઈ બાબતે વાર્તાલાપ કરે અને તમે પરોક્ષ રીતે તમારા મનની વાત કહી શકો, બજારના કામકાજ સારી વાત બની શકે છે.


આ સપ્તાહ દરમિયાન ધીરજ રાખવી જરૂરી છે, ક્ષણિક આવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યા ખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમાં તમને કોઈ મોટી સમસ્યા થાય તેવું જણાતું નથી. તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમાર કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાય મુસાફરી સંભવિત બની શકે છે તેમાં તમે કંટાળા ની લાગણી વધુ અનુભવી શકો છો. કોઈ જગ્યા એ વાતચીત દરમિયાન તકેદારી કે ચોખવટ જેવી બાબત નું ધ્યાન રાખવું સારું. બજારના કોઈ પણ પ્રકારના કામકાજમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


તમારી મનની વાત તમાર હોઠ પર આવી જાય અને વાતનો પ્રતિભાવ પણ ચેહરા પર સ્પષ્ટ દેખાઈ આવે, આનંદ, ઉત્સાહ, મસ્તી જેવા પરિબળો વચ્ચે તમે હોવ પણ ક્યાંક તમારાથી કોઈની અવગણના ના થઇ જાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. લગ્ન માટે ક્યાય વાર્તાલાપ કે મિલન મુલાકાતમાં તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડીગણી સારી રીતે પડી શકે છે. તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકે છો પણ તેમ થોડું સજાગ રહેવું જેથી ક્યાય ગેરસમજના વર્તાય. બજારના કામકાજમાં તમે થોડી અપેક્ષ વધુ રાખો પણ તેમાં કેટલા ખરા ઉતારો તે બાબત તમારા ઉપરજ રહેલી છે.


આ સપ્તાહ દરમિયાન તમે કોઈપણ કામકાજમાં વ્યસ્ત વધુ રહો, સામાજિક કે ધાર્મિક કાર્યક્રમમાં તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમાં તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીન કામકાજ થાય તેવી પણ સભાવના રહેલી છે. અણધાર્યા નાણાકીય ખર્ચ થાય તેવું પણ બની શકે છે, તમે કોઈના કામકાજમાં સારી રીતે સહભાગી બની શકે છે અને તમારા કામની સારી નોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જુની વાતકે કામ ક્યાય અટકેલું હોય તેમાં પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમાં કામકાજ દરમિયાન ધીરજ અને ગણતરી પૂર્વકવર્તવું યોગ્ય છે.


તમારી અપેક્ષા તમારામાં રહેલી ધીરજની થોડી પરીક્ષા કરાવે માટે તમારી આશાને સફળતા દેખાવાની સમભાવના તો રહેલી છે પણ તેમાં તમારી થોડી મેહનત અને યોગ્ય ગણતરીની પણ એટલીજ જરૂરિયાત છે. મિત્રો કે સગા સ્નેહી સાથે મિલન મુલાકાતમાં તમે ખુશીની લગાણીની સાથે થોડીક માનસિક થાક અને કંટાળાનો પણ અનુભવ કરો. જુના કોઈ અટકેલા કામકાજમાં મેહનત કરોતો તેમાં પણ થોડી ગતિ જોવા મળી શકે છે. સ્વાસ્થ બાબત થોડી કાળજી રાખવી તેમાં પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમાં ચાલતી હોય, બજારમાં નાનું અને આયોજન પૂર્વકનુજ કામ કરવું સારું.


આ સપ્તાહ દમિયાન તમને કામની બાબતમાં થોડું અધીરાપણું વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમાં તમને કોઈનો સાથ સહકાર પણ સારો મળી શકે છે જેમાં તમને તમાર કામના અધીરપણ નું ભાન કરાવે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમાં કે ઓફીસમાં તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહાર કુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમાં લાવીદો. બજારના કામકાજમાં તમને નિર્ણયશક્તિ નો અભાવ વર્તાય અને તેની અસર તમાર કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરી પૂર્વક જ કામ કરવું જોઈએ.


તમારામાં કોઈ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેમાં પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારી વાતની આપ લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈ જગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયું હોય તેવા લોકો તરફથી પણ સારો આદર કે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગના કરે તેનું ધ્યાન રાખવું જરૂરી છે, લગ્નની વાત કોઈ જગ્યાએ ચાલતી હોય તેમાં પણ તમને સારો પ્રતિભાવકે જાણવા જેવી વાત સંભાળવા મળી શકે છે. તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવું પણ બની શકે છે, બજારના કામકાજમાં તમાર અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરી લાભ મેળવી શકો છો.


નાની નાની વાતમાં ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવું તે મુજબનું વર્તન તમારામાં જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિક નાણાકીય કે કોઈ બાબતે ખુશી થવાય તેવો લાભ પણ સંભવિત બની શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તે લોકો એ થોડી તકેદારી રાખવી જરૂરી છે. સગા સ્નેહી સાથેની વાર્તાલાપમાં તમને ગમતી કોઇ વાત સંભાળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈ વાતું ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમાં પસંદગીના જ નાના કામ કરવા યોગ્ય છે.


જાહેર પ્રસંગમાં તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામકાજમાં અન્યનો સારો સાથ સહકાર મળી શકે છે, તમારા ધરેલા કામમાં તમે ગણતરી અને મેહનત કરોતો સારું ફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોય તો વાર્તાલાપ અને મિલન મુલાકાતમાં તમને સારો પ્રતિભાવ અને ઉત્સાહ જોવા મળી શકે છે ફક્ત એટલું ધ્યાન રાખવું કે ઈર્ષાળુ કોઈ ખટપટના કરી જાય, યાત્રા પ્રવાસ પણ તમને ઉત્સાહપૂર્વકનો રહે, મિત્ર વર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમાં તમને સારું કરવાની લાગણી જન્મી શકે છે આયોજન પૂર્વક કામ કરોતો લાભ સંભવિત બની શકે છે.

કોબી બ્રાયન્ટનું કરૂણ મૃત્યુ; અમેરિકા શોકગ્રસ્ત…

અમેરિકાના દંતકથાસમાન બાસ્કેટબોલ ખેલાડી અને NBA ચેમ્પિયનશિપના પાંચ વખત વિજેતા કોબી બ્રાયન્ટ (41)નું 26 જાન્યુઆરી, રવિવારે દક્ષિણ કેલિફોર્નિયાના કેલાબેસાસ વિસ્તારમાં એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. દુર્ઘટનામાં એમની સાથે એમની 13 વર્ષીય પુત્રી જિયાના તથા અન્ય સાત વ્યક્તિનાં પણ કરૂણ મોત નિપજ્યાં હતાં. આ સમાચારને પગલે સમગ્ર અમેરિકામાં તેમજ દુનિયાભરમાં ખેલજગતમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. (પિતા-પુત્રીની ફાઈલ તસવીર)


લોસ એન્જેલીસના સ્ટેપલ્સ સેન્ટર નજીક કોબી બ્રાયન્ટને શ્રદ્ધાંજલિ આપવા એકઠા થયેલા લોકો


ફ્લોરિડાના ઓર્લેન્ડોમાં કોબી બ્રાયન્ટને શ્રદ્ધાંજલિ આપતા પ્રશંસકો


હેલિકોપ્ટર જ્યાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું એ કેલાબેસાસના સ્થળે અગ્નિશામક દળના જવાનો પહોંચી ગયા હતા તે સમયની તસવીર.


સ્ટેપલ્સ સેન્ટરમાં વિશાળ સ્ક્રીન પર કોબી બ્રાયન્ટને શ્રદ્ધાંજલિ


કોરોના વાયરસ સામે ભારતમાં સતર્કતા…

ચીનમાં ખતરનાક કોરોના વાયરસ ફેલાયો છે અને એને કારણે અત્યાર સુધીમાં 80 જેટલા લોકો માર્યા ગયા છે અને બીજાં સેંકડો બીમાર પડી ગયા છે. ભારત સહિત દુનિયાના તમામ દેશો સાવચેત થઈ ગયા છે અને ચીનમાંથી પોતપોતાને ત્યાં આવતા લોકોની ખૂબ ચોક્સાઈભરી મેડિકલ તપાસ કરે છે. ચીનથી એક વિદ્યાર્થિની અને એક વિદ્યાર્થી પટના આવી પહોંચ્યાં બાદ એમને ચેકઅપ માટે જયપ્રકાશ નારાયણ ઈન્ટરનેશનલ એરપોર્ટથી પટના મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. ઉપરની તસવીરમાં વિદ્યાર્થિની (ડાબે) એની માતા સાથે એમ્બ્યુલન્સમાં બેઠી છે.




હૈદરાબાદની એક હોસ્પિટલમાં કોરોનાવાયરસના શંકાસ્પદ દર્દીઓની સારવાર માટે અલાયદા વોર્ડની બહાર સ્ટાફનાં સભ્યો


નવી દિલ્હીની રામમનોહર લોહિયા હોસ્પિટલમાં ડોક્ટરોની સજ્જતા


ગ્રેમી એવોર્ડ્સ કાર્યક્રમમાં પ્રિયંકાએ ધારણ કર્યો લોપેઝનો ફેમસ લુક…

બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને એનાં પતિ નિક જોનાસે લોસ એન્જેલીસના સ્ટેપલ્સ સેન્ટર ખાતે આયોજિત 62મા વાર્ષિક ગ્રેમી એવોર્ડ્સ સમારંભમાં હાજરી આપી હતી. પ્રિયંકાએ જે ડ્રેસ પહેર્યો હતો તે જેનિફર લોપેઝે 2000ની સાલમાં ગ્રેમી એવોર્ડ્સ વખતે પહેરેલા એકદમ આવા જ ડ્રેસની યાદ અપાવનારો હતો.






પ્રિયંકા ચોપરા તેનાં પતિ નિક અને બંને દેર અને દેરાણી સાથે.


પ્રિયંકાએ જે ડ્રેસ પહેર્યો હતો તે જેનિફર લોપેઝે 2000ની સાલમાં ગ્રેમી એવોર્ડ્સ વખતે પહેરેલા એકદમ આવા જ ડ્રેસની યાદ અપાવનારો હતો.






ગ્રેમી એવોર્ડ્સ કાર્યક્રમમાં પરફોર્મ કરતી ગાયિકા એરિયાના ગ્રાન્ડે


ગ્રેમી એવોર્ડ્સ કાર્યક્રમમાં પરફોર્મ કરતી ગાયિકા લિઝો


છેવટે અલગ બોડોલેન્ડની આશંકાઓ પર પૂર્ણવિરામ

નવી દિલ્હી: ઈશાનના રાજ્યોમાંથી ઉગ્રવાદનો અંત લાવવાનું વચન આપી સત્તા પર આવેલી નરેન્દ્ર મોદી સરકારને એક મોટી સફળતા મળી છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત, અસમના મુખ્યમંત્રી સર્બાનંદ સોનો વાલ અને હિમંતા વિશ્વ શર્માની હાજરીમાં બોડો શાંતિ સમજૂતી 2020 પર હસ્તાક્ષર કર્યા. આ દરમ્યાન બોડો આંદોલન સાથે જોડાયેલા તમામ નેતાઓ સામેલ હતા. આ સમજૂતીની સાથે જ લગભગ 50 વર્ષથી ચાલતો અલગ બોડોલેન્ડનો વિવાદ સમાપ્ત થઈ ગયો, જેમાં અત્યાર સુધીમાં 2900 નાગરિકો, 239 સુરક્ષાકર્મી અને 900 જેટલા બોડોલેન્ડ આંદોલન સાથે જોડાયેલા  લોકોએ જીવ ગુમાવ્યો છે.

આ પ્રસંગે ગૃહમંત્રીએ જાહેરાત કરી કે, 30 જાન્યુઆરી  ઉગ્રવાદી જૂથ નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડના 1535 કેડર હથિયારો સાથે આત્મસમર્પણ કરશે. શાહે કહ્યું કે, આ સમજૂતી બાદ હવે અસમ અને બોડોના લોકોનું સુવર્ણ ભવિષ્ય સુનિશ્ચિત થશે. તેમણે આશ્વાસન આપ્યું કે, કેન્દ્ર સરકાર બોડો સમુદાયને અપેલા તમામ વચનોને સમયબદ્ધ રીતે પૂરા કરશે. તેમણે કહ્યું કે ,આ સમજૂતી બાદ હવે અસમના ભાગલા પડવાની આશંકા ખતમ થઈ ગઈ છે. તો બીજી તરફ અમમમાં અનેક નોન બોડો સમુહોએ આ સમજૂતીનો વિરોધ કર્યો હતો.

પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી કહ્યું કે, બોડો સમજૂતી બાદ હવે શાંતિ, સદભાવ અને એકતાની નવી સવાર આવશે. સમજૂતી બોડો લોકો માટે પરિવર્તનકારી પરિણામ લાવશે. આ સમજૂતી બોડો લોકોની અનોખી સંસ્કૃતિનું રક્ષણ કરશે અને તેને લોકપ્રિય બનાવશે.

શું છે બોડો વિવાદ?

લગભગ 50 વર્ષ પહેલા આસામના બોડો બહુમતી વિસ્તારોમાં અલગ રાજ્ય બનાવવાને લઈને હિંસાત્મક વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા હતા. આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ એનડીએફબીએ કર્યું. આ વિરોધ એટલો વધી ગયો કે, કેન્દ્ર સરકારે અનલોફુલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ, 1967 અંતર્ગત એનડીએફબીને ગેરકાયદે જાહેર કરી દીધો. બોડો ઉગ્રવાદીઓ પર હિંસા, જબરજસ્તીથી ઉઘરાણી અને હત્યાનો આરોપ છે.

બોડો આસામનો સૌથી મોટો આદિવાસી સમુદાય છે, જે રાજ્યની કુલ વસ્તીના 5થી 6 ટકા છે. એટલું જ નહીં, લાંબા સમય સુધી આસામનો મોટો ભાગ બોડો આદિવાસીઓના નિયંત્રણમાં રહ્યો છે. આસામના ચાર જિલ્લા કોકરાઈઝાર, બાક્સા, ઉદાલગુરી અને ચિરાંગને ભેગા કરીને બોડો ટેરોટિરિયલ એરિયા ડિસ્ટ્રિકની રચના કરાઈ છે. આ જિલ્લામાં ઘણા અન્ય જાતિના જૂથ પણ રહે છે. બોડો લોકોએ વર્ષ 1966-67માં રાજકીય જૂથ પ્લેન્સ ટ્રાઈબલ કાઉન્સિલ ઓફ આસામના બેનર હેઠળ અલગ રાજ્ય બોડોલેન્ડ બનાવવાની માંગ કરી હતી.

BSE ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટનો નવો વિક્રમ, ટર્નઓવર વધીને રૂ. 3,524 કરોડ થયું

મુંબઈ તા. 27 જાન્યુઆરી, 2020

બીએસઈના ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં આજે ટર્નઓવર 3,524 કરોડ રૂપિયાની સપાટી વટાવી ગયું હતું. આજે બીએસઈના ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં રૂ.3,523.69 કરોડનું રેકોર્ડ ટર્નઓવર થયું હતું. ઈન્ટરઓપરેબિલિટીના અમલ બાદ બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં કામકાજ નવી સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે.

આ સિદ્ધિ બદલ બીએસઈના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલે કહ્યું, ”મેમ્બર્સના સતત સમર્થન અને સક્રિય સામેલગીરીને લીધે બીએસઈ પર ટર્નઓવર વધ્યું છે. અમને આનંદ છે કે આજે એક નાની પણ મહત્ત્વની સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. હું આશા રાખું છું કે મેમ્બર્સ બીએસઈને ટેકો આપવાનું ચાલુ રાખશે અને બીએસઈ આગળ જતાં ઇક્વિટી ડેરિવેટિવ્ઝમાં વધુ વેપાર કરવા માટે તેની શ્રેષ્ઠ ટેકનોલોજીનો વિનિયોગ કરશે.”

હાઈકોર્ટની નોટીસ પછી સરકારે હેલ્મેટ મામલે ફેરવી તોળ્યું!!

ગાંધીનગરઃ સેન્ટ્રલ મોટર વિહીકલ એક્ટ ૨૦૧૯ ની વિરુદ્ધ ગુજરાત સરકાર દ્વારા જનતાને શેહરી વિસ્તારમાં હેલ્મેટ પેહરવામાંથી મુક્તિ આપવામાં આવી હતી. કેન્દ્ર સરકારે બનાવેલા કાયદામાં સેકશન ૧૨૯ મુજબ હેલ્મેટ ફરજિયાત છે પણ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એ કાયદાને હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો હતો.

સામાન્ય રીતે કોઈપણ રાજ્ય તરફથી કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલ કાયદો બદલી શકાય નહીં. જો કોઈ રાજય સરકારે પાર્લામેન્ટ દ્વારા બનાવવામાં આવેલ કાયદા માં ફેરફારો કરવા હોય તો ભારતના બંધારણના આર્ટિકલ ૨૫૪ (૨) મુજબ રાજય વિધાનસભામાં પસાર થયેલ કાયદો રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવાનો હોય છે. જેમાં રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ નોટીફીકેશન બહાર પાડીને કાયદો અમલમાં મુકાય છે. પણ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારની કોઈપણ કાર્યવાહી કર્યા વગર જ ફક્ત રાજકીય હેતુ માટે શેહરીવિસ્તારમાં  હેલ્મેટ પહેરવાનું મરજીયાત કરવામાં આવ્યું હતું.

સેન્ટ્રેલ મોટર વેહિકલ એકટ ૧૯૮૮ સેક્શન ૧૨૯ મુજબ ટુ વ્હિલ વાહન ચલાવનાર અને પાછળ બેસનાર વ્યક્તિ બંનેએ ફરજીયાત હેલ્મેટ પેહારવાનું હોય છે. જેમાંથી ૪ વર્ષ સુધીના બાળકો અને શીખ સમુદાયને આ કાયદા માંથી મુક્તિ આપવામાં આવી છે. જે નિયમમાં સુધારો કરીને રાજય સરકાર દ્વારા બનાવવામાં આવેલ ગુજરાત મોટર વિહીકલ રુલ્સ ૧૯૮૯ માં ટુ વ્હિલરમાં પાછળ બેસવા વાળી લેડીસ અને ૧૨ વર્ષ નીચેના બાળકોને હેલ્મેટ પેહરવમાંથી મુક્તિ આપવામાં આવી છે.

અન્ય રાજ્યોમાં જયારે વાહન ચાલકોની સુરક્ષા હેતુ વાહન ચાલક અને પાછળ બેસવા વાળા બંનેને હેલ્મેટ ફરજીયાત હોય છે, ત્યારે ગુજરાત માં હેલ્મેટ પેહરવામાંથી મુક્તિ કેમ?

કેન્દ્ર સરકારના આકડા મુજબ વર્ષ ૨૦૧૮ માં ભારતમાં ૪૩ હજાર ૬૧૪ જેટલા લોકોનું હેલ્મેટ અને સીટ બેલ્ટ નહી પેહારવાથી મોત થયું છે. જયારે આ આકડો વર્ષ ૨૦૧૬ માં ૩૫૯૭૫ હતો. એટલે ૨ વર્ષમાં ૯.૧૦% મૃત્યુઆંક વધી ગયો છે.

ગુજરાત સરકાર દ્વારા હેલ્મેટ મરજીયાત કર્યા બાદ સુપ્રીમકોર્ટની રોડ સેફટી કમીટી દ્વારા પત્ર પાઠવીને તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ પાસેથી સેન્ટ્રેલ મોટર વિહીકલ એકટના અમલીકરણનો રીપોર્ટ પણ માંગવામાં આવ્યો હતો. જેમાં રાજ્ય સરકારને કાયદો બદલવાની કોઈ સત્તા નથી એનો સ્પષ્ટ પણે ઉલ્લેખ પણ છે.

સુરતના જાગૃત નાગરિક સંજય ઇઝાવા દ્વારા આ જાહેર હિતની અરજી કરવામાં આવી. જેમાં વકીલ રોક્યા વગર દલીલ કરવા માટે અરજદાર સંજય ઇઝાવાને ગુજરાત હાઈકોર્ટ દ્વારા કોમ્પીટન્ટ સર્ટિફિકેટ/ સક્ષમતા પ્રમાણ પત્ર પણ આપવામાં આવ્યું છે. જેથી અરજદાર જાતે કોર્ટમાં જજ સામે પોતાની વાતો/દલીલો રજૂકરી શકે.

હવે પશ્ચિમ બંગાળે ય સીએએ વિરુધ્ધ પ્રસ્તાવ પસાર કર્યો

કોલકાત્તા:  નાગરિકતા સુધારા કાયદો(સીએએ) વિરુદ્ધ સોમવારે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં પણ પ્રસ્તાવ પાસ થઈ ચૂક્યો છે. આ સાથે જ પશ્ચિમ બંગાળ હવે સીએએ વિરુદ્ધ પ્રસ્તાવ પાસ કરનારું ચોથું રાજ્ય બની ચૂક્યું છે. આ પહેલાં કેરળ, પંજાબ અને રાજસ્થાન વિધાનસભામાં સીએએ વિરોધી પ્રસ્તાવ પાસ કરવામાં આવી ચૂક્યો છે.

 

વિધાનસભામાં રજૂ કરાયેલા પ્રસ્તાવમાં કેન્દ્ર સરકારને સીએએ રદ્દ કરવા અને એનઆરસી તેમજ એનપીઆરની યોજનાઓને રદ્દ કરવાની અપીલ કરવામાં આવી છે. આ દરમ્યાન મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિધાનસભામાં કહ્યું કે, આ પ્રદર્શન માત્ર અલ્પસંખ્યકોનું જ નહી પરંતું દરેકનું છે. આ આંદોલનનો સામનો કરવા માટે હું હિન્દુ ભાઈઓનો ધન્યવાદ કરું છું. પશ્ચિમ બંગાળમાં આપણે CAA, NRC, NPRને લાગૂ થવા નહી દઈએ. આપણે શાંતિપૂર્ણ લડત ચાલુ રાખીશું.

રાજ્યના સંસદીય કાર્ય મંત્રી પાર્થા ચેટર્જીએ ગૃહમાં સીએએ વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જે પાસ થઈ ગયો. ત્રણ રાજ્ય- કેરલ, રાજસ્થાન અને પંજાબ- નવા નાગરિકતા કાયદા વિરુદ્ધ પ્રસ્તાવ પહેલા જ પાસ કરી ચુક્યા છે. આ કાયદો રાજ્યમાં સત્તામાં રહેલી ટીએમસી અને વિપક્ષી ભાજપ વચ્ચે વિવાદનો નવો મુદ્દો બનીને ઉભર્યો છે. એક તરફ જ્યાં તૃણમૂલ કોંગ્રેસ વિવાદિત કાયદાનો વિરોધ કરી રહી છે. તો બીજીતરફ ભાજપ તેને લાગૂ કરવા પર ભાર આપી રહ્યું છે.

ટીએમસી પ્રમુખે કહ્યું કે, અમારી સરકારમાં દિલ્હીમાં એનપીઆરની બેઠકમા સામેલ ન થવાનું સાહસ છે અને જો ભાજપ ઈચ્છે તો અમારી સરકારને બર્ખાસ્ત કરી શકે છે. મુખ્યમંત્રીના જવાબ પછી સદનમાં પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો.